-: પ્રેમ શું છે :-
ખરેખર આજના સમયમાં બોલવામાં પ્રેમ સમગ્ર જગ્યાએ દેખાય છે જયારે અનુભૂતિનો પ્રેમ ખુબ જ જરૂરી છે. ભારતીય સંસ્કૃતિએ પ્રેમની સંસ્કૃતિ છે પ્રેમને માત્ર સંસ્કૃતિની અલગ વ્યાખ્યામાં રાખીને કયારેય વૈશ્વિક પ્રેમને ચરિતાર્થ કરી શકાતો નથી સાચા અર્થમાં માંના ગર્ભમાં રહેલા બાળકથી વૃધ્ધ થતા મનુષ્યની મુખ્ય લાગણી કહી શકાય છે. આજનો માનવી પ્રેમને માત્ર અન્ય લાગણીમાં વિચારે તો યાદ રાખજો કે આ વિકૃતિના મંડાણ છે.
પ્રેમની શરૂઆત બાળક પ્રથમ તેના માતા-પિતાથી પાસેથી શરૂઆત કરે છે. તેને વિશ્વની સૌથી મોટી શક્તિ તરફથી મળતો પ્રેમ પરમાત્માની પ્રાપ્તિ કહી શકાય છે. પુર્ણ તત્વ કોઈએ જોયા નથી જયારે મા-બાપના પ્રેમથી વિશેષ કોઈ પ્રેમતત્વની પ્રાપ્તિ નથી. જો આજના યુવક કે યુવતિ પ્રેમને પરિવારમાં સમજી જાય તો સમાજમાં પ્રેમ પામવાની પ્રક્રિયા જરૂર નથી આપણે આપણા પોતાના અંદરથી જ અનુભવી શકાય છે.
આપણે ઘરની અંદર નાના બાળકને વૃધ્ધ દાદા-દાદી સાથે રમતી વખતે ભગવાન-ભક્તની ભાવના દેખાય છે. આ માત્ર ને માત્ર પ્રેમ જ આપી શકે છે. કૃષ્ણ અને મીરા, કૃષ્ણ અને રાધા કે કૃષ્ણ અને સુદામાં આ બધા પ્રેમની પરિપકવતા કહી શકાય છે. આપણી અંદરના દેવત્વને જગાડીને શિવ સુધી પહોંચવા માટે પ્રેમની અનુભુતિ ખુબ જરૂરી છે.
પ્રેમને પામવા માટે એકબીજાની અનુભુતિ ખુબ જ જરૂરી છે. પ્રેમી માણસ સાત્વીક પ્રેમત્વને પામવા માટે પરંપરા પ્રમાણે પોતાના ગણીને પહોંચવાની પ્રેરણા કહી શકાય છે. ચાલો એક કૃષ્ણ કે શિવને ભક્તિ તથા પ્રેમની વ્યાખયામાં સમજીએ તો ચોકકસ કહી શકાય છે કે મારી પ્રાપ્તિ ભક્તિ અને પ્રેમથી થાય તેવું પરમાત્મા કહેતા હશેભ ગવાનને મળવું સહેલું નથી જયારે કોઈને સેવા, અનુભુતિ કે પ્રેમ દ્વારા હૃદય સુધી પહોંચી જવાની પધ્ધતિ છે. નરસિંહની ભક્તિમાં કૃષ્ણત્વની પ્રેમાળ ઝાંખી છે.
આજના માનવીઓ ચોકકસ વિચાર હશે તે પ્રેમ આપણે જ ઠીઠરો બનાવ્યો છે. પ્રેમ શબ્દને ઠીઠરો બનાવવાથી પ્રેમની વ્યાખ્યા ઓછી થતી જયારે તેમના તરફની વૃત્તિવાળા મનુષ્ય વ્યાખ્યા અંકિત થાય છે.
માતૃત્વની મૂર્તિ, પ્રેમીકાની પ્રતિતી,
ભ્રાતાની ભાઈબંધી, સુંગાથની સંહિતા
પ્રેમ નિખરે તેવી દેવત્વીય અનુભૂતિ
આમ સૌ સમજીએ કે પ્રેમએ પરમાત્માની પ્રાપ્તની પ્રેરણા છે.
love (પ્રેમ) lust (વાસના) વચ્ચેનું અંતર જોજન દૂર છે.
આજના યુવાધનની સહન શક્તિ બહુજ ઘટી હોય એ સીધું પ્રતિત થાય છે. પ્રેમમાં એક ન થઇ શકવાને કારણે નાની ઉંમરમાં થતી આત્મહત્યા એ બહુ મોટી ચોંકાવી દેનાર બાબત છે. એ ઉંમર જ્યાં આવેગિક, શારીરિક ફેરફારો થતા હોય તેને પ્રેમ સમજી જાતને તેમાં જ ઓતપ્રોત કરવાની ઘટનાઓ હવે જાણે સામાન્ય થઈ ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી પ્રેમમાં મળેલ દગાને લીધે આત્મહત્યાનું પ્રમાણ વધ્યું હોય એવું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને તરુણાવસ્થા અને કિશોરાવસ્થામાં કે જે હજુ ખુદની જાતને સમજવાની ઉંમર છે ત્યાં તેઓ પ્રેમ કરી જીવનને બરબાદ કરવા તરફ વળે છે. તો ખાસ કિશોરો અને તરુણએ સમજવું ખૂબ જરૂરી છે પ્રેમ અને આકર્ષણ વચ્ચે બહુ મોટો તફાવત છે. આ ઉંમરે થતા હોર્મોનલ પરિવર્તન ને કારણે વિરોધી જાતિ પ્રત્યે આકર્ષણ થવું સ્વાભાવિક છે પણ એ આકર્ષણ ને પ્રેમ માની બધું લૂંટાવી દેવામાં મૂર્ખામી જ છતી થાય છે.
પ્રેમ અને આકર્ષણ
આજના આ હરિફાઈ અને દોડધામના યુગમાં સતત બીજાથી આગળ નીકળી જવાની હોડમાં આપણે આ ‘પ્રેમ’ ને સમજ્યા જ નથી. લાભ અને શોષણ અથવા ફોસલાવી પટાવીને બીજા પાત્ર પાસે પોતાનું કામ કઢાવવું આવો પ્રેમ ઊભો થઈ રહ્યો છે. છોકરાં છોકરીઓ ૪-૫ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ રાખે અને દરેકને કહે હું તને ચાહું છું… અને પછી એમનું ભવિષ્ય જૂઓ. આ સમજ ખોટી છે. જ્યારે માત્ર શારીરિક આકર્ષણ અથવા વૈભવ જોઈને કોઈને ચાહો ત્યારે અંત પણ ખરાબ જ હોવાનો કારણકે અહીં પાયામાં સ્વાર્થ રહેલો છે. ટકે છે માત્ર નિસ્વાર્થ પ્રેમ.
વાસનાના અને આકર્ષણના લક્ષણો:
* સાથી સાથે કોઈ વાસ્તવિક લાગણીઓ, વાતો શેર કરવામાં રસ જ નથી.
* સતત ખોટું બોલી માત્ર જાતિય વાસનાઓ સંતોષવી
* પ્રેમ તો ગમે ત્યારે ગમે એની સાથે થઈ જાય એમ કહી પોતાના આવેગો વ્યક્ત કરવાની મલીન ઇચ્છા સેવતા હોય છે.
* વાતચીત ત્રાસજનક લાગવી
* બહુ જ અયોગ્ય કહી શકાય તે પોતાની જરૂરિયાત હોવા મુજબ વારંવાર કોઈ વિજાતિય પાત્ર શોધવું
* પોતાની કમ્ફર્ટ સ્થિતિમાંથી બહાર ન નીકળવું
પ્રેમનો અનુભવ કરનાર કિશોરો અને તરુનોએ સમજવું જરૂરી:
આ બધી બાબતો આકર્ષણ માં રહેલ હોય છે. પ્રેમ એ આ બધાથી ઉપર હોય છે. કિશોરાવસ્થામાં અને તરુણાવસ્થામાં થતું જાતીય આકર્ષણ પ્રેમ નથી માત્ર એક તરવરાટ છે જે મન અને શરીરમાં અનુભવાય છે. આ એ ઉંમર છે જ્યાં તમારે તમારી જાતને ઓળખવાની છે. તમારી જાતને સમજવાની છે નહીં કે પ્રેમમાં પડવાની. દરેક ગાડી બંગલા ધરાવનાર પ્રેમી કે પ્રેમિકા ન હોય. પિક્ચરમાં જોવા મળતો પ્રેમ એ માત્ર કલ્પના છે. વાસ્તવિકતા કઈક અલગ છે.પ્રેમમાં સમર્પણ હોય માત્ર શરીરનું નહિ તેમાં ઘણી બાબતો સમજવી જરૂરી છે. હકીકતમાં, આજનો પ્રેમ સાચો પ્રેમ ઓછો વાસના અથવા વાસનાનો વધારે છે, અને આ પ્રકારનો સંબંધ એક હેતુ પૂરો થયા પછી સમાપ્ત થાય છે. વાસના પર બનેલો સંબંધ તણખા જેવો હોય છે, જે નાનો લાગે છે અને આગ લાગ્યા પછી તરત જ બુઝાઈ જાય છે. બીજી બાજુ પ્રેમ એકબીજાને સ્પર્શ કર્યા વગર લાંબા સમય સુધી ચાલે છે.વાસના અસ્થાયી છે જ્યારે પ્રેમ વધુ કાયમી અને સ્થિર છે. તમારી શારીરિક જરૂરિયાતો ને પ્રેમ સમજવાની ભૂલ ન કરો. કેરિયર બનાવવાની ઉંમરમાં જીવન પૂરું ન કરો.
DIPAK CHITNIS
dchitnis3@gmail.com