એક અનોખી મુસાફરી - 2 Patel Viral દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અનોખી મુસાફરી - 2

ભાગ:- ૨

સવારનાં છ વાગ્યાં છે અને રોહન પલંગ માંથી ઉભો થાય છે અને બાથરૂમ માં સ્નાન કરવા માટે જાય છે અને થોડીવારમાં જ સ્કુલ ડ્રેસ પેહરીને તૈયાર થઇ જાય છે. આજે તેની સ્કુલની મોક એક્ષામ શરુ થવાની છે."બેટા, તૈયાર થઇ ગયો હોય તો નાસ્તો કરવા આવીજા."રોહન નાં મમ્મી રૂમ માં કચરો વાળતા વાળતા બોલાવે છે."હા , મમ્મી બસ જોવો આ બેગ તૈયાર કરીને આવુજ છું."રોહન બેગ લઈને નીચે જમવા જાય છે.

રોહન :- "મમ્મી , આજે હું થોડો મોડો આવીશ એટલે તમે બપોરે મારી રાહ નાં જોતા તમે જમી લેજો."

મમ્મી :- "કેમ મોડો આવીશ તારા? સાહેબે તને બોલાવ્યો છે ?"

રોહન :- "નાં નાં , મારે એરિન નાં ઘરે સાયન્સનું થોડું શીખવાનું છે એટલે હું સીધો તેના ઘરે જઈશ એક્ષામ આપીને અને મારે જમવાનું પણ ત્યાંજ છે."

મમ્મી :- "સારું પણ થોડો વેહલો આવી જજે અને તારી આજની એક્ષામ ની તૈયારી કેવી છે?"

રોહન :- "સારી છે."

મમ્મી :- "સારું શાંતિ થી અને સરખું પેપર લખજે."

રોહન :- " હા હા , મારે મોડું થાય છે હવે હું જાવ નહીતર સર મને બેસવા નહિ દે."

મમ્મી :- "સંભાળીને જજે અને એરિનનાં ઘરે થી જલ્દી પાછો આવી જજે."

રોહન આજે થોડો લેટ થઇ ગયો હતો પણ તે દોડીને જલ્દી થી સ્કુલમાં પહોચી ગયો અને ક્લાસમાં બેસવા જાય છે ત્યાજ પપેર આપવાના શરુ થાય જાય છે.પ્રશ્નપત્ર રોહનનાં હાથમાં આવે છે અને તે ઉદાસ થઇ જાય છે."યાર, પાંચ સવાલ તો આવડતાજ નથી અને એનાજ સૌથી વધારે માર્ક્સ છે નક્કી મારે આજ નાં પેપરમાં માર્ક્સ ઓછાજ આવાના છે."થોડો ઉદાસ થઇ ને નેગેટીવ વિચારવા લાગે છે.અને રોહન સૌથી પેહલા ક્લાસ માંથી પપેર પતાવીને બહાર આવે છે અને એરિન નાં ઘરે જવા માટે નીકળી જાય છે. "એરિન,દરવાજો ખોલ "રોહન ડોરબેલ વગાડે છે.

એરિન :- "આવ આવ , તું ઉપર રૂમમાં બેસ હું થોડીજ વારમાં આવ્યો બહાર થી નાસ્તો લઈને."

રોહન :- "હા થોડો જલ્દી આવજે પછી મારે ઘરે જવું છે ફટાફટ."

એરિન (૨૦ મિનીટ પછી આવે છે.):- "કેવું ગયું આજનું પેપર અને આજે આટલો વહેલો કેમ નીકળી ગયો હતો ક્લાસ માંથી ?"

રોહન:- "યાર વાતજ નાં પૂછ આજનું પેપર મારા માટે અઘરું હતો અને એટલું બધું પણ સારું નથી ગયું?

એરિન :- " હમમ.... કઈ વાંધો નઈ કાલનાં પેપરમાં થોડી વધારે મહેનત કરજે એટલે આજ નાં માર્ક્સ કાલના પેપર માં કવર થય જાય."

રોહન :- "હા સારું ચલ તું મને ફટાફટ અમુક દાખલા શીખવાડી દે એટલે કાલે તકલીફ નાં પડે."

બંને કાલનાં ગણિતનાં પેપરની તૈયારી કરવાનું શરુ કરે છે.ત્યાજ એરીનના ફોન ઉપર રોહનનાં મમ્મીનો ફોન આવે છે."બેટા સાત વાગ્યાં કેટલી વાર છે હજી બોઉં  મોડું થઈ ગયું છે." રોહન ફોન મુકીને દાખલા ગણવાનું શરુ કરે છે સમય વીતતો જાય છે અને રોહન ની નજર ઘડિયાળ પર પડે છે અને જોવે તો ૯ વાગ્યાં છે.

રોહન :- " અરે યાર બોવ જ મોડું થય ગયું હવે હું જાવ છું એરિન."

એરિન :- " હા ,મૂકી જાવ હું બાઈક લઇને?"

રોહન :- "નાં , નાં હું જાતે જતો રહીશ."

એરિન :- "સારું ચલ કાલે સ્કુલમાં મળીયે આપણે."

રોહન :- "ગૂડ નાઈટ , બાય બાય "

રોહન તેના ઘરે જવા નીકળે છે અને ૧૫ મિનીટ માજ તે ઘરે પહોચે છે અને દરવાજો ખખડાવે છે પણ તેના મમ્મી દરવાજો ખોલતા નથી."મમ્મી,દરવાજો ખોલ જલ્દી થી."છતાંય દરવાજો ખોલતા નથી.રોહનને યાદ આવે છે કે ઘરની બીજી ચાવી તેના બેગ માં છે તે તરત જ તેના બેગ માંથી ચાવી કાઢીને દરવાજો ખોલે છે અને જેવો તે રસોડા માં જાય છે ત્યાજ તે એવું કઈક જોઇને ઢળી પડે છે.

ક્રમશ: