કર્તવ્યનિષ્ઠા
કોઈ નાનકડા ગામની કલ્પના કરીએ તો તરત મનમાં એક રૂપાળા ગામની યાદ આવી જાય. કારણ આ એવું નાનકડું ગામ કે જયાં પાદરમાં નદી વહી જતી હોય. નદીનાં કોતરોમાં કાયમ લીલી હરિયાળી લહેરાતી હોય અને હરિયાળીમાં ઊગેલાં ઝાડો પર કેરી, આંબલી કે કોઠાની ઉજાણી કરતા હોય. ગામના છોકરાઓ હરિયાળીમાં ઉગેલા ઝાડ પર ચઢી કેરી આમલી કે કોઠા ની ઉજવણી કરતા હોય ગામની પનિહારીઓ માથે હેલ લઇને રૂમઝૂમ કરતી નદીએ પાણી ભરવા કે કપડાં- વાસણ કરવા આવતી હોય. પોતાની ગાગરોને નદીની રેતથી ચમકાવીને માથે પાણીની ગાગરો માથે લઈને હારબંધ ગામમાં પાછી જતી હોય.
આ આહલકતા એક નહીં બધા ગામોની હોય છે. એક નાનકડું ગામ તે ગુજરાતના સૌથી મોટા કચ્છ જિલ્લાના છેવાડે આવેલા રામપર ગામની આ વાત છે. કે જ્યાં પ્રજા વસે છે તો ખરી પરંતુ બીજા ગામોની સ્થિતી હોય છે તેમ આ ગામમાં પણ પ્રજાને નજીકના મોટા તાલુકા કક્ષાના શહેરમાં અવરજવર માટેનું સાધન બહુ નહિવત પ્રમાણમાં હોય છે. જેને પરિણામે ગામમાં તથા આજુબાજુ વસતા માણસોને પોતાના વાહન કે માર્ગ વાહન વ્યવહારની નહિવત પ્રમાણમાં મળતી સેવાઓનો લાભ જે તે સમયે મેળવવો પડતો હોય છે.
ગામમાં વસવાટ કરતા બધા લોકો હળીમળીને રહેતા હોય છે. કોઈને એકબીજા સાથે ક્યારેક મન દુઃખ ઉપસ્થિત થાય તેવા સમયે ગામનું પંચ ભેગુ મળીને તેનું સમાધાન કરાવતું હોય છે. તે પંચના શબ્દને પરમાત્માની ગરિમા માનીને બધા તેને માથે ચડાવતા હોય છે. ન કરે નારાયણ ગામમાં કોઈ મોટી આફત આવી ચડે તેવા સમયે બધા એક જૂથ થઈને તેનો સામનો કરતા હોય છે. આમ નાનકડા ગામમાં જોવા જઈએ તો સારા-માઠાં બધા જ પ્રસંગો ગામમાં રહેતા બધા જ એકબીજાના સ્વજનો હોય તેમ હળી-મળીને ઉજવતા હોય છે.
આજે પણ કંઇક એવું જ હતું આ નાનકડા રામપર ગામમાં રહેતા અને ઉચ્ચ રાજપુત જ્ઞાતિમાં જન્મ લીધેલ એવા મકનસિંહ કે જેવો એજ્યુકેટેડ હતા. અને કાયદાકીય અભ્યાસ કરી તેઓની વડીલોપાર્જિત ગામમાં જમીન તેમજ ઘરબાર તે તેઓના કુટુંબીજનો સાથે રહેતા હતા અને પાસે આવેલ તાલુકા મથક માંડવીની જ્યુડીશીયલ કોર્ટમાં વકીલ તરીકે તેમનો વ્યવસાય માટે આવ-જા કરતા હતા. એપ્રિલ-મે મહિનો એટલે ધોમધકતો ઉનાળાનો સમય હતો.
બપોરના ૧૨-૦૦ વાગ્યા જેવો સમય થયો હશે. ઉનાળાની ગરમીથી લોકો ત્રાહિમામ થઈ ગયા હતા. શહેરમાં આવેલી કોર્ટમાં પણ અસીલોની હાજરી ખૂબ નહીવંત પ્રમાણમ જણાતી હતી. એડવોકેટ મદનસિંહ આજે થોડા મોડા આવ્યા હતા તેમને પોતાનું ટેબલ સાફ કરી અને પછી પોતાની બેગને ટેબલ પર મૂકી ખુરશીની ધૂળની ઝાપટી અને પછી તેઓ ખુરશી પર બેઠા હતા. પતરાના ગોળામાં ઘેલો જુનો પંખો ખીચુડો ખીચુડો અવાજ કરી રહ્યો હતો, અને તેમની એક નજર પંખા તરફ નાખી અને મનોમન બબડ્યા આ મારો પંખો પણ જો તેની ગરમ હવા ઓકી રહ્યો છે.
કોર્ટના કમ્પાઉન્ડમાં કેટલાક વકીલો પાસે પોતાના કોઈ કામ હતું નહીં તેથી તેઓ શાંતિથી પોતાની જગ્યા બેઠા હતા. ત્યાં જ એક ૬૦-૬૫ વર્ષની વયોવૃદ્ધ જણાતી વ્યક્તિ હોય એવા પુરુષ તેમના ટેબલ પાસે આવ્યા અને એડવોકેટ મકનસિંહ જાડેજાને નમસ્તે કરી તેઓ ધીમેથી બોલ્યા સાહેબ, મારે બિલ કરવું છે આપ મને આ બાબતમાં મદદ કરશો સાહેબ. હા....હા.. વડીલ કેમ નહીંઅમે અહીંયા આ પ્રમાણેના કોર્ટના કામ માટે તો બેઠા છીએ કેમ નહીં કરી આપું !
જાડેજા સાહેબ આવેલ તે વયોવૃદ્ધને તેમના ટેબલની સામે મૂકવામાં બે ખુરશીઓ પૈકી એક ખુરશીમાં ઇશારો કરી બેસવા માટે જણાવ્યું. જુઓ વડીલશ્રી આમ તો વીલ કરવાની કામગીરી આપ બોલો એટલે તુરત તૈયાર થઇ જાય એમ નથી. મારે આપને જે બાબતો અંગે વીલ બનાવડાવાનું હોય તે બાબતોમાં જોઇતી જરૂરી તમામ માહિતી આપવી પડશે. વધુમાં મારી માંગણી મુજબતી માહિતી આપ મને આપશો એટલે તેના આધારે હું વીલ સ્ટેમ્પ પેપર પર ટાઇપીંગ કરીને તૈયાર કરાવીશ અને આ વીલની નોંધી જયારે તમે કરાવવા માટે કોર્ટમાં આવો ત્યારે તમારે તમારા ઓળખાણ વાળી બે વ્યક્તિઓને તેમના આધારકાર્ડ તેમજ પાસપોર્ટ સાઇઝના બંનેના બે-બે ફોટોગ્રાફ સાથેહાજર રાખવી પડશે. સાથે તમારે પણ તમારું આધારકાર્ડ તેમજ તમારા પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ લાવવાનું ભૂલતાં નહીં.
આવેલ વયોવૃદ્ભ પુરુષે તેમની સાથે લાવેલ મેલાઘેલાં એક બગલથેલામાંથી થોડાંક કાગળો કાઢ્યા આ કાગળો મારા ટેબલ ઉપર મૂકતાં કહ્યું સાહેબલ મારૂ નામ કરશનભાઇ રમણભાઇ પટેલ છે. હું અને મારો પરણિત પુત્ર વિમલ છે. મારા અર્ધાગ્નિનું પાંચ વર્ષ અગાઉ દેહાવસાન થયેલ એટલે હું વિધુર છું. મને આછો પાતળો તો ખ્યાલ હતો કે વીલ કરવા માટે કેવા કાગળોની જરૂરત રહેશે અને આ વીલ કરવા અંગેની ટાઇપીંગ તેમજ અન્ય નોંધણી અંગેના તમામ ખર્ચ સહીત રૂા. ૫૦૦૦/- મારી ફી થશે જો આપને કબુલ મંજૂર હોય તો આપણે વાત આગળ કરીએ. સાહેબ મને તે મંજૂર છે, અને હા સાહેબ મને તમારું ખાસ કાર્ડ પહેલાં આપજો એટલે મારે આપનું કંઇ કામ હોય તો હું આપની સાથે વાત કરી શકું. બીજું સાહેબ આપના જણાવ્યા અનુસારના જરૂરત મુજબના કાગળો લાવ્યો છું. અને મારી પાસે મારા નામે જે કાંઇ જંગમ-સ્થાવર માલ-મિલ્કત છે તે મારા એકના એક પુત્ર વિમલના નામે કરવી છે અને તેના નામનું વીલ બનાવડાવું છે. કરશનભાઇને તો મોટાભાગે વીલ કરવા બાબતમાં બધી વિગતોની જરૂરિયાતની ખબર હતી એટલે તેઓએ વીલ માટે બે શાક્ષીઓની જરૂર પડશે તેની તેમને પુરેપુરી જાણકારી હતી તેથી તેઓએ શાક્ષીની પણ જરૂરી માહીતીના પેપર્સ વકીલ સાહેબને આપતા કહ્યું સાહેબ, આ તમે જણાવ્યું તે મુજબ બે સાક્ષીઓની માહિતી તેમજ મારે જે વીલ કરવાનું છે તેની મિલ્કત અંગેના પેપર્સ પણ આ આપને ઝેરોક્ષ કોપી આપવા માટે લઇને આવ્યો છું.
સાહેબ, આપને મારે થોડી અગત્યની વાત કહેવી છે જે આ વીલ કરતાં અગાઉ કહેવા માંગું છું. જેથી આપ તે બાબતમાં પણ વિચારી શકો કારણ કાલે કાંઇ તકલીફ થાય તો આ બાબત તમારા ધ્યાન પર લાવવી મારે માટે તેમજ આપને માટે પણ અત્યંત જરૂરી છે. હા..હા બોલ, જાડેજા સાહેબ લખતાં લખતાં પેપરો પેન બાજુમાં મૂકતાં કહ્યું બોલો બોલો કરસનભાઇ આપને એવી કઇ અગત્યની વાત કહેવી છે,તે પહેલાં કહો પછી આપણે બીજી વાત કરીએ.
સાહેબ, હું અઠવાડીયા અગાઉ આ વીલ અંગેની કામગીરી માટે આ કોર્ટમાં આવેલ હતો ત્યારે મને એ વકીલના જેવા જ ગણવેશમાં મને રમેશભાઇ નામની વ્યક્તિ તે પોતાને એડવોકેટ તરીકે ઓળખાવતી મને મળેલ હતી. મેં આપને જણાવેલ તે બધી બાબત જણાવેલ હતી. તેમણે મારો વિશ્વાસ કેળવ્યો અને મારી બધી હકીકત જાણી મને વીલ કરવા માટેની રકમ એડવાન્સ રૂા. ૩૦૦૦/- આપવી પડશે જેથી હું તમારા બધા પેપર્સ તૈયાર કરી રાખું. સાહેબ, અમે તો નાના ગામડાના માણસો મનમાં કોઇના વિષે ખોટો દ્વેષ ભાવ ન રાખીએ કે અવિશ્વાસ પણ ન રાખીએ. તેઓએ મારો વિશ્વાસ સંપાદન કર્યો અને મેં રકમ આપી તેમણે એક ચબરખી પર તેમનો મોબાઇલ નંબર લખી આપ્યો. મેં તે સમયે તેઓની પાસે તેમનું કાર્ડ માંગેલ પરંતુ તેઓએ જણાવેલ કે વડીલ,આજે શરતચૂકથી કાર્ડનું પર્સ ઘરે ભૂલી ગયેલ છું. આમ મેં તેમની વાત માની. મને તેમણે ત્રણ દિવસ પછી ફોન પર વાત કરી આવવા જણાવેલ હતું. પરંતુ સાહેબ, ત્રણના બદલે તેમને હું છ દિવસથી ફોન કરુ છું ફોન પણ લાગતો નથી એટલે મેં હવે ચોકકસ પણે મનમાં માની લીધું કેલ વકીલના લીબાશમાં કોઇ ગઠીયો મને છેતરી ગયો અને વકીલના લીબાશને લાંછન લગાવતો ગયો. સાહેબજે બનવાનું હતું તે બની ગયું આપના પર મને કોઇ શંકા નથી પરંતુ આ વાત તમારા ધ્યાન પર લાવવી યોગ્ય જણાઇ એટલે મેં આપને જણાવ્યું.
જાડેજાસાહેબ, વડીલ કરસનભાઇની વાતો સાંભળીને મનમાં ને મનમાં અકળાઇ ઉઠ્યાં હતા કે આ કોર્ટમાં આવુ કેમ બહુ બનવા પામેલ છે તે ખ્યાલ નથી આવતો. આવા બનાવો બને છે તેને કારણે એક વકીલાતના વ્યવસાયને પણ ધબ્બો અને કાલીમા લાગતી હોય છે. આમ વિચારતા હતા અને તેમણે કરસનભાઇને વીલની બધી વિગતો જાણી વીલ બીજે દિવસે જ બોલાવી તૈયાર કરી આપ્યું સાથે તેઓએ જણાવ્યા મુજબ બે શાક્ષીઓને પણ સાથે લાવેલ જ હતાં. તેથી બીજી કોઇ વીધિ કરવાનીપણ બાકી હતી નહીં. એટલે કરસનભાઇનું બધું કામ બનતી ત્વરાએ તેમણે ઝડપથી આટોપી દીધું તેમને વીલની અસલ કોપી તથા બીજી બે ઝેરોક્ષ કોપી પણ કરાવી આપી બધી વિગતો તેમને તથા સાથે આવેલ શાક્ષીઓને પણ સમજાવી અને પેપરો પ્લાસટીકની ચેલીમાં મૂકીને આપ્યા.
બધા પેપર્સની પ્લાસ્ટીકની થેલી લઇને કરસભાઇ તથા સાથે આવેલ બંનેસાક્ષીઓ ઉભા થઇને નીકળતા હતા ત્યાંજ જાડેજા સાહેબે તેમને ખુરશી પર પરત ઇશારો કરી બેસાડ્યા અને જણાવ્યું કરસનભાઇ બેસો આજે આવ્યા છો ફરીથી કયારે આવશો તે કહી ન શકાય. આપણે ભેગા થયા છીએ તો આપણી સંસ્કૃતીના આદાનપ્રદાન રૂપ ‘ચા’ કે જેમાં એક પ્રકારની ચાહનાનો સમાવેશ થયેલ છે તેનો સ્વાદ સાથે માણીને છુટા પડીએ. જાડેજા સાહેબની વાત ન સ્વીકારવા માટે કરસભાઇ કે તેમની સાથે આવેલ અન્ય બે સાક્ષીઓ પણ વિરોધ કરી શકે તેમ નહતા એટલે તેઓએ માન રાખી ચા આવી એટલે ‘ચા’ પીને ઉભા થતાં હતા ત્યાં તેમના હાથમાં ઉભા થતાં થતાં જાડેજા સાહેબે એક કવર આપ્યું.
કરસનભાઇ નવાઇ પૂર્વક બોલ્યા, સાહેબ, આ શું છે ? કંઇ નહીં વડીલ આ કવરમાં ત્રણ હજાર રૂપિયા પાંચસો-પાંચસો ની છ નોટો છે. તમે જે મને ૫૦૦૦/- આપેલ તેમાંથી મેં તમને આ રકમ પરત કરેલ છે. પરંતુ એમ કેમ સાહેબ ! તમારી જે ફી હતી તે જ મેં તમને આપી છે ને ! હા તમારી વાત સાચી, વડીલ પરંતુ તમે આ કમ્પઉન્ડમાં અગાઉ આવેલ અને અમારા વકીલના લીબાશમાં આપની સાથે ઘટના બની ગયેલ હતી ખરેખર અયોગ્ય ઘટના હતી. તેને હું ધીકકારું છું એ વ્યક્તિ કોણ હશે તે તો હું નથી જાણી શકતો. પરંતુ તે વ્યક્તિએ અમારા વકીલાતના વ્યવસાયને પણ કાલીમા લગાડી છે તેનું મને બહુ દુઃખ છે જેના ભાગ રૂપે હું તમારી તે રકમ પરત સોંપું છું.
વડીલ હું પણ નાના ગામમાં જ મોટો થયો છું અને આજે પણ નાના ગામડામાં જ રહું છું નાના ગામડાના લોકો કેવાં હોય છે તેનાથી હું પુરેપુરો વાકેફ છું. જે વ્યક્તિ આપની ધોખો કરી ગયો તેને સમય આવે પરમાત્મા ચોકકસ તેનું ફળ આપશે. પરંતુ હાલ તો એટલું જ કહીશ અમારા કમ્પઉન્ડ માટે આપના મગજમાં કોઇ ખરાબ વિચારો ન રહે તેવા શુભ આશ્રયથી આપને આ રકમ પરત કરી રહેલ છું......
વાંચક મિત્રો તથા લેખક મિત્રો મારી આ એક નાની રચના બાબતમાં આપનો અભિપ્રાય અને રેટીંગની આવશક્યતા ધરાવું છું.
DIPAK CHITNIS
dchitnis3@gmail.com