જ્યોતિ ની વેદના Paras Vanodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જ્યોતિ ની વેદના

જીવનમાં એનું જ
આકર્ષણ સચવાઈ રહે છે,
જેનું રહસ્ય નથી ખુલતું.🦚
(woman domestic violance)
વહેલી સવાર ની પોર માં મુંબઈ જેવા ભાગતા શહેર માં શાંતિવીલા સોસાયટી નાં એક અગાસી ને અડેલા ફ્લેટ ની અંદર આરતી રસોડા માં ચા બનાવતી બનાવતી બહાર બેઠેલા તેના પતિ પરમેશ્વર ને સાદ પાડી ને કહે છે. સાંભળો છો આપણી સામે નાં ફ્લેટ માં રહેવા માટે નવા પડોસી અવિયા છે તમને ખબર છે? 24 કલાક ચાલતા મુંબઈ શહેર માં અવાજ નાં ગરમાવો માં આરતી નો પતિ સંજય સરખું સાંભળી નથી શકતો.એટલે પૂછે છે શું બોલે છો બહાર આવી ને થોડું જોરથી બોલ...ત્યાં હાથ માં ચા ગાળવાની ગર્ની લઈ ને તાજું કમળ ફૂલ હજી ખીલિયું જ હોય તેની જેવી સૌન્દર્ય થી ભરપુર ગુજરાતી સાડી પહેરી ને આરતી સંજય ની સામે આવે છે. એક વખત તેની સામે જોતા જ સંજય નાં હાથ માંથી પેપર પણ નીચે પડી જાય છે.


આરતી: તમને ખબર છે આપણી સામે નાં ફ્લેટ માં સાંજે રહેવા માટે નવા પડોસી આવિયા છે?


સંજય: નાં!કાલે હું ને વજુભાઈ(સોસાયટી નાં સેક્રેટરી) બંને સાથે જ ઊભા હતા પણ તને મને કઈ કીધું નથી આ બાબતે!


આરતી: નાં એતો સવાર માં દૂધ વાળો અવિયો હતો હું દૂધ લેવા ગઈ હતી તો સામે નાં ઘર માં કોઈ 2 જણાં ઊભા હતા.

સંજય: આવા મુંબઈ જેવા પ્રખ્યાત શહેરો માં હર દિવસ કેટલાય માણસો અહીંયા વસવાટ કરવા આવતા હશે. એમાં પણ આપણી આ સોસાયટી માં માત્ર ગુજરાતી ઓ ને જ ફ્લેટ ભાડે દેવામાં આવે છે. તો નક્કી કોઈ 'gujarati' જ હશે.

આરતી અને સંજય નાં લગ્ન ના હજી 7 મહિના જ થયા હતા. ગુજરાત ના રાજકોટ જિલ્લા ના ઉપલેટા નાં વતની હતા.સંજય ને મુંબઈ માં વિશ્વવિખ્યાત કંપની માં CA ની નોકરી મળી હતી.તેથી આરતી અને સંજય બને મુંબઈ માં સ્પેશિયલ ગુજરાતી માટે બનેલી શાંતિવિલા સોસાયટી માં એક ફ્લેટ રાખ્યો હતો.

સંજય 10 વાગ્યે પોતાના કામ પર હાજર રહેવા માટે ઘરે થી નીકળી ગયો. આરતી નાં હાથે ટિફિન લઈને સંજયે આરતી નાં માંથે એક ચુંબન લઈ ને (નવા નવા લગ્ન ની નિશાની) ઓફિસ પર પહોસિ ગયો.

સાંજ નો સમય હતો ઉકળતા ગરમ સૂર્ય નો તાપ હજી થોડો ઠંડો પડિયો હતો અને ઓફિસ નું બધું કામ પતાવી ને 7 વાગ્યે સંજય તેના ઘર નાં દરવાજા ની ડોરબેલ દબાવે છે. ટિફિન લઈ ને ઊભા સંજય ને દરવાજા ખોલતા ની સાથે જ આરતી પોતાની બાહોમાં લઈ પોતાનો પત્ની પ્રેમ દેખાડે છે.સાંજ નું જમવાનું પતાવી ને બંને સોફા પર બેઠા ટીવી જોતા દિવસ ભર થયેલી યાદો ની વાતો કરવા લાગે છે.સંજય પોતાની આખી દિનચર્યા ની ચર્ચા કરિયા પછી આરતી કહે છે આજે હું સામે જે નવા રહેવા આવીયા તે પાડોશી ને મળવા ગય હતી. તે ભાઈ તો ઘરે નોતા પણ તેના પત્ની જ્યોતિ બેન ઘરે હતાં.તો હું તેમને મળી હતી બોવ સારા માણસો છે.

અને હા તમને ખબર છે!! તે આપણા જ ગામના છે આરતી એ સંજય ની આંખ માં જોઈ ને કહ્યું?
આપણા ગામના મતલબ? ઉપલેટા નાં છે?સંજય બોલી ઉઠ્યો.


આરતી:હા જ્યોતિ બેન આપણા ગામના(પિયર તેનું ત્યાં) છે. પણ તેના પતિ ઉપલેટા ની બાજુના ગામ ના છે.

સંજય ધીરે થી તેનો હાથ આરતી ની પાતળી કમર તરફ લઇ જાય છે બંને મસ્તી નાં મૂડ માં આવી જાય છે.

રવિવાર ની રજા હોવા નાં કારણે આજે સંજય અને આરતી મોડે સુધી સુઈ રહે છે સવાર નાં 7 વાગ્યે તેના ઘર નો બેલ સાંભળવાની સાથે આરતી ઉઠી ને જુવે છે તો સામે નાં નવા ફ્લેટ માં રહેવા આવેલી જ્યોતિ તેના ઘર આંગણે ઊભી હોય છે.

જ્યોતિ: સોરી! તમને મે ડિસ્ટર્બ કરીયા.
આરતી: નાં કહો ને?
જ્યોતિ: મારે ત્યાં ગેસ નાં સ્ટવ નું લાઇટર ખરાબ થય ગયું છે તમને વાંધો નાં હોય તો ઘડીક વાર તમારું અપસો.
આરતી: હા ચોક્કસ.(જ્યોતિ લાઇટર લઈ ને જતી રહે છે અને આરતી પાછી દરવાજો બંધ કરી ને સુઈ જાય છે.)

સવાર નાં 10 વાગ્યે આરતી અને સંજય ઉઠે છે અને સંજય પોતાનું છાપુ(પેપર) લઈ ને બેઠો હોય છે ત્યાં આરતી કહે છે સંજય સાંભળો છો સામે વાળા જ્યોતિ બેન આપણું લાઇટર લઈ ગયા છે તમેં જરીક લઈ આવો ને......(સંજય સામે નાં ઘર તરફ જાય છે. દરવાજે ઉભો રહી ને બેલ વગાડે છે) સંજય ની નજર તે ફ્લેટ નાં નામ નાં પ્લેટ ઉપર હોય છે તે નામ વાંચતો હોય છે. દેવજી પરમાર અને બીજું જ્યોતિ પરમાર નું નામ હોય છે.

ત્યાં તે ભાઈ દરવાજો ખોલે છે. થોડોક દેખાવ માં મોટી ઉમર નો,મોઢા પર ભારો ભાર મૂંછ અને માથા માં ટાલ પડવાની શરૂઆત દેખાવા માં.

આવો કોનું કામ છે ભાઈ? નવા પડોસી દેવજી પરમાર પૂછે છે (થોડીક ગામડા ની તળપદી ભાષા નું ઉચ્ચારણ તેની વાત પરથી તરી આવતું હતું.) ઉમર 30 વટાવી શુક્યાં હોય તેવું લાગતું હતું.

મારું નામ સંજય છે હું તમારી સામે નાજ ફ્લેટ માંજ રહું છું.એમ કહી ને સંજય સામે હાથ લંબાવે છે બંને હાથ મેળવીને એક બીજા વિશે વાત કરે છે.સંજય લાઇટર નું કેછે ત્યારે
ધનજી: જ્યોતિ લાઇટર(કઈ ને થોડા ઉચા અવાજ માં બર્કે છે જ્યોતિ બાથરૂમ માં હોવાથી કહે છે રસોડા માં પડિયું છે લઇ લ્યો ને ધનજી ફટાફટ લાઇટર આપીને દરવાજો બંધ કરી દીધો.

સંજય લાઇટર હીરો ની માફક હવા માં ફેરવતો પોતાના ઘર તરફ વળે છે. અને તેના ઘર માં જાય છે. રવિવાર ની રજા હોય છે અને થોડીક ગરમી એ પણ રજા રાખી હોય છે મઝાનું એવું વાદળ છાયું વાતાવરણ હોય છે. બપોર ના સમયે સંજય અને આરતી ને તેની બાજુ ના ઘર માંથી જોર જોર થી બોલતા હોય તેવા અવાજ આવતા હોય છે.જ્યોતિ અને દેવજી અંદરો અંદર લડતા હોય છે પણ આરતી અને સંજય તેમાં પાડવા માંગતા નથી હોતા.અચાનક કઈ ક ફૂટવાનો અવાજ આવે છે બંને બહાર દોડી જાય છે અને જુવે છે તો દેવજી ઘર નો દરવાજો જોરથી ભટકાવી ને બહાર જતો રહે છે.

વખત વીતતો જાય છે આજે શાંતીવિલા સોસાયટી માં સંજય નાં પાડોશી ને આવવાના 15 દિવસ વીતી શુકયા હોય છે. આ પંદર દિવસ ની અંદર સંજય અને આરતી ને તે ઘર માંથી ઘણી વાર ઝઘડા અને કેટલી વાર તો વાસણ પડવાના પણ અવાજ આવતા હોય છે.(આરતી અને સંજય ને ખબર પડી જાય છે આ બંને નું રોજ નું જાઘડવાનું ચાલુ જ હોય છે)

હજી સુધી બધા લોકો એક બીજા ને મળી શૂક્યા હોય છે પણ સંજય અને જ્યોતિ એક બીજા થી અંજાન હોય છે તે લોકો એક બીજા ને માળિયા નથી હોતા.

જ્યારે જ્યોતિ અને સંજય એક બીજા ને મળશે ત્યારે બંને એક બીજા ને..........(કંઇક તો હશે બંને વચ્ચે)જાણીશું બીજાં ભાગ માં❤️ Next part માં હું સંજય નું પાત્ર બની ને આ સ્ટોરી આગળ વધારીશું ..❤️