ધ સ્કોર્પિયન - પ્રકરણ -39 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ધ સ્કોર્પિયન - પ્રકરણ -39

ધ સ્કોર્પીયન

પ્રકરણ -39

 

      સિદ્ધાર્થે જોયું પવન અંદર આવી ગયો છે. એણે દેવ અને દુબેન્દુને કહ્યું “તમે શાંતિથી ડ્રીંક લો હું હમણાં આવું છું હું તો ડ્યુટી પર છું મારે ના થાક ના આરામ...” એમ કહી હસતો હસતો ઉઠ્યો. દેવે કહ્યું “પ્લીઝ...અમેતો એન્જોય કરીશું કેટલાય દિવસ પછી રિલેક્ષ થયો હોઉં એવું લાગે છે...પણ સર...એક વાત...”

સિદ્ધાર્થે કહ્યું “હું પાછો આવું પછી શાંતિથી વાત કરીએ હમણાં મારે જવું પડશે.” એમ કહી દેવ શું આગળ જવાબ આપે છે એ સાંભળ્યાં વિનાં ત્યાંથી નીકળી ગયો. સિદ્ધાર્થે કહ્યું “પવન દેવને કંપની આપવામાં અને આપવામાં મારાંથી બે પેગ લેવાઈ ગયાં છે.”

પવને કહ્યું “સર બે પેગમાં તમને શું થાય ?” પછી હસતો હસતો ચૂપ થઇ ગયો. સિદ્ધાર્થે એની તરફ શરારત ભરી નજર નાંખીને પૂછ્યું...”બોલ તારો શું રીપોર્ટ છે ?”

પવને કહ્યું “સર રીપોર્ટમાં એવું છે કે હું ચકરાવો ખાઈ ગયો છું...” સિદ્ધાર્થે પૂછ્યું “કેમ એવું શું થયું છે ?” પવને કહ્યું “સર પેલો શેમીક સરનો માણસ બહાર નીકળ્યો મને એમ કે એ દેવનાં ટુરીસ્ટ ગ્રુપની પાછળ ગયો...ના... પણ એ રીક્ષામાં અહીંથી ક્યાંક નીકળ્યો નવાઈની વાત એ છે કે થોડીવારમાં રીક્ષામાં મેં એની સાથે પેલાં તૌશિક લાંબા ને જોયો...હજી હું કંઈ વિચારું કે હું આ લોકોની પાછળ જઉં કે દેવનાં ટુરીસ્ટ પાછળ...ત્યાં એ લોકો ગૂમ થઇ ગયાં...”

“સર ચોક્કસ આજની રાત કોઈ ગરબડ થશે...સિદ્ધાર્થ સાંભળી રહેલો...એ લોકો હોટલનાં મેઈન ગેટની સામે એમની જીપ પાસે ઉભા ઉભા વાત કરી રહેલાં અને અંદરથી કોઈ 4-5 જણાં બહાર નીકળી રહેલાં ત્યાંજ લાઈટો જતી રહી...બધેજ એકદમ અંધારું પ્રસરી ગયું...

સિદ્ધાર્થે કહ્યું “અચાનક લાઈટ ગઈ ? પવને કહ્યું સર અહીં એવી ક્યાં નવાઈ છે ? ઘણીવાર તો લાઈટ 2-2 દિવસ નથી આવતી...પણ...ત્યાં” સિદ્ધાર્થે કહ્યું “હોટલ પાસે તો જનરેટર છે ને ? જનરેટર કેમ હજી ચાલુ નથી કર્યું...અંધારું ખુબ ઘાટું હતું ઝાડી અને વળી ઉપરથી અમાસની રાત બે ફૂટ દૂર શું છે એ દેખાતું નહોતું...”

સિદ્ધાર્થે તરતજ મોબાઈલ ચાલુ કર્યો અને હોટલના મેનેજરને ફોન કર્યો...પેલાએ સામેથી તરતજ ઉપાડ્યો સિદ્ધાર્થે કહ્યું “તમે જનરેટર કેમ હજી સ્ટાર્ટ નથી કર્યું તમારે તો સિસ્ટમ છે લાઈટ જાય એવું તરતજ જનરેટર ચાલુ થઇ જાય હજી લાઈટ ચાલુ કેમ નથી થઇ ?”

મેનેજરે ગભરાયેલાં અવાજે કહ્યું “સર...સર... આપણેતો ઓટોમેટીક સીસ્ટમ છે કટ એન્ડ સ્ટાર્ટ લીંક છે પણ ખબર નથી પડતી ઓપરેટરને કે શું ફોલ્ટ છે એ જોઈ રહ્યો છે...સર આવું પહેલીવાર બન્યું છે.”

સિદ્ધાર્થે કહ્યું “ઓહ નો...સારું છે VIP ગેસ્ટ બધાં નીકળી ગયાં છે પણ ઓપરેટર શું કહે છે? કેટલીવાર લાગશે ? ત્યાં હોલમાં બીજાં ઘણાં ગેસ્ટ છે હજી અને અહીં બધી બાજુનો ખતરો છે જલ્દી કરો..”.ત્યાંજ કોઈ બે ગાડી સ્ટાર્ટ થઈને નીકળવાનો અવાજ આવ્યો.

સિદ્ધાર્થનો ફોન ચાલુ હતો અને ગાડી બંન્ને ત્યાંથી પાર્કીંગમાંથી નીકળી ગઈ. સિદ્ધાર્થે ફોન કટ કરીને ટોર્ચ ચાલુ કરી જોવા પ્રયત્ન કર્યો પણ લેટ થઇ ગયો બંન્ને ગાડી નીકળી ગઈ હતી.

@પવન તારે ટોર્ચ ચાલુ કરીને જોવું જોઈએને કોણ નીકળી ગયું ? પવન કહે આઈ એમ સોરી સર મારો મોબાઈલ...બેટરી ઉતરી ગઈ છે સતત દૌડભાગમાં ચાર્જ જ નથી કરી શક્યો...”

સિદ્ધાર્થ ઓહ નો...કહી પગ પકડ્યો અને બોલ્યો “હવે પહેલાં રિચાર્જ કરી લે લાઈટ આવે એટલે...ખરા સમયે ઘોડો દોડે નહીં શું કરવાનું ?”

પવને કહ્યું “સર મેં જે રીતે પગલાંનાં અવાજ સાંભળ્યાં છે એ પ્રમાણે ઓછામાં ઓછાં છ માણસો હતાં એમાં 4 જણાંએ મિલીટ્રી જેવાં બુટ પહેર્યા હોવા જોઈએ બાકી બે જણાંનાં સાદા બુટ હતાં એ નક્કી...અંધારામાં મેં એમનાં ઓળા જોયાં પણ ઓળખી નથી શક્યો. સર એમની ગાડીની લાઈટો પણ બંધ હતી થોડે આગળ ગયાં પછી ચાલુ થયેલી પણ હું જોઈ નથી શક્યો...”

સિદ્ધાર્થ પવનને ગંભીરતાથી સાંભળી રહેલો... પવનની આ શક્તિથી એ માહિતગાર અને પ્રભાવીત હતો. પવનને એની ટીમમાં એની કુમકમાં સાથેજ એટલે રાખેલો કે એ અંધકારમાં પણ ઘણું બધું જોઈ શકતો. દૂરનો અવાજ પણ સાંભળી શકતો. એની નાકની સૂંઘવાની તીવ્રતા એટલી હતી કે એ ગંધ પારખી શકતો...એટલે જંગલમાં જવાનું હોય કે રાત્રીમાં કામ કરવાનું હોય એ પવન પર વિશ્વાસ રાખતો...

સિદ્ધાર્થે કહ્યું “ગુડ...પછી પવન તારે તારાં મોબાઈલનું ધ્યાન રાખવું જોઈએ. એવી તો જનરેટરમાં શું ગરબડ થઇ છે કે હજી ચાલુ નથી થયું ?” પવને કહ્યું “સર હું ત્યાં જઉં ? મને જનરેટર અને બધાં ઈલેકટ્રોનીક ડીવાઈસ અને સાધનોનું ઘણું જ્ઞાન છે કદાચ હું હેલ્પ કરી શકું...”

સિદ્ધાર્થને ચિંતામાં પણ હસું આવી ગયું એણે કહ્યું “ચલ આપણે બંન્ને જઈએ..”.એમ કહીને બંન્ને અંદર ગયાં અંધારું એટલું હતું કે સાચવી સાચવીને પગલાં માંડવા પડતાં હતાં.

સિદ્ધાર્થે પૂછ્યું “અરે મેનેજરને પૂછીએ ક્યાં છે જનરેટર રૂમ સીધા ત્યાંજ જઈએ.” પવને કહ્યું “સર ચલોને મને ખબર છે મેનેજરને પૂછવાની જરૂર નથી અને સર એ અત્યારે નવરો પણ નથી...લાઈટ ગઈ ત્યારથી બીઝી છે...” એમ કહીને હસ્યો...

સિદ્ધાર્થે કહ્યું “નવરો નથી એટલે ? અત્યારેજ એની સૌથી વધુ જવાબદારી છે કેમ શું કરે છે અત્યારે ?” પવને હસતાં હસતાં કહ્યું “રિસેપ્સનીસ્ટ સાથે બીઝી છે”.

સિદ્ધાર્થે કહ્યું “ઓહ નો...સાલા જે હોય એ બધાં મોકાનો લાભ ઉઠાવે છે ત્યાં પવને કહ્યું સર આવી ગયું ત્યાં થોડું અજવાળું હતું બેટરીનાં આશરે ઓપરેટર અને બીજો મીકેનીક ફોલ્ટ શોધવા મથી રહેલાં...

ત્યાં સિદ્ધાર્થને શું સુજ્યું કે એણે પેલાં ઓપરેટરને ઉઠાવીને એક લાફો જડી દીધો...પવન હસતો હસતો જનરેટરનાં મેઈન બોર્ડને ખોલીને એનાં ખોલેલાં છેડાં જોડવા માંડ્યો...

સિદ્ધાર્થનાં એક લાફાથી સર...સર...કરતો નીચે પડી ગયેલા ઓપરેટરને સિદ્ધાર્થે બીજી લાત રસીદ કરી એની સાથે નો મીકેનીક ભાગવા ગયો પવને એને પકડી લીધો...

 

વધુ આવતા અંકે - પ્રકરણ 40

રેટ કરો અને રિવ્યુ આપો

name

name 2 માસ પહેલા

Dharmesh Bhatt

Dharmesh Bhatt 3 માસ પહેલા

Mp Mpnanda

Mp Mpnanda 4 માસ પહેલા

ashit mehta

ashit mehta 6 માસ પહેલા

Rajni Dhami

Rajni Dhami 7 માસ પહેલા