ઝરમરતો સ્નેહ DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

ઝરમરતો સ્નેહ

-: રમરતો સ્નેહ :-

નિમિષા રોજની જેમ રસોઇની રોજીંદી કામગીરી પુરી કરી તેનું રસોડું અવેરવામાં અને બાકી રહેલ છેલ્લી રસોઇની કામગીરીમાં વ્યસ્ત હતી. કારણ તેને તેના રોજીંદા ક્રમ અનુસાર અગિયાર વાગ્યે તો તેને જિમ જવાનું હતું. તેનો પતિ નમન પણ પંદર મિનીટ પહેલાં જ ઑફિસ જવા માટે નીકળ્યો હતો. દિવસનું જમવાનું તે સવારે જ બનાવી લેતી હતી. જિમમાંથી આવ્યા બાદ તેને ખૂબ ભૂખ લાગતી હતી અને એટલી તાકાત રહેતી નહોતી કે તે જમવાનું બનાવી શકે. કેટલાક સમયથી તેનું વજન ધારણા કરતાં વધુ વધવા લાગ્યું હતું. જે કપડાં તેણે ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે લગ્ન અને હનીમૂન માટે ખરીદ્યા હતા તે બધા હવે તેને ટાઈટ થઈ રહ્યાં હતા. આખરે તેણે પોતાને પહેલા જેવી જ ફિટ બનાવવાનો નિર્ધાર કરી લીધો હતો. જિમ તેની સોસાયટીમાં જ હતું એટલે નમનને પણ જીમમાં જવા ન જવા બાબતે કોઈ વાંધો-હરકત નહોતી કરી. આમ તો નમન ખૂબ રોકટોક કરનારો માણસ હતો. જિમ જોઈન કરતા પહેલા જ તેણે નિમિષાને જણાવી દીધું હતું કે, લેડિઝ ટાઈમિંગમાં જ જિમ જાય, ઘરેથી સલવાર સૂટ પહેરીને જાય અને જિમમાં જઈને ત્યાંના કપડાં પહેરે. ક્યારેક-ક્યારેક નિમિષાને તેના આ રૂઢિવાદી વિચારો પર ખૂબ ચીડ આવતી હતી. તેણે પોતાની સારી એવી નોકરી, ઘર સંભાળવાના શોખમાં છોડી દીધી. પૈસાની તો કોઈ તંગી નહોતી. તે થોડો સમય પોતાની મેરેજ લાઈફને પૂરી રીતે એન્જોય કરવા માગતી હતી. નિમિષાએ MBA કર્યું હતું. તે અને નમન સાથે જ કામ કરતા હતા. ઓળખાણ વધતી ગઈ અને બંનેએ લગ્ન કરી લીધા.

મોબાઇલ ફોનના આધુનિક યુગમાં ક્યારે કોઇ ફોન કરે કે કહી શકાય નહીં, હજી તો તેણે રોટલી ગેસ પર ફૂલાવવા માટે મૂકી જ હતી કે, તેવામાં ફોનની રિંગ વાગવા લાગી. ગેસને ધીમો કરી હાથ ધો તે ફોન અંદરની રૂમમાં મૂકેલ તે તરફ ભાગી. જોયું તો ફોન તેના સસરાનો હતો.હેલ્લો પપ્પા, પ્રણામ’ તેણે મીઠા અવાજે કહ્યું સસરાએ નિમિષાને કંઈક નોટ કરવા માટે કહ્યું એટલે તે અંદરના રૂમમાં પેન અને પેપર લેવા માટે દોડી. ફોન મૂક્યા બાદ તેનું દિમાગ અગિયાર વર્ષ પાછળ જતું રહ્યું હતું. પેપરમાં જે વ્યક્તિનું નામ લખ્યું હતું તે એક મોટી કંપનીના CEOનું હતું, જે તેના પતિ નમનને તેની કંપનીમાં નોકરી અપાવવામાં મદદ કરી શકે તેમ હતું. પ તે નામ નિમિષાના દસ વર્ષોની શોધ હતી. કેટકેટલી દુઆઓ માંગી હતી તેણે, કેટલી આજીજી કરી હતી કિસ્મતને… બસ આ એક નામ અને તેનું કોઈ સરનામું મળી જાય, પણ કંઈ ન થઈ શક્યું. અને આજે કેટલી સરળતાથી આ નામ તેની સામેના કાગળ પર તેના નંબર સાથે લખેલું દેખાઈ રહ્યું છે, જ્યારે તે તેને ભૂલવા લાગી હતી અને પોતાની નવી જિંદગીમાં પરોવાઈ ગઈ હતી. ત્યારે આજે આ નાના તેની સામે ફરીથી તેની જીંદગીને આકુળ-વ્યાકુળ બનાવવા સામે આવ્યું હતું અને બાકી હતું કે નામ પણ તેના સસરાએ ફોન કરી લખાવેલ હતું. શું ખબર આ જીંદગી પાછી ક્યા ક્યા નવા મોડ તરફ લઈ જશે તેવા અનેક પ્રકારના અલગ અલગ વિચારો તેના મગજમાં ઘુમરાવા લાગ્યા હતાં.

નિમિષાના મગજમાં હજી પણ એ વાત યાદ છે કે, તે ચૌદ વર્ષની હતી ત્યારે તેણે પહેલીવાર તેનું નામ સાંભળ્યું હતું. તે તેની સાથે જ ટ્યૂશનમાં આવતો હતો અને ખબર નહીં ક્યારે નિમિષાને તેની સાથે પ્રેમ થઈ ગયો. દિલના ધબકારા કાનમાં સંભળાતા. ગળુ સુકાઈ જતું. ચોરીછૂપે કેટલીય વખત તેને જોઈ લેતી. તેના કાન, એ તો બસ તેના અવાજ સાંભળવામાં જ મસ્ત રહેતા. તે પણ એવો માનવી હતો કે, ક્યારેય તેને જોઈને હસતો ત્યારે તે મોઢું ચડાવી લેતી, જાણે તે તેને જાણતી પણ ન હોય! શ્વાસની આવન-જાવન પર તે માત્ર તેનું જ નામ લેવા લાગી હતી. ગુંજન, ગુંજન અને ગુંજન ! આજે તે જ ‘ગુંજન મહેતા’ નો નંબર તેની સામે મૂકેલા પેપર પર લખેલો હતો. ગુંજન ભણવામાં ખૂબ હોંશિયાર હતો, નિમિષા અને તેની વચ્ચે હરિફાઈ રહેતી હતી, વધારે માર્ક્સ લાવવાની. નિમિષાને સાંજના સમયે ટ્યૂશન જવાની આતુરતા રહેતી હતી. બાદમાં ગુંજને ટ્યૂશનની બેચનો સમય બદલી નાંખ્યો. હવે નિમિષા અને તેનો સામનો ખૂબ ઓછી વખત થતો. નિમિષા જેને નિરખવા માટે આખી વાટ પ્રાર્થના કરતી રહેતી કે, બસ આજે તે દેખાઈ જાય. આમ ને આમ બે વર્ષ પસાર થઈ ગયા. હાયર સેકન્ડરી ના પરિણામ આવી ગયા હતા. નિમિષા એ હાયર સેકન્ડરી પોતાના જિલ્લામાંથી કર્યું હતું. ગુંજન ત્રીજા નંબરે આવ્યો હતો. નિમિષાએ નક્કી કર્યું કે, આજે તે ગુંજનને તેના ઘરે જઈને અભિનંદન આપશે અને તેની સાથે દોસ્તી કરવા માટે પહેલ કરશે. અત્યાર સુધી તેમની વચ્ચે ટ્યૂશનમાં એક-બે વાર નોટ્સની લેવડ-દેવડ સિવાય ક્યારેય કોઈ વાત નહોતી થઈ. તે હિમ્મત કરીને ગુંજનના ઘરે તેણીએ કરેલ મક્કમ નિર્ધાર મુજબ પહોંચી તો જાણ્યું કે, તેના પિતાજીની હૈદરાબાદ બદલી થઈ ગ અને તે એક મહિના પહેલા જ ત્યાંથી જતા રહ્યાં છે. તે સૂન્ન થઈ ગઈ, તેની પાસે બોલવા જેવું કંઈ રહ્યું નહોતું. તે બહુ રહી, ખૂબ તડપી તે દિવસે અને બાદમાં પણ. ધીમ-ધીમે સમય વિતતો ગયો પણ તેની અંદર ગુંજન માટે જે પ્રેમ હતો તે હંમેશા એમને એમ અકબંધ રહ્યો.

બરાબર નવ વર્ષ સુધી તેના દિલને કોઈ બીજું સ્પર્શી શક્યું નહીં. તે સોશિયલ સાઈટ્સ પર ગુંજન મહેતાનું નામ શોધવા ફેંદતી હતી.પરંતું સર્ચ રિઝલ્ટમાં કેટકેટલા નામ તેની સામે આવી જતા, પણ બધા નામે તેને માટે બીલકુલ અજાણ્યા લાગતા. તે ઘણીવાર વિચારતી કે, તે શું કરતો હશે ? તેણે બાયો લીધું હતુ, કદાચ ડૉક્ટર બની ગયો હશે ! પછી તે ડૉ. ગુંજન મહેતા ના નામથી સર્ચ કરતી, પણ તેમાનું એકેય નામ તેનાગુંજન નહોતું. પછી તેને નયન મળ્યો, જે તેના જ શહેરનો હતો. નયન તેને બહુ પસંદ કરતો હતો. બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ. એક દિવસ નયને તેને લગ્ન માટે પ્રપોઝ કરી દીધું. આખરે નિમિષા પાસે તેને ‘ના’ કહેવાનું કોઈ કારણ નહોતુ. બંનેના ધૂમધામથી લગ્ન થયા. ગુંજન એક ભૂલાવેલી યાદ બનીને તેના દિમાગને એક ખૂણામાં ગૂમ થઈ ગયો.બધુ બરોબર ચાલી રહ્યું હતું પણ આજે અચાનક આ નંબર તેની સામે આવી ગયો, જેની શોધમાં તેણે અનેક રોંગ નંબર ડાયલ કર્યા હતા. બહુ વિચાર્યા બાદ નિમિષાએ તે નંબર ડાયલ કર્યો ‘હેલ્લો’ બીજી તરફથી અવાજ આવ્યો,નિમિષા આ અવાજને ખૂબ સારી રીતે ઓળખતી હતી. કારણ આ અવાજ જેના અંતરમાં વર્ષોથી ઘર કરી ગયેલ હતો. તેના હાથ ધ્રૂજવા લાગ્યા, તેના મોં માંથી કશું નીકળી શક્યું જ નહીં.

હેલ્લો’ સામેથી બીજીવાર અવાજ આવ્યો ગુંજન‘ ગભરાયેલા અવાજ સાથે નિમિષા, બોલી‘જી…તમે કોણ?’ નિમિષાનિમિષા ઠાકર ! પીળી ભિંત, કેમેસ્ટ્રી બેચ, માથુર સર,’ આ બઘું નિમિષા એક જ શ્વાસમાં બોલી ગઈ.‘અરે…’ તે ચોંકીને બોલ્યોને હા ચૂપ રહી‘નિમિષા, એક મીટિંગમાં છૂ. થોડીવારમાં જ ફ્રી થઈને કૉલ કરું છું.’તેના મ્હોંથી પહેલીવાર પોતાનું નામ સાંભળતા જ નિમિષા એક અલગ જ દુનિયામાં સરી પડી.‘હેલ્લો…નિમિષા…આ તારો જ નંબર છે ને ? હું કૉલ બેક કરુ?’ તેણે પૂછ્યું.‘હાં’ફોન ડિસકનેક્ટ થઈ ગયો.

તે અંદરોઅંદર આકુળવ્યાકુળ થઈ ગઈ, નાશ્તો કરવાનું પણ હવે તેનું મન નહોતું રહ્યું. વારંવાર તે ફોનની સ્ક્રિન સામે જોતી. એક કલાક થઈ ગયો, ગુંજને પાછો ફોન ન કર્યો. મેં કેમ ફોન કર્યો ? ખબર નહીં હવે હું તેને યાદ છું કે નહીં ? ખબર નહીં શું વિચારી રહ્યો હશે મારા વિશે ? તેને પોતાની જાત પર શરમ આવવા લાગી. કહી દઈશ કે, નંબર સેવ નહોતો કર્યો, એટલે કન્ફર્મ કરવા માટે ફોન કર્યો હતો. નમનને ખબર પડી જશો તો ? આમ પણ તે ખૂબ શક્કી મિજાજનો છે, મને મારા બાળપણના ફ્રેન્ડ્ઝ સાથે પણ વાત કરવા દેતો નહોતો. તેનું દિમાગ ફાટી રહ્યું હતું. અનિચ્છાએ તે જિમ માટે તૈયાર થઈ ગઈ. ટ્રેડમિલ પર દોડતા-દોડતા તે પોતાના મનમાંથી ગુંજનના વિચારો બહાર ફેંકી દેવાની કોશિશો કરી રહી હતી કે, તેના ફોનની રિંગ વાગી. તેણે સ્પીડ ઓછી કરી અને ગભરાયેલા મને ફોન રિસીવ કર્યો.‘આઈ એમ સૉરી ? મીટિંગ બહુ લાંબી ખેંચાઈ ગઈ અને પછી એક પછી એક લોકો કેબિનમાં આવતા જ ગયા. હવે નિરાંતે વાત કરી શકું છું.’ ‘હૂં યાદ છું તને ?’કેવી રીતે ભૂલી શકું ? ક્યાંથી વાત કરી રહી છે?’ ‘મુંબઈ’ ‘આટલું હાંફે છે કેમ ?’ ‘જિમમાં છું.’ઓહો હેલ્થ કોન્શિયસ, તુમ તો આમેય બહુ ફિટ છે.’ ‘અગિયાર વર્ષ જૂની વાત બોલે છે તું, જ્યારે હું પંદર-સોળ વર્ષની હતી. ત્યારે તો બધા ફિટ હોય છે.’ તે હસી પડી.‘નિમિષા ! તને મારો નંબર કેવી રીતે મળ્યો ?’ નિમિષાટ્રેડમિલ પરથી ઉતરી ગઈ અને સાઈડ પડેલા એક સ્ટૂલ પર બેસી ગઈ. તેણે રૂમાલથી પોતાનું મ્હોં લૂંછતા કહ્યું, ‘ગુંજન પહેલા તુ પ્રોમિસ કર કે, આ વાત તું કોઈની સાથે શેર નહીં કરે.’ઑફ કોર્સ…પ્રોમિસ’ ‘મારા ફાધર ઈન લૉએ મને આ નંબર આપ્યો. તેમણે ક્યાંકથી મેળવ્યો છે નમનમાટે. નમન મારો હસબન્ડ છે. જેણે હમણાં જ તારી કંપનીમાં સીનિયર મેનેજરની પોસ્ટ માટે ઈન્ટરવ્યું આપ્યું છે. હું તને છેલ્લા દસ વર્ષથી શોધી રહી હતી ગુંજન ! અને આજે મળ્યા ત્યારે બહું મોડું થઈ ગયું છે.’ બંને તરફથી શ્વાસ ભારે થઈ રહ્યાં હોવાના અવાજ આવતા રહ્યા.

‘ખબર છે ગુંજન, મેં મારી લાઈફમાં કોઈ વસ્તુની આટલી ઈચ્છા નથી કરી જેટલી તને એકવાર મળવાની કરી છે.’ નિમિષા તુ મને બહુ પસંદ હતી પણ તું કેટલી ચૂપ રહેતી હતી, ક્યારેય હિંમત જ નહોતી થતી તારી સાથે વાત કરવાની અને તે શહેર પણ નાનકડું જ હતું, ભૂલથી નામ પણ લઈ લો તો વાતો થવાની શરૂ થઈ જતી.’એકવાર વાત તો કરવી હતી.’ નિમિષાના અવાજમાં નારાજગી હતી.ડર લાગતો હતો નિમિષામને યાદ છે વૈભવને તે રસ્તા વચ્ચે કેટલું સંભળાવ્યું હતું, કેમ કે, તેણે તને એક લવ-લેટર આપ્યો હતો અને તારો ભાઈ યોગેશ, તેણે તો ફક્ત તારું નામ લેવાને લીધે વ્યોમેશ અને ભાવેશની ધોલાઈ કરી દીધી હતી.’ ‘હાહાહા… તે મને પસંદ ન હોય તેને તો સંભળાવું જ ને, આમેય શહેરના અડધા છોકરાઓ તો મારો પીછો કરતા જ હતા, તે આપ્યું હો તો કદાચ…’ તે બોલતા-બોલતા અટકી ગઈ. જિમ ટ્રેનરે તેને જિમમાં ફોન પર વાત ન કરવાનો ઈશારો કર્યો ‘હેલ્લો, કદાચ શું…?’ ‘એક મિનિટ હોલ્ડ કર’ તેણે ઈશારામાં જિમ ટ્રેનરને ઈશારાથી સોરી કહ્યું અને બેગ ઉઠાવી જિમની બહાર નીકળી ગઈ.હા, હવે બોલો’બોલી તો તું રહી હતી ને… હું તને લવ લેટર આપત તો કદાચ…’તો કદાચ આજે આપણે સાથે હોત. મેં તને ક્યાં-ક્યાં નથી શોધ્યો?’ ફેસબુક, ઑરકુટ…બધું ફેંદી નાખ્યું.

નિમિષા મને લાગતુ હતું કે, તું મને પસંદ નહોતી કરતી. હું તારી માત્ર એક ઝલક મેળવવા માટે ત્રણ કિલોમીટર સાઈકલ ચલાવીને આવતો હતો. અને તારી ઘરની બાજુવાળા સર પાસે ઈંગ્લિશનું ટ્યૂશન પણ એટલે જ બંધાવ્યું હતું કે તને જોઈ શકું. પણ તું તો મને જોતા જ ઊંધા પગે ભાગી જતી હતી.યાર તું છોકરો હતો, એકવાર તો હિંમત કરવી હતી, વધુમાં વધુ હું ‘ના’ કહી દેત.’ નિમિષાએ ઘરનો દરવાજો ખોલતા કહ્યું.હું સીધો છોકરો હતો. તને શું કામ હેરાન કરતો, તું તો મારી સામે જોતી જ નહોતી અને ‘ના’ સાંભળવા કરતા સારો છે પ્રેમનો ભ્રમ.’હમમ..’ તેણે જિમ બેગ બેફિકરાથી ફેંકી અને સોફા પર લાંબી થઈ ગઈ.‘શું મળ્યું આ ભ્રમથી? દસ વર્ષ તારી રાહ જોઈ…એક પણ અફેર ન કર્યું. BSC કર્યું, MBA કર્યું. આખરે ગયા વર્ષે પોતાના એકલાપણાથી છૂટકારો મેળવવા લગ્ન કર્યા. નમન બહુ ચાહતો હતો મને. મેં તેનું દિલ ન તૂટે તે માટે લગ્ન કરી લીધા.’‘મેં પણ ગયા વર્ષે જ લગ્ન કર્યા.’‘અચ્છા…કઈ તારીખે ?’સત્તર નવેમ્બર.’ ‘મેં અઢાર નવેમ્બર…તારા લગ્નના એક્ઝેટ એક દિવસ બાદ.’ નિમિષાએ ઠંડો શ્વાસ છોડ્યો.‘આપણે એક વર્ષ પહેલા મળી શક્યા હોત તો…’‘તે કોશિશ જ ન કરી ગુંજન, નહીંતર આજે આપણે સાથે હોત અને જો લગ્ન પણ તારા લગ્નના એક દિવસ બાદ જ કર્યા મેં… કોઈ કોઈની આટલી રાહ જુએ છે ?’એવામાં નમનનોફોન આવવા લાગ્યોથોડીવાર પછી કૉલ કરું છું.’ કહીને નિમિષાએ ફોન કાપ્યો અને નમનનો નંબર જોડ્યો…

ક્યારનો ફોન કરું છું. તારો ફોન બિઝી આવી રહ્યો હતો, કોની સાથે વાતો કરતી હતી.’ નમને ગુસ્સાથી ભરેલા અવાજમાં કહ્યું.‘મમ્મી સાથે’ ‘જિમ ન ગઈ આજે ?’ ‘ગઈ હતી, પણ તબિયત ખરાબ થઈ ગઈ એટલે પાછી આવી ગઈ.’શું થયું?’સખત માથું ફાટી રહ્યું છે.’તો સૂઈ જા, ફોન પર કેમ લાગેલી છે યાર’ ‘હા સૂઈ જઈશ.’અચ્છા સાંભળ, અલમારીમાં મારી પાસબુક છે, જરા તેનો અકાઉન્ટ નંબર જણાવ ને.’નિમિષા અલમારી તરફ ગઈ, થોડા કાગળો આમતેમ ફંફોસ્યા બાદ પાસબુક મળી, તેને નંબર કહ્યો, ફોન કપાઈ ગયો. તેણે નિરાંતનો શ્વાસ લીધો અને અને બેડ પર આવીને આડી પડી. બેટરી લૉ થઈ રહી હતી, તેણે ફોનને ચાર્જિંગમાં મૂકી ફરી એકવાર ગુંજનને કોલ કર્યો.

નિમિષા!’ ગુંજને એક જ વારમાં ફોન ઉઠાવી લીધો.નમનનો ફોન હતો, ગુસ્સો કરી રહ્યો હતો કે, મારો ફોન બિઝી કેમ આવે છે?’ઓહ! આટલી નજર રાખે છે તારા પર ?’ ગુંજન હસ્યો‘તું બિઝી હોઈશ, ઑફિસમાં ?’ નેહાએ વાત ફેરવી‘ ના, હૂ બહાર આવી ગયો છું, ઑફિસ પાસેના એક કૉફી શોપમાં.’કેમ ?’વર્ષો પછી જે છોકરી સાથે વાત કરવા જેને હું ચાહતો હતો પણ ડરને કારણે કશું જ કહીં ન શક્યો અને આજે ખબર પડી રહી છે કે, તે પણ મને ચાહતી હતી.’નિમિષાએ પડખું ફેરવ્યું અને તકિયાને આલિંગનમાં લઈ લીધું.‘મેં બે-ચાર ચક્કર લગાવ્યા, પણ પ્રેમ જેવું કંઈ ન થયું.’ ગુંજનને કહ્યું‘શું નામ છે તારી વાઈફનું?’ રશ્મી…’‘તું ક્યાં જોબ કરે છે’જોબ છોડી દીધી. અત્યારે માત્ર હોમમેકર. કોઈ સ્ટાર્ટ અપ શરૂ કરવાનું વિચારી રહી છું. પણ તું ડોક્ટર બનવાનું વિચારતો હતો. CS કેવી રીતે બની ગયો ?’ ‘બસ ટ્વેલ્થ પછી બી.કૉમ કરી લીધું, પછી ટ્યૂશનમાં કોઈ સુંદર છોકરી મળી જ નહીં, જેના સાથે બાયો ભણવામાં મજા આવે.’ તે જોરથી હસી પડ્યો.હા મારા માર્ક્સ વધારે આવતા હતા અને તારું મ્હો પડી જતું હતું’ નિમિષા હસીને બોલી.‘તારું નહોતુ પડી જતું…ઈગો હર્ટ થઈ જતો હતો ને ? હાયર સેકન્ડરી માં તે ડિસ્ટ્રિક્ટ ટૉપ કર્યું, એ શરમમાં મેં શહેર છોડી દીધું.’ ગુંજને હસીને કહ્યું.‘તને ખબર હતી કે, મેં ટૉપ કર્યું હતું ?’ નિમિષાએ ચોંકીને પૂછ્યું.આખા શહેરને ખબર હતી મેડમ, અને અમે તો તમારી ખોજ-ખબર રાખનારા હતા.’ ‘તો પછી બાદમાં કેમ ન રાખી ? ખબર છે મેં તારા ચક્કરમાં મેં પોતાનું નામ ગુંજનીઅને તારું નામ મારી મરજીથી ફક્ત ‘નિમી‘ રાખ્યું હતુ, અને કવિતાઓ પણ લખી એ નામથી.’અચ્છા…સંભળાવ’ હવે કઈ યાદ છે ? તે રોકકળ વાળી, પહેલા પ્રેમ ટાઈપ, પણ વિશ્વાસ નથી થઈ રહ્યો આજે કે, તારી સાથે વાત કરી રહી છું.’ ‘વિશ્વાસ તો મને પણ નથી આવી રહ્યો, ઑફિસ અધવચ્ચે છોડી મજનૂની જેમ તારી સાથે વાતો કરી રહ્યો છું, પણ આ હકીકત છે નિમી.’ ચાલશે ‘નિમી‘ કહીશ તો ? એ પણ હકીકત છે કે, એક દિવસ મને ઊંઘતી છોડીને શહેર છોડીને જતો રહ્યો હતો, ગુંજન મહેતા…. .’ ‘હાહાહા… વાહ, શું સિમિલી યૂઝ કરી છે.’ તે ચૂપ રહી. મનમાં ને મનમાં તે ગુંજનને મહેસૂસ કરી રહી હતી અને તેના અવાજને પોતાની આત્માના ઉંડાણ સુધી ઉતારી લેવા માગતી હતી.મારું મન કહી રહ્યું છે કે, તને મળવા અત્યારે જ મુંબઈ આવી જાઉ.’મન તો મારું પણ ખૂબ થઈ રહ્યું છે, પણ હવે મળીને શું થશે ગુંજન ? આપણે તો દસ વર્ષ પહેલા જ મળ્યા વિના અલગ થઈ ગયા હતા.’‘નિમિષા!’ગુંજન!’ બંને તરફ મૌન છવાઈ ગયું.પણ મારી આત્માની એક ઈચ્છા હતી કે, તમે એકવાર જણાવી શકું કે, હું કેટલો પ્રેમ કરતી હતી તને ! આજે મારી તે ઈચ્છા પૂરી થઈ ગઈ, મનમાં હંમેશા થનારી બેચેની આજે હટી ગઈ.’ ‘પણ મારી બેચેની વધી ગઈ. જે ઈચ્છા મારા દિલમાં દબાયેલી રહી ગઈ હતી તે આજે પૂરી થઈ જ્યારે હું તે વિશે ભૂલી ચૂક્યો હતો. જાણે સમય અગિયાર વર્ષ પાછળ જતો રહ્યો હોય…અફસોસ મેં એકવાર કહી દીધું હોત.

હવે તે સમય પાછો નહીં આવે ગુંજન, આપણા બંનેના લગ્ન થઈ ચૂક્યા છે, બધુ બરાબર ચાલી રહ્યું છે આપણી લાઈફમાં, હવે આપણે મળીશું તો બધું વિખેરાઈ જશે…!’ ‘હા, કદાચ તું સાચું કહી રહી છે…નમન અને રશ્મિ નો શો વાંક?’ગુંજન હવે આપણે ક્યારેય વાત નહીં કરીએ. નહીંતર મારું નમન સાથે રહેવું મુશ્કેલ થઈ જશે.’નિમિષા, તને હંમેશા કહેવા માગતો હતો કે, યૂ આર રેયર કોમ્બિનેશન બ્યૂટી વિથ બ્રેઈન. આજે લાગે છે કે, તારા ભાઈના હાથનો માર ખાઈ લીધો હોત તો પણ કંઈ નુકસાન નહોતું.’ ‘ડરપોક હંમેશાં નુકસાન વેઠે છે, ખેર, આપણો પ્રેમ તો પૂરો થઈ શક્યો, ભલે છેક આજે આપણે એકબીજાને કહી શક્યા. પણ હવે આપણી દુનિયા અને રસ્તા વચ્ચે બહુ મોટું અંતર છે.’‘થેંક્સ નિમી, તુ બહુ સારી છે, થેંક્સ કે, તે મને આજે ફોન કર્યો. જિંદગીમાં આવો સંયોગ બનશે એની કલ્પના પણ મને ક્યારેય નહોતી.’ ‘મારો નંબર ડિલીટ કરી દેજે અને ખુશ રહેજે હંમેશા..’ નિમિષાએ કહ્યું‘તું પણ ખુશ રહેજે અને, જોબ જરૂરથી જોઈન કરી લેજે.’ ‘બાય ગુંજન અને‘ ફોનડિસકનેક્ટ થઈ ચૂક્યો હતો. બંનેએ પોતાની આંખો બંધ કરી લીધી અને તેમાંથી ધીમા પગલે ગંગા-જમનાના અશ્રુ બહાર નીકળી રહ્યા હતા.

भूली बिसरी यादें जब सामने आती है तो, होनी की अनहोनी हो जाती है |


DIPAKCHITNIS

dchitnis3@gmail.com

(DMC)