World Elephant Day 2022 : જાણો, હાથી સાથે જોડાયેલા રોચક તથ્યો. આપણા દેશની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ભારતમાં હાથીની પ્રજાતિઓની સંખ્યા અનેક ઘણી છે. દક્ષિણમાં વિશ્વભરમાંથી પ્રવાસીઓ આ પ્રકૃતિમય દ્રશ્યોને પ્રત્યક્ષ સ્વરૂપે નિહારવા માટે મોટા પ્રમાણમાં આવતા હોય છે.
માનવામાં આવે છે કે દુનિયામાં હાથીઓની બે પ્રજાતિઓ છે. જોકે વૈજ્ઞાનિક રિપોર્ટમાં આમની ત્રીજી પ્રજાતિની પણ જાણ થઈ છે. ત્રણેય પ્રજાતિના હાથી દેખાવમાં એક સમાન હોય છે પરંતુ તેમનામાં ઘણી બધી ભિન્નતાઓ છે. હાથી દુનિયાનો સૌથી વિશાળ પરંતુ સમજદાર અને સામાજિક જીવ છે.
દુનિયામાં હાથીઓની સ્થિતિ કંઇક આ મુજબ છે.
1. દુનિયામાં મુખ્યરીતે હાથીઓની બે પ્રજાતિ જોવા મળે છે, આફ્રિકન અને એશિયન.
2. બંને પ્રજાતિના હાથી શારીરિક બનાવટમાં એક જેવા છે, પરંતુ આંતરસંવર્ધન માટે જૈવિક રીતે જુદા છે.
3. આફ્રિકી હાથીઓની પણ બે પ્રજાતિ છે, એક જંગલી અને બીજી સવાના.
4. તાજેતરના વૈજ્ઞાનિક નિષ્કર્ષ જણાવે છે કે આફ્રિકી જંગલોના હાથી આનુવંશિક પ્રકારે અલગ છે. તેમને ત્રીજી પ્રજાતિ માનવામાં આવી શકે છે.
5. નવી વૈજ્ઞાનિક શોધમાં જાણ થઈ કે યુરેશિયામાં 1.5થી એક લાખ વર્ષ પહેલા સુધી મળેલા વિશાળકાય હાથી આફ્રિકી હાથીઓના એકબીજાના નજીકના સંબંધી હતા.
6. આ નવી શોધ પહેલા માનવામાં આવતુ હતુ કે પ્રાચીન વિશાળકાય હાથીઓના સંબંધ એશિયન હાથીઓ સાથે હતા.
7. ગંભીર સંકટ સામે ઝઝૂમી રહેલા એશિયાઈ હાથીઓની સમગ્ર દુનિયામાં કુલ સંખ્યા લગભગ 40 હજાર છે.
8. આફ્રિકાના જંગલો અને સવાનામાં મળતા હાથીઓની કુલ વૈશ્વિક સંખ્યા લગભગ ચાર લાખ છે.
9. એશિયન હાથીઓનો વિસ્તાર ભારત સહિત 13 દેશોમાં છે. 50 વર્ષમાં હાથીઓનો વિસ્તાક 70 ટકા ઓછો થયો છે.
10. ગઈ સદીની શરૂઆતમાં થાઈલેન્ડમાં એક લાખ કરતા વધારે હાથી હતા જે હવે ઘટીને ચાર હજાર કરતા પણ ઓછા બચ્યા છે.
11. પ્રત્યેક ત્રણમાંથી એક એશિયાઈ હાથી કેપ્ટિવ હાથી છે.
12. તાજેતરની શોધથી જાણ થાય છે કે કેપ્ટિવ હાથી તણાવ અને ટ્રામા સામે ઝઝૂમી રહ્યા છે. આનાથી તેમની ઉંમર ઘટી રહી છે.
13. ભારતમાં વાઘની જેમ હાથીઓને પણ શેડ્યુલ એક હેઠળ સંરક્ષણ મળેલુ છે.
14. 2010માં ભારતે હાથીને નેશનલ હેરિટેજ પ્રાણી જાહેર કરાયા હતા
15. હાથીનુ વૈજ્ઞાનિક નામ એલેફસ મેક્સિમન (Elephas Maximus) છે.
16. હાથીઓનો ગર્ભકાળ તમામ જાનવરોમાં સૌથી લાંબો 22 મહિનાનો હોય છે. નવજાત હાથીનુ વજન 100થી 125 કિલો સુધી હોઈ શકે છે.
17. હાથી મનુષ્યોની જેમ જ પોતાના બાળકોનુ પાલન પોષણ અને સારસંભાળ રાખે છે.
18. હાથીઓનુ આયુષ્ય 70 વર્ષ હોય છે અને તેમની યાદશક્તિ ખૂબ સારી હોય છે.
19. હાથી પોતાની મજબૂત સૂંઢથી વૃક્ષને પાડી શકે છે સાથે જ તે ઘાસનો એક નાનો ટુકડો પણ ઉઠાવી શકે છે.
20. પ્રોજેક્ટ એલિફન્ટ મુખ્યરીતે 16 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં લાગુ કરવામાં આવ્યો. જેમાં આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ, છત્તીસગઢ, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલેન્ડ, ઓડિશા, તમિલનાડુ, ત્રિપુરા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સામેલ છે.
હાથીઓ પર જોખમના મુખ્ય કારણ
પૃથ્વીના સૌથી વિશાળ જીવ હાથીઓનુ અસ્તિત્વ જોખમમાં છે. ભારત સહિત એશિયામાં મળનારા એશિયન હાથીઓની કુલ સંખ્યા લગભગ 40 હજાર છે. જેમાંથી 60 ટકા ભારતમાં રહે છે. ભારતમાં તેમની સંખ્યા વધી છે. તેમ છતાં એશિયન હાથી લુપ્તતાના આરે છે. સમગ્ર દુનિયામાં આફ્રિકન હાથીઓની કુલ સંખ્યા લગભગ ચાર લાખ છે અને તેમનુ અસ્તિત્વ પણ જોખમમાં છે. આના ઘણા કારણ છે. જેમાં સતત ઓછુ થતુ આનુ પ્રાકૃતિક નિવાસ, ગેરકાયદે શિકાર અને માનવ-હાથી સંઘર્ષ મુખ્ય કારણ છે. હાથીઓની દુનિયા એટલી અનોખી છે કે આ લગભગ દરેકને આકર્ષિત કરે છે. તેમ છતાં હાથીઓ વિશે લોકોને ખૂબ ઓછી જાણકારી છે. તેથી આ અદ્ભુત જીવ જોખમમાં છે.
DIPAKCHITNIS
dchitnis3@gmail.com
————————————————-
સુજ્ઞ વાચક મિત્રો-લેખકમિત્રો આ લેખ બાબતમાં આપના અભિપ્રાય અને રેટિંગની અપેક્ષાને આવકારું છું.
🙏🙏