એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧ Priyanka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧


અત્યાર સુધીના ભાગમાં તમે નિત્યાની સમજદારી અને સહનશક્તિ,દેવનો ઇમોશનલ અને મજાકીઓ સ્વભાવ,માનુજનો લાગણીશીલ સ્વભાવ,દિપાલીની સરળતા,સલોનીની બેરુખી,નકુલનો અંદાજ,શ્રેયાની ચાલાકી,જીતુભાઈનો વ્હાલસોયો સ્વભાવ તો કામિનીબેન,જશોદાબેન,જ્યોતિબેન અને મિસિસ મહેતાની એમના સંતાનો પ્રત્યેની મમતા,સ્મિતાની ઉદારતા,કાવ્યાની માસૂમિયત,પંકજકુમારનો આદર્શ સ્વભાવ,મોહનકાકા અને મણીકાકાની એમના કામ પ્રત્યેની ઈમાનદારી જોઈ.

(નોંધ:-જો તમે ૧ થી ૫૧ ભાગ સુધી નઈ વાંચ્યું હોય તો તમને હવે પછીના ભાગ વાંચવા તો ગમશે પણ મજા નઈ આવે તો કૃપા કરી પહેલા આગળના ભાગ વાંચો.મારી સ્ટોરીને આટલો પ્રેમ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર🙏🏻⭐🌹)

હવે આગળ જોઈએ..............
.
.
.
.
.
અઢાર વર્ષ પછી................

સવારના પહોરમાં વાતાવરણ એકદમ શાંત હતું. -૧℃ જેટલી ઠંડી હતી.બ્લેન્કેટ ઓઢીને સુતેલી છોકરીના કાનમાં ઊંડે સુધી કંઈક અવાજ આવી રહ્યો હતો.આંખો ખોલવાની કોશિશ કરી પણ ઊંઘ જ એટલી હતી કે ઉઠવાની ઈચ્છા પણ થતી ન હતી અને એમાં પણ -૧℃ ટેમ્પરેચર હતું.પેલો ઊંડો અવાજ કન્ટીન્યુઝલી આવતો હતો.ના છૂટકે પેલી છોકરીએ મોઢા પરથી બ્લેન્કેટ હટાવી,આંખો ખોલીને ફોનમાં જોયું તો હજી સવારના ૬:૦૦ વાગી રહ્યા હતા એટલે એને બાજુના ટેબલના ડ્રોવરમાંથી કોટનના બે પુંગડાં કાઢ્યા અને બંને કાનમાં ઠૂંસીને બ્લેન્કેટ ઓઢીને પાછી સુઈ ગઈ.થોડી વાર પછી ઘરના ડોરબેલ વાગ્યો.એ છોકરીના રૂમની બહાર જ બેલ લગાવેલો હોવાથી એને સંભળાયો.તે ઉભી થઇ અને પોતાના રૂમમાંથી બહાર આવી દરવાજા તરફ આગળ વધીને દરવાજો ખોલ્યો.

"યસ મેમ?"એ છોકરીએ દરવાજા સામે ઉભેલ લેડીને પૂછ્યું.

"પ્લીઝ,સ્ટોપ ધીસ નોઈસ"

"યસ મેમ,આઈ એમ એક્સ્ટ્રેમલી સોરી"

"આઈ ટોલ્ડ યૂ મેની ટાઈમ્સ બીફોર ધેટ યૂ શુડ નોટ મેક સો મચ નોઈસ ઇન ધ મોર્નિંગ"

"આઈ એમ રીયલી વેરી સોરી મેમ"

"બી કેરફુલ નાઉ,અધરવાઈસ આઈ વિલ કમ્પ્લેઇન અગેઇન્સ્ટ ટૂ યૂ"

"નો નો પ્લીઝ,વી વિલ ટેક કેર ઓફ ઇટ"

"ઓકે"

"થેંક્યું મેમ"કહીને પેલી છોકરીએ દરવાજો બંધ કર્યો અને અંદર ગઈ.

"મમ્મા........મમ્મા.........."

"તારી મમ્મી ઘરે નથી"

"જસુ તને હું કહી કહીને થાકી ગઈ કે તું આમ મોટા અવાજથી આરતી ના વગાડીશ"

"પણ આ તો ધીમો અવાજ છે"

"આને ધીમો કહેવાય"ઓડિઓ પ્લેઅરમાંથી વોલ્યુમ ધીમો કરતા કહ્યું.

"સારું સારું હવે"

"અને આ તારો ઘંટ અહીંયા ના વગાડ.....ભગવાનને પણ આ સાંભળી ઇરિટેશન થતું હશે"

"બેટા ભગવાનને તો આ બધું ગમે"

"કેમ,...તને કહેવા આવ્યા હતા એ"

"હું તો મારા કાનુડાને ઓળખું છું એને આ બધું ગમે છે"

"તારો કાનુડો પણ અહીંયા આવીને હવે અહીંયાની જેમ વર્તે છે.પ્લીઝ જસુ કાલથી આ બધું બંધ કરી દે કા તો વોલ્યુમ સ્લો રાખીને તારી ભક્તિ કર.આ ઇન્ડિયા નથી કેનેડા છે"

"આજે પણ પેલી અંગ્રેજ આવી લાગે છે કમ્પ્લેઇન કરવા"

"હા જસુ,એ ત્રીજી વાર કહેવા આવી છે આપણા ઘરે અને આજ તો ધમકી આપીને ગઈ છે"

"એ વળી શેની ધમકી આપતી,આપણી મહેનતના કારણે તો એ લોકો આપણા પર રાજ કરે છે.હમણાં જ મારા દિકરાને કહીને એની બોલતી બંધ કરાવું"

"તારો દિકરો પણ આમાં કઈ જ નહીં કરી શકે"

"હા,વાત તો સાચી છે તારી.એ પણ અંગ્રેજો સાથે રહીને એમના જેવો થતો જાય છે"

"જસુસુસુસુ........."

"આમ મારું નામ કેમ લંબાવે છે?"

"આમ ઘડિયાળમાં જો તું,સાડા છ વાગી ગયા"

"હા તો એમાં શું,એ તો રોજ વાગે છે"

"જસુ આજ મારી કોલેજનો પહેલો દિવસ છે"

"અરે હા નઈ"

"મમ્મીને કહેજો કે મારું બ્રેકફાસ્ટ અને ટિફિન બંને પેક કરી દે ત્યાં સુધી હું કોલેજ માટે રેડી થઈને આવું છું"આટલું કહીને એ જલ્દી જલ્દી પોતાના રૂમમાં જતી હતી પણ જસુએ એને રોકી.

"તારી મમ્મી ઘરે નથી"

"ક્યાં ગઈ છે?"

"એ તો સવારના ૪ વાગે જ મોંટ્રીઅલ જવા માટે નીકળી ગઈ"

"ઓહહ,મને કહ્યું પણ નઈ....અને પપ્પા?"

"તારા પપ્પાને પણ એ બાજુ મીટિંગ હતી એટલે એ બંને સાથે જ ગયા છે"

"તો મને કોલેજના પહેલા દિવસે કોઈ જ મુકવા નહીં આવે?"

"હું છું ને હું આવીશ"

"ના હો,બિલકુલ નહીં"

"બેટા,હવે તું સ્કૂલમાં નથી કે તારા મમ્મી-પપ્પાને સાથે લઈ જવાના હોય"

"અચ્છા તો હું રેડી થઈને બ્રેકફાસ્ટ બનાવી દઉં આપણા બંનેનું"

"તું બનાવીશ શું?,....કોફી અને બ્રેડ-બટર"જસુ હસતા હસતા બોલી.

"હાસ્તો,મને જે આવડે એ જ બનાવીશ ને"

"તારી માઈરા આંટી આવાની છે"

"આટલું વહેલા?"

"હા,તારી મમ્મી એને કહીને ગઈ હતી કે કાલ મારે બહાર જવાનું છે તો વહેલા આવીને આપણું બંનેનું બ્રેકફાસ્ટ બનાવી લે.અને માઈરા નહીં આવે તો પણ શું વાંધો,હું બનાવી લઈશ"

"ના જસુ,તમારે તો કિચનમાં જવાનું જ નથી.જો તમે જશો તો મમ્મી-પપ્પા મને બોલશે"

"સારું સારું,તારી માઈરા આંટી આવીને બનાવશે"

"માઈરા નહીં મારિયા"મારિયા આવતાની સાથે જ બોલી.

"હા એ જ હવે"

"ગુડ મોર્નીગ મારિયા આન્ટી"

"ગુડ મોર્નીગ બચ્ચા,ગુડ મોર્નીગ જસુબેન"

"જય શ્રી ક્રિષ્ના"જસુ મોઢું મચકોડતા બોલ્યા.

"મારિયા આંટી,તમે ફાસ્ટલી બ્રેકફાસ્ટ બનાવો,હું રેડી થઈને આવું છું"

"ઓકે બચ્ચા,યુ ગેટ રેડી ફાસ્ટ.ધેન આઈ ડ્રોપ યૂ એટ કોલેજ"

"ઓહહ,થેંક્યું યુ મારિયા આંટી"કહીને પોતાના રૂમમાં ગઈ.કપબર્ડ ખોલીને થોડી વાર ત્યાં જ ઉભી રહી.એટલામાં જસુ રૂમમાં પ્રવેશી.

"શું વિચારે છે?"

"જસુ હું ક્યાં કપડાં પહેરું એ વિચારું છું"

"તું નાઈ લે,હું તારા કપડાં ચૂસ કરું"

"ઓકે,થેંક્યું"બોલીને જસુને કિસ કરી.

નાહી-ધોઈને ભીના વાળ લઈને બહાર આવી.

"ઢેન-ટે-ડેન"જસુએ ચૂસ કરેલા કપડાં બતાવતા બોલી.

"હું આ પહેરીને કોલેજમાં જઈશ?"પેલી છોકરીએ પૂછ્યું.

"હા"

"આ પહેરીશ હું અને એ પણ કોલેજના પહેલા દિવસે?"

"અરે હા,કેવું લાગ્યું?"

"જસુ યાર,આવું ના પહેરાય"

"પણ કેમ"

"હું આટલા ટૂંકા કપડાં ના પહેરી શકું"

"આમાં ખરાબી શું છે?"

"ખરાબી તો નથી પણ હું એમાં અનકોમ્ફર્ટેબલ છું"

"પણ અહીંયા તો બધા આવું જ પહેરે છે ને.આ જ ફેશન છે"

"ફેશન એ જે આપણને કોમ્ફર્ટેબલ ફીલ કરાવે"

આ સાંભળતા જ જસુ એક નજરે એની સામે જોઈ રહી.જસુને આમ એકીટશે પોતાની તરફ જોતાં પૂછ્યું,"આમ શું જોવો છો"

"તું બિલકુલ તારી માં પર ગઈ છે"

"હા,જવું જ પડે ને.મારી મમ્મા છે જ સ્પેશિયલ"

"હા"

"અચ્છા તમે હવે બહાર જાવ,હું જાતે ડીસાઈડ કરી લઈશ મેં મારે શું પહેરવું છે"

"ઓકે ઓકે,તૈયાર થઈને મંદિર પાસે આવ.આજે પહેલા દિવસે તને દહીં-સાકરથી મોઢું મીઠું કરાવું"

કોલેજ જવા માટે રેડી થઈને મંદિર આગળ ગઈ.જસુએ એને જોઈ તો જોતી જ રહી ગઈ.એ છોકરીએ મંદિર આગળ પોતાના પગરખાં ઉતાર્યા અને અંદર જઈને કાનાજીની મૂર્તિ સામે હાથ જોડી દર્શન કર્યા.પછી જસુએ એને દહીં-સાકર ખવડાવ્યું.

"હમણાં કોઈ મને કહી રહ્યું હતું કે આપણે ઇન્ડિયામાં નથી કેનેડામાં છીએ અને એ જ આ ઈન્ડિયન કપડાંમાં અને ભગવાન આગળ માથું ટેકવી કોલેજનો પહેલો દિવસ શરૂ કરે છે"

"જસુ એને સંસ્કાર કહેવાય"જસુને પગે લાગતા પેલી છોકરી બોલી.

"તારા બધા જ સપના પુરા થાય એ જ મારા આશીર્વાદ"

"થેંક્યું જસુ"

"માઈરા,બ્રેકફાસ્ટ રેડી છે ને?"

"જસુ ઇટ્સ મારિયા નોટ માઈરા"

"હા,હા હવે બધું એક જ કહેવાય"

"કેટલો ફર્ક છે નઈ,માઈરા હોય તો ઇન્ડિયન નેમ લાગે અને મારિયા હોય તો ફોરેન નેમ લાગે"

"હા,ચલ જલ્દી બ્રેકફાસ્ટ કરી લે"

"ઓકે"

બ્રેકફાસ્ટ કર્યા પછી મારિયા પેલી છોકરીને ડ્રોપ કરવા માટે કોલેજ ગઈ.

શું લાગે છે તમને.......પેલી છોકરી કોણ હશે?
અનેજસુ કોણ છે એમને ઓળખી શક્યા તમે?

તમારો જવાબ મને કોમેન્ટ કે મેસેજમાં જણાવી શકો છો.
ધન્યવાદ⭐🌹.
જય શ્રી ક્રિષ્ના🙏🏻