2040 ની મોંઘવારી Jatin Bhatt... NIJ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

2040 ની મોંઘવારી

2040 ની મોંઘવારી

ધારો કે તમને અચાનક લાંબી ઊંઘ આવી ગઈ, સમજો ને કે અનકોન્સિયસ થઈ ગયા અને તમે હવે જાગો છો સીધા 17 વર્ષ પછી એટલે કે 2040 માં,(ભાઈઓ, પત્ની હજી છે, બાળકો ના લગ્ન થઈ ગયા છે, એમને પણ છોકરાઓ છે, પણ આપણો ટોપિક બીજો જ છે ,ઓકે?!!!)
' મેં કહાં હું, કહાં સે આયા હું, મુજે કુછ યાદ ક્યું નહી આ રહા?!! '
આવા બધા ડાયલોગ આપણે સ્કીપ કરીએ છીએ અને બધું યાદ જ છે એવું માની ને ચાલીએ,
હવે તમને બધુ યાદ તો છે કે આ વસ્તુ નો આ ભાવ છે કે ફલાણું આ ભાવ માં મળે છે ,પણ એ 2023 પ્રમાણે,
અત્યારે તમારે જસ્ટ જોવું છે કે માર્કેટ માં 2023 પ્રમાણે રૂપિયા લઈને જઈએ તો 2023 ના ભાવ પ્રમાણે જે માપ માં વસ્તુ ઓ આવે છે એજ ભાવ માં અત્યારે એટલે 2040 માં કેટલું માપ આવી શકે?

તો ચાલો જઈએ 2040 મા અને જોઈએ કે કેટલું માપે આવે છે :

ચા વાળા ને: ' ભાઈ લે આ દસ રૂપિયા, જરા ચા આપી દે ને?'
ચા વાળો (મોંઢું બગાડીને): ' મોંઢું ખોલો',
અને ચા વાળો ડ્રોપર થી ગણીને 5 ટીપાં નાખશે, (બે મિત્રો સાથે હોય તો એક મિત્ર 3 અને બીજો 2 ટીપાં નખાવશે, ચા વાળા ને દયા આવે તો ત્રીજું ટીપુ નાખી પણ આપે, એ તો એના મૂડ પર આધાર )સાથે ટોસ્ટ નો ભૂકો પણ ભભરાવી આપશે (એના 10 રૂપિયા અલગ ભાઇ)

સાલુ, સિંગતેલ 250 રૂપિયે 1 લિટર માનીને લેવા ગયો તો દુકાન વાળો બોલ્યો: ' કાકા, ઘેર થી નાની વાડકી લઈને આવો '

સફરજન: 2023 માં 100 રૂપિયા ના કિલો છે,2040 માં,
' ભાઈ 100 ના સફરજન આપો ને '
સફરજન વાળો એક સફરજન ના 8 ટુકડા કરશે એમાંથી તમને એક ટુકડો આપશે (અમુક લવરિયા ઓ તો એનાય બે ભાગ કરશે અને અડધી અડધી ચિરી સામસામે ખવડાવશે),

2023 માં 500 રૂપિયે મીટર કાપડ હવે 2040 માં 500 રૂપિયા માં રૂમાલ જેટલો આવશે
' ભાઈ આટલા કાપડ થી શું થશે'
' ચડ્ડો , એમ પણ હવે લોકોના શરીર પર આજ દેખાશે'...

સિનેમા: 2023 માં 180 થી 250 રૂપિયા ની એક ટિકિટ
2040 માં આટલા જ રૂપિયા માં પહેલા 15 મિનિટ ત્યારપછી
જેમ જેમ રિફિલ કરો તેમતેમ પિક્ચર આગળ વધશે ...

નર્સરી વાળો: 2023 માં 200 રૂપિયા માં કુંડુ ભરીને માટી નાખી આપે છે, 2040 માં 1 વાડકી માટી નાખી આપશે ,પાછો કહેશે પણ ખરો કે આ તો તમે છો એટલે બાકી તો 200 માં એક જ ચમચી માટી આવે ...

રિક્ષાવાળો તમને 15 રૂપિયા માં 100 મીટર થાય એટલે છોડી દેશે...

પગે પહેરવાના સ્લીપર: 2040 માં 200 રૂપિયા આપશો એટલે તમને દુકાનવાળા સ્લીપર ની પટ્ટીઓ આપશે (હા ભાઈ, બે આપશે , હાં)...

ગોલ્ડ: 50000 નું 10 ગ્રામ,2040 માં તમે 50000 નું ગોલ્ડ લેવા જશો એટલે સોની તમને સોનાના ઢોળાવ વાળી ઇમિટેશન જ્વેલરી બતાવશે...

ગાડી:
'ઓ હલો, ગાડી લેવી છે,'
'જી સર, બજેટ? આઇ મીન કેટલા રૂપિયા વાળી જોઈએ છે ?'
' 7 લાખ'
સેલ્સમેન ( મોંઢું બગાડીને):' ના આવે સર, તમારા જેવા માટે પેલી બાઇક પડી છે એ આવશે'...
' પણ આ તો 100 સીસી વાળી છે?'
'હા તો એજ આવે ને યાર?!!!!' (મનમાં, કેવા કેવા લોકો ઊંઘમાંથી ચાલી આવે છે?!!!)

જે લેખક મહાશય 5000 માં એક કોલમ લખતા હશે એ 2040 માં એક ફકરો લખીને આપી દેશે...

ડોરમેટ્રી : નો કૉમેન્ટ (જાતે વિચારી લેવાનું)

બસ, તમારા સંબધો, જો જળવાયેલા હશે તો એ એવા ને એવા જ રહેશે એની ગેરંટી, એમાં કોઈ મોંઘવારી નઈ આવે,પછી ભલે વહાલા સગાઓ સાથેના હોય કે પરમ મિત્રો સાથેના...
.
.
.
જતીન ભટ્ટ ( નિજ)
94268 61995