જીવન પરિણય
આમ તો પ્રેમ અને મૃત્યુ એ બે એવી બાબત છે, જે ક્યારે ઘટે એ વિશે તમને ખ્યાલ હોતો નથી. બાકી જન્મથી લગ્ન સુધીની બાબતોમાં આપણને ભલે ચોક્કસ તારીખ કે સમય ખબર નહીં હોય, પરંતુ એવું કશુંક ઘટવાનું છે વિશે જરૂર ખ્યાલ આવી જાય છે. હું તો એમ કહીશ કે આકસ્મિક મૃત્યુ સિવાયના કિસ્સામાં તો મૃત્યુ વિશે પણ ખ્યાલ આવી જાય પરંતુ આ પ્રેમ એવો છે કે, એ તો થાય ત્યાર પછી જ ખબર પડી જાય કે, ‘હા…હા….હા…..મને તો પ્રેમ થઈ ગયો છે.’
આ વાત હું આપની સમક્ષ સ્વાનુભવે કહી રહેલ છું કહુ તો તે બાબત અસ્થાને નહીં ગણાય. વાત એમ બનેલી કે હું અને નમકીન બંને એક જ બેન્કમાં નોકરી કરતા. હાલમાં હવે તો સામાજીક તાંતણે બંને બંધાઇ ગયા એટલે કે અમે પરણી ગયા અને હવે અમે અલગ અલગ બેન્કોમાં નોકરી કરતાં, પરંતુ પહેલા અમે એક જ બ્રાન્ચમાં બાજુ બાજુમાં બેસીને કામ કરેલું. પ્રાઈવેટ બેન્કનું કલ્ચર એવું મજાનું હોય કે અહીં આખો દિવસ અમે બધા કામ પણ કરતા હોઈએ અને ચાલું કામે એકબીજા સાથે અમારી મજાકમસ્તી પણ ચાલુ હોય. આમેય અમારા સ્ટાફમાં મોટાભાગે જુવાનીયા જ હતા એટલે બધાને સાથે કામ કરવાની પણ ખૂબ મજા આવતી.
એવામાં નિતીન અને મારે બાજુબાજુમાં બેસવાનું આવતું એટલે અમારું એકબીજા સાથે વાત કરવાનું ઘણું બનતું. આ તો ઠીક અમારા બેંકના ગ્રાહકોના કોઈક પ્રશ્નો હોય અને અમને એમાં સમજ નહીં પડે તો અમે સાથે બેસતા એટલે એકબીજાને પૂછી લેતા અને એકબીજાની આ રીતે મદદ કરી લેતા. આ નજદીકીને કારણે પછીથી તો અમે એકબીજા સાથે બપોરનું લંચ પણ લેવાનું શરૂ કર્યું. બેન્ક હોય એટલે અમારે બધાએ વારાફરતી બે-ત્રણના ટોળામાં જવું પડે. એટલે જમતી વખતે હું અને નિતીન બે જ જણા હોઈએ, જે દરમિયાન અમારી વચ્ચે એકબીજાના ઘરની, શોખ વિશેની, એકબીજાને ભાવતી વાનગીઓ કે એકબીજાના ગમા-અણગમા વિશેની અનેક પ્રકારની વાતો થતી રહે. વળી, નિદાનનો બેંકમાંઆવવાનો રસ્તો પણ મારા ઘર તરફથી જ હતો. એટલે ઑફિસેથી જતી વખતે પણ એ મને લેતો જાય અને ઘર આગળ ઉતારી પણ જાય.
આમ જો કહેવા જઇએ તો ખૂબ જ ટૂંકા સમયમાં અમે એકબીજાની ખૂબ નજીક આવી ગયા અને એકબીજા સાથે લગભગ તમામ વાતો શેર કરવા માંડ્યા. જોકે ત્યારે અમને એ વાતની ખબર નહોતી કે અમારી વચ્ચેની જે નજીકતા હતી એ માત્ર દોસ્તી પુરતી મર્યાદિત નહીં, પરંતુ એક પ્રકારનો પ્રેમ હતો. પરંતુ અમે બંને એમ માનતા રહ્યા કે, અમારી વચ્ચેની નિકટતા એ માત્ર ને માત્ર દોસ્તી જ છે.
પરંતુ અમને ખબર ત્યારે પડી જ્યારે નિતીનની બીજી શાખામાં બદલી થઈ ગઈ અને અમારી વચ્ચે દૂરી આવી ગઈ. એની બદલી થઈ પછી એ તો મને અને અમારા આખા સ્ટાફને મીસ કરતો, પરંતુ હું જ્યારે મારી ખુરશી પર બેસતી અને કામ કરતી ત્યારે રહી રહીને મારી નજર મારી બાજુમાં જતી અને હું નિરાશ થઈને મારી સ્ક્રીન પર જોતી. અને ક્યારેક તો એવું થતું કે, મને કંઈક જરૂર પડે કે મનમાં સવાલ ઊઠે તો હું તરત એની ચેર તરફ જોઈને, ‘નિતીન…’ એમ કહું અને દુઃખી થઈને પાછી મારા કામમાં પરોવાઈ જાઉં.
જો ખરેખર કહું તો હું રીતસરની એને મીસ કરવા માંડી હતી. એક દિવસ હું એને ખૂબ મીસ કરી રહી અને સતત એવું ફીલ કરી રહી હતી કે, કાશ એ મારી પાસે હોય. આ કારણે એક્સાઈટ થઈને મેં એને મેસેજ કરી દીધો કે, ‘I am missing you…’ Nitin અને બીજી જ પળે એનો મેસેજ આવ્યો કે, હું પણ તને એટલી જ મીસ કરું છું, જેટલો તું મને કરે છે. હજુ તો આ મેસેજ સરખો વાંચુ એટલામાં એનો બીજો મેસેજ આવ્યો કે, કદાચ હું તને પ્રેમ કરું છું એટલે જ મને આવી ફીલિંગ થઈ રહી છે તારા માટે….
એટલે મેં પણ એને સામો જવાબ આપ્યો કે, યસ મને પણ આમ જ કંઇક એમ જ લાગે છે કે, હું તને પ્રેમ કરું છું. અને બસ કોઈ પણ જાતની રોમેન્ટિક ઔપચારિકતા વિના અમે એકબીજા સામે એકરાર કર્યો અને અમે મિત્રોમાંથી પ્રેમી બની ગયા. મજાની વાત એ થઈ કે પછીના ત્રણ જ મહિનાના ગાળામાં જ નિતીનની બદલી મારી બ્રાન્ચમાં થઈ અને એને દિવ્યાંગલાલ મારી બાજુમાં ગોઠવાઈ ગયા.
પછી લગભગ છ મહિના સુધી અમે એકબીજાની સાથે રહ્યા અને અમે ખૂબ મજા કરી અને એકબીજાના પ્રેમને, એકબીજાના સહવાસને ખૂબ માણ્યો. આખરે છ મહિના પછી અમે બંનેએ અમારા ઘરે જાણ કરી. અમને ખબર હતી કે, ભલે અમારી બંનેની જ્ઞાતિ અલગ હોય, પરંતુ અમારા માતા-પિતા અત્યંત આધુનિક હતા એટલે અમને કોઈ ના પાડવાનું ન હતું. અને થયું પણ એવું જ. અમારા ઘરના લોકોએ અમારા નિર્ણને હોંશે હોંશે વધાવ્યો અને અમે પરણી ગયા. અલબત્ત, લગ્ન થયા પછી તરત જ અમારા બેમાંથી એકે બેન્ક બદલવા પડે એવું હતું એટલે મેં એ બેંન્ક રાજીનામું આપ્યું અને બીજી બેંન્કમાં નોકરી લીધી. આમ એક મજાના લાગણીના વિરાટ સંબંધોને જીવનના પરિણયમાં ફેરવી દીધાં.
DIPAKCHITNIS dchitnis3@gmail.com