વંદના - 25 Meera Soneji દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વંદના - 25

વંદના -25
ગત અંકથી ચાલુ...

વંદનાની વાત સાંભળીને ડોકટર મોદી અને ઇન્સ્પેક્ટર રાજીવ મહેતાનાં ચહેરા પર વંદના માટે સન્માન ના ભાવ છવાઈ ગયા. બંને એકબીજા સામે ગર્વથી જોવા લાગ્યા.

વંદના અચાનક તે બંનેનું ધ્યાન દોરતાં બોલી" ઇન્સ્પેકટર સાહેબ હવે તમારે કંઈ પૂછવું છે મને?"

"હમમ હા મેડમ એક વાત જરૂર પૂછીશ કે તમે અમને આ કેસ માં મદદ કરશો પણ શા માટે? શું તમે તમારા દોસ્તની ખિલાફ જઈ શકશો?"ઇન્સ્પેકટર રાજીવ મહેતા એ વંદનાને પૂછ્યું...

"મે તમને હમણાં જ કહ્યું કે મારા માતાપિતા એક Ngo માં કામ કરતા ખૂબ જ ઈમાનદાર અને વરિષ્ઠ કાર્યકર્તા છે. મારા માતા પિતાએ પોતાનું આખું જીવન સમાજસેવામાં સમર્પિત કરી દીધું છે. અને મને પણ આ સંસ્કાર મારા માતાપિતા દ્વારા પ્રાપ્ત થયા છે. મારા માટે દોસ્તી કે પ્રેમ કરતા પણ અધિક આપણાં સમાજની પીડિત મહિલાની સલામતી જરૂરી છે. મારા માતાપિતાની જેમ મે પણ મારું સમગ્ર જીવન આવી પીડિત મહિલાની સહાય કરવામાં સમર્પિત કરી દીધું છે. પછી સામે કોઈ પણ હોય હું એક મહિલા પર અત્યાચાર થતાં નહિ જોઈ શકું. હું હંમેશા એવા વ્યક્તિની વિરૂદ્ધ ઊભી રહીશ જે નારીનું સન્માન નથી જાળવતું, નારીનું અપમાન કરે છે. એવી વ્યક્તિ મારા માટે દુશ્મન સમાન છે."વંદના એ પોતાનો આક્રોશ વ્યકત કરતા કહ્યું.....

" સારું સારું અમને આ જાણી ને ખુબ આનંદ થયો કે આજકાલની યુવા પેઢી પણ ક્રાંતિકારી વિચારો ધરાવે છે. નહીતો અત્યારની મોર્ડન યુવા પેઢીને હાય ફાય લાઇફસ્ટાઇલ સિવાય કોઈમાં રસ નથી હોતો. અરે અત્યારની ફાસ્ટ લાઇફમાં કોઈને પણ એકબીજાની મદદ કરવાનો પણ સમય નથી હોતો. અહીંયા લોકો ફક્ત પોતાના માટે જ જીવે છે. ખરેખર વંદના મેડમ હું તમારી વાતથી ખુબ જ પ્રભાવિત છું. આઇ સલ્યુટ યુ."ઇન્સ્પેકટર રાજીવ મહેતા ખૂબ ગર્વ સાથે કહે છે..

" ઠીક છે તો મિસ વંદના તમે મારા કલીક નેહા મેડમ સાથે આઈસીયુમાં જાવ એ તમને મિસિસ પ્રીતિબેન શાહ નાં શરીર પર લાગેલા એ ધાવના નિશાન બતાવશે. જેથી તમને પણ સત્ય શું છે એ સમજાય." એટલું કહેતાં ડોકટર મોદી નેહા મેડમને બોલવવા માટે બેલ વગાડે છે..

" હા ડોકટર મારે પણ એ નિશાન જોવા જ છે" વંદના બોલી..
એટલામાં ડોકટર નેહા મેડમ કેબિનમાં પ્રવેશે છે. ડોકટર મોદી નેહાને કેબિનમાં આવતા જોતા જ તરત બોલી ઊઠે છે."નેહા આ મેડમને પ્રીતિબેન શાહ પાસે આઇસીયુ માં લઇ જાવ અને પેલા નિશાન પેશન્ટ નાં બોડી પર લાગેલા છે. એ એમને બતાવો."

" જી સર," એટલું કહેતાં નેહા વંદનાને લઈને કેબિન માંથી બહાર નીકળી ગઈ. બહાર નીકળીને આઇસીયુ તરફ જતા જ સામે વંદનાનાં માતા પિતા આવતા દેખાય છે. વંદના પોતાના માતાપિતાને જોતા જ બોલી ઊઠે છે" અરે મમ્મી પપ્પા સારું થયું તમે બંને આવી ગયા હું સખત મુંઝાય ગઈ હતી. શું કરું કંઈ સમજાતું ન હતું."

" બેટા એમાં મુઝવાનું શું હોય તું તો મારી શેરની છે. અમને વિશ્વાસ છે તારા ઉપર અને અમારી પરવરિશ પર કે તું કોઈ પણ પરસ્થિતિમાં એકલી લડી શકે છે. તું તો મારી બહાદુર દીકરી છે.વંદનાનાં પિતાએ ગર્વ સાથે કહ્યું...

" હા પપ્પા પણ અહીંયા માહોલ કંઈક અલગ જ સર્જાયો છે. અને અમનનું આમ અચાનક જ બેહોશ થઈ જવું મને એની ખુબજ ચિંતા થાય છે." વંદના એ પોતાની ચિંતા વ્યક્ત કરતા કહ્યું...

"તું ચિંતા નહિ કર અમે છીએ તારી સાથે બધું ઠીક થઈ જશે." વંદનાની માતા તેને આશ્વાસન આપતા બોલી...

"પપ્પા આ ડોકટર નેહા મેડમ છે. એ મને આઈસીયુમાં આન્ટી નાં શરીર પર લાગેલા માર નાં ઘાવ બતાવવા લઈ જાય છે. તમે પણ આવો મારી સાથે. મેડમ શું હું મારા માતાપિતાને સાથે લાવી શકું."વંદના એ ડોકટર નેહા મેડમ ને પૂછ્યું...

" જી ના અંદર આઈસીયુમાં. એક જ વ્યક્તિને લઈ જવાની પરવાનગી છે."ડોકટર નેહાએ વંદનાને જવાબ આપતા કહ્યું..

"બેટા તું જા અમે અહીંયા બહાર દિલીપભાઈ સાથે બેઠા છીએ. એમની સાથે પણ કોઈ તો હોવું જોઈએને એમનું ધ્યાન રાખવા માટે." વંદના નાં પિતા પ્રમોદભાઈ એ સમજાવતાં કહ્યું...

"હા પપ્પા તમે સાચું કહો છો. તમે અહીંયા જ અંકલ પાસે રહો આઇસીયુ માં હું એકલી જ જાવ છું. અને મમ્મી તું પ્લીઝ અમન પાસે જા. અમન પણ ત્યાં જનરલ વોર્ડમાં એકલો બેહોશીની હાલતમાં પડ્યો છે."

" હા બેટા તું ચિંતા નહિ કર તું જા હું ને તારા પપ્પા દિલીપભાઈ અને અમન બંનેનું ધ્યાન રાખીશું"સવિતાબહેન પોતાની દીકરીને લાડ કરતા કહે છે.

વંદના અને ડોકટર નેહા બંને આઇસીયુ તરફ આગળ વધે છે. વંદના આઇસીયુ માં પ્રવેશતા જ ત્યાંના શાંત અને ગંભીર વાતાવરણને જોઈને જ તેના શરીરમાં ધ્રુજારી ફરી વળે છે. કપો તો લોહીના નીકળે એવી તેની હાલત થઈ જાય છે. પ્રીતિબહેનને આમ આઈસીયુ નાં બેડ પર સુતા જોઈને તેનું હૈયું ભરાઈ આવે છે. અચાનક તેને તેની માતાંનાં અંતિમ સમયે રેકોર્ડ કરેલા એ શબ્દો યાદ આવી જાય છે."બેટા વંદના તું તો મારી બહાદુર દીકરી છે. તારે આ સમાજની સ્ત્રીઓને સન્માન ભર્યું જીવન મળે એ માટે લડત લડવાની છે. આ દુનિયાની એક પણ સ્ત્રીને જો તું મદદ કરી શકીશ તો હું મારી કુખને ધન્ય માનીશ. મને એ વાતનો ગર્વ થશે કે મે એક બહાદુર દીકરી ને જન્મ આપ્યો છે. તારો જન્મ સ્ત્રીઓના કલ્યાણ માટે જ થયો છે." અચાનક વંદનાની આંખમાંથી આંસુ સરી પડે છે. બેઘડી બેશુદ્ધ અવસ્થામાં એક જ નજરે પ્રીતિબહેન નાં ચહેરાને નિહાળતી રહે છે. પ્રીતિબહેનનાં ચહેરામાં જાણે તેને તેની માતાની છબી દેખાતી હોય એમ એ તેના ભૂતકાળમાં સારી પડે છે. વંદના જે રીતે તેની માતાને વહાલ કરતી. તેની કાલી ઘેલી ભાષામાં તેની માતા સાથે વાતો કરતી. એ બધું જ જાણે કોઈ ફિલ્મની જેમ તેના માનસપટલ પર તરી આવ્યું. અચાનક તેના ખભા પર ડોકટર નેહાના હાથનો સ્પર્શ થતાં વંદના એકદમ ચોકી ઊઠે છે. અચાનક તેને ભાન આવે છે કે તે અત્યારે આઈસીયુમાં છે. તે પોતાની જાતને સવસ્થ કરતા બોલી" સોરી ડોકટર હું જરા ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગઈ હતી. કોને ખબર કેમ પ્રીતિઆન્ટી નો ચહેરો આજે મને કોઈની યાદ આપાવે છે."

" હું તમારી મનોવેદના સમજુ છું મિસ વંદના. હું પણ પહેલા એક સ્ત્રી છું પછી ડોકટર." ડોકટર નેહા એ જવાબ આપતા કહ્યું..

" હા એક સ્ત્રીની વેદના સ્ત્રીથી વધારે કોણ સમજી શકે?. ચાલો તમે મને એ ઘાવ બતાવો જે પ્રીતિઆન્ટી નાં શરીર પર લાગેલા છે." વંદના ફરી ભાવુક ન થતાં મૂળ વાત પર આવી...

ડોક્ટર નેહા એ પ્રીતિબહેનનાં ગળા,હાથ અને પીઠમાં લાગેલા ઘાવના નિશાન બતાવ્યા. વંદના તે ઘાવને જોઇને અચંબિત થઈ ગઈ.અચાનક કંઈક યાદ આવતા ડોકટર નેહને પૂછ્યું" ડોકટર તમારા હિસાબે આ ઘાવ કેટલા દિવસ પહેલાનાં હશે?"...

"લગભગ પચીસ દિવસ પહેલા નાં હશે આ ઘાવ. તમે જોઈ શકો છો કે ઘાવ બહુ ઊંડો નથી.જાણે કોઈએ ધાર દાર ચાકુથી મારવાની કોશિશ કરી હોય એ પણ માત્ર તેમને ડરાવવા માટે આ ઘાવ અપાયા હોય. પ્રીતિબહેનને મારવાના ઇરાદાથી નથી અપાયા. જાણે તેમના ગરદન પર ચાકુ રાખીને તેમને ધમકાવવામાં આવ્યા હોય એ રીતના નિશાન છે. અને પીઠ પરના નિશાન એ પોતાનો બચાવ કરવા માટે ભાગી રહ્યા હશે ત્યારે અચાનક વાગી ગયું છે. આ ઘાવ એટલા ઊંડા નથી એ ઉપરથી અમે આ રીતનો અંદાઝ લાગવી શકીએ કે કદાચ આ ઘાવ આ રીતે થયા હશે. પ્રીતિબહેન સાથે આશરે પચીસ દિવસ પહેલા કંઈક તો અઘટિત ઘટના બની જ છે." ડોકટર નેહા એ વંદનાને સમજાવતા કહ્યું...

વંદના એકદમ જ કંઈક ઊંડા વિચારમાં પડી ગઈ પછી અચાનક કંઈક યાદ આવતા બોલી" પચીસ દિવસ પહેલા તો હું અને અમન એક બિઝનેસ ટ્રીપમાં મુંબઇ ગયા હતા. ઓહ યેસ એનો મતલબ કે આ ઘટના એ વખતમાં જ બની હશે.અને કદાચ અમનને તો આ વાતની જાણ પણ નહિ હોય."...

ક્રમશ....
વધુ આવતા અંકે...