ધ સ્કોર્પિયન - પ્રકરણ -35 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ સ્કોર્પિયન - પ્રકરણ -35

ધ સ્કોર્પીયન

પ્રકરણ -35

 

સોફીયા એનાં ટુરીસ્ટ ફ્રેન્ડ્ઝ સાથે બેઠેલી એ ખુબ ખુશ જણાતી હતી. જ્હોને સોફીયાને જોઈને કહ્યું "સોફીયા યુ આર લુકીંગ વેરી બ્યુટીફૂલ એન્ડ ફ્રેશ...આઈ મીન...યુ આર નાઉ ઓકે એન્ડ ફીટ..’.સોફીયાએ તરતજ સમય ચોર્યા વિના કહ્યું “યસ જ્હોન...આઈ એમ.. થેન્ક્સ ટુ દેવ...” ત્યાં દેવ એલોકો પાસે આવી ગયો અને જ્હોને દેવને જોઈને કહ્યું “હાય દેવ અમે તારીજ વાત કરી રહેલાં. સોફીયાને બચાવી લેવા માટે આખાં ગ્રુપ તરફથી થેન્ક્સ કહું છું”. અને સોફીયા પણ તનેજ ક્રેડીટ આપી રહી છે વળી એ સાચું પણ છે.”

દેવે સોફીયા સામે જોયું અને બોલ્યો “એમાં શું તમે મારી સાથે ટુર માટે આવ્યાં છો મારી ફરજ હતી એમાં એ સમયે સોફીયા હોય કે બીજું કોઈ હું આમજ મારી ફરજ બજાવત.” જ્હોને કહ્યું “યસ...યસ . થેન્ક્સ...”

સોફીયાએ દેવનું કહ્યું સાંભળ્યું પણ ક્યાંક એને ઊંડે ઊંડે ચચર્યું પણ કઈ બોલી નહીં એ પ્રેમભરી નજરે દેવ સામેજ જોઈ રહી હતી.

દેવે જ્હોન બધાંને કહ્યું “તમે અહીં કમ્ફર્ટ ઝોનમાં છો કોઈ ચિંતા ના કરશો અહીંના બધાં મોટાં મોટાં માણસો પાર્ટીમાં આવવાનાં છે તમે એન્જોય કરી લો પછી આપણે અહીંથી નીકળી આપણી હોટલે પહોંચી જઈશું” પછી એણે દુબેન્દુને ધીમેથી કહ્યું “દુબેન્દુ સિદ્ધાર્થ સરે પાર્ટીની ઘણી મોટી તૈયારી કરી છે. કંઈક તો એમનું પ્લાનીંગ છે એ ચોક્કસ.’ દુબેન્દુ કહે “જેવું તેવું નહીં મોટું પ્લાનીંગ છે...”

દેવે કહ્યું “દુબેન્દુ અહીં પેલાં ટી ગાર્ડનનાં માલિક રુદ્ર રસેલ આવેલાં છે એમની ઓળખાણ પાકી કરવી પડશે એમનાં વિશે મેં ઘણું સાંભળ્યું છે વળી તેઓ ખુબ ધાર્મિક છે ચુસ્ત સનાતની છે એમની પાસે એવું કહેવાય આખું કલીંપોંગ અને દાર્જિલીંગ છે...દેશ વિદેશનાં બધાં રાજકારણીઓ સાથે ઘનિષ્ઠ સબંધો છે. મારાં પાપાએ પણ ઘણીવાર વાતચીતમાં એમનો ઉલ્લેખ કરેલો છે. એક સેકન્ડમાં એ પોતાનું કામ કઢાવી શકે એટલી ઓળખાણો અને દબદબો છે.”

ત્યાં હોટલનાં બેન્કવેટ હોલનાં દરવાજેથી રુદ્ર સુરેલ અંદર આવ્યાં સિદ્ધાર્થ અને હોટલનાં મેનેજર બધાં ગેસ્ટને આવકારવા લાગ્યા અને એમની સીટ પર લઇ ગયાં ત્યાં પાછળ એમનો સીક્યુરીટી કમ ખાસ માણસ ગણપત ગોરખાએ એન્ટ્રી મારી અને સિદ્ધાર્થની નજર - દેવની નજર એ તરફ ગઈ એની સાથે બીજા બે બોડીગાર્ડ હતાં એકદમ ફીટ પહેલવાન જેવાં એલોકો અંદર આવ્યાં અને છેક પાછળ તરફ જઈને બેઠાં. સોફીયા આવનાર લોકોને આશ્ચર્યથી જોઈ રહી હતી અને છેલ્લે જે લોકો આવ્યાં એનાંથી એને ડર લાગી ગયો હતો.

સિદ્ધાર્થે બધાનાં આવી ગયાં પછી બેન્કવેટ હોલની મધ્યમાં જઈને આજની પાર્ટી અંગે એનાઉન્સમેન્ટ કર્યું સિદ્ધાર્થે બધાને એટેનશનમાં લીધાં અને કહ્યું “કલીંમપોંગનાં બધાંજ મહાનુભાવો, સરકારી અફસરો, મોટાં વેપારીઓ ખાસ કરીને મુખ્ય મહેમાન શ્રી રુદ્રજી રસેલ, શ્રી શૌમીક બસુનું હું આપણી ઝરમર મૌસમ ટુરીસ્ટ માટે ફેસ્ટીવલ એવાં સમયમાં બધાનો સત્કાર કરું છું.”

“કલીંમપોંગ એન્ટી ડ્રગ્સ નાર્કોટીક્સ ડીપાર્ટમેન્ટ તરફથી આપ સહુને કલીંમપોંગને વધુ રમણીય બનાવવા સ્વચ્છ રાખવા અને દેશ પ્રદેશનાં પ્રવાસીઓને સંપૂર્ણ સંરક્ષણ આપવા અભિયાન ઉપાડ્યું છે એમાં બધાંનાં સહકારની અપેક્ષા જુદા જુદા ક્ષેત્રની વિભુતીઓ અહીં હાજર છે સર્વનું અભિવાદન કરું છું વિશેષ આનંદની વાત છે કે આપણાં અહીંના દાર્જિલીંગ કલીંમપોંગ વિસ્તારમાં દેશ વિદેશથી લોકો ફરવા , એમની મૂવી માટે શૂટિંગ માટે આવી રહ્યાં છે અને એ અંગે પરમીશનની અરજીઓ પણ આવે છે. આશા રાખું છું કે આ સ્નેહમિલનથી આપણા ક્ષેત્રનો બહુવિધ્ય વિકાસ થશે.”

“સર્વ મહેમાન, મિત્રોને આજની પાર્ટી ખુબજ રંગેચંગે માણવા માટે આગ્રહ છે તમારો સહકાર અને ક્ષેત્ર માટેનાં વિકાસ માટે અનુદાન આવકાર્ય છે.”

બધાએ તાળીઓનાં ગડગડાટથી સિદ્ધાર્થ સરને વધાવી લીધાં અને સિદ્ધાર્થ સરનાં ઈશારે મ્યુઝીક ચાલુ થઇ ગયું... સિદ્ધાર્થ એનાં ખાસ માણસ પવનને બોલાવીને કાનમાં સૂચના આપી અને પવન તરતજ હકારમાં ડોકું ધુણાવીને બંદોબસ્તમાં નીકળી ગયો.

સિદ્ધાર્થ હોટલનાં મેનેજરને સર્વે મહેમાનો મિત્રોને સેવા આપવા જેતે જે ખાવું પીવું હોય એ પૂરું પાડવા માટે ઓર્ડર કર્યો અને ખાસ મુખ્ય મહેમાનો તરફ કાળજી રાખી ધ્યાન આપવા કહ્યું દેવ બધું જોઈ રહેલો અને સિદ્ધાર્થ રુદ્ર રસેલ તરફ ગયો.

સિદ્ધાર્થ રુદ્ર રસેલ જ્યાં બેઠાં હતાં ત્યાં ગયો અને એમની બાજુમાં બેઠો અને બોલ્યો “સર તમારીજ હોટલમાં હું તમને વેલકમ કરી રહ્યો છું પછી હસ્યો અને બોલ્યો અહીં બધાં મહાનુભવ આવવાનાં હતાં અમારે ડીપાર્ટમેન્ટ તરફથી પણ કાર્યક્રમ કરવાનો હતો એ પાર્ટી સાથે જોડી દીધો.”

રુદ્ર રસેલે કહ્યું “મારી હોટલ એ તમારીજ છે ને ? મેં ગણપતને સૂચના આપેલીજ છે અહીં તમારાં ઓર્ડર પછી કોઈ કસર નહીં રહે... પછી ચીરૂટ કાઢીને સળગાવી અને ફૂંક મારતાં કહ્યું ત્યાં પેલાં મહેમાનને જોજો કંઈ ઓછું ના પડી જાય એમ કહી સોનીક બાસુ તરફ ઈશારો કર્યો અને ઉમેર્યું... સિદ્ધાર્થ તમે લોકો બધુંજ જાણોજ છો... આ માણસ કલેકટરની જગ્યાએ આવ્યો છે ત્યારથી..”.ત્યાં દેવ નજીક આવ્યો એટલે રસેલ ચૂપ થઇ ગયાં અને દેવ તરફ નજર કરી અને બોલ્યાં “હાય યંગ મેન...”

સિદ્ધાર્થે કહ્યું “સમજી ગયો સર...મારુ બધું ધ્યાનમાં છે મારે તમને ખાસ કોન્ફીડેન્શીયલ વાત કરવી હતી કે”.. પછી દેવને જોઈને કહ્યું “બેસ દેવ...હું સર સાથે વાત કરી લઉં અને રુદ્ર રસેલ તરફ જોઈને કહ્યું કંઈ વાંધો નથી સર મારો ખાસ ફ્રેન્ડ છે અને કોલકતા DGP રાયબહાદુર રોય સરનો દીકરો છે...”

રુદ્ર રસેલ સાંભળીને આશ્ચર્ય પામી ગયાં અને બોલ્યાં “અરે સિદ્ધાર્થ તમે આ ઓળખાણ કેમ નથી આપતાં ?” એમ કહી દેવને પોતાની બાજુમાં બેસવા આમંત્રણ આપ્યું અને બોલ્યા “DGP રાયબહાદુર સર વાહ એ તો મરદ માણસ છે કોલકોતા એમનાં હાથમાં સુરક્ષિત છે નો કરપશન, નો ડ્રગ, નો ક્રાઇમ નાં સિદ્ધાંત પર કામ કરનાર... આવાં માણસો છે ક્યાં ?”

પછી દેવને કહ્યું “યંગ મેન મારાં લાયક કામકાજ હોયતો જણાવજે અને આ ટેરેટરી ક્લીંમપોંગ- દાર્જિલીંગ જંગલો -પર્વતો ક્યાંય કંઈ જવું હોય વીઝીટ લેવી હોય તો કોઈપણ કારોબાર કરવો હોય મને કહેજે હું બધુંજ ગોઠવી આપીશ. મારાં બધેજ માણસો છે ટીમ છે અંદર ગીચ જંગલ સુધી બધાં મળી રહેશે... તારી મદદ કરતાં મને આનંદ થશે.”

દેવ લગભગ ઉભો થઇ ગયો અને કહ્યું..”.સર ...”

 

વધુ આવતા અંકે -પ્રકરણ 36