વંદના -24
ગત અંકથી ચાલુ...
રાજુ એ અમનને જનરલ વોર્ડના બેડ પર સુવડાવી દીધો. અને ડોકટર મોદીના આદેશ પરમાણે ઇંજેક્શન પણ આપ્યું. જેથી અમનને આરામ મળે..
વંદના અને ઇન્સ્પેક્ટર રાજીવ મહેતા વોર્ડબોય રાજુના કહેવાથી ડોકટર મોદીના કેબિનમાં પહોંચે છે. જ્યાં ડોક્ટર મોદી વંદનાને અમનની હાલતની જાણ કરે છે. વંદનાને જાણ થતાં જ વંદના એકદમ ચિંતિત થઈ જાય છે. તેના ચહેરા પર ચિંતાની ગહેરી લકીર ફરી વળે છે. થોડીવાર તો વંદનાને કઈ સૂઝ્યું નહિ કે તે શું કરે? એકબાજુ અમનના પિતા પણ ગહેરા સદમાં માં હતા. શું કરવું? શું ના કરવું કંઇપણ સુજતું ન હતું. થોડીવાર કઈક વિચારીને વંદના બોલી" ડોકટર મોદી પ્લીઝ મારે એક કોલ કરવો છે હું હમણાં થોડીવારમાં આવું છું..વંદના આટલું કહેતા જ કેબિન માંથી ઝડપથી બહાર નીકળી ગઈ.
વંદના એ કેબીન માંથી બહાર નીકળીને પોતાના પિતા પ્રમોદભાઈને ફોન લગાડ્યો. વંદના એ જે પણ કંઈ ઘટી ગયું હતું એ વિગતવાર તેના પિતા પ્રમોદભાઈ ને જાણ કરે છે. પ્રમોદભાઈ પણ એકદમ જ આશ્ચર્યચકિત થઈ બોલી ઉઠ્યા" શું વાત કરે છે દીકરા આટલું બધું ઘટી ગયું અને તું હવે અમને જાણ કરે છે. ચાલ જવાદે તું મને એ જણાવ કે તમે લોકો અત્યારે કંઈ હોસ્પિટલમાં છો"
"પપ્પા અમે અત્યારે ગુરુકુળ હોસ્પિટલમાં છીએ. પપ્પા પ્લીઝ તમે જલ્દી આવો મને કંઇજ નથી સુઝી રહ્યું કે હું શું કરું એક બાજુ અમન પણ વધુ પડતાં સ્ટ્રેસના લીધે બેહોશ થઈ ગયો છે. એકબાજુ આન્ટીની આવી હાલત. અંકલ પણ શુદ્ધબુધ્ધ ખોઈ બેઠા છે. અને એક બાજુ આ ઇન્સ્પેક્ટર રાજીવ મહેતા એ કહે છે કે આ કેસ ડોમેસ્ટિક વાયોલેન્સનો છે. ઘરેલુ અત્યાચારનો. પપ્પા આ શક્ય નથી હું અમનની ફેમિલીને ખુબ સારી રીતે જાણું છું. અને અંકલનો સ્વભાવ તો સાવ કોમળ અને દયાળુ છે એ આવું કરી શકે એ કેવી રીતે માનવામાં આવે."
" તું ચિંતા નહિ કર દીકરા હું હમણાં જ તારા મમ્મીને લઈને ગુરુકુળ હોસ્પિટલ પહોંચું છું. જરૂર પડે તો આપણે કોઈ સારા વકીલને પણ બોલાવી લેશું. પણ અત્યારે હિંમત રાખ તું હિંમત હારી જઈશ તો અમનને હિંમત કોણ આપશે?. તને યાદ છે ને કે અમનએ હંમેશા એક દોસ્ત બનીને તારા દરેક સુખ દુઃખમાં ભાગ લીધો જ છે. જયારે પણ તું તકલીફમાં હોય છે ત્યારે એ વગર કહે પહોંચી જાય છે. તો બેટા હવે તારો વારો છે એને ટેકો આપવાનો."પ્રમોદભાઈ એ વંદનાને સમજાવતા કહ્યું..
"હા પપ્પા તમે સાચું કહો છો. હું અમનની સાથે જ છું પણ હા જો ખરેખર આ એક ઘરેલુ હિંસાનો કેસ છે. તો અમન નાં પિતાના ખિલાફ હું એક્શન લઈશ.તમે તો જાણો છોને કે એક સ્ત્રી પર અત્યાચાર થતા હું નહિ જોઈ શકું." વંદનાના પોતાના પિતાને સપસ્ટ કરતા બોલી..
"હા વંદના હું સમજુ છું તારી વાતને પણ તે હમણાં જ કહ્યુંને કે તું અમનની ફેમિલી ને સારી રીતે ઓળખે છે પછી શુકામ આવું વિચારે છે." વંદનાના પિતાએ કહ્યું..
" હા પપ્પા હું અમન ની ફેમિલી ને સારી રીતે ઓળખું છું એટલે જ તમને કહ્યું હતું પણ આન્ટી નાં શરીર પર પેલા ધાવના નિશાન. મને તો કંઇજ સમજતું નથી પ્લીઝ પપ્પા તમે જલ્દી અહીંયા આવી જાવ બસ" આટલું કહેતા વંદના ફોન કટ કરી દે છે..
વંદના ડોકટર મોદીની કેબિન તરફ જવા જાય છે પણ એને અચાનક કઈક યાદ આવતા ત્યાં જ થોભી જાય છે અને તરત વંદના અમનનો ખાસમાં ખાસ દોસ્ત વિકાસને ફોન લગાડે છે. સામે વિકાસ અચાનક વંદનાનો કોલ જોતા ચોંકી જાય છે ને ફોન ઉપાડતાં તરત બોલી ઊઠે છે." અરે વાહ મેડમ આજે આ રોંગ નંબર લાગી ગયો કે શું? અમન ની જગ્યા એ ભૂલથી મને કોલ નથી લગાડી દીધો ને"....
"પ્લીઝ વિકાસ મારી વાત ધ્યાનથી સંભાળ અમન અત્યારે ખૂબ તકલીફમાં છે. તું પ્લીઝ જલદી થી ગુરુકુળ હોસ્પિટલ આવી જા"વંદના વિકાસની વાત અટકાવતા બોલી..
"ગુરુકુળ હોસ્પિટલ કેમ અચાનક શું થાય ગયું" વિકાસ અચંબિત થઈ ને બોલી ઉઠ્યો...
વંદના એ વિકાસને બધી જ વાત વિગતવાર જણાવી. વિકાસ પણ આ વાત જાણીને હેરાન થઈ ગયો ને એકદમ બોલી ઉઠ્યો."શું વાત કરે છે વંદના! આ શક્યા જ નથી હું અમન અને તેના ફેમેલીને નાનપણથી ઓળખું છે. અને અંકલને તો મે કોઈ દિવસ કોઈ સાથે ઉચા અવાજમાં વાત કરતા પણ નથી જોયા. ખૂબ જ સમજદાર માણસ છે એ આવું કરી જ ના શકે"..
"હા જાણું છું એટલે જ સખત મુંજાય ગઈ છું પ્લીઝ વિકાસ મને તારા હેલ્પની જરૂર છે તું જલ્દી આવી જા"..વંદના અમનને રિકવેસ્ટ કરતા બોલી..
" અરે વંદના એમાં પ્લીઝ કહેવાની જરૂર નથી. અમન મારો નાનપણનો જીગર જાન મિત્ર છે. મારી ફરજ છે કે તેના મુશ્કેલ સમયમાં મારે તેને સાથ આપવો જોઈએ. તું ચિંતા નહિ કર હું હમણાં જ હોસ્પિટલ આવવા નીકળું છું." એટલું કહેતાં વિકાસ ફોન કરી દે છે...
વંદના ફટાફટ ઉતાવળા પગલે ડોકટર મોદીના કેબિનમાં પ્રવેશે છે. અને કહે છે." હા ડોકટર સાહેબ શું કહેતા હતા તમે કહો"
"પહેલા તો તમે એમ કહો કે તમે મિસ્ટર અમન ના શું સગા થાવ?" ઇન્સ્પેક્ટર રાજીવ મહેતા વંદનાની વાત કાપતા બોલ્યા..
" જી સર, હું અમન ની દોસ્ત છું. હું અને અમન એક સાથે એક જ કંપનીમાં કામ પણ કરીએ છીએ. અમન મારો બેસ્ટ ફ્રેન્ડ છે" વંદના ઇન્સ્પેક્ટર રાજીવ મહેતા ને જવાબ આપતા બોલી...
" અચ્છા તો તમે એમના ઘરે પણ આવતા જતા હશો?" ઇન્સ્પેક્ટર રાજીવ મહેતા વંદનાની પૂછતાછ કરતાં બોલ્યા ..
" હા, હું અમન ના ઘરે આવતી જતી અને એના ફેમિલીમાં પણ બધાને સારી રીતે ઓળખું છું." વંદના એ અટકાતા જવાબ આપ્યો...
"તો મિસ વંદના મને એમ કહો કે કયારેય તમને અમનના માતા પિતાનું વર્તન અજીબ હોય એવું લાગ્યું ખરું?"
" ના સર એવું તો ક્યારેય બન્યું નથી. અમન ના માતા પિતા તો બેસ્ટમાં બેસ્ટ કપલ છે. અંકલ અને અમન આન્ટી ને ખુબ જ પ્રેમ કરે છે. મને યાદ છે સર એક દિવસ હું અચાનક જ જાણ કર્યા વગર જ અમનના ઘરે પહોંચી ગઈ હતી. અમનની માતાની તબિયત અચાનક બગડી ગઈ હતી. એટલે આન્ટી આરામ કરી રહ્યા હતા અને અમન અને તેના પિતા બંને મળીને આન્ટી માટે ગરમ ગરમ જમવાનું બનાવી રહ્યા હતા.. પછી આન્ટીને પોતાના હાથે ખવડવ્યું હતું અને સમયસર દવા પણ આપી હતી.. ખૂબ સારી રીતે સંભાળ રાખી હતી. અમન તો આન્ટીને જરા પણ કંઈ થાય તો આખું ઘર માથે લઈ લેતો. હું પણ તમારી વાતથી આશ્ચર્યચકિત છું કે આવું કઈ રીતે બને!. આન્ટીના શરીર પર એ નિશાન આવ્યા ક્યાંથી?"..વંદના એ ઇન્સ્પેકટર રાજીવ મહેતા ના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું...
" અમે એ જ જાણવાની કોશિશ કરી રહ્યા છીએ મિસ વંદના. ઘણી વાર આપણા સમાજમાં એવું બનતું હોય છે કે બહારથી સુંદર દેખાતું વ્યક્તિ હકીકતમાં એટલું જ ભયાનક હોય છે. ક્યારેક બંધ બારણે શું ચાલી રહ્યું છે એ આપણે ક્યારેય કળી જ નાં શકીએ. હોય શકે કે અમનનાં માતા પિતા વચ્ચે એકલતામાં કંઇક અજુગતું બન્યું હોય પણ ક્યારેય અમનને પણ એની જાણ નાં થઈ હોય." ઇન્સ્પેક્ટર રાજીવ મહેતા પોતાની શંકા વ્યક્ત કરતા કહ્યું..
" સર હું એક સોશિયલ વર્કરની દીકરી છું. મારા માતા પિતા એક Ngo માં કામ કરે છે. જો ખરેખર તને જે કહો છે એ સાચું હશેને તો આ કેસમાં હું તમને પુરે પૂરો સાથ આપીશ. એ મારું વચન છે તમને"....
ક્રમશ.. .
વધુ આવતા અંકે....