કલર્સ - 19 Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કલર્સ - 19

રાઘવ અને નિલ એક ખૂબ જ ડરામણી અને રહસ્યમય જગ્યા એ આવી ને ઉભા છે,હજી સુધી નાયરા અને જાનવી ક્યાં છે એ ખબર નથી.પરંતુ એ રહસ્યમય જગ્યા માં એમના સિવાય બીજા કોઇના પગરવ સંભળાય છે!કોણ છે આવનારું,કોઈ પોતાનું કે પારકું?...

લિઝા આંટી મારી મમ્મા ક્યાં ચાલી ગઈ?શું તેને અહીં નું ભૂત ઉઠાવી ગયું?નાના કુશે પ્રશ્ન કર્યો.

લિઝા ને પહેલા તો ગુસ્સો આવ્યો કે આને ભૂત ની વાત કહી કોને?પણ પછી કુશ ને પોતાના ખોળા માં બેસાડી વ્હાલ કરતા કહ્યું:તારી મમ્મા ને કોઈ ભૂત ઉઠાવી ગયું નથી,એ તો કેટલી બહાદુર છે!!તે જોયું તું ને પેલો તારો ફ્રેન્ડ પાણી માં ડૂબતો હતો એને કેવી રીતે બચાવ્યો હતો!

કુશે હકાર માં માથું ધુણાવ્યું.

તો પછી!એ તો આપડે બધા અહીંથી કઈ રીતે નીકળી શકીએ એનો રસ્તો શોધવા ગઈ છે,અને તું તો ગુડ બોય છે ને!તો મારી પાસે રાખી ને ગઈ છે.જો જે ને કાલે તો આવી જશે અને પછી આપડે આપડી ઘરે પાછા જઈશું.

કુશ રાજી થતો લિઝા ને વળગી પડ્યો.નીરજા અને ક્રીના એ દૂર ઉભા બધું સાંભળતા હતા.લિઝા એ તેમને પણ વ્હાલથી પોતાની પાસે બોલાવી અને બેસાડ્યા.લિઝા સાથે અત્યારે કુશ,ક્રિશ ક્રીના અને નીરજા પોતાને સલામત અનુભવ કરતા હતા.લિઝા પણ તેનું ખૂબ ધ્યાન રાખતી, અને પ્રેમથી સમજાવતી.

અહીં મિસિસ જોર્જ ,બાળકો ,ઓલ્ડએજ ગ્રૂપ અને નિલ અને રાઘવ ની ટિમ બધા હતા,પરંતુ આ બાળકો ફક્ત લિઝા પાસે જ રહેતા,પરંતુ લિઝા નું મન હવે વધુ રાહ જોઈ શકે એમ નહતું,એટલે તેને મન માં કંઈક વિચારી ને મિસિસ જોર્જ ને કહ્યું,

મિસિસ જોર્જ જો બાળકો ને તમે સાંભળી લો તો હું અને જેક પણ આ બધા ને ક્યાંક શોધવા જઈએ.

નો....નો...લિઝા જો તું પણ ચાલી જઈશ તો પછી અહીં હું એકલી શું કરીશ?અને જો પાછળ થી કોઈ પ્રોબ્લમ થઈ તો!!!?

લિઝા ને એની વાત પણ સાચી લાગી,પણ એના મન માં કશુંક તો હતું જ...

રાતે તો બાળકો ને સમજાવી ને લિઝા એ સુવડાવી દીધા,પણ ડર બીજા દિવસ નો હતો,આમ તો રાતે મા ને યાદ કરી ને ઉદાસ,મોડે સુધી જાગેલા બાળકો સવારે મોડે સુધી સુતા હતા અને ત્યારે જ લિઝા એ મિસિસ જોર્જ ના ટેન્ટ બહાર એક ચિઠ્ઠી મૂકી...

રૂમ માં પડેલો તેજ લીસોટો જોઈ ને અંદર રહેલા બધા ગભરાઈ ગયા અને ત્યાં જ એક અવાઝ આવ્યો...

સર...સર... આ દરવાજો તો ખૂલો છે!શું અહીં પહેલે થી કોઈ હશે?બહાર થી કોઈ નો અવાજ સંભળાતા જ નિલ ની આંખો માં ચમક આવી અને તે આ બધા નો હાથ છોડાવી ને બહાર ની તરફ આવ્યો અને બોલ્યો,

અરે દોસ્ત અહીં અમે જ છીએ.બહાર પીટર અને વાહીદ સાથે બીજા ટિમ મેમ્બર ઉભા હતા.નિલ ની પાછળ રાઘવ જોર્જ અને મેક પણ આવ્યા.

તમે અહીં કેવી રીતે?શુ કામ?પીટરે તેમને જોતા જ એક સાથે ઘણું બધું પૂછ્યું.તેની આંખો માં કોઈ ડર અને અસલામતી નો ભાવ હતો.

રાઘવ પહેલા તો વાહીદ ને વળગી પડ્યો,પોતાની લાગણીઓ પર કાબુ રાખી ને તેને નાયરા અને જાનવી ના ગાયબ થવા ની વાત કહી,નિલ પણ સૂનમૂન થઈ ગયો,અને પીટર ના તો આ વાત સાંભળી હોશ જ ઉડી ગયા.કેમ કે તે બંને ગયા ક્યાં?અને અહીં આવ્યા તો અહીં કોઈ ખતરો હોવો જોઈ જેથી તેઓ પાછા નથી ફર્યા.

જો નાયરા અને જાનવી તે બન્ને કે પછી તેમાંથી કોઈ એક ના મળે તો?આ અનુમાન માત્ર થી પિટર ને તો જાણે પૃથ્વી ફરતી હોઈ તેવું લાગવા માંડ્યું,અને તે ધબ્બ કરતો નીચે બેસી ગયો.પીટર ની આવી હાલત જોઈ બધા તેના મન ની હાલત પણ સમજી ગયા.

પીટર દોસ્ત તું આમ હિંમત હારીશ તો કેમ ચાલશે!!જો નિલ અને રાઘવ ની હાલત પણ ખરાબ છે,તો ચાલ હવે આપડે ઝડપથી આ ઇમારત અને નાયરા જાનવી ના ગાયબ થવાનું રહસ્ય શોધીએ.વાહીદે પીટર ને હિંમત આપતા કહ્યું.

પીટર થોડીવાર બાદ સ્વસ્થ થયો અને બોલ્યો:દોસ્તો તમારી વાત સાચી છે,આજે હું તમને વચન આપું છું કે હું તમને અહીંથી સહીસલામત અને જલ્દી બહાર કાઢીશ. પીટર બોલતા તો બોલી ગયો પણ એને એ નહતી ખબર કે એની વાત ક્યારે સાચી પડશે,પડશે કે નહીં??

અને ત્યારબાદ બધાએ એ પ્રવેશદ્વાર માં પ્રવેશ કર્યો,બધા ને એક સરખો જ અનુભવ થયો કે કોઈ વીજળી નો તાર અડકયા હોઈ એવો.હવે એક સાથે ઘણી બધી ટોર્ચ એ રૂમ માં ઝગમગતી હતી.રૂમ માં જુના વૂડન સોફા અને ખુરશીઓ હતી,અહીં છત ઘણી ઉંચી હતી અને ત્યાં એક ઝૂમર હશે તેવું ત્યાં કોઈ લટકેલી વસ્તુ દેખાતા લાગતું હતું.રૂમ માં બે તરફ સીડી હતી.

તે ગોળ સીડી જોઈ ને એવું લાગતું હતું કે તે એક જ તરફ ઉપર જાય છે,પણ પીટરે બે ભાગ માં બધા ને વહેચાવાનું કહી,અલગ અલગ સીડી પર બધા ચઢ્યા અને પીટર નું અનુમાન સાચું પડ્યું,ઉપર નો માળ ખૂબ જ વિશાળ હતો,એટલે બંને ટિમ ઉપર ચઢ્યા બાદ ઘણી દૂર નીકળી.

રાઘવ અને નિલ સીડી ચડ્યા ત્યાં અલગ અલગ ચાર રૂમ દેખાતા હતા,અને બે રૂમ વચ્ચે ઘણી જગ્યા હોઈ કે પછી તે રૂમ મોટા હોઈ એવડી મોટી જગ્યા માં ફક્ત ચાર રૂમ જ દેખાયા.જેના દરવાજા મુખ્યદ્વાર ની જેમ ઉંચા હતા,અહીં દરેક રૂમ ની બાજુ માં એક બારી પડતી હતી,જે સામાન્ય દરવાજા જેટલી મોટી હતી.

શું છે આ મકાન પાછળ ની રહસ્ય?શું પીટર આ બધા ને લઈ ને અહીંથી નીકળી શકશે?નાયરા અને જાનવી ક્યાં છે?જાણવા માટે વાંચતા રહો...

✍️ આરતી ગેરીયા....