A trip to Mobile... books and stories free download online pdf in Gujarati

મોબાઈલની સફરે....

"મોબાઈલ" - ઘર, કપડા, મકાન પછીની માણસની જીવન જરૂરી વસ્તુ એટલે મોબાઈલ, અમુકને તો ઘર, કપડા, મકાન નહી હોઇ તો ચાલશે પણ મોબાઈલ! એતો હોવો જ જોઈએ.


મોબાઈલ થતા લોકોને ઘરે જ ખાવા નું અને બીજી ઘણી બધી વસ્તુઓ મળી જાય છે.


લોકો ક્યાં જાય છે, શુ ખાય છે, શુ પહેરે છે, શુ વિચારે છે એ બધું જ સોશ્યિલ મીડિયા પરથી ખબર પડી જાય છે.


અત્યારના રસ્તા માટેનો ગાઈડ એટલે કે ગૂગલ મેપ, બધું જ કહી દે ક્યાં કેટલી ટ્રાફિક છે, ક્યાંથી જશોતો વહેલા પહોંચી જશો, ક્યાં કાર લઈ ને જઈ શકાતું નથી, તમારે નવા જવાના રસ્તા માં કેટલા ટોલનાકા આવે છે, આપડે જ્યાં જવું છે ત્યાંના ફોટા પણ જોઈ શકીએ છીએ. પરંતુ માણસ પ્રામાણિકતા ના રસ્તે ચાલતો જ બંધ થઈ ગયો છે.


દુનિયાના અલગ અલગ ખૂણે રહેલા લોકો સાથે વાત કરવી હોઇતો પણ થઈ શકે છે અને જોવા હોય તો વિડીયો કોલની સુવિધા પણ ઉપલબ્ધ છે. પરંતુ આજ નો માણસ પાસે જ રહેતા માતા-પિતા સાથે બેસી ને સુખ-દુઃખની વાતો કરવાનું જ ભૂલી ગયો છે. બાળકો એની રીતે મોબાઈલ માં પડ્યા હોય અને માતા-પિતા એની રીતે મોબાઈલ ફોન વાપરતા હોઈ છે. દૂર રહેતા નજીક લાગે અને નજીક રહેતા લોકો દૂરના લાગવા લાગ્યા છે.

હવે લાખો રૂપિયાના કેમેરાની જરૂર જ નથી પડતી. ફોન માજ કેમેરા આવી ગયા છે અને એનાથી જ લોકો ફોટા પડી ને સોશ્યિલ મીડિયા પર મૂકે છે. ક્યારેક તો ફોટા પાડવા માં એટલા મશગૂલ હોઈ કે એ પોતે પડી જવાય એવી જગ્યાએ જતા રે તો પણ ખબર રહેતી નથી. ઘણા એવા અકસ્માતો થાય છે. એક ફોટા ના ચકકર માં જિંદગીથી હાથ ધોય બેસતા હોઈ છે.


"ગુગલ" એક આંગળી પર દુનિયાની કોઈ પણ માહિતી મળી શકે છે. એમાજ આજ નો માણસ પુસ્તકોથી અને સાહિત્યથી દુર જતો રહ્યો છે.


આજે બાળક જમે નહીંતો ભુતબાવાની જગ્યાએ મોબાઈલના કાર્ટૂન આવે છે. સુવે નહીંતો યૂટ્યૂબ ના ગીતો આવે છે. હવેતો એવું લગે છેકે આવનારા સમયમાં બાળકો પણ મોબાઈલમાં જ આવી જશે.


હવે તો હદ જ થઈ ગઈ છે. આ કોરોના કાળમાં ભણવાનું પણ મોબાઇલ માંથી થઈ ગયું. એ વસ્તુ ત્યારે સારી પણ હતી કે છોકરાઓ ઘરે બેસીને ભણી શકે, પરંતુ એ સમય હવે જતો રહ્યો છતાં પણ મોબાઈલ માંથી ભણાવવું એ હિતાવહ નથી.

એક તો બહારના પીઝા, બર્ગર, વડાપાવ એવું બધું ખાઈ ખાઈને ચરબી વધીતી જતી હતી એવામાં ઓનલાઈન ફૂડ ડિલિવરી વાળાઓ નીજ કમી હોય તેમ ઘરે જમવાનું પહોંચાડવા લાગ્યા. માણસ એમ ને એમ આળસુ થતો જાય છે.

મોબાઈલ આ પ્રતિલિપિ જેવી એપ્લીકેશનો માં કેટ કેટલી પુસ્તકો, વાર્તા, કવિતા, લેખો આવતા હોઈ છે. પણ એવું તો ક્યાં કોઈ વાંચવું ગમે જ છે. અરે પુસ્તકો તો દૂરની વાત છે, લોકો પાસે સવાર માં ન્યૂઝ પેપર વાંચવા માટે નો પણ સમય નથી હોતો.


હું એવું નથી કહેતો કે મોબાઇલ ખરાબ વસ્તુ છે અને એનો ઉપયોગ જ ન કરવો જોઈએ, મોબાઇલ એ એક ટેકનોલોજીની ઉત્કૃષ્ટ શોધ છે. મોબાઇલ ના ફાયદા અને નુકસાન બને જ છે. જો આપણે મોબાઈલ નો સમજી વિચારીને સારી રીતે વપરાશ કરીશુ તો મોબાઈલ બહુ કામની વસ્તુ બની જાઇ છે. પરંતુ આજે લોકો ને ગેમ અને સોશ્યિલ મીડિયા માજ રહેવું છે તો એવા લોકો માટે આ શોધ બહુજ નુકસાન કારક છે. એમાં પણ

હજુ તો ચાલતા પણના શીખ્યું હોઈ એવા બાળક ને મોબાઈલ આપી રમવા માટે આપી દેતા હોય છે. કમ સે કમ હજુ એ નાના છે ત્યાં સુધીતો મોબાઈલ ના આપો.



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED