ગતાંકથી......
ડાયરી ના બીજા પાને લખાયેલી કવિતા એ લવ ને ઝંઝોળી નાખ્યો .જીવન નૈયા ને ડુબાડવાને જઈ રહેલ આ નાવિક ને જાણે જિંદગી નું એક સુકાન મળી ગયું આંધી માં અટવાયેલા ને એક વહાણ મળી ગયું.
જ્યારે જીવન ના તમામ રસ્તા બંધ દેખાય ત્યારે એક નાનકડું આશા નું કિરણ પણ જિંદગી માં નવો જોમ ભરી જાય. લવ પ્રથમ પાના પર દોરેલ એ સુંદર ચિત્ર ને મન ભરીને નિહાળતો રહ્યો અને વારંવાર" જિંદગી "કવિતા વાંચતો રહ્યો તેના દિલ દિમાગમાં છવાયેલા અંધકારને જાણે નવો આશાનું કિરણ મળ્યું અને તેમના માં આ જિંદગીની હારી ગયેલી બાજીને ફરી નવા જોમ સાથે જીવી લેવા માટેનો ઉત્સાહ નો એક અજબ જ સંચાર થયો .
ડાયરી ના પહેલા પાના પર નો એ સ્કેચ મન ભરીને નીહાળી એટલું જ બોલ્યો આ કોણ છે? એ ખબર નથી પણ આ જે પણ છે અદભુત છે!!!
એનું અદભુત ચિત્ર ને એક કવિતા જ જો એક હારેલા ,થાકેલા ,મૃતપ્રાય માં જીવન સંચાર કરતો હોય તો એ વ્યકિત તો કેટલી અદભુત હશે!!!!!
લાગણી તમારા આભાર માંથી કેવી રીતે છુટીશ.તમે જે કોઈપણ છો મને ભગવાન સ્વરૂપે મળી ને મારા જીવન ને બચાવ્યું નહીંતર આ શરીર થોડીવાર પછી આજ પંખા પર નિષ્પ્રાણ લટકતું હોય ને આ આત્મા સુખ માટે વલખાં મારતો હોત .ભગવાન તમારી કૃપા પણ અનેરી છે તમે મારા જીવન ને બચાવવા અણી ના સમયે આ ડાયરી સ્વરૂપે કોઈને મોકલી દિધા.
લવ એ ડાયરીને છાતી સાથે ચાંપીને મન ભરીને ખૂબ જ રડી લીધું .ને રડતા રડતા જ ગાઢ નિદ્રા માં ક્યારે સરી ગયો ખબર જ ન પડી.
સવાર નો આછું અજવાળું બારી માંથી રૂમ માં પ્રવેશ્યુ .સુર્યોદય થતાં જ સમગ્ર સૃષ્ટિ માં નવ સંચાર ને તાજગી છવાય ગઈ. પંખીઓનો કલરવ વાતાવરણ ને સંગીતમય કરી ગયો બારી બહાર ના ફૂલછોડ પર પુષ્પ ની ફોરમ વાતાવરણ ને સુગંધીત કરી રહી હતી .સુયૅ ના કિરણો એ લવ ને ચહેરા પર ચમકી ને જગાડ્યો .
એક નવા જ લવ નો જન્મ થયો હોય એમ નવા જોમ સાથે તે ઉભો થયો .ડાયરી હાથ માં લઇ ને ચુમી લીધી ને અંધકાર ને દુઃખના વાદળોને હટાવી એ એક નવા ઉત્સાહ સાથે ઊભો થયો ફ્રેશ થઈ ને એને બહાર નીકળવાનું મન થયું.
તે બંધ ઓરડા ના બંધનો ને ત્યજી ને મુક્ત ગગને વિહરવા નિકળી ગયો.ખાલી રસ્તા પર એ બસ દોડવા જ લાગ્યો .બધું જ દુઃખ દદૅ છોડી આગળ વધી જવાના જોમ સાથે એ કેટલે આગળ જતો રહ્યો ખબર જ ન પડી. આખરે ગળું સુકાયુ ને પગ પણ થાક્યા આછેરો તડકો પણ તાપ ને ધારણ કરવા લાગ્યો ત્યારે એ પાછો વળ્યો . મનોમન "જિંદગી " કવિતા કે જે તેમની નવી જિંદગી માટે નુ એક ખુબજ અસરકારક ભાગ હતી એમના દરેકે દરેક શબ્દ જોતા તો એવું જ લાગતું હતું જાણે એ ફક્ત ને ફક્ત એમના માટે લખાયેલ હોય .કવિતા ના અંતમાં લખેલ "લાગણી" શબ્દ એને યાદ આવ્યો મનોમન વિચાર આવ્યો કોણ હશે આ લાગણી ?
કેમ એની ડાયરી મારી બેગ માં મુકી હશે?
ક્યારે મુકી હશે?
કદાચ એ સ્કેચ પણ લાગણી નું જ હશે.!!
જે પણ છે ખુબ જ લાગણી વાળી વ્યકિત છે એ જેની કલમ માં આટલો જાદુ હોય તો એ વ્યકિત કેવી હશે?મારે એ કોણ છે એ શોધવું જોઈએ કદાચ ડાયરી માં ક્યાંક એનું એડ્રેસ કે નંબર હોય તો દિલ થી એનો આભાર માનવો છે.એવુ મનોમન વિચારતા તે ક્યારે ફામૅ હાઉસ આવી ગયો ખબર જ ન રહી .
****************************
થાક ના લીધે નિત્યા ને તરત જ ઉંઘ આવી ગઈ .સવાર નો રૂટિન એલાર્મ વાગ્યો પણ બંધ કરીને ફરી એ પથારી માં પડી ઊઠવાનું મન જ નહોતું થતું અડધોએક કલાક એમજ જાગતી પથારી માં સુઈ રહી. પ્રથમ ગાઢ નિદ્રા માં હતો .ઘર ને વાતાવરણ બને અલગ હતા છતાં તેને ઉંઘ આવી ગઈ. પહેલીવાર કદાચ આવું બન્યું નહીંતર જલ્દી થી એ નવા વાતાવરણ માં કે જગ્યા બદલવાથી ઉંઘી ન શકતી .બે ચાર દિવસ નો થાક ને અપુરતી ઉંઘ ને લીધે બેચેની ને કળતર જેવું વતાર્ય રહ્યું હતું .અધ્રનિંદ્રા માં એના વિચારો એ ગતિ પકડી ને નિત્યા એના મનને મનાવતી રહી
લગ્ન થયા ત્યાર થી બધુ જ છુટતૂ આવે છે.મમ્મી,પપ્પા,ઘર પરિવાર,શોખ,સપનાઓ,પોતાનુ વતન બધું જ છુટી ગયું એક મનગમતી નોકરી ની જગ્યા હતી એ પણ ન રહી ખબર નહી આખરે જિંદગી ઇચ્છે શું છે?
ઈશ્વર આખરે કંઈક અલગ જ ઈચ્છતો હશે .જે થશે એ સારૂ જ થશે .નવી સવાર સાથે નવી શરૂઆત .આમ વિચારતી એ બેડ પર થી ઉઠી ને ભગવાન નો આભાર માની .નહાવા માટે ગઈ. આજે આ ઘર માં રસોઈ નો પહેલો દિવસ હતો રસોડા માં જઈ નિત્યા એ સૌ પહેલાં લાપસી નું આંધણ મુક્યું .લાપસી ને મગ બનાવી ને ભગવાન ને પ્રસાદ ધરાવી નાસ્તા અને ટિફિન ની તૈયારી કરી .ઘર નું બધું જ કામ પતી ગયું હતું હવે પ્રથમ ને જગાડવા બેડરૂમમાં ગઈ
જાગતા ની સાથે જ પ્રથમ એ નિત્યા ને પોતાના તરફ ખેંચી લીધી મહા રાની સાહેબા આજે તો કોઈ જ ઉતાવળ નથી તો અમને સેવા નો લાભ આપો ,સવાર સવાર માં એક દમ તાજા ફૂલ જેમ ખીલી રહી છો.એમ કહેતા એણે નિત્યા ના ગાલ પર મસ્ત ચુમી કરી લીધી .
"જાવને હવે તમને તો અત્યાર માં રોમેન્સ્ સુઝે છે,પહેલા બ્રશ કરી ફ્રેશ થઈ જાવ નાસ્તો ઠંડો થઈ જશે."
શરમાતી આંખે નિત્યા બોલી;
"તો તું ફરી ગરમ કરી દેજે હો પણ આજે તો હું કંઈ એમજ જવા નહીં દેવાનો " નિત્યા ને પોતાના બાહુપાશ માં પ્રેમથી ભીંસમાં લેતા પ્રથમ બોલ્યો;
નિત્યા શરમ થી લાલ થઇ ગઈ.પ્રથમે એના કપાળ પર ચુંબન કરી વ્હાલ વરસાવ્યું ને બંને એકબીજા ના પ્રેમ આલિંગન માં ખોવાય ગયા .કપાળ,ગાલ ને ચીન પર થી ચુંબન અધરોષ્ઠ પર આવ્યું ને બંને એકબીજા નો મધુરસ પીને તૃપ્ત થવા લાગ્યા ચુંબનો વધતા ગયા ને આલિંગન ગાઢ બનતું ગયું શરીર ની હુંફ અને પ્રેમ ની વષૉ ને માણતા બંને એકબીજા માં ખોવાય ગયા .પયોદર ના રસપાન ને મદૅન ને પાર કરી ને પ્રથમ ના અધરોષ્ઠ નિત્યા ની નાભી સુધી પહોંચ્યા.સ્પશૅ ના એ સુખ ને માણતી નિત્યા ધન્યતા અનુભવી રહી હતી.પ્રથમ ની હુંફ અને પ્રેમ એ સમય ને રોકી દિધો હતો ..નિત્યા એ પણ પ્રથમ ના અંગે આગ પર વ્હાલ વરસાવી ને એને તરસતી તૃપ્તતા આપી હતી.બન્ને એકમેક માં ખોવાય ને પરમ સુખ ને માણી રહ્યા હતા.પ્રેમની પરાકાષ્ઠા ને તૃપ્તતા બાદ એકમેક ના બાહુપાશ માં જકડાય ને સુઈ રહ્યા કે ક્યારે ઘડિયાળ સાત ને વટાવી આઠ પર આવી ખ્યાલ જ ન રહ્યો.પ્રથમ તો નિત્યા ની સોડ માં ફરી ગાઢ નિંદર મા જતો રહ્યો હતો.નિત્યા તેને નિહાળતી એના વાળમાં વ્હાલ થી હાથ ફેરવી રહી હતી.ઘડિયાળ પર નજર જતા જ એણે પ્રથમ ને વ્હાલ સાથે જગાડ્યો .એક મધુર મુસ્કાન સાથે પ્રથમ નિત્યા ને સહેજ ભીંસમાં લઈને બોલ્યો આજે આમ જ સુતા રહીએ તો!!!!??
નિત્યા : "જાવ જાવ હવે હજુ કેટલું સુવું છે???"
"મને ઘણું કામ છે મને હવે છોડો એટલે ...."
પ્રથમ: "અહહહ..જરાય નહી હો"
"એમ કંઈ છોડવાનો નહીં હજુ. ફરી......"
નિત્યા : ના હો....છાનામાના નહાવા જાવ ઓફિસ ના પહેલા જ દિવસે લેઈટ થશે.
પ્રેમપાશ માંથી છટકી એ વ્યવસ્થિત થઈને બેડરૂમ ની બહાર આવી.
ક્રમશ...............