ચોર અને ચકોરી - 35 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોર અને ચકોરી - 35

(તમે વાંચ્યું.... કેશવ વિચારવા લાગ્યો કે શું એ ત્રિકાળ જ્ઞાની હશે? ભૂતકાળ અને ભવિષ્યને જાણનારા હશે?આ ઘનઘોર જંગલમાં શું કરતા હશે? કેવી રીતે રહેતા હશે ?) હવે આગળ વાંચો......
મહાત્મા જમવાનો પ્રબંધ કરવા ગયા.અને કેશવ ને આશ્ચર્યમાં નાખતા ગયા. કેશવ ઝૂંપડીની પછીતે જઈને મહાત્માએ રાખેલા ગરમ પાણીથી ખંખોળીયુ ખાઈને પાછો ઝૂંપડીમાં આવીને. પોતાની પથારીમાં બેઠો. અને બેઠા બેઠા. મહાત્માના વ્યક્તિત્વ વિશે એ વિચારવા લાગ્યો હતો કે આ બાપુએ મારુ નામ અને મારુ કામ કઈ રીતે જાણ્યા હશે?. શુ એ ખરેખર ત્રિકાળ જ્ઞાની હશે?.
ત્યાં મહાત્મા એક થાળીમાં પુરી અને બટાકાનું શાક લઈને કેશવની પાસે આવ્યા. અને મમતાળુ સ્વરે બોલ્યા.
" નાહી લીધું તે કેશવ? હવે તારો થકવાડો ઉતરી ગયો હશે.લે હવે આ ભોજન આરોગી લે એટલે તારા શરીરમા શક્તિનો અહેસાસ પણ થશે." કેશવ ને ક્કડીને ભુખ તો લાગી જ હતી. એણે અહોભાવ અને કૃતજ્ઞાતા પૂર્વક મહાત્મા સામે જોયુ. અને મહાત્માના હાથમાંથી ભોજનની થાળી લેતા કહ્યું.
" તમારો આ ઉપકાર હું ક્યાં ભવે ઉતારીશ બાપુ.?" બાપુએ એ જ મન મોહી લે એવું સ્મિત ચહેરા પર ફરકાવતા કહ્યું.
"આજ જન્મે કેશવ." કેશવ પ્રશ્નાર્થ ભરી નજરે મહાત્માને જોઈ રહ્યો. મહાત્માના અમૃત વચનો એના હ્રદયને ઝંઝોડવા લાગ્યા.
"તે અત્યાર સુધી ઘણા ગુનાહો કર્યા છે કેશવ. માથાના વાળથી લઈને પગની પાની સુધી તુ પાપોથી ખરડાયેલો છો પણ તુ ધાર તો એ બધાનુ પ્રાયશ્ચિત કરીને તારા આત્માને શુદ્ધ પણ કરી શકે છે?" મહાત્મા ની વાતો સીધી કેશવના હૃદયની જાણે આરપાર ઉતરતી હોય તેમ. જમતા જમતા કેશવની આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. મહાત્માએ પોતાનો હાથ કેશવની પીઠ ઉપર મૂક્યો. અને કેશવ જાણે આખેઆખો મૂળમાંથી ઉખડીને જેમ ઝાડ ભોંય પર પડે. તેમ જમવાની થાળીને એક તરફ હડસેલી ને સાધુ મહારાજના પગમાં પડી ગયો. અને મહાત્મા. જેમ એક માં પોતાના સંતાનને છાનું રાખવા પંપાળે. તેમ કેશવને પંપાળવા લાગ્યા. મહાત્મા જેમ જેમ કેશવની પીઠ અને માથાને પંપાળતા હતા.તેમ તેમ કેશવની આંખોમાંથી આંસુ અનરાધાર વરસતા હતા. અને જેમ જેમ કેશવની આંખોમાંથી અશ્રુ વહેતા જતા હતા. તેમ તેમ વર્ષોથી પાપોથી ખરડાયેલું કેશવનું હૃદય. જાણે પાપ મુક્ત થઈ રહ્યું હતુ.નિર્મળ થઈ રહ્યુ હતુ.આજે ખરેખર કેશવ ને મહાત્મા રૂપે. એવો ધોબી મળી ગયો હતો. જેમ ધોબી ગમે એટલા મલિન કપડા હોય એને ધોકાવીને. નીચોવીને. એનો બધો મેલ કાઢી નાખીને એને સાવ સુથરા કરી નાખે છે. એમ આજે આ મહાત્માએ કેશવની પીઠ પર હાથ ફેરવીને એને જાણે નીચોવી નાખ્યો હતો.એને જાણે શુદ્ધ કરી નાખ્યો હતો. કેશવના હૃદયમાં જામેલા પાપોના મેલના થરને સાફ કરી નાખ્યો હતો. કેશવની આંખોમાંથી વરસી રહેલા આંસુઓએ જાણે કેશવના પાપોને ધોઈ નાખ્યા. કેશવ હાથ જોડીને ગદ ગદ સ્વરે બોલ્યો
" મારું માર્ગદર્શન કરો બાપુ. મુજ રાહ ભુલેલાને સત્ય માર્ગે વાળો બાપુ. મારો ઉદ્ધાર કરો બાપુ." એ જ ધીરગંભીર સ્વરે બાપુ બોલ્યા.
" તારો ઉદ્ધાર તારા પ્રાયશ્ચિત મા જ છે કેશવ. તું પહેલા તે કરેલા પાપોનુ પ્રાયશ્ચિત કર. સત્ય માર્ગ તારી સમક્ષ પોતે ચાલીને આવશે. તારો ઉદ્ધારક હું નહીં. તું પોતે છો કેશવ." કેશવે પોતાની આંખો લૂછતા કહ્યું
"બાપુ તમે કહેશો એ રીતે હું મારા પાપોનો પ્રાયશ્ચિત કરીશ. મારુ માર્ગ દર્શન કરો. મને.. મને તમારી શરણમાં લ્યો બાપૂ."
"ખરેખર જો તારે પ્રાયશ્ચિત કરવું હોય તો મારા બતાવેલા માર્ગ ઉપર ચાલવુ પડશે."
"હુ ચાલીસ ."
..... શુ ખરેખર કેશવ સુધરી જશે? કેવુ હશે એનુ પ્રાયશ્ચિત.... વાંચતા રહો.
ચોર અને ચકોરી