અણમોલ પ્રેમ - 3 DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અણમોલ પ્રેમ - 3

//અણમોલ પ્રેમ-3//

સંદીપે એને પૂછ્યું કે, 'તું એ કઈ રીતે નક્કી કરી શકી કે હું તને પ્રેમ કરું છું?' તો એણે કહ્યું કે, 'આપણી બે કલાકની મુલાકાતમાં તું મારા તનને સહેજ પણઅડક્યો સુદ્ધાં નહીં. તે એ દર્શાવે છે કે તું મને માત્ર જ પ્રેમ કરે છે. તારી જગ્યાએ બીજો હોત તો મને એના બાપની માલિકીની સમજીને કોઈને કોઈ રીતે અડપલું કર્યા વગર રહેલ  જ ન હોત.'

બંને વચ્ચે વિશ્વાસનો અતૂટ સેતુ બંધાઈ ગયો હતો. એવામાં એક દિવસ એને શું ચાનક ચઢી કે, એણે એની કાકાની દીકરીને અમારા સંબંધ વિશેની વાતો કરી. વળી એ જ દિવસે એણે એની મમ્મીને પણ ઈશારતમાં સમજાવી દીધું કે, એ કોઈના પ્રેમમાં છે. એણે જ્યારે એની મમ્મીને કહ્યું કે, હું અમારી જ્ઞાતિના આ વાડાનો છું એટલે એની મમ્મીએ ઘસીને ના પાડી દીધી. અને ઓછામાં પૂરું એની મમ્મીએ એના પપ્પાને પણ બંનેની વાતની જાણ કરી દીધી. એના પપ્પાએ તરત જ ફેસબુક પર મારી તપાસ કરી અને એની સાથે પણ વાત કરી. કડક સ્વભાવના સ્નેહાના પપ્પાએ એને એટલો બધી ખખડાવ્યો કે, તે એ દિવસે એ કલાકો સુધી સૂન મારી ગયેલો. સંદીપ તો પહેલા આ બધી વાતથી અજાણ જ હતો. બાદમાં સ્નેહાની દુરની એક માસીએ સંદીપને ફોન કરીને કહ્યું કે, 'દીકરા અમારા ઘરમાં તમારી બાબતે ભારે રામાયણ ચાલે છે અને તું આજે એને ભૂલમાં પણ મેસેજ કે ફોન નહીં કરતો. અને હા, હવે તું બને એટલો જલદી આ સંબંધમાંથી બહાર આવી જજે. તમારા સંબંધનું ભવિષ્ય શૂન્ય છે.'

અચાનક આવેલા આવા ફોનકોલથી સંદીપને અંદરને અંદર ધ્રૂજી ઉઠ્યો. બંનેના સંબંધને લગભગ વીસેક જ દિવસ થયાં હશે. પરંતુ એ વીસેક દિવસોમાં અમે પ્રત્યેક ક્ષણ સાથે રહ્યા હતા. બંને એકબીજાને ઉંડાણથી ઓળખતા હતા.એકબીજાની  સાથે જીવવાના સપનાં જોયાં હતા. એ બધુ એક જ ક્ષણમાં કડડભૂંસ થઈ જતું લાગ્યું. જોકે સંદીપના મનમાં કંઈક ‘‘અણમોલ આશા’’ હતી. અને સંદીપ એના ફોન કે મેસેજની રાહ જોઈ રહ્યો હતો. સ્નેહા જ્યાં સુધી સંદીપને  કંઈ નહીં કહે ત્યાં સુધી તેને કોઈ વાત પર વિશ્વાસ બેસવાનો ન હતો.

બેચાર કલાક અજંપામાં ગયા હશે ત્યાં સ્નેહાએ તેને  મેસેજ કર્યો.

‘સંદીપ'આપણી બધી આશાઓ પર પાણી ફરી વળ્યું.'

'તે કહેવામાં થોડી ઉતાવળ કરી.' મેં કહ્યું.

'ભૂલ થઈ ગઈ.' સંદીપે પસ્તાવો કર્યો.

'હવે?'

'પપ્પાએ જ મને તને મેસેજ કરવા કહ્યું છે. એમણે કહ્યું છે કે, એને ના પાડી દે.'

'તારું દિલ શું કહે છે?' મેં કહ્યું

‘સંદીપતારા જેવા સ્વભાવવાળો છોકરો મને મળવાનો નથી. પણ...'

'પણ શું? આમ તો મેં નિશ્ચય કરેલ કે મારે ભાગીને લગ્ન નહોતા કરવા પણ જો તૈયાર હોઉ મને તું કહેતી હોય તો આપણે આ બધું ઠંડુ થાય પછી કોર્ટ મેરેજ કરી લઈએ.'

'ના.' બીલકુલ નહીં એણે કહ્યું.

'તો? બીજો કોઈ રસ્તો?'

'હું મારા મમ્મી પપ્પાને અત્યંત ચાહુ છું.'

'મને?' સંદીપે સામે સવાલ કર્યો ?

'સંદીપ તને પણ ભરપૂર ચાહુ છું, પણ જન્મ આપનાર માતા-પિતાને પણ દગો નહીં કરી શકું.'

'આપણા સંબંધને માત્ર વીસ દિવસ થયાં છે. મારા માતા-પિતા સાથે હું છેલ્લા ચોવીસ વર્ષથી છું. એમણે મને જન્મ આપ્યો છે. વીસ દિવસના સંબંધ માટે હું એમની સાથેના ચોવીસ વર્ષો પાણીમાં જવા નહીં દઈ શકું.' એણે કહ્યું.

'તારી વાત સાચી છે. તારી જગ્યાએ હું હોત તો હું પણ આમ જ કરતે. આફ્ટર ઑલ એ આપણા મા-બાપ હોય છે.'

સંદીપે રડમસ ચહેરાવાળું ઈમોજી મોકલ્યું.

'હું તારા નિર્ણયને માન આપું છું. તું જે ઘરમાં પરણશે એ ઘર બહુ જ લકી હશે. મારા ઘરના એવા નસીબ નહીં હોય કે, ત્યાં તારા જેવી સ્ત્રી અમારા ઘરમાં પગલાં પાડે.'

(ક્રમશઃ)

DIPAK CHITNIS dchitnis3@gmail.com

(DMC)