BED FRIENSHEEP books and stories free download online pdf in Gujarati

બુરી સંગત

નાના ભૂલકાઓને તેમના માતા-પિતા વાંચીને સરસ રીતે સંભળાવે જેનાથી બાળકને પોતાને નવી શીખ તેના ભવિષ્યના જીવન માટે પ્રાપ્ત થઇ શકે. જે બાળકો પ્રાથમિક કક્ષામાં અભ્યાસ કરી રહેલ હોય તેવા પોતે વાંચીને શીખ મેળવી શકે આવા શુભ હેતુથી સુંદર મજાની બાળવાતાઁ પ્રગટ કરી રહેલ છું.
એક હતા પતંગિયાભાઈ. તે બગીચામાં ફરવા ગયા. રસ્તામાં મળ્યાં માખીબહેન. મધપૂડામાં રહે છે તે. આપણા ઘરમાં ઊડાઊડ કરે છે તે માખીબહેન. માખીબહેન કહે: ‘પતંગિયાભાઈ ક્યાં ચાલ્યા?” પતંગિયાભાઈ કહે : બગીચામાં ફરવા.’ હું તમારી સાથે આવું?” “ચાલોને. એક કરતાં બે ભલા. રસ્તામાં અલક- મલકની વાતો કરીશું.

‘માખીબહેન પતંગિયાભાઈની સાથે ગયાં. માખીબહેનની ઊડવાની ઝડપ વધારે, પતંગિયાભાઈની ઓછી. માખીબહેન આગળ નીકળી જાય. પતંગિયાભાઈ પાછળ પડી જાય. માખીબહેન કહે : “પતંગિયાભાઈ, થોડી ઝડપ વધારો ને?”. માખીબહેન, તમે થોડાં ધીમા ઊડો. મારી ઊડવાની ઝડપ ઓછી છે.

”માખીબહેને ઝડપ થોડી ઘટાડી. હવે બંને સાથે ઊડતાં હતાં. રસ્તામાં બંને વાતોએ વળગ્યાં. માખીબહેન : ‘તમારું ઘર ક્યાં આવ્યું?’ પતંગિયાભાઈ : થોડે દૂર ને માખીબહેન તમારું?” અહીંથી ખાસ દૂર નથી”. ‘તમે ક્યાં જવા નીકળ્યાં હતાં માખીબહેન?” બજારમાં, પતંગિયાભાઈ કહે શા માટે?’ માખીબહેન કહે મીઠાઈનો સ્વાદ ચાખવા” મીઠાઈ કેવી લાગે, માખીબહેન?” અરે! પતંગિયાભાઈ, મીઠાઈ તો ખૂબ ગળી ગળી લાગે. પૈડાનો સ્વાદ તો દાઢમાં જ રહી જાય.

હલવો તો ફરી ખાવાનું મન થાય. જે દિવસે બાસુદી ખાવાની મળે તે દિવસ સુધરી જાય.’ ‘તમને તો રોજ મજા પડતી હશે, કેમ માખીબહેન?” ના રે, પતંગિયાભાઈ. એવું કંઈ રોજરોજ ખાવા ના મળે. ઘણીવાર તો દાળભાત, શાક, ગોળ કે ફળની છાલ ખાઈને મન મનાવવું પડે. થોડીવાર રહી માખીબહેન બોલ્યા: “પતંગિયાભાઈ, તમે રોજ શું ખાઓ છો?”

મધ ચૂસીએ’ મધ તો મનેય બહુ ભાવે. તમે મધ ચૂસવા ક્યાં જાઓ છો?”, બગીચામાં ‘ત્યાં મધ હોય?”, કેમ નહિ? ત્યાં જે ફૂલો ખીલે છે તેમાં મધ હોય છે. હું મારી સૂંઢ વડે મધ ચૂસી ચૂસીને ખાઉં છું.” કોકવાર મને મધ ચખાડશો?” ‘હા, કેમ નહિ. આજે જ! ચાલો મારી સાથે બગીચામાં. મધનું નામ સાંભળી માખીબહેન તો રાજીના રેડ થઈ ગયાં.

થોડીવારમાં તેઓ એક સુંદર મોટા બગીચા પાસે આવી પહોંચ્યા. બગીચામાં રંગબેરંગી ફૂલો ખીલ્યાં હતાં. મધ ચૂસવા ત્યાં ઘણી મધમાખીઓ અને પતંગિયાઓ ઊડાઊડ કરતાં હતાં. માબીબહેન તમે મારી પાછળ પાછળ આવો. આપણે પેલા સૂરજમુખીના ફૂલ પર જઈએ. બંને ઊડતાં ઊડતાં સૂરજમુખી પર જઈને બેઠાં. માખીબહેન ફૂલના મૂળ સુધી સૂંઢ નાંખી અંદરથી મધ ચૂસો.

જુઓ આમ, આમ કહી પતંગિયાભાઈએ પોતાની સૂંઢ ફૂલ માં ખોસી. તે મધ ચૂસવા લાગ્યા. માખીબહેને તેમની નકલ કરી. પરંતુ માખીબહેનને કંઈ મજા ન પડી. તેમણે પોતાની સૂંઢ બહાર ખેંચી કાઢી. આ જોઈ પતંગિયાભાઈ બોલ્યા: કેમ માખીબહેન શું થયું?’ મને મજા નથી આવતી.

આના કરતાં તો મીઠાઈની દુકાને ઓર મજા પડી જાય.’ “ચાલો ત્યારે ત્યાં. બંને બગીચાની બહાર આવ્યા. માખીબહેન પતંગિયાભાઈને આમંત્રણ પાઠવતાં બોલ્યા : “પતંગિયાભાઈ, મારી સાથે ચાલો. હું તમને સરસ ભોજન જમાડીશ.” સાંજ પડવા આવી હતી. પતંગિયાભાઈને ઘેર પહોંચવાની ઉતાવળ હતી. તે બોલ્યાં માખીબહેન.

પતંગિયાભાઈ બોલ્યા આજે નહીં, કાલે આવીશ. ઘેર જતાં મોડું થાય તો મને ચિંતા થાય’ કાલે ચોક્કસ હોં.’ “હા, હા ચોક્કસ. પરંતુ હું તમને ક્યાં મળું?’ કેમ વળી, આજે આપણે મળ્યા હતા ત્યાં જ બરાબર ને?’ બરાબર આવજો. માખીબહેન- આવજો પતંગિયાભાઈ!’ બંને પોતપોતાના રસ્તે પડ્યાં. પતંગિયાભાઈ રોજ કરતાં આજે મોડાં ઘેર પહોંચ્યા.

મા બોલી : બેટા, કેમ મોડું થયું?’ મા,માં આજે મને માબીબહેન મળ્યાં હતાં.’ ક્યાં માખીબહેન, મધપૂડાવાળાં?’ ના, મા, ઘરમાં રહે છે તે માખીબહેન. તે મારી સાથે બગીચામાં ફરવા આવ્યાં હતાં. તેમની સાથે હરવાફરવામાં આજે મોડું થયું.” આ સાંભળી મા બોલી : જો બેટા, માખીબહેન ગંદા હોય છે.

ગંદા! તેમને આપણી માફક સારી ચીજો ના ગમે. તેમના પગ, સુંઢ, પાંખો બધું જ ગંદું હોય. ખરાબનો સંગ ખોટો.’ ‘પણ મા, તે મને આવતી કાલે તેમના ઘરે લઈ જવાની છે.” તારે જવાનું નથી. સમજ્યો બેટા?” “મા, એક સવાલ પૂછું? મીઠાઈ કેવી હોય?’ માએ કદી મીઠાઈ જોઈ ન હતી. તે બોલી : “મને ખબર નથી.’

માખીબહેનને ખબર છે. માખીબહેન કેટલાં ભાગ્યશાળી કે કોકવાર એમને ખાવાય મળે છે. આવતીકાલ મને મીઠાઈ ખાવા લઈ જવાનાં છે. હું તો જવાનો.’ માએ ઘણું સમજાવ્યો. પરંતુ પતંગિયાભાઈ એકના બે ન થયા. બીજે દિવસે પતંગિયાભાઈ ઊપડી ગયા ફરવા. નક્કી કરેલા સ્થળે પહોંચ્યા.

માખીબહેન તેમની જ રાહ જોતા હતા. પતંગિયા ભાઈ બોલ્યા મને માફ કરો, માખીબહેન. કંઈ વાંધો નહિ, પતંગિયાભાઈ. હવે ઝટ ઝટ મારી સાથે ચાલો.’ બંને ઊડતાં ઊડતાં એક મોટા બંગલા પાસે બંને પહોંચ્યા અને અંદર ઘૂસ્યાં. માખીબહેને ધીમેથી પતંગિયાભાઈના કાનમાં કહે- આ એક શેઠનો બંગલો છે.

અહીં રોજ સરસ મજાનું ખાવા મળે. પણ એક સાવધાની રાખવી પડે.’ કઈ? પતંગિયાભાઈ એ પૂછયું. આ લોકો ઘણીવાર ખાવાની ચીજો પર ઝેર નાખે છે. ઝેર ખાવામાં આવે તો તો આપણા રામ જ રમી જાય.’ ઝેરનું નામ સાંભળી પતંગિયાભાઈ ગભરાયા. તે બોલ્યા : માખીબહેન, તો તો અહીં એક પળ પણ ન રહેવાય ચાલો.’ બંને ઝડપથી બહાર નીકળી ગયાં. ઊડતાં ઊડતાં આગળ ગયાં. આગળ જતાં એક નાનકડી ઝૂંપડી આવી.

ત્યાં ગંદકી ખૂબ હતી. ઘણી માખીઓ ઊડાઊડ કરતી હતી. આ જોઈ પતંગિયાભાઈથી ન રહેવાયું તે બોલ્યા: ‘માખીબહેન, અહી તો જુઓ. ઝૂંપડી નાની ને ભગતડાં ઝાઝાં.” પતંગિયાભાઈ હસી પડ્યા. હા પતંગિયાભાઈ, પણ અહીં પેલા બંગલા જેવી બીક નહિ.” પરંતુ અહીં દુર્ગધ કેટલી બધી છે?” આમ કહી પતંગિયાભાઈએ નાક મચકોડ્યું. માખીબહેનને આ ન ગમ્યું.

તે મનમાં રીસ રાખી બોલ્યા : “સાચું કહું પતંગિયાભાઈ, કાલે મને બગીચામાં તમારી જેમ જ દુર્ગધ મારતી હતી. મનેય નાક દબાવી દેવાનું મન થઈ આવેલું, પણ તમારી શરમે મેં એમ ના કર્યું. પતંગિયાભાઈને તો ભાગી છૂટવાનું મન થઈ આવ્યું પણ હવે છટકાય શી રીતે? તે પાછળ રહી ગયું એટલે માખીબહેન બોલ્યાં: પતંગિયાભાઈ, આવોને અંદર?’ જુઓ માખીબહેન, તમારે ઘરમાં જવું હોય તો જાઓ.

પણ હું નહિ આવું. હું બહાર જ ઊભો રહીશ. પતંગિયાભાઈ, મને તો ભૂખ નથી. આ તો તમને બતાવવા લઈ જતી હતી. હવે મીઠાઈની દુકાને જઈશું?” મીઠાઈનું નામ પડતાં જ પતંગિયાભાઈના મોંમાં પાણી છૂટ્યું. તે બોલ્યા : થોડીવારમાં બંને બજારમાં પહોંચી ગયાં. બજારમાં ઘણી દુકાનો હતી.

દરેક દુકાને ખૂબ ભીડ હતી. પતંગિયાભાઈએ કદી આટલી ભીડ અને આટલી શોરબકોર જોયો ન હતો. તે તો ગભરાઈ ગયા,પરંતુ હા. ત્યાં ચાલો.’ માખીબહેને હિંમત બંધાવી. ‘પતંગિયાભાઈ, આમ ગભરાયે શું જિવાય? મારી પાછળ આવો.” માખીબહેન પતંગિયાભાઈને કંદોઈની દુકાને લઈ ગયાં.

દુકાને ભીડ હતી. દુકાનના એક ખૂણામાં મીઠાઈઓ બની રહી હતી. ધીમે રહી બંને અંદર ઘૂસ્યા. અંદર ખૂબ જ ગરમી લાગતી હતી. પતંગિયાભાઈ તો અકળાઈ ગયા. માખીબહેન બહાર ચાલો.’ કેમ? શું થયું?” ગરમી સહન નથી થતી.” માખીબહેન હસી પડ્યાં. તે બોલ્યાઃ “મીઠાઈ ખાવી હોય તો દુઃખેય સહન કરવું પડે.

અહીં જુઓ તો ખરા, મારી નાતીલી બહેનો કેવી ટેસથી મીઠાઈઓ ખાઈ રહી છે. નીચે આવો.” પતંગિયાભાઈ નીચે ઊતર્યા. તે ચાસણીના ટપકા પર બેસી ગયા. ચાસણીમાં સૂંઢ નાખી. સૂઢ ફસાઈ ગઈ. ચાસણીમાં સૂંઢ ચોંટી ગઈ. પતંગિયાભાઈ ચીસો પાડવા લાગ્યા : માખીબહેન, માખીબહેન! બચાવો, હું મરી ગયો” સફાળાં માખીબહેન તેમની નજીક ગયાં. શું થયું? પતંગિયાભાઈ?” મારી સૂંઢ તો જુઓ?

અરે! મારી પાંખો પણ ચીપટ થઈ ગઈ! અરે! મારા પગ પણ ગયાં! ઓ મા… મરી ગયો.” પતંગિયાભાઈ ખરેખર ફસાઈ ગયા. માખીબહેને અન્ય માખીઓની મદદથી પતંગિયાભાઈને ખેંચીને બહાર કાચા. આ બનાવથી પતંગિયાભાઈ ખૂબ જ ગભરાઈ ગયા. માખીબહેન, હવે ઝટ ઘર ચાલો. માખીબહેને પતંગિયાભાઈને થોડીવાર રોકાઈ જવા કહ્યું પણ પતંગિયાં ભાઈ ના માન્યા, બંને દુકાનમાંથી બહાર નીકળ્યાં. બજારની ભીડમાંથી “બહાર આવ્યાં.

પછી જ પતંગિયાભાઈએ રાહત નો શ્વાસ લીધો. ‘માખીએ ઘણું સમજાવ્યા પણ તે એકના બે ન થયા. ખેંચ્યો. રસ્તામાં પતંગિયાભાઈ મૌન જ રહ્યા. પોતાના ઘર તરફ જવાનો રસ્તો આવતાંજ પતંગિયાભાઈ જુદા પડ્યા. પતંગિયાભાઈએ મનોમન સંકલ્પ કર્યો કે કદી માખીબહેનનો સંગ નહિ કરે. માની અવજ્ઞા કરવાનું ફળ તેને મળી ગયું હતું. બાલદોસ્તો, ત્યારથી માખીબહેન અને પતંગિયાભાઈ સાથે જોવા મળતા નથી.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED