અણમોલ પ્રેમ - 8 - છેલ્લો ભાગ DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અણમોલ પ્રેમ - 8 - છેલ્લો ભાગ

//અણમોલ પ્રેમ-૮//

બેટા બીજું તો કાંઇ નહીં પણ અમે જે ભૂલ કરેલ હતી કે ભૂલ સુધારવા અમે બંને આવ્યા છીએ. અમારી વ્હાલી અને કહ્યાગરી દીકરી સ્નેહાનો હાથ અમારી રાજીખુશીથી તને સોંપવા માંગીએ છીએ. પણ હા દીકરા હવે અમારી આર્થિક પરિસ્થિતિ સારી નથી એટલે તમારા બંનેના લગ્ન સાદાઇથી કરવા પડશે. એટલે તારે અમારી એ શરત પણ મંજૂર રાખવી પડશે.

 

અંકલ, તમે ચિંતા ના કરશો તમારી દીકરી અને મારી સ્નેહાના લગ્ન તમે બે વર્ષ અગાઉ જે રીતે કરવા માંગતા હતા તે રીતે જ થશે. તેમાં તમારે કોઇ બાંધછોડ કરવાની નથી. તમારે પણ મારી આ શરત કબુલ રાખવી પડશે. પણ…બેટા…સમાજ શું કહેશે ? તમે તેની કોઇ ચિંતા ના કરો. અને હા, તમે હવે સ્નેહાના જ નહીં પણ મારા પિતાની પણ ભૂમિકા અદા કરવાની છે. તમારા જણાવ્યા અનુસાર આપની ફેકટરનું કામકાજ બંધ થયેલ છે તેની ચિતા તમારે છોડી દેવાની છે. હું મારુ બહુ મોટુ કામ લઇને બેઠો છું. મારે અવારનવાર ઓફીસના કામે બહાર જવાનું રહેતું હોય છે. એટલે હવે તમારે મારી ઓફીસમાં આવવાનું ચાલુ કરવાનું છે તે પણ મારા પિતા તરીકે તમારે મને સહકાર આપવાનો છે. મારી ગેરહાજરીમાં ઓફીસની જવાબદારી તમારે અને સ્નેહાએ જ સંભાળવાની રહેશે.  તમારો સમય પણ જશે અને તમારી તબિયત સ્વસ્થ થવામાં પણ યોગ્ય રહેશે. સ્નેહાના પિયા હા..ના કરતાં હતાં પરંતુ સ્નેહાની માતાએ તેમને સંદીપની શરત કબુલ રાખવા જણાવ્યું. સ્નેહાના માતા-પિતા જે આશા ઉમળકા સાથે આવેલ હતા તે આશાઓ તેમની પરિપૂર્ણ થઇ હતી. સંદીપે સ્નેહા સાથે લગ્ન કરવાની સંમતિ આપતા જેમના હ્રદયનો ભાર ઓછો થયો હતો. બંને જણા સંદીપને મળવા માટે તેમના ઘરેથી ઓટોમાં આવ્યાં હતાં પરંતુ જતી વખતે સંદીપે તેમને તેની કારમાં ડ્રાયવરને ઘરે મુકી આવવા જણાવ્યું હતું. સંદીપ અને સ્નેહાના પરિણયમાં એક ખાસ પ્રકારની સજજનતા હતી. જેને પરિણામે જ સ્નેહાના ઘરે તેના વડીલોની નામંજૂરી ને કારણે તેમણેલગ્ન ન કર્યા પણ બંને જણા એકબીજા માટેતો વફાદાર તો રહ્યા સાથે સાથે તેમના માતા-પિતાના સંસ્કારને પણ ન લજવ્યા તે બહુ મોટી ખાનદાની બંનેની કહી શકાય. સમય પાણીની જેમ વહી રહેલ હતો તેમની જુવાની પણ નદીના પાણીના પ્રવાહની જેમ આગળ ને આગળ ચાલ્યે જતો હતો છતાં બંનેએ કોઇપણપ્રકારનું ગેરવ્યાજબી પગલું નહીં ભરીને એક મોટું ઉમદા કાર્ય કરેલ હતું.  

ઘરે આવી તેમણે સ્નેહાને સંદીપની ઓફીસમાં થયેલ ચર્ચાની વિગતોથી વાકેફ કરેલ હતી. સ્નેહા પણ ખુબ ખુશ થયેલ હતી. જેના અંતરમાં ભરી રાખેલ ઉર્મિઓ પુર્ણ થવાને આરે આવીને ઉભી રહેલ નથી.

સંદીપે તેના પિતાને કે ગુમાવે વર્ષો વિતી ગયા હતા. માતા અને કે જીવન જીવી રહ્યાં હતાં. સંદીપે ઘરે જઇને તેની માતાને ઓફીસમાં સ્નેહા ના માતા-પિતા આવેલ અને તેમની સાથે થયેલ વાત જણાવતાં જેમના દીલને પણ હાશકારો અનુભવ્યો હતો. તેઓ પણ અત્યંત ખુશ હતાં. ટુંક સમયમાં જ બંનેના વડીલોની હાજરીમાં સ્નેહા-સંદીપના ધામધૂમ ઉત્સાહ પૂર્વક લગ્ન લેવામાં આવ્યા અને સ્નેહા-સંદીપના ‘અણમોલ સંબંધો‘ નો એક સાથે પતિ-પત્નિ તરીકે જીવન જીવનના નવા સંબંધો ના ‘જીવન પરિણય‘ ની શરૂઆત થયેલ હતી.

‘પામવુ’ અને  ‘મેળવી લેવું’ થી પર સંબંધોની વ્યાખ્યામાં જો જતુ કરવાની ભાવના અને વિશ્ર્વાસ કેળવવામાં આવશે તો પરિવાર અને સમાજ બન્નેની કથળેલી સ્થિતિમાં સુધાર આવશે અને આ સુધારા આપણે જ લાવવાનો છે.સંદીપ-સ્નેહાના સંબંધોમાં પણ કંઇક આમ જ હતું જેને કારણે જ બંનેના ઘરના માતા-પિતા વડીલો પણ તે બંનેના સંબંધો ને ‘અણમોલ સંબંધ‘ તરીકે વણી લીધાં હતાં.

 

મિત્રતા કોઈ ખાસ લોકો જોડે નથી થતી,
પણ જેમની સાથે પણ થાય છે
એ લોકો જ જીવનમા ખાસ બની જાય છે

 સંપૂર્ણ

 

DIPAK CHITNIS dchitnis3@gmail.com

(DMC)