એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૭ Priyanka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૭

દેવ કાવ્યાની ચિઠ્ઠી જોઈને હસ્યો અને મનમાં બોલ્યો,"અમારા ઘરમાં એક આ ચિઠ્ઠીનો રિવાજ જ છે જેના લીધે કોમ્યુનિકેશન સહેલું થઈ જાય છે"
(થોડાક વર્ષોમાં દેવના ઘરનું વાતાવરણ એટલું બદલાઈ ગયું હતું કે એકબીજા સામે પોતાની વાત મુકવા માટે પણ જીજક થતી હતી એટલે આ ચીઠ્ઠી પ્રથા ચાલુ થઈ હતી.એની સૌથી પહેલા શરૂઆત નિત્યાએ જ કરી હતી.
કેવી રીતે?,કેમ?....આ પ્રશ્નોના જવાબ આગળ તમને મળી જશે.)
પછી એને સવારની ચિઠ્ઠી જે નિત્યાએ બ્રેકફાસ્ટ સાથે મૂકી હતી એ યાદ આવી અને ફરી ગણગણવા લાગ્યો,"નિત્યાએ પણ સવારે એક ચીઠ્ઠી મૂકી હતી.હું ઉતાવળમાં જોવાનું જ ભૂલી ગયો"દેવ પોતાના રૂમમાં ગયો.નિત્યા સુઈ ગઈ હોવાથી લાઈટ બંધ હતી.દેવે ડીમ લાઈટ ઓન કરીને ચિઠ્ઠી શોધવાનો પ્રયત્ન કર્યો પણ એને ચિઠ્ઠી મળી નહીં.

"ક્યાં મૂકી હશે ચિઠ્ઠી?,જો લાઈટ ઓન કરે તો નિત્યા તરત જ ઉઠી જશે.કાલ સવારે જ શોધી લઈશ.અને નહીં મળે તો એને ડાઇરેક્ટ જ પૂછી લઈશ"આટલું વિચારી દેવ બાથરૂમમાં કપડાં ચેન્જ કરવા ગયો અને આવીને એ ડ્રેસિંગ ટેબલ પાસે ગયો ત્યાં એને પેલી ચીઠ્ઠી દેખાઈ.ચિઠ્ઠી
લઈ દેવ બાલ્કનીમાં જતો રહ્યો.ચિઠ્ઠી ખોલીને વાંચવાનું શરૂ કર્યું.

"આજે તમને ડીપીની પત્ની તરીકે નહીં પણ દેવની બેસ્ટી તરીકે વાત કરવા માગું છું.હવે તમારી સાથે...........સોરી અત્યારે હું એક બેસ્ટી તરીકે વાત કરી રહી છું તો હવે તારી સાથે વાત કરવી ઘણી અઘરી થઈ ગઈ છે.તને કઈ પણ કહેતા પહેલા મનમાં એક ડર,એક બોજ રહે છે કે તું મારી વાતનો ખોટો મતલબ ના કાઢે.આ બધું કેમ થઈ રહ્યું છે એ મને નથી ખબર પણ સમય સાથે બધું બદલાઈ ગયું છે.મને આ બધો જ બદલાવ મંજુર છે પણ એની અસર મારા સિવાય આપણા ઘરના બીજા બે સભ્યો પર પણ થઈ રહી છે......હા.....તું બરાબર સમજ્યો.હું મમ્મી અને ચકલીની વાત કરું છું.આપણા વચ્ચે જે પણ કઈ હોય એ આપણા બંનેની વાત છે એની સહેજ પણ જાણ કે અસર કોઈ ત્રીજી વ્યક્તિને ના થવી જોઈએ.મમ્મી તો આ બધા ઉતાર-ચઢાવમાંથી પસાર થઈ ચુક્યા છે એટલે એ આપણી પરિસ્થિતિ સમજે છે પણ કાવ્યા હજી બાળક છે.નાદાન છે.એને મને આજ એવો સવાલ કર્યો કે હું જવાબ જ ન આપી શકી.એને જો આપણા સંબંધ વિશે ખબર પડશે તો...........ના દેવ....એને કઈ જ ખબર ના પડવી જોઈએ.અત્યારથી જો એ સંબંધોમાં આવી ખટાશ જોશે તો એની એના ભવિષ્ય પર ખરાબ અસર પડશે.અને રહી વાત કાલની તો હું રાત્રે તને કહેવાની જ હતી પણ તું આપણા રૂમમાં કોણ ઊંઘે છે એ ચેક કર્યા વગર જ સુઈ ગયો હતો અને હું ચકલીના રૂમમાં હતી તેથી મને પણ કહેવાનો મોકો ના મળ્યો.પણ મને લાગે છે કે તને એ વાત પર ગુસ્સો નથી આવ્યો.તું કઈક અલગ વાતથી હેરાન થઈ રહ્યો છે.શું વાત છે દેવ?,તને કઈ વાત અંદરથી હેરાન કરે છે?,તને મારા લીધે તો કોઈ ટેનશન નથી ને?...કઈ હોય તો તું મને કહી શકે છે દેવ.હું તારી પત્ની પહેલા તારી દોસ્ત છું.તું ભલે ડીપી(દેવ પટેલ) થઈ ગયો હોય પણ હું તો આજ પણ તારી બેસ્ટી નિત્યા જ છું.તારું પર્સનલ ફાયરબ્રિગેડ.શું આપણે ફરી એકવાર ફ્રેન્ડ ન બની શકીએ?...............................................
...................................તારી બેસ્ટી,
નિત્યા."

ચિઠ્ઠી વાંચતા વાંચતા દેવ ઈમોશનલ થઈ ગયો હતો પણ એની આંખો રેગીસ્તાનની રેતીની જેમ સૂકી હતી.દેવે નિશાસો નાખ્યો અને આંખો બંધ કરી,ચેરમાં ટેકો લઈ પગ ટેબલ પર લાંબા કર્યા.આંખો બંધ કરતા જ દેવને ભૂતકાળની ઘણી યાદો તાજી થઈ ગઈ.બંધ આંખોના ખૂણામાંથી આંસુ ટપકવા લાગ્યા.થોડી વાર દેવ એમ જ બેસી રહ્યો અને પછી આંખો ખોલી અંદર ગયો.બેડની લેફ્ટ સાઈડ જ્યાં નિત્યા ઊંઘી હતી ત્યાં ગયો અને નિત્યાના ચહેરાની લગોલગ બેસી ગયો.નિત્યાને સૂતી જોઈ રહ્યો.અચાનક નિત્યા ઊંઘમાં બીજી તરફ ફરી એટલે દેવની નજર પણ ફેરવાઈ ગઈ.દેવે ઉભા થઈને નિત્યાનું બ્લેન્કેટ સરખું કર્યું.નિત્યા સામે જોઇને દેવ ત્યાં ઉભો રહ્યો અને નિત્યાના માથા પર પોતાનો હાથ ફેરવવા જતો હતો.દેવનો હાથ છેક નિત્યાના કપાળ નજીક પહોંચ્યો ને અચાનક તે અટકી ગયો અને હાથની મુઠ્ઠી વાળીને બેડ પરથી પોતાનું બ્લેન્કેટ અને ઓશીકું લઈને સામે પડેલ સોફામાં જઈને સુઈ ગયો.

*

સવાર થઈ.નિત્યા ઉઠીને તૈયાર થઈને ડ્રેસિંગ ટેબલ પાસે માથું ઓળાવતી હતી અને સાથે સાથે અરીસામાંથી જ દેવને જોઈ રહી હતી.દેવને જોતા જ એને ડ્રેસિંગ ટેબલ પર મુકેલી ચિઠ્ઠી યાદ આવી.ત્યાં એને ચિઠ્ઠી ન દેખાઇ હોવાથી વિચાર્યું કે કામવાળા ડસ્ટિંગ કરવા આવ્યા હશે એમને ચિઠ્ઠી ક્યાંક મૂકી હશે.એને એવો ખ્યાલ પણ નહોતો કે દેવે ચિઠ્ઠી વાંચી લીધી છે.કારણ કે એના મુજબ જો દેવે ચિઠ્ઠી વાંચી હોત તો દેવ એને રાત્રે જગાડીને પણ એની સાથે વાત કરત.પણ એવું કશું જ બન્યું ન હતું તેથી એને હજી પણ એમ હતું કે દેવે ચિઠ્ઠી નથી વાંચી.તૈયાર થઈ નિત્યાએ દેવના કપડાં બહાર કાઢી પોતે રસોડામાં બ્રેકફાસ્ટ બનાવવા માટે ગઈ.

*

દેવ ઉઠીને તરત કાવ્યાના રૂમમાં ગયો.પૂજા કરતા જસુબેન અને રસોડામાંથી જોતી નિત્યા આ જોઈને આશ્ચર્ય પામ્યા.કારણ કે દેવ ઉઠીને સૌથી પહેલા બ્રેશ કરીને જોગિંગ પર જતો અને આવીને તૈયાર થઈ બ્રેકફાસ્ટ કરી ઓફીસ જતો.

"ગુડ મોર્નીગ બેટા"દેવે કાવ્યાના માથા પર હાથ ફેરવતા કહ્યું.

"નીતુ,હજી દસ મિનિટ ઊંઘવા દે ને......પ્લીઝ"કાવ્યા ઊંઘમાં હતી તેથી એને ખબર ના રહી કે આજ નિત્યા નહીં પણ દેવ એને ઉઠાડવા આવ્યો છે.

પોતાની જગ્યાએ નીતુ સાંભળી દેવ થોડો ઉદાસ થઈ ગયો પણ ફરી એના મોઢા પર સ્માઈલ આવી ગઈ અને બોલ્યો,"નીતુ નથી બેટા.હું છું ડેડી"

આ સાંભળી કાવ્યા સફાળી ઉભી થઇ ગઇ,"ઓહહ,પપ્પા તમે?"

"હા,પણ આમ કેમ જલ્દી ઉભી થઇ ગઇ જાણે ભૂત જોઈ લીધું હોય એમ"

"એક્ચ્યુઅલી તમે કોઈ દિવસ આમ આવતા નથી તો......"કાવ્યાને આગળ બોલવું યોગ્ય ન લાગ્યું.

"હું તને સોરી કહેવા આવ્યો છું બેટા"

"પણ કેમ?"

"હું પહેલા દિવસ પણ તને મુકવા ના આવી શક્યો અને કાલે પણ તારે ડ્રાઇવર અંકલ સાથે જવું પડ્યું.સો,ફોર ધેટ આઈ એમ રિયલી સોરી"

"ઇટ્સ ઓકે પપ્પા,આઈ નો યુ આર સો બિઝી.આઈ કેન અન્ડરસ્ટેન્ડ"

"આઈ કેન અન્ડરસ્ટેન્ડ......આ તો નિત્યાની લાઇન છે.......હોય પણ કેમ નઈ......નિત્યાની જ પડછાઈ છે કાવ્યા.સુરતથી નઈ પણ સિરતથી સેમ એના જેવી છે."દેવ મનમાં વિચારવા લાગ્યો.

"પપ્પા,ક્યાં ખોવાઈ ગયા તમે?"

"ક્યાંય નહીં,ચલ ગેટ રેડી ટુ ફાસ્ટ.હું આજે તને કોલેજ મુકવા આવું છું"

"સાચે???"

"હા"

"થેંક્યું વેરી મચ પપ્પા"કાવ્યાએ દેવને જોરથી હગ કરતા કહ્યું.

"હું જોગિંગ માટે જઈને આવું ત્યાં સુધી તું રેડી થઈ જા"

"ઓકે પપ્પા"

દેવ જોગિંગથી આવી તૈયાર થઈને બ્રેકફાસ્ટ માટે ડાઇનિંગ ટેબલ પર આવી ગયો.કાવ્યા પણ આવી ગઈ.જસુબેન બ્રેકફાસ્ટ કરીને ડ્રોઈંગરૂમમાં બેસીને ભજન સાંભળતા હતા.

"નીતુ બ્રેકફાસ્ટ?"કાવ્યાએ પૂછ્યું.

"થોડીવાર પછી"

"ચાલ સાથે કરી લે પછી આપણે કાવ્યાને એની કોલેજ ડ્રોપ કરી આવીએ.જો તારે ઓફીસ જતા લેટ ના થાય તો"

"મને લેટ નથી થતું"

"લેટ કેમ થાય.મને મૂકીને એને મૂકી આવજો"કાવ્યાએ સુજાવ આપતા કહ્યું.

દેવ અને નિત્યા એકબીજા સામે જોઈ રહ્યા.દેવ,કાવ્યા અને નિત્યા ત્રણે બ્રેકફાસ્ટ કરીને કાવ્યાની કોલેજ જવા માટે નીકળ્યા.