વંદના - 6 Meera Soneji દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વંદના - 6

વંદના- 6
ગત અંકથી શરૂ...

"ના ના આન્ટી હું જમીને જ આવ્યો છું. આ તો આજે ઓફિસમાં રજા છે એટલે ઘરે મારો સમય નોહતો જતો એટલે વિચાર્યું કે અહીંયા વંદનાને મળવા આવી જાવ અને તમે કાલે ફોન પર કહેતા હતા ને કે વંદનાને માથું દુખે છે તો એ આરામ કરે છે એટલે મને એની તબિયતની થોડી ચિંતા થતી હતી એટલે વેહલો આવી ગયો." અમન એ થોડું સંકોચ વ્યક્ત કરતા કહ્યું."

" અરે બેટા એ તો સામાન્ય દુખાવો હતો. તે જ કહ્યું હતું ને કે હમણાં થી ઓફિસમાં કામ વધારે હોય છે તો થાક ના લીધે હશે કદાચ. સવિતાબહેન અજાણતા નો ડોળ કરતા કહ્યું..

" હા આન્ટી હોય શકે!"

" અરે તું આમ ક્યાં સુધી ઊભો રહીશ થાકી જઈશ બેટા! બેસ અહીંયા હું તારા માટે પાણી લઈને આવું છું"

" Ohk આન્ટી પણ વંદના ક્યાં છે એ કેમ દેખાતી નથી"

" વંદના મેડમ આજે મોડા ઉઠયા હતા એટલે નાહવા ગઈ છે હમણાં આવતી જ હશે." એટલું કહેતાં સવિતાબેન પાણી લેવા રસોઈઘરમાં જાય છે..

અમનની તો નજર વંદનાને ચારો તરફ શોધતી જ હોય છે એટલા માં વંદના તેના રૂમમાંથી નાહીને બહાર નીકળે છે. કમર સુધીના સહેજ ભીના વાળ બ્લૂ જીન્સ અને લાઈટ પિંક કલર નું સિમ્પલ ટીશર્ટ માં ખુબ જ આકર્ષક લાગતી હતી. એવું લાગતું હતું જાણે કોઈ તાજી કળી ખીલી હોય. અમન તો વંદનાને જોઇને સ્તબ્ધ થઈ ગયો. તેના ભીના વાળ માંથી ટપકતા પાણીના ટીપાં અમનને તેના તરફ આકર્ષણ કરી રહ્યા હતા. વંદના પણ અમનને આમ અચાનક જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી. આજે અમન પણ રોજ કરતા કઈક અલગ લાગી રહ્યો હતો. રોજ ફોર્મલ કપડાં પહેરીને સિમ્પલ લિવિંગમાં માનતો અમન આજે બ્લૂ જીન્સ અને બ્લેક કલર નું ટીશર્ટ પહેરીને એકદમ સ્માર્ટ લાગતો હતો. બને એકબીજા ને જોઇને જાણે એકબીજા માં જ ખોવાઈ ગયા હતા ત્યાં જ વંદનાની માતા સવિતાબહેન પાણી લઈને બહાર આવે છે ને બંને જણા તંદ્રા માંથી બહાર આવે છે. વંદના અચકાતા સ્વરમાં અમનને કહે છે કે" અરે અમન તું! અહીંયા શું કરે છે?

" અરે આન્ટી એ તને કહ્યું નહિ! હું તને લેવા આવ્યો છું ચંપા" અમન વંદના ને મસ્તીમાં ચંપા કહીને બોલાવતો..

" હા કહ્યુ હતું પણ તું તો ચાર વાગે આવાનો હતો ને આટલો વહેલા કેમ આવી ગયો?" વંદના સહેજ ચિડાતા સ્વરમાં બોલી..

"અરે વંદના ઘરે આવેલા મહેમાન ને આવું કહેવાય આવું શીખવાડ્યું છે તને અમે?" સવિતાબહેન વંદના ને ટોકતા બોલ્યા..

" અરે આન્ટી આ ચંપા તો બોલ્યા કરે એમાં મને કોઈ ફરક નથી પડતો. પણ હા આન્ટી તમે મને મહેમાન કહીને સાવ પરાયો કરી દિધો એ મને ના ગમ્યું હો" અમને કહ્યું..

" અરે બેટા એવું નથી પણ આ કોઈ રીત નથી વંદનાની આમ તારી સાથે વાત કરવાની"

" આન્ટી એવું તો અમારા બંને વચ્ચે ચાલ્યા કરે " અમને વંદનાનો બચાવ કરતા કહ્યું..પછી બોલ્યો કે" જો ચંપા આજે મારા મમ્મી પપ્પા એક જગ્યાએ સગાઈ માં ગયા છે એટલે હું ઘરે એકલો બોર થઈ રહ્યો હતો તો મે વિચાર્યુ કે આમ પણ આજે સાંજે આપણે બહાર જવાનું જ છે તો થોડા વહેલા જઈને તારું માથું ખાવ"..

" કેમ જમીને નથી આયો તું? અને તું કેમ અંકલ આન્ટી સાથે ના ગયો?" વંદના જાણે કાલની બધી જ વાત ભૂલી ગઈ હોય એમ પહેલાની જેમ જ પોતાના બેસ્ટ ફ્રેન્ડને મસ્તીમાં કહે છે .

" અરે મારા પપ્પાના ઓફિસના એક દોસ્તની છોકરીની સગાઈ છે અને તને તો ખબર જ છે ને કે આવા કોઈ ફંકશન એટેન્ડ કરવામાં મને કોઈ જ રસ નથી. એટલે જ મે નક્કી કર્યું કે આપણે બંને રિવરફ્રન્ટ જઈને આનંદ માણીશું અને હા રાતનું ડિનર પણ સાથે જ કરીશું. શું કેવું છે તારું ચંપા?"

અચાનક વંદનાને કાલ સાંજ વાળી વાત યાદ આવતા જ તેના ચહેરા પરનું સ્મિત જાણે ગાયબ જ થઈ ગયું ને બોલી ઊઠે છે કે " ના મારે ક્યાંય નથી આવવું તારી સાથે, હું આજે રેસ્ટ કરવા માંગુ છું બસ"

એટલામાં વંદનાના પિતા પ્રમોદભાઈ રૂમ માંથી બહાર નીકળે છે અને અમનને આમ અચાનક જોઈને તે પણ આશ્ચર્યચકિત થતાં પૂછે છે" અરે અમન બેટા તું અહીંયા ?"

"હા અંકલ હું તમારી આ ચંપા ને લેવા આવ્યો છું આજે રિવરફ્રન્ટ જવાનો પ્લાન કર્યો હતો પણ આ ચંપા મારી સાથે આવવાની ના પાડે છે એટલે હવે હું જેમ આવ્યો હતો એમ જઈ રહ્યો છું બીજુ શું, કોઈને ના આવું હોય તો કંઈ નહિ" અમન નારાજગી વ્યકત કરતા કહે છે..

" કેમ વંદના નથી જવું તારે? તારી તબિયત તો સારી છે ને?" પ્રમોદભાઈ વંદનાને લાડ કરતા પૂછે છે..

" હા પપ્પા તબિયત તો સારી જ છે પણ આજે મારે તમારી ને મમ્મી સાથે જ રહેવું છે અને આરામ પણ કરવો છે એટલે ના કહું છું"

" દીકરા આ રવિવાર તો શક્ય નથી Ngo માં એક બાળક પર અત્યાચારનો કેસ આવ્યો છે એ બાબતે મારે બહાર જવાનું છે ને કદાચ જરૂર પડે તો હું તારી મમ્મીને પણ સાથે લઈ જઈશ. આ વખતે તું અમન સાથે જઈ આવ આવતા રવિવારે આખો દિવસ કંઇક ફરવા જઈશું ને સાથે જ સમય પસાર કરશું પણ આજે તું જા અમન સાથે, એની સાથે બહાર જઈશ તો તારો મૂડ પણ સારો થઈ જશે. તારી મમ્મી એ કીધું મને કે કાલે તું ખૂબ જ થાકેલી ને ઉદાસ લાગતી હતી એટલે કહું છું જા જઈ આવ" પ્રમોદભાઈ તેમની દીકરી ને સમજાવતા બોલ્યા..

" Ok પપ્પા તમે કહો છો તું હું જઈશ"

" અરે અત્યારે તો તમે બધા જમવા બેસી જાવ જમવાનું ટેબલ પર રેડી છે ચાલો પછી બધી વાત" સવિતાબહેનએ કહ્યુ..

" હા હા ચાલો ખૂબ ભૂખ લાગી છે પેલા પેટ પૂજા બાકી સબ દુજા, ચલ અમન તું પણ આવીજા. આજે તારી આન્ટી એ વંદનાની પસંદની કઢી બનાવી છે" પ્રમોદભાઈ એ અમનને સંબોધતા કહ્યું..

" અરે ના અંકલ હું જમીને આવ્યો છું. પણ વાહ તો તો આજે આ ભુખડ બે હાથે ખાશે કેમ ચંપા!" અમન વંદનાની મસ્તી કરતા કહે છે..

" તું નજર નહિ લગાડતો મારા ખાવા પર હો " વંદના પણ મસ્તી કરતા વળતો જવાબ આપે છે..

" સારું હવે મસ્તી પછી કરજો પેહલા શાંતિથી જમી લો" સવિતાબેન વંદનાને ટોકતા કહે છે." તું પણ આવીજા અમન થોડું ખાઈ લે અમારી સાથે" સવિતાબહેન એ અમન ને સંબોધતા કહ્યું..

"Ohk આન્ટી તમે કહો છો તમારું માન રાખવા થોડું ખાઈ લઈશ"

" લ્યો હવે કઢી મારા માટે જ નહિ બચે" વંદના ટીખળ કરતા બોલી અને બધા હસી પડ્યા..

હસી મજાક સાથે વાતો કરતા કરતા બધા એ ભોજન પતાવ્યું ત્યાં ત્રણ તો વાગી જ ગયા હતા. અમન અને વંદના સવિતાબહેન અને પ્રમોદભાઈ ની રજા લઈને રિવરફ્રન્ટ જવા નીકળી જાય છે. અમન તેનું બાઈક સ્ટાર્ટ કરે છે અને વંદના તેની પાછળ બેસી જાય છે અમનને શું સૂઝ્યું કે તેને રિવરફ્રન્ટ ના બદલે બાઈક અમદાવાદ હાઇવે પર દોડાવી મૂકે છે. આ જોઈને વાંદનાએ કહ્યું" અરે આ શું તું મને કંઈ બાજુ લઈ જાય છે રિવરફ્રન્ટ તો આ સાઈડ આવ્યું ને"

" હા વંદના મને ખબર છે તું ચિંતા નહી કર ચંપા હું તને કીડનેપ કરીને નથી લઈ જતો" અમન મસ્તીમાં કહે છે

" ચૂપ કર તારી બક્વાસ મને ખબર છે એટલી તો તારી હિંમત નથી તું પેલા એ કે મને આ બાજુ ક્યાં લઈ જાય છે"

" અરે વંદના તું જો તો ખરા, કેવો સરસ મોસમ છે. આવા ઝરમર વરસતા વરસાદમાં હું તને તારી મનપસંદ જગ્યા એ લઈ જવા માંગુ છું. જ્યાં મારી સાથે તું હોય તારી મનપસંદ ચા હોય અને સાથે વરસતા વરસાદમાં પ્રકૃતિના સોંદર્ય ની મજા માણીશું. પ્રકૃતિએ બનાવેલી આ સુંદર રચનાઓમાં ડૂબતા સૂરજને નિહાળવાની જે મજા છે એ મજા આ શહેરોના ઘોંઘટમાં ક્યાંય નથી. વંદના હું તારી સાથેની એ આહ્લાદક પળ ને મારી આંખોમાં કેદ કરવા માંગુ છું. પછી ભલે તું મારી સાથે અબોલા લઈ લે પણ આજે તો હું તારી વાત નહિ જ માનું ઓકે ચંપા"

" અમન મને લાગે છે કે હવે સમય આવી જ ગયો છે કે હું તને મારી બધી હકીકત કહી જ દવ"

અમન વંદનાની વાત સાંભળીને બાઈક ઊભી રાખી દે છે. અને વંદનાની સામે અસમંજસ ભરી નજરોથી જોયા કરે છે એનું દિલ એક ધડકન ચૂકી જાય છે ને કહે છે " વંદના તારી હકીકત જો તને મારાથી દૂર લઈ જતી હોય તો મારે તારું કંઈ સાંભળવું નથી" એટલું કહેતાં અમનનો અવાજ ગંભીર થઈ જાય છે અને બાઈક સાઈડ પર રાખી ત્યાં આવેલી એક ચાની લારી પર જઈને બે ચાનો ઓર્ડર આપે છે. વંદના પણ તેની પાસે જઈને ત્યાં રાખેલા ટેબલ પર બેસી ને કહે છે કે " અમન એક વાર સાંભળી તો લે કે હું શું કહેવા માંગુ છું"

" હા બોલ શું કહેવું છે તારે"

વંદના અમનથી નજર ના મિલાવી શકી અને ધીમા અવાજે અચકાતા કહ્યું કે" અમન હું મારા માતા પિતાની એડોપટેડ ચાઈલ્ડ છું"

ક્રમશ...