કઠિયારો DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કઠિયારો

એક હતો કઠિયારો. રોજ જંગલમાં જઈ લાકડાં કાપી આવે. બજારમાં જઈ વેચે, ને તે પૈસા માંથી કંઈક ખાવાનું લાવીને ગુજરાન ચલાવે. રોજ ઊઠીને બસ આ એક જ કામ! એ ભલો અને એનો ધંધો ભલો. એક દિવસ એને વિચાર આવ્યો : “આપણને ભૂખ જ ન લાગતી હોય તો? કઈ કરવાની જરૂર ના પડે.

આ પેટ ભૂખ્યું જ ન થતું હોય તો? એમ થાય તો આ રોજ વહેલા ઊઠીં, જંગલમાં જઈ, લાકડાં કાપવાની માથાકૂટ તો મટી જાય. ને પછી મજા મજા થઈ જાય. પણ એ બને કેવી રીતે? તેને તેનાં દાદીમા યાદ આવ્યાં. તે નાનો હતો ત્યારે દાદીમા રોજ સાંજે તેને વાર્તા સંભળાવતાં. એક દિવસ દાદીમાએ વાત કહી ઉમેરેલું : ધ્રુવની જેમ આપણો પણ તપ કરીએ તો ભગવાન પ્રસન્ન થાય. પછી તો મોં માગ્યું વરદાન આપે.

‘તેણે પણ વિચાર કર્યો કે એકવાર ભગવાનને પ્રસન્ન તો જરૂર કરવા. પ્રસન્ન થાય તે માગવાનું કહે તો આટલું જ માગવુંઃ “હે પ્રભુ! મને કદી ભૂખ જ ન લાગે એવું વરદાન આપો.’ આ તો જાગ્યા ત્યારથી સવાર! લાકડાં કાપવાનું પડતું મૂકી નીકળ્યો તપ કરવા. ચાલતાં ચાલતાં જંગલ મહાદેવનું થાનક આવ્યું.

તે મંદિર ના છેડે નદી આવી. કિનારે એક સરસ મોટું મંદિર હતું તે મંદિર પાસે પહોંચ્યો. ત્યાં બીજું કોઈ ન હતું. તેને શિવલિંગ પર ફૂલો ચડાવ્યા, પલાઠી વાળી સામે બેસી ગયો. નદીમાં નાહી ધોઈ, સુંદર ફૂલો લઈ તે મહાદેવ ની શિવલિંગ પર ચડાવ્યા. મોટેથી ‘જય મહાદેવ, જય મહાદેવ’ બોલવા લાગ્યો. અન્ય કોઈ સ્લોક તેને આવડતું ન હતું.

આમને આમ સાંજ પડવા આવી પણ ઊઠવાનું નામ જ લેતો નથી. હઠ પકડી કે મહાદેવ જાતે ન આવે ત્યાં સુધી ઊઠવું નથી. પછી ભલે મરી જવાય. કઠિયારાની આવી ભક્તિ જોઈ શંકર પ્રસન્ન થયા. તેમણે કઠિયારા સામે જોયું. કઠિયારો તો બન્ને હાથ જોડી, આંખો મીંચી, મસ્તક નમાવી “જય મહાદેવ, જય મહાદેવ..” બોલતો જ રહ્યો. મહાદેવજી મૂંઝાયા.

ખાધા પીધા વગર આ કઠિયારો અહીં મરી જશે તો તે પાપ મારે માથે આવશે. એને શું જોઈએ છે તે લાવ મને પૂછવા દે. મહાદેવે આવો વિચાર કર્યો. જય મહાદેવ’ ના જાપ ચાલુ હતા, ત્યાં એક દિવ્ય અવાજ આવ્યો : ” કઠિયારા તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છે. બોલ, શું દુઃખ છે તને? તારે શું જોઈએ છે?’ કઠિયારાને આનંદ થયો.

આ તો ભોળાનાથ કહેવાય. આટલા જલદી મહાદેવજી પ્રસન્ન થયા તે જાણી. તેમને રીઝતાં ને રૂઠતાં વાર ન લાગે. કઠિયારો હાથ જોડીને બોલ્યો, હે ભગવાન! આખો દિવસ કાળી મજૂરી કરું છું, પણ પેટ ભરીને ખાવા પામતો નથી. તો પ્રભુ આ ખાવાની બલા ટાળો.

એવું વરદાન આપો કે મને ભૂખ ન લાગે,’ દિવ્ય અવાજે કહ્યું : “હે કઠિયારા! બહુ વિચાર કરીને માગજે. પાછળથી પસ્તાવું ન પડે.” કઠિયારો દૃઢતાથી બોલ્યો : “ભગવાન, ખૂબ વિચાર કર્યા પછી જ માંગ્યું છે. મારે તો એ જ ઈએ. અવાજ આવ્યો : ‘તથાસ્તુ’ કઠિયારાએ આંખો ખોલી ચારે બાજુ જોયું. અંધારું થઈ ગયું હતું. તે સવારનો કંઈ જમ્યો ન હતો.

છતાં ભૂખનું નામનિશાન ન હતું! એમ લાગતું હતું કે હમણાંજ જાણે કે મિષ્ટાન્ના થાળ પરથી જમીને ઊડ્યો છે. કઠિયારો હરખાતો હરખાતો ત્યાં જ સૂઈ ગયો. કેટલી નિરાંત હતી હવે તેને! સવાર પડી. તે ઊઠ્યો. નાહીધોઈ, મહાદેવને નમસ્કાર કરી બહાર નીકળી પડ્યો. આગળ જતાં રસ્તામાં આંબાવાડિયું આવ્યું. ઉનાળાની મોસમ હતી. આંબા માં ઉપર સોનેરી રંગની વજનદાર કેરીઓ લટકી રહી હતી.

આંબા વાડિ નો માલિક હાજર ન હતો. આ જોઈ કઠિયારાની દાઢ સળકી તેના મોંમાં પાણી છૂટ્યું. ધીરે રહી તે અંદર ઘુસ્યો. ચાર- પાંચ સારી જોઈને કેરીઓ તોડી. કેરીને બચકું ભર્યું. પણ આ શું? ખાઈ જ ન શક્યો! પેટ ઠેઠ ગળા સુધી ભરેલું હતું. જરા પણ જગ્યા ન હતી. પહેલાં તેને કેરી ખાવાનું ખૂબ મન થતું પણ મળતી ન હતી. આજે સરળતાથી ખાવા મળી તો ખાઈ શકતો ન હતો. કેવી વિચિત્ર વાત! તેણે કેરીઓ ફેંકી દીધી. તે આગળ ચાલ્યો.

આગળ જતાં એક સુંદર ગામ આવ્યું. આ ગામના નગરશેઠના માતૃશ્રી મોટી ઉંમરે ગુજરી ગયાં હતાં. આજે તેમનું બારમું હતું. શેઠે આખા ગામને જમવાનું આમંત્રણ આપ્યું હતું. વળી બહારથી જે કોઈ આવે તેને પણ જમવા બેસાડી દેતા હતા. જેવો કઠિયારો ગામમાં પેઠો કે શેઠના માણસો તેને જમાડવા માટે ખેંચી ગયા.

તે ના પાડતો જ રહ્યો પણ તેનું કંઈ જ ન ચાલ્યું! પાટલો આવ્યો. થાળી આવી. આસન આવ્યું. કઠિયારાને જમવા બેસાડ્યો. શેઠ જાતે જ લાડવાની તાસ લઈ ભાવથી પીરસવા આવ્યા. થાળીમાં દાળ, ભાત, ત્રણે જાતનાં શાક, કચુંબર, રાયતું, અથાણું, પાપડ, સેવ, લાડુ ભજિયાં વગેરે ઘણી જાતની વાનગીઓ હતી.

કઠિયારાએ તેની જિંદગીમાં આવું ભોજન કદી જોયું જ ન હતું! વિવિધ વાનગીઓ જોઈ કઠિયારાના મોંમાં પાણી છૂટયું.. તેરો લાડવાનો ટુકડો મોંમાં મૂક્યો. પણ આ શું? ગળા નીચે ઉતારી જ ન શક્યો! બહાર ઓકી કાઢ્યો! આ જોઈ શેઠે પૂછ્યું : મુસાફરે ભાઈ, કેમ? રસોઈમાં કંઈ આવ્યું કે શું? કંઈ કાંકરી બાંકરી..?”

કઠિયારાએ માથું હલાવીને ના પાડી. તેને મહાદેવનું વરદાન યાદ આવ્યું. હવે તે કંઈ જ ખાઈ શકે તેમ ન હતો. તે ઊભો થઈ ગયો. તેથી કહ્યું: “શેઠ, માફ કરજો. મારાથી નહીં જમા થ” અતિથિ ને ભાણા પરથી ઊઠતો જોઈ શેઠ બોલ્યા : “શું થયું ભાઈ? કઈ ભૂલ હોય તો મને માફ કરી દો , પર આમ થાળી પરથી ના ઊઠશો. સ્વર્ગમાંથી મારી મા મને શ્રાપ દેશે. કઠિયારાએ શેઠને ભગવાનના વરદાનની વાત કરી.

શેઠ પણ હસી પડ્યા. શેઠ બોલ્યા : “એવું તે વરદાન હોતું હશે કે ભૂખ જ ન લાગે? એના કરતાં તો ખૂબ ખૂબ ભૂખ લાગે એવું વરદાન સારું કે જેથી મનગમતું પેટ બદીને ખાઇ તો શકાય.’ લોકોએ કઠિયારાની ખૂબ ખૂબ મશ્કરી કરી. કઠિયારાને લાગ્યું કે પોતે વરદાન માંગવામાં ઉતાવળ કરી હતી.

મહાદેવનું એ વરદાન તેને હવે શાપરૂપ લાગવા લાગ્યું .કઠિયારાએ ત્યાંથી સીધી દોટ મૂકી ને સીધો મહાદેવે આવીને અટક્યો. મંદિરમાં જઈ પહેલાની માફક જાપ જમવા બેસી ગયો. મોટે મોટેથી તે બોલવા લાગ્યો, બપોરની નિદ્રામાં પોઢેલા મહાદેવની ઊંઘ હરામ થઈ ગઈ. આંખ ખોલીને જોયું તો પેલો જ ભગત! મહાદેવ કૌપાયમાન થયાં. તેમણે પૂછ્યું: ‘કેમ અલ્યા ફરી આવ્યો? કઠિયારાએ ગભરાતાં ગભરાતાં કહ્યું : ભગવાન, તમારું વરદાન પાછું ખેંચી લો અને બીજું વરદાન આપો કે….

” મહાદેવે તેને વચ્ચેથી અટકાવતાં કહ્યું : માંગતાં વિચાર ન કર્યો ને હવે..? બીજું વરદાન નહિ મળે. પણ જા, દયા કરી મૂળ વરદાન પાછું ખેંચી લઉં છું. કામ કરીશ તો જ ખાવા પામીશ.!” દિવ્ય અવાજ બંધ થયો. તરત જ કઠિયારાના પેટમાં બે દિવસની ભૂખનો ખાડો પડ્યો. તેને કકડીને ભૂખ લાગી. તે ખાવા માટે ફાંફાં મારવા લાગ્યો.

તે દોડતો દોડતો બહાર ગયો. તેને આંબા ની વાડિયું યાદ આવી. દોડતો તે ત્યાં ગયો. પણ તેનો માલિક ત્યાં હાજર હતો. તે નિરાશ થયો. ત્યાં તેને યાદ આવ્યું કે ગામમાં હજી જમવા મળશે. લાવ ત્યાં જવા દે. તેનામાં ચાલવાની શક્તિ પણ રહી ન હતી. છતાં ગામમાં ગયો. પણ તેનું નસીબ બે ડગલાં આગળ ને આગળ. ગામમાં શેઠ નો જમણવાર પતી ગયો હતો. તે શેઠ પાસે ગયો.

શેઠે પૂછયું : “કેમ ફરીથી આવ્યો તું?” કઠિયારાએ પેટ પર હાથ મૂકી કહ્યું : શેઠ કકડીને ભૂખ લાગી છે. કંઈક ખાવાનું હોય તો આપો. શેઠ હસ્યા. આસપાસ ઊભેલા સૌ લોકો હસ્યા. તે ભાંગેલા હૈયે ગામ બહાર આવ્યો. પછી બોલ્યો કોઇક તો જમવાનું આપો નહિતર ભૂખથી હું મરી જઈશ, બધા તેને ગાંડો ગણવા લાગ્યા.

કોઈ બોલ્યું : ‘હમણાં કહેતો હતો કે ભૂખ નથી લાગી ને એટલામાં કકડીને ભૂખ લાગી ગઈ, બધા લોકો કહે : “આના જેવો ગાંડો આ દુનિયામાં થોય નહિ જડે” કઠીયારો હતાશ થયો. ગામમાં બીજા કોઈએ રાંધ્યું ન હતું એટલે બીજે જવું અર્થ વગરનું હતું. કાર પોકારવા માંડ્યો. હાથપગ ધોયા, થોડું પાણી પીધું. પણ એમ કંઈ પેટની હાય થોડી ઓલવાય? તળાવ કિનારે મહાદેવનું થાનક હતું.

ત્યાં જઈ તે ભગવાનને કંઈક ખાવાનું આપવા ની વિનંતી કરવા ગયો. આ મંદિરના એક ખૂણે એક વટેમાર્ગુ જમવા બેઠા હતા. તે ખાતાં ખાતાં બહાર આવ્યો. તેણે પૂછયું: શું છે અલ્યા? બૂમો શેની પાડે છે?’ કઠિયારો બોલ્યો : “બહુ ભૂખ લાગી છે. જો મને ખાવાનું નહિ મળે તો હું મરી જઈશ.’ વટેમાર્ગુને તેની દયા આવી. તે બોલ્યો : “ચાલ અંદર, મારી પાસે થોડુંઘણું છે. એમાંથી થોડું તને આપીશ.” આ સાંભળી કઠિયારો રાજીના રેડ થઈ ગયો.

તેઅંદર ગયો. પેલા વટેમાર્ગુએ તેને સૂકો રોટલો અને ડુંગળીનું ડચકું આપ્યુ. કઠિયારો ડૂચે ને ડૂચે ખાવા લાગ્યો. તેને બે દિવસ નો સૂકો રોટલો કેરીના રસ કરતાંય વહાલો લાગ્યો! ને ડુંગળીના ડચકામાંથી લાડવા કરતાં અનેરો સ્વાદ અનુભવ્યો! વટેમાર્ગુ કઠિયારાને ખાતો જોઈ જ રહ્યો! કઠિયારાને થયું કે જ્યારે સાચી ભૂખ લાગે છે ત્યારે ગમે તેવા ખોરાકમાંથી અમૃત જેવો સ્વાદ આવે છે.

DIPAKCHITNIS
dchitnis3@gmail.com

રેટ કરો અને રિવ્યુ આપો

Jaimin Rathva

Jaimin Rathva 4 માસ પહેલા

Haresh chaudhary

Haresh chaudhary 9 માસ પહેલા

Asha Dave

Asha Dave 11 માસ પહેલા

Amritlal Patel

Amritlal Patel 11 માસ પહેલા

Bipinbhai Thakkar

Bipinbhai Thakkar 11 માસ પહેલા