One unique biodata - 1 - 51 books and stories free download online pdf in Gujarati

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૫૧

નકુલ,માનુજ અને દિપાલી સલોનીને લઈને ત્યાંથી દૂર વોલ્વો તરફ ચાલ્યા ગયા.શ્રેયા ત્યાં ઉભી હતી પણ આજનું નિત્યાનું મહાકાલીનું રૂપ જોઈને એ પણ ત્યાંથી જતી રહી.દેવ નિત્યાને લઈને એક બાજુ કોફીશોપમાં ગાર્ડન જેવો એરિયા હતો ત્યાં ગયો.

"નિત્યા શાંત થઈ જા,એમાં સલોનીની ભૂલ નથી"

"હું શાંત જ છું.તને ખબર નથી એણે શું કર્યું છે.મારો બસ ચાલત તો હું એને હજી એક-બે થપ્પડ લગાવી દેત"નિત્યા હજી પણ ગુસ્સામાં બોલી રહી હતી.

"એને હાથલારીને ધક્કો માર્યો એ જ ને?"દેવે નિત્યાનો હાથ પોતાના હાથમાં લેતા પૂછ્યું.

"હા,અને એ વાત તું આટલું શાંતીથી કેમ કહી રહ્યો છે.જો તને ખબર હતી કે એને આટલું ખરાબ કામ કર્યું છે તો તે એને કેમ કશું જ ના કહ્યું.મને ખબર છે કે યુ લવ હર,બટ તું હવે પ્રેમમાં આંધળો થઈ ગયો છે"

"મેં એને એટલા માટે કઈ જ ના કહ્યું કારણ કે,મેં જ એને આમ કરવાનું કહ્યું હતું"

"દેવ તને ભાન છે કે તું શું કહી રહ્યો છે.તું સલોનીને બચાવવા માટે કહી રહ્યો છે ને?"

"ના,સાચું કહું છું.હાથલારીને ધક્કો મારવાનું એને મેં જ કહ્યું હતું"

નિત્યાએ દેવનો હાથ ઝટકો મારીને છોડાવ્યો અને ગુસ્સામાં ઉભી થઈને કહ્યું,"તું પાગલ થઈ ગયો છે કે શું?"

"નિત્યા ધીમેથી વાત કર"

"અચ્છા,હવે મને સમજાયું કે તું વચ્ચે ઉભો ઉભો એની સાથે જ વાત કરી રહ્યો હતો.દેવ તને ખબર છે ને કે નકુલ અને સલોની બંનેની એંગેજમેન્ટ થવાની છે તો તું શું કરવા આમ કરે છે"

"નિત્યા તું ગલત સમજે છે મને.પહેલા મારી વાત સાંભળ"

"મારે તારી કઈ જ વાત નથી સાંભળવી.તું આ બધું ખોટું કરી રહ્યો છે"આટલું કહીને નિત્યા ત્યાંથી ચાલવા જ જતી હતી ત્યાં દેવે મોટા અવાજથી કહ્યું,"નિત્યા.......ક્યારનો કહું છું શાંત થા,મારી વાત સાંભળ.ક્યાંરની બોલે જાય છે.સલોની પર આરોપ લગાવે છે,મારા પર પણ આરોપ લગાવે છે.હા,હું રસ્તા વચ્ચે ઉભો ઉભો એને જ મેસેજ કરી રહ્યો હતો કે તું હાથ લારીને મારી તરફ જોરથી ધક્કો માર.એને મારા કહેવાથી એમ કર્યું છે.એની આમાં કોઈ જ ભૂલ નથી"

"પણ તે એવું શું કરવા કર્યું?"નિત્યા પણ ગુસ્સામાં હતી એટલે ઊંચા અવાજે જ બોલી રહી હતી.

"તારા માટે કર્યું મેં આ"

"મારા માટે?"

"હા,તારા માટે.તારા મનમાંથી ટ્રાફિકનો ડર ભગાડવા માટે મેં આમ કર્યું.મને કોઈએ કહ્યું હતું કે જો કોઈ દુર્ઘટનાને કારણે મનમાં ડર પેસી જાય તો એ જ દુર્ઘટના એની નજીકની વ્યક્તિ સાથે થવાની હોય ત્યારે એને બચાવતા એનો ડર મનમાંથી હંમેશા માટે નીકળી જાય છે અને સેમ એવું જ થયું.મને બચાવવા માટે તું તારો ડર ભૂલીને રસ્તામાં ટ્રાફિકની વચ્ચે આવી ગઈ.હા,સલોનીએ હાથલારીને ધક્કો માર્યો કારણ કે મેં જ એને મેસેજમાં આમ કરવાનું કહ્યું હતું.એ તો બિચારી ડરતી હતી કે જો તું સમયસર ત્યાં ના પહોંચી શકી તો એના હાથે ફરી એક્સિડન્ટ થઈ જશે પણ મને વિશ્વાસ હતો કે તું મને બચાવી લઈશ"

"આઈ એમ સોરી,પણ આ બધામાં તને કઈ થઈ જાત તો હું શું કરત"નિત્યા દેવને હગ કરીને રડતાં રડતાં બોલી.

"મને કંઈ જ નથી થયું.આઈ એમ ફાઇન.તારે સલોનીને સોરી કહેવું જોઈએ.એ બિચારીને વગર જોઈતો તમાચો માર્યો છે તે"

"હું એને બિલકુલ સોરી નથી કહેવાની"

"નિત્યા....."દેવ ઊંચા અવાજે બોલ્યો.

"માનું છું કે આ વખતે એની ભૂલ નથી પણ આગળ એને કેટલીય ભૂલો કરી છે"

"તારા એક્સિડન્ટની વાત કરે છે તું?"

"એ તો ખરી જ અને બીજી કેટલીયે"

"ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન,તારા એક્સિડન્ટ પછી એ ખૂબ જ ગીલ્ટી ફીલ કરી રહી હતી.એ મારી પાસે આવી હતી માફી માંગવા માટે પણ હું એ વખતે ગુસ્સામાં હતો એટલે એને માફ નહોતી કરી પછી તે કહ્યું એટલે હું એની સાથે બોલવા લાગ્યો છું"

"દેવ તને ખબર નથી એને અને શ્રેયાએ મળીને તને ફસાવવાનો પ્લાન બનાવ્યો છે"

"નિત્યા આ તું શું બોલે છે"

"હું સાચું બોલું છું,તને મારા પર વિશ્વાસ નથી?"

"વિશ્વાસની વાત નથી પણ એ કેમ મને ફસાવે"

"બિકોઝ......."

"બિકોઝ વોટ,નિત્યા"

"શ્રેયા લાઇક્સ યૂ,બટ એ તને થોડા સમય માટે યુસ કરીને પછી છોડી દેશે.શ્રેયા પહેલા પણ ઘણા છોકરાઓ સાથે આવું કરી ચુકી છે અને મેં એના મોઢેથી આ વાત સાંભળી છે"

"હશે મને કોઈ ફરક નથી પડતો.હું કઈ નાનો છોકરો નથી કે એની વાતોમાં આવી જાઉં"

"એની તો નહીં પણ સલોનીની વાતોમાં તો તું આવી જ જાય"

"મને નથી લાગતું એ મારી સાથે આવું કઈ કરે.તું અત્યારે ગુસ્સામાં છે એટલે તને એવું લાગે છે"

"હું ગુસ્સામાં છું પણ પુરા હોશમાં બોલી રહી છું.પણ તારે શું તારે તો એની જ સાઈડ લેવી છે"

"હું કોઈની સાઈડ નથી લેતો.પણ મને સલોની પર વિશ્વાસ છે"

"અચ્છા તો મારા પર નથી એમ ને"

"નિત્યા....શું કારણ વગરની લપ કરે છે યાર.ક્યારની એક જ વાત લઈને બેસી છે.ભલે મને ફસાવી લે તો એમાં તારે શું.જે થશે એ મને થશે,તને શું ફર્ક પડે છે"

"મને ફર્ક પડે છે કારણ કે......."નિત્યા આટલું બોલતા જ અટકાઈ ગઈ અને વિચારવા લાગી કે આ જ સમય છે દેવને પોતાના મનની વાત કહેવાનો.અને પાછી દિપાલીએ કહેલી વાત યાદ આવી ગઈ કે પોતાના મનની વાત કહેવામાં મોડું ના કરતી એટલે નિત્યાએ નક્કી કરી લીધું કે આજ તો દેવને એના મનની વાત કહી જ દેશે.

"કારણ કે શું નિત્યા"

"કારણ કે આઈ લવ યૂ દેવ....આઈ રિયલી લવ યુ.તારી સાથે કઈ પણ ખોટું થાય એ હું નથી જોઈ શકતી"નિત્યા રડતાં રડતાં બોલી અને દોડીને દેવ પાસે આવીને દેવને ટાઈટલી હગ કરી લીધું.

દેવને સમજાતું ન હતું એ કેવું રીએક્ટ કરે.

"દેવ આઈ એમ સોરી,મારે તને ક્યારનું કહેવું હતું પણ મને લાગ્યું કે તું મારા વિષે શું વિચારીશ.મને ડર હતો કે મારા કહેવાથી આપણી ફ્રેન્ડશીપમાં પ્રોબ્લેમ થશે એટલે હું અત્યાર સુધી ચૂપ હતી"

દેવના હાથ ધીમે ધીમે ઉપર થઈ રહ્યા હતા તેથી નિત્યાને લાગ્યું દેવ એને હગ કરવા જતો હશે પણ દેવે નિત્યાને પોતાનાથી દૂર કરી અને બોલ્યો,"અચ્છા હવે મને પુરી વાત સમજાઈ"

"કેવી વાત દેવ?"

"કે તું મને પ્રેમ કરે છે"

"હા,હું તને બહુ જ પ્રેમ કરું છું"આટલું કહીને નિત્યા ફરી દેવને હગ કરવા જતી હતી પણ દેવે એને રોકી અને બોલ્યો,"તું મને કેમ પ્રેમ કરે છે એ બધું હવે મને સમજાઈ ગયું છે"

"એટલે?"

"એટલે કે તું પહેલેથી જ મને પ્રેમ કરતી હોઈશ એટલે જ તે મને સલોનીથી દુર રાખ્યો.હવે મને બધું જ ખબર પડી ગઈ છે.ધીમે ધીમે મને બધું ક્લીઅર થઈ રહ્યું છે અને સલોનીએ તારા એક્સિડન્ટ પછી તારા વિશે જે કહ્યું હતું એ પણ મને સમજમાં આવવા લાગ્યું છે"

"શું સમજમાં આવવા લાગ્યું છે અને સલોનીએ મારા વિશે તને શું કહ્યું હતું?,અને આ તું શું બોલી રહ્યો છે કે મેં તને સલોનીથી દુર રાખ્યો"

"હું એકદમ બરાબર જ કહી રહ્યો છું.સલોનીએ મને કહ્યું તું જ કે નિત્યા તને પ્રેમ કરે છે એટલે તને મારાથી દૂર રાખે છે અને ફક્ત મારાથી જ નહીં પણ બીજી છોકરીઓથી પણ દૂર રાખશે અને બરાબર એવું જ થઈ રહ્યું છે.તું મને એટલે જ શ્રેયા સાથે વાત કરવાનું પણ ના કહે છે.સલોનીએ જ્યારે મને આ કહ્યું ત્યારે તો મને એની પર ખૂબ જ ગુસ્સો આવ્યો હતો પણ હવે મને સમજાય છે કે એ બરાબર કહેતી હતી.હું એ વખતે એમ વિચારતો હતો કે નિત્યા ક્યારેય આમ ના કરે કારણ કે એને ખબર છે કે હું એને પસંદ કરું છું પણ તે ખરેખર એવું જ કર્યું"

"હું તને એ બંનેથી દુર રહેવાનું કહી રહી છું કેમ કે એ બંને તારા માટે બરાબર નથી.એ બંને તને ડિસર્વ નથી કરતા"

"મારા માટે કોણ બરાબર છે અને કોણ નહીં એ મને જ ડીસાઈડ કરવા દે તો સારું રહેશે"

દેવના આવા શબ્દો સાંભળતા નિત્યાના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એમ લાગ્યું.એને છેલ્લી વાર દેવની પાસે જઈને એના બે હાથ વચ્ચે દેવનો ચેહરો પકડીને દેવને પૂછ્યું,"તું મારી આંખોમાં જો,તને ખરેખર એવું લાગે છે કે તું જે વિચારે છે એ સાચું છે?"

નિત્યાના હાથ પકડી નીચે જટક્યા પછી દેવ બોલ્યો,"મને લાગતું નથી એવું જ છે.તે આજ મને બહુ જ હર્ટ કર્યો છે.મેં નહોતું વિચાર્યું કે આ પવિત્ર ફ્રેન્ડશીપ પાછળ તારો સ્વાર્થ છુપાયેલો છે.હવેથી મારાથી દૂર રહેજે"કહીને દેવ ત્યાંથી જતો હતો.

નિત્યાએ પોતાના આંસુ લૂછયા અને દેવને રોકતા કડક અવાજમાં બોલી,"મિસ્ટર દેવ પટેલ,તમે તમારી વાત કહી દીધી હવે મારી વાત સાંભળતા જાવ"

આટલું સાંભળતા દેવના પગ અટક્યા અને એને પાછળ ફરીને જોયું.

નિત્યા દેવની થોડું નજીક આવીને બોલી,"મારી તારા પ્રત્યેની ફ્રેન્ડશીપ અને હવે ગર્વથી હું કહી શકું છું કે મારો તારા પ્રત્યેનો પ્રેમ પવીત્ર છે જેની સાબિતી મારે તને તો શું પણ ભગવાનને પણ આપવાની જરૂર નથી.હું જાણું છું અને એ જ મારું સત્ય છે.તારે મારા વિશે જે વિચારવું હોય એ વિચાર એના માટે તું પુરી રીતે સ્વતંત્ર છે.હું મારી જાતને સાચી સાબિત કરવા માટે કોઈ જ એક્સ્પ્લેનેસન્સ આપવા નથી માંગતી.અને હા.....હવે તને મારો ચહેરો પણ જોવા નહીં મળે.ગુડ બાય એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ"

Now It's time to "INTERVAL"



એક અનોખો બાયોડેટામાં તમને લવ સ્ટોરી, ફ્રેન્ડશીપ, ઝગડો,સમાધાન આવું ઘણું બધું જોવા મળશે અને સાથે મારો આ સ્ટોરી લખવા પાછળનો હેતુ પણ સમજાશે.સ્ટોરીને લઈને કે બીજા કોઈ ટોપિકને લઈને તમારા મનમાં જે પણ કંઈ પ્રશ્નો હોય એ તમે મેસેજ કે કોમેન્ટ કરીને પૂછી શકો છો.હું મારા અનુભવોથી જે પણ કઈ શીખી છું એ મુજબ તમને જવાબ આપીશ.
ક્યાંય તમને ભૂલ જણાય કે તમને લાગે અહીંયા આવું કઈક હોય તો વધુ સારું લાગે એવું હોય તો પણ તમારા મંતવ્યો તમે જણાવી શકો છો.

જો તમે આગળના ૫૦ ભાગ ના વાંચ્યા હોય તો આજે જ વાંચવાનું શરૂ કરો અને હા તમારા અમૂલ્ય અભિપ્રાય આપવાનું ભૂલતા નહીં.આ ૫૦ ભાગમાંથી તમને કયું પાત્ર સૌથી પ્રિય લાગ્યું અને કેમ એ પણ મને કહેવાનું ભૂલતા નહીં.

વાર્તા લખવા પાછળનો હેતુ તમને કેવો લાગ્યોમને કોમેન્ટ કે મેસેજ દ્વારા જરૂરથી જણાવજો.

જે લોકોએ અત્યાર સુધીના પચાસ ભાગ વાંચી અને એમના અમૂલ્ય પ્રતિભાવ આપી મને આગળ સારું લખવા માટે પ્રેરિત કરી એમને ખૂબ ખૂબ આભાર.અને બીજા મારા વ્હાલા વાંચક મિત્રોને પણ ખૂબ ખૂબ આભાર. તમને વાર્તા ગમી હોય તો તમે તમારા સોશિયલ મીડિયા પર તમારા પરિવારજનો અને મિત્રો સાથે શેર કરજો જેથી મારા વિચારો વધુને વધુ લોકો સુધી પહોંચી શકે.

ફરી એકવાર મારી વાર્તાને આટલો પ્રેમ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.

જય શ્રી ક્રિષ્ના🙏🏻🌹♥️


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED