The Scorpion - 33 books and stories free download online pdf in Gujarati

ધ સ્કોર્પિયન - પ્રકરણ -33

ધ સ્કોર્પીયન

પ્રકરણ -33

 

        દેવ અને સિદ્ધાર્થની વાતચીતથી સોફીયા ડીસ્ટર્બ થઇ ગઈ હતી એ બંગાળી ભાષા સમજતી નહોતી પરંતુ એમાં જે નામ બોલાતાં હતાં એ સમજ પડી રહી હતી એ સમજી ગઈ કે વાત એનાં રિલેટેડ -સ્કોર્પીયન અને એનાં માણસો અંગેની થઇ રહી છે એને ગભરાહટ થઇ એણે દેવને કહ્યું “મારે પાર્ટીમાં નથી આવવું જે નામો બોલાય છે એ બધાં ખુબ ડેન્જર છે મને મારી નાંખશે મારી સાથે આવેલાં બીજા ટુરીસ્ટ પણ મુશ્કેલીમાં મુકાશે... ક્યાંક બીજે લઇ જા પ્લીઝ...”

    દેવે આશ્વાસન આપતાં કહ્યું “ગભરાવાની જરૂર નથી તારો વાળ વાંકો નહીં થાય અહીં ખુબ ચુસ્ત બંદોબસ્ત છે.” પછી સિદ્ધાર્થની સામે જોયું સિદ્ધાર્થે પવન સામે જોયું. પવને કહ્યું “અમારી મરજી વિનાં ત્યાંથી પરીંદુ ઉડી નહીં શકે અને એ બધાં સુધી અમે પહોંચી જઈશું.”

      વિચારમાં પડી ગયો કે અમને ટાર્ગેટમાં રાખી સિદ્ધાર્થની ટીમે ગેમ કરી છે...પેલાં બધાંને આકર્ષવા માટે આ બધાં ફોરેનર ટુરીસ્ટને લીધાં છે...એણે સિદ્ધાર્થ સામે જોયું સિદ્ધાર્થની નજર એનાં તરફ નહોતી...દેવે સિદ્ધાર્થને બંગાળીમાંજ વાત કરતાં કહ્યું “સિદ્ધાર્થ સર સાચેજ કોઈ જોખમ નથી ને ? ટુરીસ્ટ પર ? મારી જવાબદારી બની જશે મેં ડોક્યુમેન્ટ સાઈન કરેલાં છે.”

સિદ્ધાર્થે હસતાં હસતાં કહ્યું “કેમ આટલું ટેંશન કરે છે બી... રીલેક્ષ... તેં ડોક્યુમેન્ટ સાઈન કર્યા છે એવાં એલોકોએ પણ કર્યા હતાં ને ?છતાં ડ્રગ અને માફીયાઓ સાથે સાંઠગાંઠ છેને એમની ?આપણે ત્યાં ડ્રગ અને બીજા કેફી દ્રવ્યો પ્રોહીબીટેડ છે છતાં એલોકો એનો નશો કરે છે ને ? આપણી પાસે પૂરતાં પુરાવા છે છતાં હું હજી એટલી કડક કાર્યવાહી નથી કરી રહ્યો એમને જે હું શિકાર તરીકે રજૂ કરીને એ માફીયા એ ભેડીયાઓને પકડવા માંગુ છું હોટલ પહોંચીને પછી શાંતિથી તને બધી વ્યૂહરચના સમજાવું છું.”

"દેવ તું ડી.સી.પી નો છોકરો છે તું એમજ બધું ઘણું સમજી ગયો છું આ સુંદર બલાને તું બધી છૂટ આપી રહ્યો છે કારણકે એ બધીજ બાતમી આપણને આપી દે... નહીંતર તારાં સંસ્કાર અને વિચાર પ્રમાણે આને આમ કીસ કરવા દે કે કરે ? તું તો ઘણો સિદ્ધાંત પ્રિય છે છતાં હું તારી છૂટછાટ જોઈ રહ્યોં છું.” કહીને હસ્યો...

દેવે સિદ્ધાર્થ સર સામે જોઈને કહ્યું “સર એક રીતે વાત સાચી છે મારાં શરીરમાં મારાં પિતાનું લોહી વહે છે... બીજું કે...” પછી એ બોલતો અટકી ગયો એણે જોયું હોટલ નજીક આવી ગઈ છે એણે વિચાર્યું સોફીયા બંગાળી ભાષા નથી જાણતી પરંતુ બીજી રીતે એ સમજી જાય છે કે એલોકોનાં સંદર્ભમાં વાત થાય છે.

હોટલ નજીક આવી જતાં સિદ્ધાર્થે જીપ ઉભી રાખી એની રીવોલ્વર ચેક કરી...પવનને પણ સતર્ક રહેવા કહ્યું અને દેવ,સોફીયા ઉતર્યા પછી સૂચના આપી કે જીપ તું પ્રોપર પાર્ક કરીને હોટલમાં આવ.

સિદ્ધાર્થ, દેવ અને સોફીયા હોટલમાં પ્રવેશ કરે છે. સિદ્ધાર્થને જોઈને હોટલનાં સીક્યુરીટી તથા અન્ય બધાં સલામ કરે છે અંદર પ્રવેશતાંજ હોટલ મેનેજર સિદ્ધાર્થ પાસે આવી જાય છે અને વેલકમ કરે છે.

સિદ્ધાર્થે પૂછ્યું “બધી એરેન્જમેન્ટ બરાબર છે ને ?સુચનાં પ્રમાણેજ બધું કર્યું છે ને ? આવેલા ગેસ્ટ ક્યાં છે ? મેનેજરે નમ્રતાપૂર્વક કહ્યું "સર બધીજ અરેન્જમેન્ટ આપની સૂચના પ્રમાણેજ કરી છે. તમારાં અમુક ગેસ્ટ અને અમુક જવાન ઉપર વેન્યૂમાં એટલેકે બેન્કવેટમાં પહોંચી ચૂક્યાં છે.”

સિદ્ધાર્થે કહ્યું “ઓકે પછી દેવ અને સોફિયાને કહ્યું તમે ઉપર બેન્કવેટમાં જાઓ હું આપણાં ખાસ ગેસ્ટને લઈને આવું છું... પછી દેવને થોડો સાઈડમાં બોલાવીને કહ્યું દેવ તું સોફીયાને એનાં ટુરીસ્ટ મિત્રો પાસે મૂકીને અહીં પાછો આવ મારે કામ છે.” દેવ સમજી ગયો.

દેવ સોફીયાને લઈને લીફ્ટ દ્વારા બેન્કવેટમાં લઇ જવા લાગ્યો. સોફીયા ખુબ એક્સાઈટેડ હતી એણે કહ્યું “દેવ અહીં મારાં બધાં ફ્રેન્ડ્ઝ મળશે..” .દેવે કહ્યું “હાં સોફીયા તું એલોકો સાથે એન્જોય કર વાતો કર હું સિદ્ધાર્થ સર પાસે પાછો જઈશ બધાં ગેસ્ટને વેલકમ કરીને પાછો ઉપરજ આવીશ.”

     લીફ્ટ સીધી બેન્કવેટ હોલમાંજ ખુલી અને દેવ તથા સોફીયા હોલમાં પ્રવેશ્યાં. ત્યાં ઝેબાએ સોફીયાને જોઈ અને એ સીધીજ એની પાસે દોડી આવી...ત્યાં ગ્રુપનાં અન્ય ટુરીસ્ટ મિત્રો, દુબેન્દુ તથા અન્ય જવાન પણ હતાં. ઝેબા આવીને સોફીયાને વળગીજ ગઈ બોલી...”તને જોઈને આનંદ થયો યુ આર ઓલરાઇટ નાઉ. આઈ એમ સો હેપ્પી ડીયર...રીયલી આઈ મીસડ યુ..” પછી દેવ તરફ નજર જતાં કહ્યું “હાય દેવ...” દેવે હાય કર્યું અને દુબેન્દુ ને કહ્યું “દુબેન્દુ તું આ લોકો સાથે રહેજે હું હમણાં આવું છું સિદ્ધાર્થ સર નીચે છે બીજા ગેસ્ટને વેલકમ કરીને હમણાં પાછાં ઉપરજ આવીએ છીએ".

દુબેન્દુએ કહ્યું "ડોન્ટ વરી દેવ ટેક યોર ટાઈમ"  એમ કહી આંખ મારી...ઝેબા સાથેનાં જ્હોન,ડેનીસ, મોર્ટીન, માર્લો બધાં દૂર ચેરમાં બેઠાં હતાં બધાની નજર સોફીયા અને દેવ તરફ જ હતી. બધાંનાં ચહેરાં પર આનંદ હતો. સોફીયા ઝેબાને મળીને અન્ય મીત્રો પાસે ગઈ.

દેવ નીચે સિદ્ધાર્થ સર પાસે આવી ગયો. સિદ્ધાર્થ સરે દેવને કહ્યું “તારાં મનમાં ઘણાં પ્રશ્નો છે હું સમજુ છું પણ સોફીયા તારી સાથે બેઠેલી હતી એટલે અમુક વાત કરતાં હું અચકાતો હતો. કારણકે એ ખુબ શાર્પ છે એણે દેશ દેશનાં પાણી પીધાં છે.” એમ કહી હસ્યો.

દેવે કહ્યું “સર હું પણ બોલતાં થોડો અચકાતો હતો. તમે તમારી શું વ્યૂહ રચના બનાવી છે આ પાર્ટી પાછળ જે હું જાણતો નથી પરંતુ મેં તમને અગાઉ કહ્યું એમ મારાંમાં મારાં પિતાનું લોહી વહે છે અમારી ત્રણ પેઢીથી બધાં આર્મી -એરફોર્સ અને પોલીસમાં સેવા આપી રહ્યાં છે. મને ફરવાનો શોખ હોવાથી મેં આવી કારકીર્દી પસંદ કરી છે ...પણ મારાં જ ટુરીસ્ટ મનેજ ટાર્ગેટ કરીને આવ્યાં હોય એવું લાગે છે એટલે મારી પણ ફરજ બને છે કે કોઈપણ રીતે હું એલોકોને એક્સપોઝ કરું મારી ટુર પસંદ કરવાનું કારણ શું ? હું કોઈ ષડયંત્રનો ભોગ તો નથી બની રહ્યો ને ?”

     બીજું ખાસ સોફીયા જે રીતે વર્તી રહી છે જાણે એ મારી ખાસ હોય...મને પ્રેમ કરતી હોય...હું એને રીસ્પોન્સ એટલે આપી રહ્યો છું કે હું એની પાસેથી બધીજ બાતમી કઢાવી શકું...એને બીલકુલ વ્હેમ ના આવવો જોઈએ કે હું એને ચકાસી રહ્યો છું કે એરેસ્ટ કરાવવા માંગુ છું...છતાં ઊંડે ઊંડે એવું છે કે એ ક્યાંક ફસાયેલી છે...એનાં કર્મ કાળા છે પણ એ મજબૂરીમાં કરે છે.”

સિદ્ધાર્થે કહ્યું “જે હશે એ બધુંજ બહાર આવશે. હું કોઈને છોડવાનો નથી અને આખી લોબી કામ કરી રહી છે આની પાછળ...” ત્યાં શૌમીક બાસુની સવારી આવી...

 

વધુ આવતા અંકે -પ્રકરણ 34

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED