New Humsafar in Safar books and stories free download online pdf in Gujarati

સફર માં નવા જ હમસફર

મેં અત્યાર સુધીની સફરમાં હું સાપુતારા, મહાબળેશ્વર, લોનાવાલા, મલસેજઘાટ, ઉદયપુર, કચ્છ, ઇડર અને બીજી ઘણી-બધી જગ્યા મુસાફરીઓ કરી છે. મોટાભાગની મારી સફર મારા ભાઈ સાથેની જ હોય છે. આજે હું વાત કરું છુ મારા ઇડરના સફરની, ઘણા લોકોને ખબર પણ નહીં હોય કે ઇડર ક્યાં આવ્યું, બીજાની તો ક્યાં વાત કરું મને જ નહોતી ખબર. ઇડર સાબરકાંઠા જિલ્લાનો એક તાલુકો છે. જ્યાં પોળો ના જગલો આવેલા છે જે આકર્ષણનું કેન્દ્ર છે.


આ મારી સફર અલગ એટલા માટે હતી કેમ કે આ સફર માં મારા હમસફરઓ નવા જ હતા. જેમની સાથે હું પહેલા ક્યારેય ફરવા ગયો જ ન હતો. મારા મામા-માસી સાથે હું ગયેલો. હવે તમે વિચારશો કે એમાં શુ નવી વાત છે એતો બધા જતા જ હોય એના મામા-માસી સાથે. એટલે જ મેં પહેલા કહ્યું કે હું ક્યારેય એમની સાથે ફરવા ગયો નહોતો. એટલે મારા માટે આ એક નવો અનુભવ હતો. મામા-માસી અને એમના મિત્રો મારા મિત્રો પણ આવવાના હતા પણ છેલ્લે છેલ્લે ના પાડી એ લોકો એ, શુ કરવું ભાઈબંધો હતા એતો એવાજ હોય ને!


બધું પ્લાનિંગ માસી કરી રહ્યા હતા એટલે તેવો એ મને પૂછ્યું "તારે આવવું હોય તો કે નામ લખવી દવ". ત્યારે મારે હજુ કોલેજ પુરી થય હતી, અને હું ફ્રી જ હતો તો થયું જય આવું એટલે હા પાડી દીધી. કેમ જવાનું, ક્યાંથી જવાનું, શુ કરવા નું કઈ ખબર નહતી છતાં હા પાડી દીધી. જવાનું હતું જુલાઈ મહિના ની આઠ તારીખે એટલું જ ખબર હતી. જવાનો સમય નજીક આવતો ગયો તેમ તેમ માસી મને કહેતા ગયા. કુલ નવ જણા ગ્રુપ થયું હતું જેમાંથી હું ખાલી ત્રણ નેજ ઓળખતો હતો.


મને એટલી ખબર પડી કે અમારે ચાર જણા ને સુરત થી જવાનું છે, મામા અને એના એક મિત્ર વડોદરા થી આવના છે, અને માસી અને એના બે મિત્રો ગાંધીનગર થઈ આવશે. બધા અમદાવાદ ભેગા થવા ના હતા.


૮/૭/2022


સુરત બસ સ્ટેશને બે વાગે ભેગા થવાનું નક્કી થયેલું. ત્યાંથી બસ માં અમદાવાદ જવા નું હતું એટલે. સુરત બસ સ્ટેશન પર મારી મુલાકાત બે નવા જ વ્યક્તિ સાથે થઇ. એમના એક મામા ના મિત્ર હતા અને એક માસી ના બહેનપણી હતા. અમારી બસ અઢી વાગ્યાની હતી પણ ગુજરાત એસ.ટી. ની તો બધાને ખબરજ હશે હંમેશા મોડી જ હોય. પણ અમે વોલવો માં ટિકિટ બુક કરવી હતી એટલે એ વધારે મોડી નોહતી. લગભગ પોણા ત્રણે અમે બસ માં બેઠા હતા.


રસ્તામાં વરસાદ અને એક બે બ્રેક લેવા ના લીધે અમે લગભગ સાડા આઠે અમદાવાદ પોહચ્યા. પછી અમારે વાટ જોવાની હતી ગાંધીનગર વાળા ની એ બધું કરતા કરતા અમે નવ વાગે ખાધું. હવે અમારી પાસે ત્રણ કલાક હતી કેમ કે અમારી જે ઇડર માટે ની બસ હતી એ એક વાગ્યા ની હતી, એટલે માસી ની ઈચ્છા અનુસાર અમે કાંકરિયા તળાવ ગયા. પરંતુ કમ નજીબે એ બંધ થઈ ગયું હતું. પછી ત્યાંજ બાર બેસીને uno રમવાનું શરૂ કરું. પેહલી જ ગેમ માં હું જીતી ગયો. પછી થોડા ફોટા પડ્યા અને અમારી બસ ઉપાડવાની જગ્યાએ આવી ગયા. ત્યાં મામા આમારી વાટ જોઈને બેઠા હતા.


અરે આ બધામાં ગ્રુપ માં કોણ કોણ હતું એતો કેવાનું જ રહી ગયું. હિમાંશુ અને જેમિસ બને મામા ના મિત્રો હતા, જાનવી અને માસી સાથે ભણતા, ધ્રુવી, વિરાજ એ બને નાના માસી સાથે ભણતા. અને એક હું.


અમે ઇનવીન્સીબલ એન.જી.ઓ. માંથી ગયા હતા. એ ટ્રેકિંગ અને ટ્રાવેલિંગ કરાવે.


અમારી બસ બે વાગે અમદાવાદ થી ઉપડી અને સાડા ચાર વાગે ઇડર ગઢની તળેટી સુધી પહોંચી ગયા હતા. ત્યાં મોઢું સાફ કરી અમે થોડી વાર આટા માર્યા પછી પાંચ વાગે અમે ડુંગર પર ચડવાનું સારું કર્યું. આ મારું પહેલી વખત નું નહોતું પણ ઘણા સમય પછી ચડતો હતો એટલે શરૂવાત માં થોડો થાક લાગ્યો પણ પછી ચડી જવાયું. થોડે સુધી તો દાદરો પણ હતા પણ અસલી મજાતો પથ્થરો અને કેડી પર ચડવાની જ આવે.


અમે એક- દોઢ કલાક ની ચડાઇ કરી ની ટોચ પર પોહચ્યા અને ત્યાં નો નજારો, શુ કહું એના વિષે તો એજ ખબર નથી પડતી. આજુ બાજુના અરણ્યયો, વહેલી સવાર નું ધુમ્મસ, વૃક્ષો, ઉપરથી માંડ માંડ દેખાતી તળેટી અને તળાવ, એવું લાગતું હતું ને વાદળો ની ઉપર આવી ગયા છીએ. પરંતુ અમે જે જોવા માટે પર્વત ચડ્યા હતા એતો દેખાયું જ નહીં. સૂર્યોદય જોવાનો અમારો મેઈન આશ્રય હતો પણ એ ધુમ્મસ વચ્ચે ક્યાંય સૂર્ય દેખાયો જ નહીં ને. થોડી વાર ફોટા પાડી અને નીચે તરફ પ્રયાણ કર્યું. હું અને માસી અમારા ગ્રુપ કરતા થોડે આગળ હતા કેમ કે માસી ને ફોટા પાડવાનો બોવજ શોખ. જોકે બધી જ છોકરીઓ ને આ શોખ હોય જ.


ઉતરતી વખતે ખૂબ ધ્યાન રાખી ને ઉતારતા હતા છતાં એક વાર માસી નો પગ લપસ્યો પણ કય વાગ્યું નૉહતું એટલે સારું હતું.


ત્યાંથી અમે કેમ્પસાઈડ પર આવ્યા ત્યાં હાથ પગ ધોયા અને પછી અમને એક નવો જ અનુભવ કર્યો આ મારા શિવાય બધા માટે નવો હતો. ટેન્ટ બનાવ નું હતું જાતે જ બનાવવાનું અને એમાં રહેવા નું. તે લોકો એકવાર શીખવાડે તેમ આપડે જાતે બનાવી લેવા નું.


ટેન્ટ બનાવી અમે સવારનો નાસ્તો કર્યા. નાસ્તા માં બટાકા પૌવા હતા. એ પછી થોડી વાર ગ્રાઉન્ડ પર ફોટા પડ્યા ત્યાં બધા ને બસ માં બેસવા કહ્યું. અમે એક મંદિરે ગયા નાનું હતું પણ એવું માનવામા આવતું હતું કે ત્યાં ગંગા નદીનું પાણી આવે છે.


ત્યાંથી પાછા આવ્યા ત્યાં બપોરનું જમવા નું ત્યાર હતું. જમીને અમે થોડો આરામ કર્યો. ત્યાં પાછા બસ માં બેસવાનું કહ્યું. ત્યારે અમે વણજ ડેમ ના કેચમેન્ટ એરિયા માં ગયા હતા. ત્યાંનો નજારો એવો હતો જાણે સ્વિઝરલેન્ડ પર આવી ગયા હોવી. પર્વતો, નદી, પક્ષી, ગાયો, વૃક્ષો, નદી વચ્ચે આવતી ટેકરીઓ જાણે ટાપુ જ લાગતા હતા. એક વાર ચોમાસા માં ત્યાંની મુલાકાત જરૂર લેવાય.


સાંજે અમે જમીને uno રમવાનું વિચાર્યું પણ uno મળ્યો જ નહીં, કદાચ કાંકરિયાએ જ પડ્યો રહ્યો હશે એવું વિચારી અમે દંમશરસ રમવા નું ચાલુ કર્યું. દસ વાગ્યા સુધી રમી ને સુઈ ગયા.


બીજા દિવસની સવાર અમારા માટે બહુ વહેલી હતી. પાંચ વાગે જાગીને કસરત કરવી પડી હતી જે પેલા ક્યારેય કર્યું જ નૉહતું. પછી સવાર નો નાસ્તો કરી એક બીજા પર્વત પર ચડવાનું હતું. તેની માટે એક ગાઈડ રાખવા માં આવ્યા હતા. એ અમને ત્યાં ની બધી વસ્તુ ની માહિતી આપતા જતા હતા. અમે અગિયાસો ફૂટ ઊંચા પર્વત પર ચડ્યા હતા. વચ્ચે ખૂબ જ અડચણો આવી પણ અમે ચડી ગયા. ચડી તો ગયા પણ એજ રસ્તે થી ઉતારવું અમારા માટે શક્ય જ નહોતું.


એ ડુંગર ચડ્યા પછી ખબર પડી કે એને જ પોળો કહેતા હતા. ત્યાં વર્ષો પહેલા લોકો રહેતા હતા અને કોઈ દુશ્મન આવતો દેખાય તો રાજ્ય ને સાવચેત કરતા હતા.


અમે ડુંગર ની બીજી બાજુ એથી ઉતાર્યા અને ત્યાં એક નદી હતી જાણે એવું લાગતું હતું કે તમારે અહીંયાંથી બાર જવું હોય તો પગ ધોઈ નેજ જવાનું.


એ પછી અમે બોટનીકલ ગાર્ડન ગયા ત્યાં અલગ અલગ કેટલાય ઝાડો હતા જે અમે ક્યારેય જોયા નહોતા. બધા જ ઝાડ પર તેના નામ લખ્યા હતા જેથી તેને ઓળખવા માં આસાની રહેતી હતી.


છેલ્લી વાર અમે કેમ્પ સાઈડ પર જમ્યા અને ત્યાંથી નીકળી ગયા. રસ્તામાં એક મંદિર આવતું હતું ત્યાં પણ ગયા અને ત્યાં ગુજરાતનું નૃત્ય એટલે કે ગરબા કર્યા. પછી ત્યાંથી નીકળી સાંજે અગિયાર વાગે અમદાવાદ પહોંચ્યા અને પછી સુરત.


આ સફરમાં યાદો તો મળીજ પણ સાથે થોડા નવા મિત્રો પણ મળી ગયા. એના માટે ખૂબ ખૂબ આભાર માસી.

બીજા રસપ્રદ વિકલ્પો