ANMOL PREM - 2 books and stories free download online pdf in Gujarati

અણમોલ પ્રેમ - 2

//અણમોલ પ્રેમ-2//

ત્યાર બાદ સંદીપે  નવી કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. સંદીપની કંપની પણ નવી હતી એટલે શરૂઆતના સમયમાં તેને બહુ કામ કરવાનું આવતું ન હતું. એટલે દિવસનો મોટાભાગનો સમય બંને હાલનું યુવાધન જે પ્રકારે સોશ્યલ મીડિયા નો ઉપયોગ કરે છે તેમ તે બંને ચેટ કરતા રહેતા. લગભગ એક અઠવાડિયા સુધી આમ ચાલ્યું હશે. સ્નેહાના ઘરના લોકો થોડા સ્ટ્રીક્ટ હોવાને કારણે અમે ફોન પર વાતો કરી શકતા ન હતા. પરંતુ સતત ચેટિંગ કરીને અમે એકબીજામાં એટલા બધા ઉંડા ઉતરી ગયેલા કે, ગણતરીના દિવસોમાં અમે બંને એકબીજાની પ્રાથમિકતા બની ગયેલા.

બંનેનો અનમોલ પ્રેમ દિવસેને દિવસે ગાઢ થતો જતો હતો. બીજી તરફ પેલો જ્ઞાતિના વડાનો પ્રશ્ન તો માથે તલવારની જેમ લટકતો જ હતો.

અમારી વાતો હું એને સતત પૂછતો રહેતો કે, 'તું સારા નિર્ણયમાંશ્યોર છેને ? તારા ઘરવાળા આપણા લગ્ન માટે ના તો નહીં પાડેને ?' સંદીપ, સ્નેહાને  આવું એટલે પૂછતો કે, સંદીપને ભાગીને લગ્ન કરવામાં કોર્ટ મેરેજ કરવામાં ક્યારેય કોઈ રસ ન હતો. તો સ્નેહા કહેતી કે, 'મારા પપ્પા મારા માટે જીવ કાઢી દે એવા છે તો આ તો મારા જીવનનો અત્યંત મહત્ત્વનો નિર્ણય છે. તેઓ મને મારી પસંદગીની જગ્યાએ જ લગ્ન કરાવશે.' એની વાત સાંભળીને મને ધરપત તો મળતી પરંતુ મનમાં એક ભય તો સતતસતાવતો  રહેતો જ.

અમારા પ્રેમને દસેક દિવસ થયાં હશે પરંતુ અમે એ દિવસોમાં ક્યારેય મળ્યાં ન હતા. સાચું કહું તો એવી કોઈ જરૂરિયાત પણ નહોતી ઊભી થઈ. કારણ કે ચેટિંગ દરમિયાન અમે એકબીજામાં હ્દયમાં વસેલા રહેતા અને સતત અમારા ફોટોગ્રાફ્સ કે સેલ્ફી એકબીજા સાથે શેર કરતા રહેતા. એક દિવસે સવારે એણે મને કહ્યું કે, 'આજે સાંજે મારે તને મળવું છે. મને એવું લાગે છે કે તું ઉંચાઇમાં પણ મારા કરતા નાનો હોઈશ.' મેં કહ્યું, 'આપણે આજે સાંજે સો ટકા મળીએ. પણ શુંજો હું ઉંચાઇમાં તારા કરતા ટૂંકો હોઈશ તો શું તું મારી સાથે સંબંધ નહીં રાખે?' સ્નેહાએ કહ્યું, 'ના તો હું પછી હિલ્સવાળી ચંપલ નહીં પહેરું!' એની આવી જ બધી વાતો મને વધુ મુગ્ધ કરતી. એક માણસ બીજા માણસને આટલી હદ સુધી સ્વીકારી જ કઈ રીતે એનું મને આશ્ચર્ય હતું. કદાચ એને જ તો પ્રેમ કહેવાતો હશે!

એ સાંજે અમે મળ્યાં. હું એના માટે ઘણી બધી ચોક્લેટ્સ લઈ ગયેલો. અમે થોડા સમય સુધી એક ગાર્ડનમાં ફર્યા અને અમારા પરિવારના લોકોની વાતો એકબીજાની સાથે શેર કરી. મેં એને ધરપત આપી કે, 'તું જે માહોલમાં રહેવા આવવાની એ માહોલ તારા ઘરના લોકોથી અત્યંત અલગ જ હશે, પરંતુ તું એક વાતની ધરપત રાખજે, અહીં તને એકલું જરાય નહીં લાગે અને મારા ઘરના લોકો મારા કરતા તારી તરફદારી વધુ કરશે.' આપણા ઘરની વહુને લઈને મારા મમ્મી-પપ્પાએ કેવા કેવા સપનાં જોયાં છે એ પણ સંદીપે સ્નેહાને કહ્યું. મારી મમ્મી હંમેશાં એક જ વાત કરતી કે, 'હું અને મારી વહુ કારમાં કોઈ મોટા ડીપાર્ટમેન્ટ સ્ટોરમાં ખરીદી કરવા જઈશું અને તમે બાપ-દીકરા ભૂખથી કંટાળીને ફોન કરશો ત્યારે જ અમે ઘરે આવીશું.' તો પપ્પા હંમેશાં એમ કહેતા કે, 'મારી વહુ આવશે પછી હું એની પાસે ફલાણી વાનગી બનાવડાવીશ અને એની સાથે અમે ફલાણી હોટેલમાં જમવા જઈશું.' મારી આ બધી વાતો સાંભળીને એ અત્યંત રોમાંચિત થઈ ગયેલી.

સામે એ પણ મને એના ઘરનો ચિતાર આપતી કે, એના ઘરના લોકો અત્યંત ચીલાચાલુ જીવન જીવે છે, જેમના માટે પૈસા સિવાય બીજી કોઈ જ વાત મહત્ત્વની નથી. એને અને મને પાણીપૂરી બહુ ભાવતી એટલે એ દિવસે છૂટાં પડતી વખતે અમે પાણીપૂરી ખાધી. ઘરે પહોંચીને એણે મને, ‘Thanks You’ નો મેસેજ લખ્યો. સાથે એમ લખ્યું કે, 'મારી પરીક્ષામાં તું પાસ થયો છે.' મેં કહ્યું, 'કઈ પરીક્ષા?' તો એણે મને માહિતી આપી કે, અમારી એ દિવસની મુલાકાત દ્વારા તે એ જાણવા માગતી હતી હતી કે, હું મને ખરેખર ચાહુ છું કે, માત્ર વાતો જ કરું છું. 

 

(ક્રમશઃ)

DIPAK CHITNIS dchitnis3@gmail.com

(DMC)

બીજા રસપ્રદ વિકલ્પો