એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૬ Priyanka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૬

દેવ ગુસ્સામાં ઉભો થયો અને નિત્યાને બંને હાથથી પકડીને બોલ્યો,"કાલનું વાગ્યું છે તને.તારે મને જણાવવું જરૂરી ન લાગ્યું.હું તારી જેમ કહ્યા વગર નથી સમજી શકતો.એટલો સમજદાર નથી હું.આખો દિવસ કામ કામને કામ.બધાનું ધ્યાન રાખે છે બસ પોતાનું જ ભૂલી જાય છે.તું શું કામ આમ કરે છે.દરેક વખતે પોતાનું દુઃખ મારાથી છુપાવે છે.હું કાંઈ બહારનો નથી.તારો હસબન્ડ છું.મારી જવાબદારી છે તારું ધ્યાન રાખવાની.દરેક વખતે પોતાની તકલીફ છુપાવીને મને મારી જવાબદારીથી કેમ દૂર રાખે છે.ડોક્ટરને પણ નથી બોલાવ્યા.ઇન્ફેક્શન થઈ જશે તો.કેમ આમ કરે છે તું નિત્યા?"

"દેવ પ્લીઝ,ઇટ્સ હટિંગ મી"નિત્યાને દેવના જોરથી પકડવાથી દુખાવો થતો હોવાથી નિત્યા બોલી.

દેવ અચાનક ભાનમાં આવ્યો હોય એમ નિત્યાને છોડી.કાવ્યા અને જસુબેન પણ આ ઘટના જોઈ રહ્યા હતા.પણ પતિ-પત્ની વચ્ચે બોલવું એ બંનેને યોગ્ય ન લાગ્યું.દેવ ત્યાંથી નીકળતો જ હતો ત્યાં કાવ્યા બોલી,"પપ્પા બ્રેકફાસ્ટ"

"મને ભૂખ નથી"કહીને દેવ ગુસ્સામાં ત્યાંથી નીકળી ગયો.

નિત્યાના આંસુ આંખમાં ભરેલા હતા પણ વહેવાનું નામ નહોતા લેતા.એ પણ ત્યાંથી ચાલી ગઈ.

"નાની,એક વાત પૂછું?"કાવ્યાએ જસુબેનને પૂછ્યું.

"શું?"

"મમ્મી-પપ્પા વચ્ચે બધું ઓકે તો છે ને?"

"બેટા,આવી નાની-મોટી મિસઅંડરસ્ટેન્ડિંગ તો દરેકની લાઈફમાં થતી હોય છે"

"મને નથી લાગતું એવું.મને તો કંઈક અલગ જ દેખાય છે"

"આ બધી વાતો છોડ.તારે કોલેજ નથી જવાનું"

"નાની આજ ઈચ્છા નથી.મને લાગે છે કે નીતુને મારી જરૂર છે"

"તારી નીતુ પાસે હું છું.તારે હજી કોલેજનો બીજો જ દિવસ છે.આમ રજા ના પડાય"

"વાત તો સાચી છે પણ....."

"પણ..બણ કઈ જ નહીં.તું કોઈ જ વાતની ચિંતા કર્યા વગર જા,હું છું અહીંયા"કાવ્યાના માથે હાથ ફેરવતા જસુબને બોલ્યા.

"ઓકે નાની"

દેવ બાથરૂમમાં હતો ત્યારે નિત્યાએ નાસ્તો અને બ્લેક કોફી સાથે એક ચિઠ્ઠી લખીને બેડ પર મૂકી જ્યાં દેવની વોચ અને વોલેટ પડ્યા હતા અને પોતે નીચે જતી રહી.દેવ બાથરૂમમાંથી આવ્યો.એને બ્રેકફાસ્ટ સાથે ચીઠ્ઠી જોઈ.એ હાથમાં પકડવા જતો હતો ત્યાં એના ફોનમાં રિંગ વાગી અને ફોન પર વાત કરતા કરતા દેવ નીચે ગયો.કાવ્યા દેવની રાહ જોઇને બેસી હતી કે આજ એને દેવ કોલેજ મુકવા જશે પણ દેવે કાવ્યા સામે નજર પણ ના કરી અને ફોન પર વાત કરતો કરતો જ ઘરની બહાર નીકળી ગયો.

"કાવ્યા બેબી,ચાલો હું તમને કોલેજ ડ્રોપ કરી આવું"બહારથી આવતો ડ્રાઇવર બોલ્યો.

"તમને પપ્પાએ કહ્યું?"

"હા"

કાવ્યા ડ્રાઇવર સાથે કોલેજ જવા માટે નીકળી ગઈ.નિત્યા એ આ બધું જોયું.નિત્યા પોતાના રૂમમાં ગઈ.ત્યાં જઈને જોયું તો નાસ્તો અને કોફી એમ જ હતા.બાજુમાં ચિઠ્ઠી પડી હતી એ પણ એમ જ હતી.નિત્યાએ ચિઠ્ઠી ડ્રેસિંગટેબલ પર મૂકી અને બ્રેકફાસ્ટને પાછું રસોડામાં મૂકી આવી.થોડીવાર પહેલા જે થયું એ વિચારી નિત્યાએ એની ઓફીસ ફોન કરીને આજના દિવસ માટે રજા લઈ લીધી.મારિયા પણ કંઈ કામ માટે બહાર જવાની હોવાથી આજ ઘરમાં જસુબેન અને નિત્યા જ હતા.

લીવીંગરૂમમાં સિંગલ ઝુલા પર નિત્યા આંખો બંધ કરીને બેસી હતી.જસુબેન નિત્યા પાસે ગયા અને એના ખભા પર હાથ મુકતા પૂછ્યું,"સુઈ ગઈ છે કે શું?"

જસુબેનને અચાનક અડવાથી નિત્યા ગભરાઈને જસુબેન તરફ જોવા લાગી.અચાનક આંખો ખોલવાથી આંખ બંધ કરી જે આંસુ રોકી રાખીને મનમાં જ રડતી નિત્યાના આંસુ મોતીની જેમ વહેવા લાગ્યા.નિત્યાએ ઝડપથી બીજી બાજુ જોઈને એના આંસુ લૂછી કાઢ્યા.

નિત્યાને આંસુ લૂછતી જોઈને જસુબેન બોલ્યા,"વહી જવા દે એ તકલીફને જેને તે સોનાની જેમ સાચવીને રાખી છે.ના રડવાથી તકલીફ દિવસેને દિવસે વધતી જશે.તારા આ આંસુ તારા માટે કેન્સરના રોગ જેવા છે.જો એ આંખો સુધી જ રહેશે તો કેન્સરમાં થતી જીવાતની જેમ તને અંદરથી કોતરી કાઢશે.તો આ આંસુને વહી જવા દે અને પોતાને અંદરથી સ્વસ્થ કર"

જસુબેનને આટલું જ કહેતા નિત્યાના આંસુ વહેતા ઝરણાંની જેમ વહી રહ્યા હતા.નિત્યા ઉભી થઈ અને જસુબેનને હગ કર્યું.જસુબેનનો મમતા ભર્યો હાથ નિત્યાના માથા પર ફરી રહ્યો હતો.જસુબેન નિત્યાને પોતાના રૂમમાં લઈ ગયા અને પાણી આપ્યું.નિત્યા હજી પણ હિબકા લઈ રડી રહી હતી.

"મને માફ કરજે બેટા"જસુબેને નિત્યાના માથે હાથ ફેરવતા કહ્યું.

નિત્યા શાંત થઈ અને એના આંસુ લૂછીને બોલી,"મમ્મી તમે કેમ માફી માંગો છો.આમાં તમારી ભૂલ નથી.ભૂલ મારી છે"

"ક્યાં સુધી આમ બીજાની ભૂલોને પોતાની ભૂલ ગણીને સુધારતી રહીશ.ભૂલ તો મારી છે કે દેવ જ્યારે તને કહી રહ્યો હતો કે,'મને મારી જવાબદારી નિભાવવા દે' ત્યારે જ મારે દેવને જવાબ આપવાનો હતો કે જવાબદારી બતાવવાની ના હોય એ તો આવી જાય છે.ભૂલ મારી જ છે બેટા.તું મારી જવાબદારી છે.છતાં હું તને સરખી રીતે નથી સાચવી શકતી"આટલું બોલતા બોલતા જસુબેન રડી પડ્યા.

"મમ્મી,પ્લીઝ તમે આમ ન બોલો.ભૂલ કોઈની નથી.બસ સમયનો ખેલ છે.સમય સાથે બધું જ સારું થઈ જશે"

"સમય સાથે કશું જ સારું નઈ થાય પણ સમય સાથે આપણે ટેવાઈ જઈશું.નહીં ગમે તો પણ એ રીતે જ વર્તવું પડશે"

"ચાલો આ બધું છોડો.મને ભૂખ લાગી છે.આપણે જમી લઈએ?"નિત્યાએ પોતાના અને જસુબેનના આંસુ લૂછતાં કહ્યું.

"સારું"

જસુબેન અને નિત્યા જમવા બેસ્યા.અચાનક નિત્યા બોલી,"મમ્મી,દેવ બહુ જ બદલાઈ ગયા છે નહીં???"

"હા,ખબર નથી એને આ બિઝનેસ અને વિદેશી રંગ ક્યાંથી લાગી ગયો છે"

"એમ નઈ"

"તો?"

"પહેલા દેવ મસ્તી મજાક કરતા,ખુલીને હસતા.અત્યારે તો એમની ચા થી લઈને બોલવા સુધી બધું જ બદલાઈ ગયું છે"

"હા,પણ એ બિઝનેસના લીધે જ ને"

"હોઈ શકે.ખબર નથી મમ્મી.૧૮ વર્ષ વીતી ગયા છે.એક સમય હતો જ્યારે દેવ મારી સાથે બધું જ શેર કરતા અને મને પણ નાનામાં નાની વાત જ્યાં સુધી દેવને ના કહું ત્યાં સુધી નહોતું ચાલતું અને આજ.........."નિત્યા આટલું બોલતા બોલતા અટકી ગઈ અને થોડુંક વિચારીને બોલી,"મમ્મી,દેવ કદાચ મરજી વગરના લગ્નને કારણે તો...."

"એવું નથી નિત્યા.એવું હોય જ ના શકે"

બંને થોડી વાર ચૂપ થઈ ગયા.

નિત્યા મનમાં વિચારવા લાગી કે,"હવે આમ નઈ ચાલે.હું ઘરમાં આમ રોજ રોજ નેગેટિવિટી નહીં ફેલાવા દઉં.અત્યાર સુધી મેં બધું જ એડજસ્ટ કરી લીધું છે.હવે ચકલી પણ મોટી થઈ ગઈ છે.આજ એને જે સવાલ કર્યો એ યોગ્ય નથી.જો એને ખબર પડશે કે મારા અને દેવના...........નહીં નહીં.......હું એવું કશું જ નઈ થવા દઉં.મારે દેવના મનની વાત જાણવી જ પડશે.એમણે એમની આસપાસ ઉભી કરેલી દિવાલો મારે પાડવી જ પડશે.હું જાણીને જ રહીશ"

*

રાતના નવ વાગી ગયા હતા.નિત્યાને ઉંઘ આવી ગઈ હોવાથી એ પોતાના રૂમમાં આવીને વહેલા જ સુઈ ગઈ હતી.કાવ્યા નિત્યાની બાજુમાં બેસીને સ્ટડી કરી રહી હતી.કાવ્યાને અચાનક પાછળ પડછાયો દેખાયો તેથી એને પાછળ જોયું તો જસુબેન હતા.

"નાની,તમે મને ડરાવી દીધી"કાવ્યા ધીમા અવાજે બોલી.

"લે આ દૂધ પી ને સુઈ જા હવે"

"ઓકે જસુ,તમે પણ સુઈ જાવ"

"જય શ્રી ક્રિષ્ના"

"જય શ્રી ક્રિષ્ના"

લાઈટ બંધ કરીને જસુબેન અને કાવ્યા બંને સુવા માટે જતા રહ્યા.દેવ આવ્યો.ડાઇનિંગ ટેબલ પર જમવાનું હતું અને બાજુમાં એક ચિઠ્ઠી હતી.દેવે એ ચિઠ્ઠી વાંચી.એમાં લખ્યું હતું કે,"ડિનર ટેબલ પર પડ્યું છે જમી લેજો.મમ્મી અને નાનીને ઊંઘ આવતી હોવાથી વહેલા સુઈ ગયા છે અને હું પણ હવે સુવા માટે જઈ રહી છું.જય શ્રી કૃષ્ણ પપ્પા.ટેક કેર ઓફ મમ્મી.......યોર પ્રીટીએસ્ટ ડોટર,કાવ્યા"

દેવ ચિઠ્ઠી જોઈને હસ્યો.પછી એને સવારની ચિઠ્ઠી જે નિત્યાએ બ્રેકફાસ્ટ સાથે મૂકી હતી એ યાદ આવી.દેવ પોતાના રૂમમાં ગયો.નિત્યા સુઈ ગઈ હોવાથી લાઈટ બંધ હતી.દેવે ડીમ લાઈટ ચાલુ કરીને ચિઠ્ઠી શોધવાનો પ્રયત્ન કર્યો પણ એને ચીઠ્ઠી મળી નહીં.