કલર્સ - 15 Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કલર્સ - 15

નિરાશ પીટર ના મન ને નાયરા ની વાત થી સારું લાગે છે.તે બધા ના હાથ માં ફળ આપે છે,પરંતુ તે ફળ ના રંગ માં ફરક પડતો નથી.અંતે તેઓ ફરી વાહીદ અને રાઘવ જે તરફ ગયા હતા ત્યાં જવાનું નક્કી કરે છે,હવે આગળ...

આ તરફ વાહીદ અને પીટર ટેકરીના રસ્તે નીકળ્યા,અને રાઘવ અને નિલ પેલી ગુફા વાળી જગ્યા એ.આ વખતે દરેક ટિમ મેમ્બર ત્યાં જ ગયા હોવાથી બધા સાથે મળી ને ત્યાં આસપાસ ની દરેક વસ્તુ ચકાસતા હતા.

આ તરફ નાયરા લિઝા અને જાનવી કિનારે બેસી પોતાની મસ્તી માં મશગુલ હતા.તેમાં જાનવી ને જાણવા મળ્યું કે કઈ રીતે નાયરા એ એક બાળક ને પાણી માં ડૂબવાથી બચાવ્યો.

અરે વાહ...આવી સરસ કળા તમે છુપાવી રાખી!

જી ના ભારત માં હતી ત્યારે ત્યાં બાળકો અને લેડીઝ ને સ્વિમિંગ શીખવતી,અહીં તો બાળકો માં સમય જ નથી રહેતો.

મને પણ સ્વિમિંગ નો શોખ હતો,પરંતુ ક્યારેય એવો મોકો જ ના મળ્યો. તમે મને શીખવસો??

હા ચોક્કસ!!નાયરા એ હસતા હસતા કહ્યું

તો પછી ક્યારથી?

અરે!! શુભ કામ માં રાહ શુ જોવી.ચાલો અત્યારથી જ સ્ટાર્ટ કરીએ!!અને બને હસી પડી.

ત્યારબાદ ત્રણેય સહેલીઓ એ પાણી માં ઝંપલાવ્યું. જાનવી ધીમે ધીમે નાયરા પાસે થી તરતા શીખવા લાગી, અને લગભગ કલાક ના અંતે તો તે ઘણું શીખી ગઈ.લિઝા
એ લોકો સાથે થોડીવાર રહ્યા બાદ પોતાના ટેન્ટ માં ચાલી ગઈ.

હવે જાનવી અને નાયરા કિનારા થી થોડે દુર સ્વિમિંગ કરવા લાગી,પણ જાનવી ને વધુ દૂર જવું હોવાથી તે બંને કિનારા થી આગળ જ્યાં ટાપુ નો વળાંક હતો ત્યાં સુધી ગઈ.

ફરતા ફરતા અચાનક બંને નું ધ્યાન પડ્યું કે ત્યાં કિનારા તરફ કોઈ ઇમારત દેખાય છે,આગળ તો થોડા વૃક્ષો દેખાતા હતા તો પણ બંને ત્યાં કિનારે પહોંચી અને તે ઇમારત તરફ આગળ વધી.

વાહીદ અને પીટર આ તરફ નો જંગલ નો નજારો જોતા જોતા આગળ વધતા હતા,રસ્તામાં વાહીદે પીટર ને બીજા કલરફુલ પથ્થર બતાવ્યા,ત્યાં ના વિશાળકાય પથ્થર જોઈ ને પીટર આભો જ બની ગયો.ધીમે ધીમે તેઓ ટેકરી પાસે પહોંચ્યા,ટેકરી પર રહેલો ગઝેબો નીચે થી થોડો થોડો દેખાતો હતો,આજે આખી ટિમ ઉપર ચડી અને બધા ને ત્યાં નો નજારો જોઈ ને આશ્ચર્ય થયું.ગઝેબો ની આસપાસ
રહેલા બધા વૃક્ષો અને તેમાં રહેલા ફળ સાવ રંગહીન થઈ ગયા હતા.

પીટર અને વાહીદ ટેકરી પર આગળ વધ્યા,બાકી બીજા લોકો ત્યાં જ આસપાસ બધું ચકાસતા હતા.પીટરે ત્યાં ના વૃક્ષ પરથી એક ફળ તોડી ને હાથ માં લીધું પણ કાઈજ ફરક પડ્યો નહિ,એ ફળ એને વાહીદ ના હાથ માં આપ્યું પણ પરિણામ શૂન્ય આવ્યું,પીટર ને સૌથી વધુ આશ્ચર્ય એ જ બાબત નું થતું કે કેમ કોઈ ફળ નો રંગ એના હાથ લગાવવાથી બદલતો નથી!!

સર...પીટર સર...વાહીદ સર...કમ હિયર...

પીટરે અને વાહીદે એક અવાજ સાંભળ્યો,એ અવાજ રોન નો હતો, તે બંને ત્યાં દોડ્યા,જોયું તો રોનના હાથ માં એક બાયનોક્યુલર હતું,અને તે થોડો હતપ્રભ જણાતો હતો.
પીટરે તેને પૂછ્યું તો તેને પીટર ના હાથ માં બાયનોક્યુલર આપી ને જોવા કહ્યું,જે દિશા માં રોને કહ્યું તે દિશા માં જોયું તો ત્યાંથી પેલા ધોધ વાળી જગ્યા દેખાતી હતી. વાહીદ અને બીજા બધા એ પણ તે જોયું.

ત્યારબાદ પીટરે આસપાસ પણ નજર કરી,જ્યાં તેને વધુ જંગલ અને દૂર એક જગ્યા એ પહાડી જેવું દેખાતું હતું.પીટરે પોતાની પાછળ ની તરફ જોયું જ્યાં તેને એવું લાગ્યું કે કોઈ ઘર છે!!અહીં ઘર હોઈ શકે?પીટર સ્વગત બોલ્યો.તેને વાહીદ ને એ જોવાનું કહ્યું અને તેને બાયનોક્યુલર આપ્યું.વાહીદે પણ જોયું કે ત્યાં કાંઈક ઇમારત તો છે જ.હવે ત્યાં પહોંચવું કેમ?

વાહીદ ચાલો આપડે અહીંથી તે દિશા તરફ જ આગળ વધસુ.

કેવી રીતે!આપડે ના તો તે રસ્તો જાણીએ છીએ અને ના તો આપડા મિત્રો ને ખબર કરી છે કે આપડે ક્યાં હોઈશું?

ના આપડા મા થી કોઈ બે લોકો આપડા ટેન્ટ પર જઇ ને જાણ કરશે કે આપડે આ દિશા માં છીએ પણ હવે હું બને એટલો જલ્દી તમને બધા ને અહીંથી કાઢવાની કોશિશ કરીશ.પીટરે મક્કમ અવાજે કહ્યું.અને સાથે જ ટિમ ના બે લોકો ને પાછા મોકલ્યા અને બાકી ના તે ઇમારત તરફ આગળ વધ્યા.

પીટરે ફક્ત હોકાયંત્ર થી તે જગ્યા ની દિશા નક્કી કરી અને એ દિશા માં એ ચાલવા માંડ્યો,ટેકરી પરથી ઉતરી તે
પૂર્વ દિશા માં ચાલવા માંડ્યો,અને બધા જ તેને અનુસર્યા. પીટર ની ચાલ માં ઉતાવળ,ઉત્સાહ અને જોમ હતા ,તેના મન માં કઈ શોધવાની ઈચ્છા વર્તાતી હતી.બધા એ પણ તેને સાથ આપ્યો અને આથમતા સૂરજ ની પરવા કર્યા વગર તેમની સાથે થયા.

નાયરા....જાનવી....લિઝા ટેન્ટ ની ચારેકોર બૂમ પાડતી હતી.

વોટ હેપ્પનડ લિઝા...મિસિસ જોર્જે પૂછ્યું.

લિઝા ના ચેહરા પર ગભરાહટ ના ભાવ સ્પષ્ટ દેખાતા હતા,હું ક્યારની....ક્યારની...જાનવી અને નાયરા ને શોધું છું!પણ ખબર નહિ તેઓ ક્યાં ગયા!!લિઝા તૂટક શબ્દો માં બોલી.

અરે અહીં જ હશે કદાચ કોઈ ટેન્ટ માં સુઈ ગયા હશે,કે પછી જાનવી કોઈ એક્સપિરિમેન્ટ કરતી હશે,તમે ચિંતા ના કરો એ લોકો આવી જશે.મિસિસ જોર્જે સાંત્વના આપતા કહ્યું.

પહેલા તો મને પણ એમ જ થયું પણ એ લોકો છેલ્લા ચાર કલાક થી દેખાયા નથી!!લિઝા ખૂબ ગભરાયેલી હતી.

શું?શું વાત કરો છો તમે?પાછળ થી મિસ્ટર જોર્જે લગભગ ચીસ પાડતા કહ્યું.તમે કેટલા બેદરકાર છો?તમને
કોઈ વ્યક્તિ ચાર કલાક થી નથી મળી અને તમે હવે અમને કહો છો?મિસ્ટર જોર્જ તો લિઝા કરતા પણ વધુ બહાવરા થઈ ગયા.

અચાનક જ નાયરા અને જાનવી ક્યાં ગાયબ થઈ ગયા?શુ પીટર અને તેની ટિમ જે ઇમારત તરફ જઇ રહી છે,તે ખરેખર કોઈ રસ્તો બતાવશે કે પછી કોઈ નવી મુસીબત તેમની રાહ જોઈ રહી છે?જાણવા માટે રહો મારી સાથે...


✍️ આરતી ગેરીયા....