Zankhna - 4 books and stories free download online pdf in Gujarati

ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-4


રાત પડી છતાં નિત્યા (લાગણી) ને ડાયરી યાદ આવી નહીં..

ટ્રેન માં પણ ડાયરી એમની એમ સીટ પર પડી હોય છે. ટ્રેન વાંકાનેર સ્ટેશન છોડી આગળ વધે છે.આગળ ના સ્ટેશન પર થી એક દસ બાર વષૅ નો છોકરો એની મમ્મી સાથે ટ્રેન માં ચડે છે.ટ્રેન માં ચડતા ની સાથે જ એ મમ્મી નો મોબાઈલ ખેંચી ઉપર ની સીટ પર બેસે છે.મોબાઈલ માં મગ્ન હોય તેને ખુણા માં પડેલ ડાયરી તરફ ધ્યાન પણ જતું નથી. અમદાવાદ આવવાની તૈયારી હોય છે‌.અચાનક જ એ છોકરા નું ધ્યાન આકષિતૅ ગુલાબી રંગ નુ કવર પેજ ધરાવતી એ ખુણા માં પડેલી ડાયરી દેખાય છે.તે કંઈક વસ્તુ ના બોક્ષ ના આશય સાથે ડાયરી હાથમાં લે છે.ધારી ધારી ને જોઈ લીધા પછી તે પેજ ખોલે છે.પહેલા પેજ પર સુંદર ચિત્ર દોરેલું હોય છે.


તે જોયા જ કરે છે.આટલુ સુંદર ચિત્ર!!!!!!!
એટલામાં અમદાવાદ સ્ટેશન આવવાના એંધાંણે તેની મમ્મીએ તેને સામાન સરખો આગળ લેતા કહ્યુ;
"બેટા હવે નીચે આવી જા સ્ટેશન આવી ગયું."
"હા મમ્મી "ડાયરીમાંથી નજર હટાવતા તે બોલ્યો ;
ડાયરી નું હજુ એક જ પેજ તેને જોયું હતું ને તેને વધુ આગળ જોવાની ઉત્સુકતા જાગી .સીટ પર થી નીચે ઉતરતા છેલ્લે તેણે એક હાથે ડાયરી ને પોતાના તરફ ખેચી ને મમ્મી પર તીરછી નજર કરી ને તે ડાયરી હાથમાં લઈ ને નીચે ઉતયૉ.મમ્મી ની નજર ટ્રેન ની બહાર એકીટશે અમદાવાદ સ્ટેશન આવી રહ્યું છે એ જોવામાં સ્થિર હતી.એટલે તેના હાથમાંની ડાયરી પર તેનું ધ્યાન ન પડ્યું.
અમદાવાદ સ્ટેશન આવતાં જ નીચે ઉતરવા માટે દરવાજા પાસે પેસેન્જસૅ ની ભીડ લાગી ગઈ .છોકરો ચોરી પકડાય નહીં એ રીતે પાછળ ના હાથે ડાયરી પકડી મમ્મી ની બાજુ માં ઉભો રહી ગયો. એનાઉન્સમેન્ટ ના ઘોંઘાટ ને યાત્રીઓની ભીડ થી ભરેલ અમદાવાદ સ્ટેશન આવ્યુ ને તે થોડી ધક્કા મુક્કી ને ભીડ ને ચીરી ને તે મા- દિકરો પ્લેટફોમૅ પર ઉતયૉ.
"બેટા તું અહીં સામાન પાસે ઊભો રે ,હું આવું. "કહી મમ્મી કોઈ કુલી ને શોધવા પ્લેટફોમ ની એક તરફ ઉતાવળે પગલે ગઈ. છોકરો સામાન ની બાજુ માં રહેલી બેન્ચ પર બેસી ગયો.ત્યા કોઈ બીજા નો પણ સામાન પડેલો હતો.છોકરા ને ડાયરી નું આગળ નું પાનું ખોલવાની જલ્દી હતી. એને ફરી પહેલું પાનું જોયું ખુબ જ સુંદર ચિત્ર હતું .જાણે કોઈક નો ફોટો હોય એવું જ આબેહુબ પેન્સિલ સ્કેચ હતું .આગળ શું હશે એ જોવાની અધીરાઈ થી પેજ ઉથલાવ્યુ ત્યાં જ મમ્મી ના અણધાર્યા અવાજ માં એ સતકૅ થયો. ને ચોરી પકડાય ના જાય એવા ડર થી ડાયરી બેન્ચ પર પડેલ અધખુલ્લા બેગ પર મુકી ને સટાક કરતો ઉભો થયો .મમ્મી એ તેનો હાથ પકડ્યો ને ડાયરી સામે એની અટકેલી નજર સુધી તેનો હાથ પહોંચી ન શક્યો.
ડાયરી છુટી ગઈ.તે એકીટશે ક્યાંય સુધી ત્યાં જોતો રહ્યો.
થોડીવાર પછી ..ત્યાં પડેલી આ બેગ ને બેસવાની જગ્યા કરતાં એક પેસેન્જરે નીચે મુકી ને ત્યાં બેસવાની જગ્યા કરી.બેગ ની અધખુલ્લી ચેન માં ખોસાયેલા ડાયરી અંદર સરકી ગઈ.
પ્લેટફોમૅ પર થી ટ્રેન ગઈ તરત જ બરોડા મેલ પ્લેટફોમૅ-૩ આવી રહ્યા ની જાહેરાત થઈ .બેન્ચ થી થોડે દુર ઉભેલા , દસેક મિનીટ થી મોબાઈલ માં વાત કરતા એ યુવાન ના કાને એ શબ્દ અથડાતાં ફોન કટ કરી એ બેન્ચ પાસે રહેલ સામાન તરફ આવ્યો .હાથ માની પાણી ની બોટલ અધખુલ્લા બેગ માં સરકાવી ને બેગ ની ચેન બંધ કરી. ઉતાવળે સામાન ઊંચકી પ્લેટફોમૅ-૩ પર રવાના થયો.
બ્લુ જીન્સ ને બ્લેક ટી શટૅ ,બ્રાન્ડેડ સ્પોટૅ શુઝ ,ખભા પર અમેરિકન ટુરીસ્ટ ની મોંઘી બેગ ને બંને હાથ માં એર બેગ ને ઢસડતો એ યુવાન ખુબ જ દેખાવડો હતો. પાંચ ફુટ સાત ઈંચ ની લંબાઈ ને પ્રમાણસર નો બાંધો તેને વધુ ઓફ આપી રહ્યા હતા.મોડૅન સ્ટાઈલ માં સેટ કરેલા સિલ્કી હેર ને ક્લીન શેવ, ગૌર વણૅ ને તેજસ્વી આંખો ચમકતુ લલાટ ,ચુસ્ત શરીર તેને વેરી હેન્ડસમ ની કેટેગરી માં મુકી રહ્યુ હતુ.ચાલ ખુબ જ ઉતાવળી હતી.પ્લેટફોમૅ પર પહોંચ્યો કે સામે થી ટ્રેન સ્ટેશન માં એન્ટર થઈ .બરોડા મેલ ના એસી કોચ તરફ એ ધ્યાન કરી. એમના રીઝવૅ કોચ માં તેને સામાન સાથે પ્રવેશ કયોૅ..ને પોતાની બુક કરાવેલી જગ્યા પર પહોંચી ને સામાન વ્યવસ્થિત મુકી નિરાંતે બેસી ને મોબાઈલ માં વ્યસ્ત થઈ ગયો.

********************************
રસોઈ બની ગઈ ને નિત્યા એ બધું જ ડાયનીંગ ટેબલ પર ગોઠવ્યું .
"પ્રથમ હજુ આવ્યો નહીં!! લાવ કોલ કરૂં ,ક્યારે આવશે?"
મનોમન વિચારતા તે ફળિયા માં ખુલ્લી હવામા હિંડોળે બેઠી ને મોબાઈલ માંથી પ્રથમ ને રીંગ કરી.ફોન ઉપડ્યો નહી.
"કદાચ બીઝી હશે?"મનોમન વિચારી મોબાઈલ સાઈડ પર રાખી તેને હિંડોળે ઠેસ લઈ થોડો ફાસ્ટ કયોૅ.
મન વિચારે ચડ્યું.
અચાનક કંઈક યાદ આવતા એ ઘર ની અંદર દોડી ગઈ. નિશાળનુ બેગ ને ફંફોસ્યું પણ કંઈ મળ્યું નહીં તે સડસડાટ સીડી ના પગથિયાં ચડી બેડરૂમ માં ગઈ .આજુ બાજુ નજર કરી પણ પરંતુ એની નજર જેને શોધી રહી હતી એ ડાયરી ક્યાંય દેખાણી નહીં.બધા જ કબાટ ના ખાના ખોલી ને ચેક કયુૅ પરંતુ જે તે ટ્રેન માં છોડી ને આવતી રહી એ ડાયરી હવે અહીં ક્યાં થી મળે????
અચાનક તેને ડાયરી ટ્રેન માં જ ઉપર ની સીટ પર રહી ગયા નું તેને યાદ આવ્યું ને તેના દિલ દિમાગ પર ધ્રાસકો પડ્યો.જીવ થી પણ વધુ વહાલી એવી ડાયરી ,તેની અંગત સખી સમાન ડાયરી ને ભુલી ગઈ .તેને ખુબ જ અફસોસ થયો‌.પરંતુ હવે કંઈ જ થી શકે તેમ ન હતું તેને થયુ ગૃપ માં બધાને પુછી જોવ કદાચ કોઈ એ લીધી હોય તો?
હિંડોળે આવી એણે હેલી ને ફોન લગાવ્યો પણ ફોન સ્વીચ ઓફ આવતા તેણે ટ્રેન માં સાથે જતા તેના ગૃપ ના બધાને મેસેજ કરી ને ડાયરી બાબતે પુછયુ ને પોતાની જાત ને કોસતી મનોમન બબડી .
"શું થયું હશે?"
"કોના હાથ માં આવી હશે ડાયરી?"
"કોઈએ ફેંકી તો નહીં દિધી હોય ને?"

અનેક સવાલો મન માં ઉદભવ્યા."કોઈ સારા માણસ ને મળે તો તો એ પરત પણ કરી દે ભગવાન એવું જ થાય તો સારુ."
પણ?????
પરત કરે કેમ?
ડાયરી માં તો એણે નામ,સરનામુ કે મોબાઈલ નંબર કંઈ જ તો લખ્યું નથી તો ડાયરી પરત કરે જ કઈ રીતે?
હવે ડાયરી જો ગૃપમા કોઈ જોડે ન હોય તો પુરું થઈ ગયુ.
મનોમન વિચારતા જ એને ફરી મોબાઈલ હાથ માં લઇ મેસેજ ના રિપ્લાય ચેક કયૉ.
બધા એ નો...નો..નો.. કહેલું જોય આખરી આશા નું કિરણ પણ અસ્ત થઈ ગયું.તેનુ મગજ ભમવા લાગ્યું રાત નો ઉજાગરો ,વિદાય ની પિડા ને થાક ઉપર થી ડાયરી ભુલ્યા નો અફસોસ એક સામટો થાક વર્તાવા લાગ્યા .
એટલા માં પ્રથમ ની કાર આવતા જ એ સ્વસ્થ થઈ ને મનમારીને એ યંત્રવત્ રીતે બધા જોડે જમવા માટે ની તૈયારી માં લાગી ગઈ ‌.
બધા જ સાથે ભોજન લઈ રહ્યા હતા પરંતુ તેને તો જરાય મન નહોતું .ડાયરી છુટી જવાની સાથે તેની ભુખ પણ જતી રહી હતી........

(ડાયરી જેના બેગ માં છે એ કોણ છે?નિત્યા ને ડાયરી ફરી પાછી મળશે?પેલો યુવાન આ ડાયરી ખોલશે?
શું થશે આગળ?બધા જ સવાલો સાથે મસ્ત સફર શરૂ થશે તો જવાબ માટે વાંચતા રહો.ઝંખના -એક સાચા પ્રેમ ની....)
ક્રમશ...................


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED