Chhelli Benchni masti - 3 books and stories free download online pdf in Gujarati

છેલ્લી બેન્ચની મસ્તી.. - 3 - બા (ગુજરાતીના ટીચર)

૩. બા(ગુજરાતીના ટીચર)


લગભગ સાહિઠ થી બાસઠ વર્ષની ઉમર હશે. માથા પર ગણ્યા ગાંઠય કાલા વાળ, મો પરની કરચલીઓ એવી લાગતી હતી જાણે જમીનને પાંચ છ દિવસ પહેલા પાણી પાયું હોય અને એ જમીન માં જેવી તિરાડો પડે એવી જ નાની મોટી કરચલીઓ હતી. પહેરવેશમાં ગુજરાતી સાડી જ હોઈ હંમેશા અને સ્વભાવે થોડા કડક પણ ભણાવવામાં એની સામે કોઈ ના ટકે એવા અમારા ગુજરાતીના ટીચર "બા".


અમે બધા એને બા ના નામે જ ઓળખાતા, એની એમને ખબર હતી અને એનાથી એમને કોઇ પ્રોબ્લેમ પણ નોહતો. બા શીખવાડે અને ના આવડે એવું ભાગ્યે જ બનતું. એમનું વ્યાકરણ એટલું સારું હતું કે એ પહેલી નજરે જ ભૂલ શોધી લેતા.


અમારું ગ્રુપ એમનું ફેવરિટ હતું કેમ કે અમારી પાસે મીઠ્ઠીબેન અને દેવ હતા. એક એના ભોળપણને લીધે બા નો ફેવરિટ હતો તો બીજી એની વાણીને લીધે ફેવરિટ હતી. એ બનેના લીધે જ અમારું ગ્રુપ ફેવરિટ હતું એવું નહોતું. અમારી શાળાના દસ વર્ષ પુરા થવાના ભાગ રૂપે અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાંની એક સ્પર્ધા હતી સાહિત્ય દર્શન. આ સ્પર્ધા બા જ સંભાળતા હતા. જોકે આ સ્પર્ધા માટે એના સિવાય કોઈ સર કે ટીચરને રાખવા મુર્ખામી જ કહેવાય.


બાના ડરથી આ સ્પર્ધામાં કોઈ ભાગ લેવા તૈયાર જ નૉહતું થતું. અરે ક્લાસમાં બધા ગુજરાતી હોવા છતાં હિન્દીમાં વાતો કરતા હોય એવા વેવલીનાઓ શુ ગુજરાતી સાહિત્યમાં ભાગ લેવાના. એટલે અમે જ ભાગ લેવાનું વિચાર્યું. અમે બા પાસે ગયા અને સ્પર્ધા વિષેની માહિતી જાણી.


સ્પર્ધાનો પહેલો નિયમ જ અમારા માટે અઘરો સાબિત થયો. નિયમ પ્રમાણે એક ગ્રુપમાં પાંચ વ્યક્તિ જ ભાગ લઈ શકે. અમે આઠ હતા તો કેમનું કરવું એ વિચારતા બાને પૂછ્યું "એક ગ્રુપમાં આઠ નહી ચાલે?" બા એ પ્રેમથી કીધું " દીકરાઓ, એક તો આખી સ્કૂલ માંથી તમે એક ભાગ લેવાનું વિચારો છો એમા પણ તમારે નિયમો બદલાવવા છે!" થોડું વિચાર કર્યા પછી પાછું એને જ અમને સલાહ આપી "ચાર ચારના બે ગ્રુપ કરી નાખો ને" વિચારતો એમનો સારો હતો પરંતુ ક્યારેય અમે આ રીતે કર્યું નહતું. આમ પણ અમારું ગ્રુપ બન્યા પછીની આ પહેલી જ સ્પર્ધા હતી. "અમે વિચારીને કહીશું" એવું કહીને આવતા રહ્યા. એની સાથે જ સવારે ખીલેલા ફૂલ સાંજે કરમાય જાય એમ જ બાની ઉમ્મીદ પણ કરમાય ગઈ.


અમારા ગ્રુપને આ સ્પર્ધામાં ભાગ લેવાની ખૂબ ઈચ્છા હતી. એના પાછળ પણ કારણ હતું. એ સ્પર્ધામાં અમારી સામે બોવ ઓછા સ્પર્ધકો હોવાના, ગુજરાતી સાહિત્યમાં અમને ખૂબ રસ હતો, બા નું ફેવરિટ બનવાનો સારા માં સારો મોકો હતો. ઘણા વિચાર વિમર્શ કર્યા પછી અમે એક દિલધડક અને અમારી મજબૂરીના લીધે અમે બે ગ્રુપ પાડવાનું નક્કી કર્યું.


નક્કી તો કરી લીધું કે બે ગ્રુપ પાડી દઈએ, પરંતુ એ કામ પણ સહેલું નહતું અમારા માટે. હવે સમસ્યા એ હતી કે કયા ગ્રુપમાં કોને રાખીશું તો બને ગ્રુપ સરખા થાય. એ વિચારવાનું કામ મને, મોટાભાઈ અને એશાને આપવા માં આવ્યું. જો રાજ અને રાજવીને એક ગ્રુપમાં રાખીયે તો એમાં ક્યારેય કઈ કામ થાય જ નહીં નકરી મસ્તી જ થાય. દેવ અને વિરાલી બને સીધા અને શાંત હતા એટલે બને ગ્રુપમાં એક એક શાંત વ્યક્તિઓતો જોઈએ જ. બધા સમીકરણો ભેગા કરી અમે ગ્રુપ નક્કી કર્યું


એક ગ્રુપમાં હું, રાજ્યો, મિઠ્ઠીબેન અને યશ. રાજ્યને તો મારી સાથે જ રાખવો પડે એમ હતો કેમ કે એ બીજા કોઈનું માને જ નહીં. આ ગ્રુપની કમાન મને સોંપવામાં આવી હતી.


બીજા ગ્રુપમાં મોટાભાઈ, એશા, લેડી સિંઘમ અને દેવ. લેડી સિંઘમ એશાના કન્ટ્રોલમાં રહેતી એટલે એશાને બીજા ગ્રુપમાં રાખી. આ ગ્રુપમાં લીડરનું પદ મોટાભાઈને સોંપવામાં આવ્યું.


ગ્રુપ તો પાડી દીધા લીડર પણ બનાવી દીધા તો શું સ્પર્ધા જીતી ગયા! જીતવાની વાત દૂરની હતી અમને તો એ પણ નોહતી ખબર કે કરવાનું શુ છે. પહેલી વાર જ્યારે બાને મળવા ગયા ત્યારે પાંચના ગ્રુપનો નિયમ સાંભળીને જ પાછા આવતા રહ્યા હતા.એટલે સ્પર્ધા શુ કરવાનું એ ખબર નહોતી.


હવે ફરીથી બા પાસે ગયા. અમને જોઈને બાના ચહેરા પર ખુશીનું મોજું ફરી વળ્યું હોય એવું લાગ્યું. અમે બાને અમારા ગ્રુપ વિષે વાત કરી અને બીજી માહિતી માંગી.


સ્પર્ધામાં ગુજરાતના કોઈ વ્યક્તિ વિષેશ, કવિ, લેખક, ક્રાંતિકારી, સત્યાગ્રહી, સાહિત્યકાર વિષે માહિતી આપવાની અથવા તો એના જીવનની કોઈ એક ઘટના નાટક રૂપે રજૂ કરવાની હતી.


અમે સત્યાગ્રહીની આત્મગાથા પર બોલિશું એવું નક્કી કર્યું. હવે ગુજરાત પાસે તો બહુ બધા સત્યાગ્રહીઓ હતા, તો મૂંઝવણ એ હતી કે કયા સત્યાગ્રહી પર બોલવું. સત્યાગ્રહી અને ગુજરાતના! એટલે મો પર પહેલા બેજ નામ આવે ' સરદાર વલ્લભભાઈ પટેલ' અને ' ગાંધીજી'. આ બનેની જ ગાથા કેવાનું વિચાર્યું, એમ પણ અમારા બે ગ્રુપ તો હતા જ. તો એના પરથી જ અમે અમારા ગ્રુપના નામ રાખી દીધા. " ટીમ સરદાર " અને " ટીમ ગાંધી". સરદાર પટેલ વિષે અમે બોલવાના હતા અને ગાંધીજી વિષે અમારું બીજું ગ્રુપ બોલવાનું હતું.


ટીમ નોંધાવી દીધી. મહિના પછી કાર્યક્રમ હતો એમાં અમારે આ રજૂ કરવાનું હતું એટલે પ્રેક્ટિસ તો કરવી પડે. અમે બા પાસેથી પરવાનગી લઈ લીધી કે અમે રોજ બે કલાક પ્રેક્ટિસ કરીશુ. એટલે અમે ગણિત અને હિન્દીના પીરીયડ માં પ્રેક્ટિસ કરવા જતાં રહેતા. ગણિતના મેડમતો કેમ ટીચર હતા એજ ખબર નોહતી. આવીને બોર્ડ પર દાખલો લખે, ત્યાં સુધી પાછળ બધા વાતું કરતા હોય. જેવો દાખલો લખાઇ જાઇ એટલે મેડમ રીત કહી દે આ રીતે ગણવાનો અને બોર્ડ પરનું આપડે આપડા ચોપડા માં છાપી મારવાનું.


હિન્દીના મેડમ, એની તો શું વાત કરવી અમારો અને એમનો છત્રીસનો આંકડો, કેમ કે અમે ક્યારેય હિન્દીમાં વાત કરતા નહીં અને તેમણે કિધેલું કે મારા પિરિયડ માં આખા ક્લાસે હિન્દીમાં જ બોલવાનું. આ નિયમના લીધે જ "યુપી- બિહાર" વાળું ગ્રુપ એમનું ફેવરિટ હતું.


અમે શાળામાં હવેતો પ્રેક્ટિસ કરવા જ આવતા હોવી એવું લાગતું. ક્લાસમાં બેસતા પણ અમારું ધ્યાન તો પ્રેકટીસ માજ રહેતું. અમે જીતવા માટે પ્રેક્ટિસ નહોતા કરતા, અમારે અમારા ગ્રુપનું નામ આખી શાળામાં ગુંજવવાનું હતું એ લક્ષથી ભાગ લીધો હતો. અસલ મુસીબતતો અમારી કાર્યક્રમમાં આરતીની થાળી લઈને ઉભી હોઈ એમ અમારું સ્વાગત કરવાની હતી.



બીજા રસપ્રદ વિકલ્પો