Zankhna - 6 books and stories free download online pdf in Gujarati

ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-6


ગતાંકથી......

ઝળહળતી લાઈટો નો પ્રકાશ દુર થી જ બરોડા ના આગમન ની અણસાર આપી રહ્યું હતું.
અમુક મુસાફરો સામાન કે એકઠો કરવા ને ઉતરવા માટે ની તૈયારી કરવા લાગ્યા .ડબ્બા માં ચહલ પહલ શરૂ થઈ ગઈ .
લવ ઉંડા વિચારો માં ડુબેલો હતો.બારી બહાર ના અંધકાર કરતા તેના મન અને હ્દય માં ફેલાયેલ અંધકાર વધુ ગુઢ હતો. દુનિયા ને લોકો થી દુર એકલતા માં ખોવાય જવાની એને ઉતાવળ થઇ રહી હતી.બરોડા સ્ટેશન ઉતરી ને સીધી જ ટેક્સી કરી એ બરોડા સીટી થી પાંચ કિમી દુર આવેલા એમના ફામૅ હાઉસ પર પહોચ્યોં. સામાન રૂમ માં મુકતા ની સાથે જ એ બેડ પર ફસડાઈ પડ્યો .ગુસ્સા થી ઓશિકા પર હાથ પછાડતો ખુદ ને કોસતો રહ્યો.ગુસ્સા થી ચીસો પાડતો એ રડતો રહ્યો.રડી રડી ને આંખ ના પોપચાં સુજી ગયા.મન અને મગજ સુન્ન બની ગયું.બેડ પર સુતા સુતા એ ફાસ્ટ ગતિએ એ ફરતા પંખા ને નિહાળી રહ્યો. પોતાનું જીવન પણ તેમને આ પંખા ની માફક ગોળ ગોળ ફરતું દેખાયું. દુનિયામાંથી વિશ્વાસ અને રસ જ ઉડી ગયા . મનના ઊંડે ઊંડે એને આ ફાની દુનિયા છોડી જતું રહેવાની ઈચ્છા થઈ ગઈ.
"શું ખામી રહી ગઈ એના પ્રેમ માં ?"
"જેના માટે મેં આ શહેર જ નહીં પરંતુ ઘર, પરિવાર ને માં બાપ ને પણ છોડી દિધા .
"શું શું નહોતું કયુૅ??????મેં એના માટે ને એજ.......
એજ જતી રહી ને એ પણ મને છેતરી ને.... કેટલો વિશ્વાસ હતો !!!!!!આ લવ ને તારા પર...."
મનોમન બબડતો એ ચોધાર આંસુ એ રડી પડ્યો;
આંસુ ભરેલી આંખો એ ધુંધળા ભુતકાળ માં સરી પડયો‌.

******************************
વડોદરા ની ખ્યાતનામ એમ એસ.યુનિવૅસીટી ના વિશાળ પટાંગણમાં પહેલી વાર પગ મુક્યો ને પહેલા જ દિવસે લવ ની મુલાકાત ક્રિના સાથે થયેલી. પહેલી જ નજરે 'લવ એટ ફર્સ્ટ સાઈટ'લવ પ્રેમ માં પડી ગયો.પહેલી જ નજરે એ કોલેજ ની મોસ્ટ ફેવરિટ ને બ્યુટીફુલ ગલૅ એવી ક્રિના ને દિલ દઈ બેઠો.
ક્રિના હતી જ એટલી સુંદર કે એક વખત જોનાર ના દિલ માં વસી જાય.પાંચ ફુટ પાંચ ઈંચ લાંબી ને બાંધે પાતકળી ,એકદમ ગૌરવણૅ,નમણું નાક ને સુંદર ચહેરો સહેજ બ્રાઉન સિલ્કી વાળ ને મોડૅન લુક તેની સુંદરતા માં ચાર ચાંદ લગાવી દેતા. ભગવાને નવરાશ ની પળો માં એને ઘડી હોય એવી કાચની પુતળી સમાન રૂપ રૂપ નો અંબાર હતી .પિંક ટી- શટૅ ને શોટૅ સ્કટૅ માં તેની સુંદરતા કંઈ વધુ જ નીખરી રહી હતી.
હજુ તો એને દુર થી જ નિહાળી ત્યા જ લવ ની આ હાલત હતી.નજીક જવાની તો હિંમત પણ નહોતી.કેટલાય દિવસો સુધી લવ ના દિલ ને દિમાગ પર એ જાણે અડ્ડો જમાવી બેસી ગઈ.
બસ એને જ જોયા કરવું ,એના વિષે જ વિચારવું ને દિવસ રાત બસ ક્રિના ના નામ નું જ રટણ ચાલ્યા કરતું.
લવ ની પોતાની સુંદરતા પણ કંઈ કમ ન હતી.ભણવામાં પણ એ અવ્વલ હતો.સ્પોટૅસ હોય કે ડાન્સ,ડ્રામા હોય કે મ્યુઝિક ને લગતું કંઈ એ હંમેશા આગળ જ હોય ને એની સાથે ભણવામાં પણ ક્લાસ માં અવ્વલ રહેતો.વાચન નો ખુબ જ શોખ નવરાશ માં એ લાયબ્રેરી માં જ જોવા મળે.તેનો ખાસ મિત્ર હતો ક્રિશ બંને લગભગ સાથે જ હોય.કોલેજ ની શરૂઆત ના દિવસો માં તો ક્રિના લવ તરફ જરા પણ ધ્યાન ન હતું પરંતુ યુથ ફેસ્ટીવલ મા દરેક એક્ટિવીટી માં એનું બેસ્ટ પરફોમન્સૅ જોઈ ને તે પણ લવ પ્રત્યે આકૅષિતૅ થયેલ .લવ તો એની જ રાહ માં હતો.બસ પછી તો બુક્સ ની આપ લે થી બંને વચ્ચે વાતો નો દોર શરૂ થયેલ.શરૂઆત ના સમય માં ક્રિના ક્રિશ સાથે લવ ની બુક્સ મંગાવતી બંને વચ્ચે સીધી વાત હજુ શરૂ થયેલ નહીં.પરંતુ એકવાર પ્રોજેકટ માં બન્ને એક ગૃપ માં આવ્યા ને વાતો નો દોર શરૂ થયો‌.સવાર થી રાત સુધી બન્ને વચ્ચે વાતો ચાલતી.કેન્ટિન હોય કે ક્લાસ, ગાડૅન હોય કે ગ્રાઉન્ડ ,લાયબ્રેરી હોય કે ઓડીટોરીયમ બન્ને સાથે ને સાથે જ જોવા મળતા.ક્રીના ને એક પણ મિનીટ તેના વગર ચાલતું નહીં.બધી જ બાબત માં લવ નો સાથ જોઈતો હોય .કોલેજ ના એ ત્રણ વષૅ એનો સોનેરી સમય હતો.આખી કોલેજ લવ બડૅ થી જ ઓળખતી ને આજે એજ જોડી તુટી ગઈ. શું ખામી રહી મારા પ્રેમ માં ક્રીના ????
કેમ તે આવું કયુૅ?????
શું નહોતું મળતું તને મારા માં????
ફક્ત ને ફક્ત તારા જ માટે મેં આ શહેર,પરિવાર બધું જ છોડ્યું.બિઝનેસ ને ટોપ પર લઈ ગયો.તારી ખુશી માટે જ ને.???
ને તે મારા જીવન મહેલ ને એક ઝાટકે પતા ના મહેલ ની માફક તોડી નાખ્યો ને એ પણ ક્રિશ સાથે મળીને ગેમ રમી????

લવ વહેલા ભુતકાળ ની રાખ મા ધૂધંવાયેલ લાગણીઓ ને ઝંઝોળતો મનોમન સવાલો કરી રહ્યો હતો.માથુ એકદમ ભારે થઈ ગયું હતું.વિચારો અટકવાનું નામ નહોતા લેતા ને આંખ રડી રડી ને થીજી ગઈ હતી.રાજકોટ થી બરોડા પહોંચતા સુધી તો એણે પોતાની જાત ને નોમૅલ રાખી ને ખુદ થી છટક્યો.પપ્પા ને પણ પુરી હકીકત કહી નથી જ્યારે તેમને ને મમ્મી ને સાચી વાત ની જાણ થશે ત્યારે તેમના પર શું વિતશે??????
"કેટલા દુઃખી કયૉ મેં એ લોકો ને તેમની વિરુદ્ધ જઈને મેં ક્રિના તારી સાથે જોડાયો ."
"મારૂ તો સવૅસ્વ એક માત્ર તું જ હતી .આજે તું જ મને લુંટી ને જતી રહી ને. મને રસ્તે રખડતો કરી દીધો. "
ચોધાર આંસુ એ રડતા એ ખુદ ને કોસતો રહ્યો ;
રાત ના અંધકાર થી પણ વધુ અંધકાર તો એના અંતર માં છવાયેલો હતો.અનેક સવાલો સાથે અથડાતુ મન કોઈ જ ઉતર મેળવી નહોતું શકતું.હારી થાકી ને માંડ રાત ના ત્રણેક વાગ્યે એની આંખ મિચાંય.

*******************************
લવ ને ક્રિના એ કોલેજ ના ત્રણ વષૅ પુણૅ કયૉ . બન્ને ની વચ્ચે અખુટ પ્રેમ હતો.લવ ની ઈચ્છા હતી કે હવે બન્ને એ મેરેજ કરી લેવા જોઈએ પરંતુ ક્રિના એ કહ્યું કે હું એમજ તારી સાથે લગ્ન ન કરી શકું .ખાલી પ્રેમ થી કંઈ પેટ ન ભરાય.જીવવા માટે પૈસા ની જ દૂર પડે .લવ આમ તો પૈસાદાર કુટુંબ નો એક નો એક દિકરો હતો.પપ્પા નુ કાગળ નું કારખાનું હતું.મોટો બંગલો ઘર ની બે -બે ગાડી ને મોટું ફામૅ હાઉસ .પરંતુ લવ ની ખુદ ની કોઈ નોકરી કે બિઝનેસ હજુ હતો નહી.કોલેજ પુરી થતા જ પપ્પા ની ઈચ્છા હતી કે લવ ઓફિસ સંભાળે પરંતુ ક્રીના ની ઈચ્છા હતી કે લવ કંઈક અલગ જ પોતાનો બિઝનેસ સેટ કરે. ક્રિશ જે લવ અને ક્રિના બન્ને નો બેસ્ટ ફ્રેન્ડ હતો ને કોલેજ સમય થી ત્રણેય સાથે જ હતા. ક્રિશ કોલેજ પુણૅ થતાં જ રાજકોટ તેના વતન જતો રહ્યો. ક્રિના એ લવ ને કહી દિધું તને હું એક વષૅ નો સમય આપું છું તું બરોડા ની બહાર ગમે ત્યા ખુદ નો બિઝનેસ ઉભો કર પછી આપણે લગ્ન કરીશું. ત્યાં સુધી આપણું મળવાનું બંધ ફક્ત ફોન પર જ વાત કરીશુ.અચાનક જ ક્રિના ની આવી વાત થી લવ ને
ઝાટકો લાગ્યો.પહેલા તો થયું કે ક્રિના મજાક કરે છે પરંતુ પછી તેને સાચી વાત નો અહેસાસ થયો ને એણે ક્રિના ને ઘણી સમજાવી કે બરોડા માં તે તેના પપ્પા નો બિઝનેસ જોઈન્ટ કરી લેશે અહીં ખુદ નું ઘર ,બંગલો ગાડી બધું જ તો છે તો પછી આ શહેર છોડી બીજુ નવેસર થી ઉભું કરવુ અઘરૂં થશે.ક્રિના ને એણે ઘણું સમજાવ્યુ પરંતુ ક્રિના એક ની બે ન થઈ .........
(લવ અને ક્રિના બને વચ્ચે શુ થશે????)વાંચતા રહો આગળ....
ક્રમશ........


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED