અણમોલ પ્રેમ - 5 DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અણમોલ પ્રેમ - 5

//અણમોલ પ્રેમ-૫//

કહેવામાં આવે તો મિત્રતા અંતે તો શું છે ? ઠંડીભરી ઠૂંઠવાતી રાતની એકલતામાંનું તાપણું છે. મિત્રતાનું કદી મૃત્યુ ન હોઈ શકે. ભાવની વાત છે, આપણી મરજી નહીં પણ હિતને ચાહે, સુખ અને દુઃખના કિનારા વચ્ચે અથડાતી રહેતી જિંદગીમાં ‘હાલ’ પામવાનો મુકામ એટલે ‘મિત્રતા’.

જ્યાં અનાવૃત થઈ શકાય, મન મૂકી રડી શકાય, સ્મિત જ નહીં ખુલ્લું હાસ્ય વહેતું કરી શકાય, કૃત્રિમતાની સરહદથી પરની આ દુનિયા છે. વૈભવ નિર્ધનતાને ભેટવા ઉન્માદી બની, કૃષ્ણ બની – સુદામાને મળવા, ભેટવા વ્યાકુળ બની ઊઠે, આ છે – ‘મિત્રતા’.પરમાત્માએ સંદીપ-સ્નેહાની જોડી પણ નક્કી કરીને મોકલી હતી.

સ્નેહાના માતા-પિતાની મનાઇ પછી બંને જણાએ એકબીજાને મળવાનું કે સોશ્યલ મીડિયામાં ચેટીંગ કરવાનું પણ બંધ કરેલ હતું. અને બંને જણા પોતપોતાની જીંદગીમાં જીવવાનું શરુ કરેલ હતું. વિધીની વિચિત્રતા ક્યારે શું કરે તે કોઇ કહી શકતું નથી. સ્નેહા-સંદીપની જીવનમાં કંઈક નવું બનવાનું લખેલ હશે.

‘સંબંધ’ પછી તે લોહીનો હોય કે લાગણી હોય કે લાગણીનો તે કંઇક પામવું અને મેળવી લેવું ની પરિભાષાથી ભિન્ન છે, પર છે સંબંધનો મતલબ જ કંઇક આપવું, કંઇક કરી છુટવું અને નિભાવવાનું નામ છે. પછી તે લોહીનો કોઇપણ સંબંધ હોય કે, લાગણીનો કે પછી મિત્રતાનો અને આના માટેનું મોટું અને ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કૃષ્ણ-સુદામાનો સંબંધ,  રાધા-કૃષ્ણનો, રાધા અને મીરાનો કૃષ્ણ અને  દ્રોપદીનો તથા રામ-સુગ્રીવ અને રામ-હનુમાનનો આ દરેક સંબંધમાં મિત્રતાની સાથે ભકિતની પણ ઝાંખી થાય છે. એટલે કે ‘સંબંધ’ મટીને તે ‘ભકિત’નું સવરુપ બની ગયા હતા. પણ આ સંબંધોમાંથી આપણે માત્ર અમુક  ગુણોને લઇને પણ જો આપણા સંબંધોને નિભાવીએ તો અણ બનાવ, વિભકત કુટુંબ, સંબંધોમાં તણાવ  વગેરે નકારાત્મક ભાવનાઓ ઉ૫સ્થિત થવાનો પ્રશ્ર્ન જ ન આવે.સંદીપ-સ્નેહાના સંબંધો પણ એટલા પવિત્ર જ હતા તેઓએ તેમની મિત્રતાના સમય દરમિયાન ક્યારેય મિત્રતાથી આગળ વધેલ ન હતાં. તેમના માતા-પિતાના સંસ્કારોનું સિંચન અને ચિંતન બંને તેઓના જીવનમાં ઉત્કૃષ્ટ રીતે વણાયેલા હતાં.

 

સ્નેહાના પિતાને તેમની પાસે જે ધનદોલત હતી જે સંદીપ પાસે ન હતી તેનું તેમને અભિમાન ગરુર હતું જેને પરિણામે જ તેઓએ સંદીપ સાથે સ્નેહાના લગ્નનો ઇન્કાર કરેલ હતો. “ન બનવાનું જાનકી નાથે કાલે શું બનવાનું છે” જેવી સ્થિતિએ સંદીપ-સ્નેહાના જીવનમાં કંઇ નવો વળાંક લાવવાની હતી તેની ન તો સ્નેહાને કે ન તો સંદીપને હતી. સ્નેહાના પિતા લાલચંદ નાણાવટી મોટા ઔધોગિકગૃહના મેનેજીંગ ડિરેક્ટર હતા અને તેઓ તેમના બીજા કેટલાંક ભાગીદારોની સાથે એમ્બીક પ્રોટીન નામની સંસ્થાનો કારોબાર ચલાવતાં હતાં. કોવાડ-૧૯ની મહામારી જેને પુરા વિશ્વને ભરડામાં લીધેલ જેમાં સ્નેહાના પિતાની એમ્બીક પ્રોટીનનો પણ સમાવેશ થયેલ ગયો. બે વર્ષના કપરા કાળમાં ધંધો રોજગાર સંપુર્ણ પણે બે વર્ષના લાંબાસમયગાળા માટે બંધ થયેલ ગયા અને સંસ્થાના ૨૦૦-૨૫૦ કારીગરો સ્ટાફને પગારભથ્થાતો આપવાંજ પડે તેમ હતું. ધંધાનું ટર્નઓવર બીલકુલ સુન્ય થઇ ગયેલ બીજા ખર્ચા તો તેમ ને તેમ હતા. આવી અનેક વિટંબણાઓનો તે સામનો કરી રહેલ હતાં. કોવીડની મહામારી પુરી થવામાં આવી પરંતું સંસ્થામાં જે આંતરરાજ્ય શ્રમીકો કામ કરતાં હતા તેઓ જેમને કોવીડ દરમિયાન પડેલ મુશ્કેલીઓનેપરિણામે ફરીથી કામ પર ન આવ્યા અને ધીમે ધીમે તેની અસર ધંધા પર વધુ પડી, આ સમય દરમિયાન ભાગીદારો વચ્ચે થોડાઘણા પ્રમાણમાં મનદુ:ખ પણ થયા જેને કારણે હારીથાકીને તેઓને ૧૫-૨૦ વર્ષના જુના ધંધાને સમેટવાનો વારો આવ્યો. જેની વધતીઓછી અસર તેમના શરીર પર પણ પડી. તેમનું અને ઘરની આ પ્રકારની પરિસ્થિતિને સ્નેહાની માતાની તબિયતને પણ અસર થયેલ હતી. સ્નેહાના પિતાને કે થોડો સમય હોસ્પીટલમાં પણ દાખલ કરવા પડેલ હતાં. આ બધા વચ્ચે માતા-પિતાની નજર સ્નેહા પર પડેલ હતી. સ્નેહાને સંદીપ સાથે લગ્ન ન કરવાનું જણાવ્યા પછી તેને અનેક છોકરાઓ જોવા આવતાં પણ જેણે ક્યારેય કોઇ છોકરા માટે હા પાડેલ ન હતી.

(ક્રમશઃ)

DIPAK CHITNIS dchitnis3@gmail.com

(DMC)