કલર્સ - 13 Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કલર્સ - 13

અગાઉ આપડે જોયું કે દરેક ટિમ ને અલગ અલગ રસ્તે અલગ અલગ અનુભવો થયાં,પણ રાઘવ ની ટિમ ને થયેલો અનુભવ સાવ જુદો અને અલગ જ છે,જોઈએ કે શું તે જ રસ્તો છે અહીંથી બહાર નીકળવાનો!કે પછી વળી કોઈ નવી પહેલી લાવી છે આ જગ્યા...
અમે એ ઝાડ ની નજીક ગયા તેની આસપાસ ચારેતરફ જોયું પણ ત્યાં કોઈ જ નહતું,અમેં કોઈ છે...એવી બૂમ પણ પાડી પરંતુ કોઈ જ જવાબ ના આવ્યો,એ પ્રકાશ એ ઝાડ માંથી ક્યાંથી આવતો હતો તે પણ સમજાતું નહતું!અમે પાછા વળતા હતા અને ત્યાં જ જોને મારા નામ ની બૂમ પાડી..રાઘવ સર...

મેં પાછળ ફરી ને જોયું તો જોને પોતાના હાથ ના ઈશારા થી મને તે ઝાડ ની ડાળીઓ બતાવી એ જોઈ ને હું વધુ આશ્ચર્ય પામ્યો.અને મેં અને જોને એ ઝાડ નો તરત જ ફોટો પાડ્યો.આમ કહી રાઘવે અને જોને પોટપોતાનો ફોન બધા ને બતાવ્યો,ફોન જોઈ ને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

તે બંને ના ફોન માં એક ઝાડ હતું જેની આસપાસ ખૂબ પ્રકાશ હતો અને તે ઝાડ માં અલગ અલગ કલર ના ફળ હતા.અને એ પણ માત્ર સાત જ!!!

બધા એ ઝાડ ના ફોટા જોતા અને આશ્ચર્ય પામતા,પરંતુ કોઈ સમજી શકતું નહિ કે આવું કેમ?અને હજી પ્રશ્ન તો ત્યાં નો ત્યાં જ રહ્યો કે એક જ જંગલ માં આવા અલગ અલગ જગ્યા એ અચરજ કેમ!!

અને હવે તો અમુક યાત્રીઓ વધુ ડરવા લાગ્યા કે શું આ આઇલેન્ડ પરથી નીકળવાનો કોઈ રસ્તો મળશે કે પછી આપડે અહીં જ ફસાઈ ને મરી જઈશું.

પછી શું ત્યાં કોઈ બીજી માહિતી મળી??પીટરે ઉત્સાહ અને ભય મિશ્રિત અવાજે પૂછ્યું.

બીજું તો કઈ ના મળ્યું એટલે અમે એક ફળ ને સાથે લાવવા માટે તોડવા નું નક્કી કર્યું,ફોટા માં દેખાય છે એ મુજબ ફળ બહુ ઉંચા નહતા પણ જોને તે ફળ તોડવાની કોશિશ કરતા તે તો ના તૂટ્યું,એટલે તેને તે ઝાડ ની ડાળી ને થોડી નીચે ની તરફ ખેંચી ને ચાકુ થી કાપવાની કોશિશ કરી
પણ આ શું જેવું ત્યાં ચાકુ લગાવ્યું તે ઝાડ ની ડાળી માંથી લોહી જેવું પ્રવાહી નીકળવા લાગ્યું.અને બસ પછી થાકી ને અને સાંજ પડવાની તૈયારી હોઈ અમે પાછા ફરી ગયા.

રાઘવ ની ઝાડ માંથી લોહી નીકળવાની વાત સાંભળી ને તો બધા ની આંખો જાણે ફાટી ગઈ.બધા એ રાઘવ અને જોને લીધેલો તે ફોટો પણ જોયો.

આમાં કશું ડરવા જેવું નથી.જાનવી બોલી.

બધા તેની સામે પ્રશ્નાર્થવદને જોઈ રહ્યા.

હા આમ કશું જ અજુગતું,નવીન કે ઘબરાવા જેવું નથી.

એટલે?એટલે તું કહેવા શું માંગે છે?નિલે જાનવી ને પૂછ્યું.

નિલ મોટા ભાગ ના આઇલેન્ડ પર આવા વૃક્ષો જોવા મળે છે,આને ડ્રેગન બ્લડ ટ્રી,કે પછી ડ્રેકેના સીનાબરી કહેવામાં આવે છે,ભારત અને અરેબિયન સમુદ્ર ની આસપાસ આવેલા ઘણા આઇલેન્ડ પર આ વૃક્ષ જોવા મળે છે...

તો એનો મતલબ એ ઝાડ કોઈ જાદુઈ નથી?તે ફક્ત એમ જ છે?તો ખાલી તેમાં સાત જ ફળ અને એ પણ અલગ અલગ રંગ ના એમ કેમ?અત્યાર સુધી ચૂપચાપ સાંભળી રહેલો રોન એકાએક જાનવી પર પ્રશ્ન નો મારો ચલાવતા બોલ્યો.

ના...જાનવી એ તેની નજીક જઇ બંને હાથ તેના ખભા પર રાખતા કહ્યું,આ વૃક્ષ ના ફળ આવા હોતા જ નથી તેના ફળ તો બૅરી જેવડા અને જ્યારે તે કાચા હોઈ ત્યારે લીલા પછી પાકા થાય ત્યારે ઓરેન્જ અને અંતે એકદમ પાકા ફળ કાળા કલર માં પરિવર્તિત થાય છે,જે પક્ષી અને પ્રાણી ખાતા હોઈ છે,જેમાં લગભગ બે થી ચાર બીજ હોઈ છે.
જાનવી એ બધા ની સામે જોઈ ને સમજાવ્યું અને પછી એક ઊંડો શ્વાસ લેતા બોલી પરંતુ આવડા મોટા ફળ અને એ પણ અલગ અલગ રંગ ના!એ જરા અચરજ ભર્યું છે.

અને વળી એકવાર બધાની આશા પર પાણી ફરી વળ્યું.

જો કે ન્યુયોર્ક ની એક પ્રાઈવેટ યુનિવર્સિટી ના પ્રોફેસર છે,પ્રોફેસર સેમ વેન એકન,જેમણે એક જ વૃક્ષ પર અલગ અલગ ચાલીસ જાત ના ફળ ઉગાડ્યા છે,પરંતુ એક એક દાળ પર એક એક ફળ એ થોડું અજુગતું છે,અને અહીં એવું કોઈ હોઈ શકે?એ પણ પ્રશ્ન છે.વાહીદ કાંઈક વિચારતા વિચારતા બોલ્યો.

કોઈ વાંધો નહિ હવે કાલે આપડે બીજા કોઈ ઉપાયો શોધીશુ .આમ કહી પીટરે બધા ને અત્યારે વિરામ લેવાનું કહ્યું,આખો દીવસ બહાર રહેલી ટિમો અત્યારે આરામ કરવાની હતી,અને અહીં રહેલા લોકો પહેરો દેવાના હતા, પણ પીટર ની આંખ માં ઊંઘ કે થાક વર્તાતો નહતો.

બધા પોતપોતાના ટેન્ટ માં આરામ કરવા ગયા.પીટર નજીક મા જ રહેલા એક ઝાડ ની ઓથે બેઠો,તેને અહીંથી શક્ય તેટલા વધુ જલ્દીથી બધા ને લઇ જવા હતા,એટલે તે એના વિશે વિચાર કરતો હતો,ત્યાં જ તેનું ધ્યાન સમુદ્ર કિનારે બેસેલી નાયરા પર પડ્યું.

ઓ હાઈ નાયરા!હું અહી બેસી શકું છું?પીટરે નમ્રતા થી પૂછ્યું.

અરે! પ્લીઝ આવો કેપ્ટન!ઊંઘ નથી આવતી તમને?નાયરા એ સવાલ કર્યો.

આટલા યાત્રીઓ ની સલામતી નો સવાલ છે ઊંઘ કેમ આવે!પીટર ના ચેહરા પર સ્પષ્ટ નિરાશા હતી.નાયરા કોઇ આશા સાથે તેની સામે જોતી હતી.

જાનવી ના કહેવા મુજબ આવા વૃક્ષો આ ધરતી પર અસ્તિત્વ ધરાવે જ છે,પણ આ અલગ રંગ ના સાત ફળ પાછળ અને વૃક્ષ માંથી આવતા પ્રકાશ પાછળ શું રહસ્ય છે!કેવી રીતે પીટર બધા ને આ મુસીબત માંથી કાઢશે?શું એ બધા સહી સલામત ત્યાંથી નીકળી શકશે?જોઈશું આવતા અંક માં....



✍️ આરતી ગેરીયા....