કલર્સ - ૧ Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કલર્સ - ૧

આ એક સંપૂર્ણ કાલ્પનિક કથા છે,જેમાં ખુશી નો સોનેરી રંગ છે,તો દુઃખ નો સફેદ અને ડર નો કાળો રંગ પણ છે,કેમ કે કોઈ એક રંગ ની ગેરહાજરી પણ જીવન રૂપી મેઘધનુષ ને અધૂરો રાખે છે.તો આવો સાથે મળી ને આ નવી જ કલરફુલ વાર્તા ને માણીએ.

ભગવાને ધરતી પર અલગ અલગ જીવ બનાવી સરસ સંસાર ની ઈચ્છા કરી,એટલે જ એમને દરેક રંગ ના અલગ અલગ જીવ બનાવ્યા,દરેક ની આગવી સુંદરતા અને મહત્તા આપી,તેમનું પોષણ થાય એટલે અલગ અલગ વનસ્પતિ પણ આપી અને અંતે એ સંસાર ને ચલાવવા માણસ બનાવ્યો,એક માત્ર એવો જીવ જે પોતાની બુદ્ધિ થી સારાસાર નો વિચાર કરી શકે.બ...સ કદાચ ત્યાં જ તેમની મોટી ભૂલ થઈ.કેમ કે માણસ નો સ્વભાવ ચંચળ છે
તે એક જગ્યા એ સ્થિર થઈ શકતો નથી તેને દરેક જીવ કરતા વધુ ગુણવત્તા વાળો બનાવ્યો,તેને બુદ્ધિ આપી,વાણી આપી પણ માણસ નો સ્વભાવ સ્થિર નથી,તેને નદી ની જેમ સતત વહેવું છે,પક્ષી ની જેમ ઉડવું છે,સુર્ય ની જેમ ચળકવું છે.

આ બધું મેળવ્યા પછી પણ માણસ નો એક ગુણ(કે અવગુણ)એ છે ઈર્ષ્યા જે તેને એકબીજા થી આગળ વધવા હરીફાઈ કરાવે છે,આ હરીફાઈ નિર્દોષ હોઈ ત્યાં સુધી તો વાંધો નથી આવતો,પણ એ હરીફાઈ મા જ એક બીજો અવગુણ અસંતોષ ભળે અને ચાલુ થાય એવી સ્પર્ધા જેમાં માણસ પોતે જ પોતાનું અહીત કરે છે.એક બીજા ના પગ ખેંચી,અને ગળા કાપી ને ઉપર આવવા ઈચ્છે છે.

કુદરત પણ ક્યાં સુધી આ બધું સહન કરે અને ત્યારે તે પોતાના સંતાનો ને કડવી દવા રૂપી સજા આપે છે.તેમાંથી સમજ કેળવી અને ખૂબ જ ઓછા માણસો આગળ આવી શકે છે.

જ્યાં સુધી તમારું કોઈ તમારી આસપાસ હોઈ ત્યાં સુધી ના તો એની કદર કે ના તો એની જરૂરત આપડે સમજીએ છીએ.એ વસ્તુ કે વ્યક્તિ ની દુરી આપડને એની મહત્તા સમજાવી જાય છે.જેમાં સહુથી પહેલું નામ આવે છે આપણું ઘર..

ભારત થી ખૂબ ભણી ગણી ને વિદેશ વસતા ભારતીયો ને કદાચ ત્યાં ગયા પછી પોતાના વતન નું મહત્વ સમજાય છે,આવું જ એક ફેમિલી એટલે રાઘવ મહેતા અને તેનું ફેમિલી.

રાઘવ મહેતા ચોત્રીસ વર્ષ નો એક ભારતીય યુવાન,ઉંચો પાતળો બાંધો અને વાને ઘઉંવર્ણ, એક સોફટવેર કંપની નો મલિક,એ જ્યારે પહેલીવાર ભારત થી અમેરિકા જીતવાના સપના લઈ આવેલો એ વાત ને માંડ એક દાયકો થયો હશે અને તેને ખરેખર અમેરિકા માં પોતાનો ડંકો વગાડી દીધો. બ્રાઇટ નામક તેની સોફ્ટવેર કંપની એ ખરેખર તેનું ફ્યુચર બ્રાઇટ બનાવી દીધું.

એક જ દાયકા માં તે એક સામાન્ય સોફ્ટવેર એન્જીનીયર માંથી એક સોફ્ટવેર કંપની નો મલિક બની ગયો.પરંતુ કહેવાય છે ને કે ધરતી નો છેડો ઘર.એટલે વારે વારે ભારત સાંભરે ખરા પણ કામ નો બોજ અને ડોલર ની ચમક મૂકી ને જવાય પણ નહીં!!

હેલ્લો માય ડિયર ફ્રેન્ડ;રાઘવે જોયું તો સામે એક મોડેલ ને પણ ટક્કર મારે તેવો હેન્ડસમ યુવાન ઉભો હતો,જે રાઘવ કરતા લગભગ બે એક વર્ષ નાનો હશે તે તેનો મિત્ર વાહિદ હતો.

ઓહહ વાહીદ હાઉ આર યુ માય ડિયર ફ્રેન્ડ!રાઘવ ઉભો થઇ ને તેને ખુશી ખુશી ભેટ્યો.

રાઘવ જ્યારે ભારત થી આવ્યો,ત્યારે તેની સહુથી પહેલી મુલાકાત વાહીદ સાથે થઈ હતી,વાહીદ પણ ભારત થી એકલો જ આવ્યો હતો,જે એક અમીર બાપ નો નબીરો હતો,અને ફક્ત પોતાના પિતા ના પૈસા બગાડવા જ અહીં આવ્યો હતો,પણ જ્યારથી તેને રાઘવ ની જિંદગી વિશે જાણ્યું ત્યારથી તેના માં પરિવર્તન આવી ગયું અને તેનો જિંદગી વિશે નો અભિગમ બદલી ગયો,ત્યારબાદ તેને ત્યાં જ અભ્યાસ કર્યો અને ડોક્ટર ની ડીગ્રી મેળવી,લગભગ છ સાત વર્ષ પહેલાં તેને અમેરિકા માં જ ભારતીય મૂળ ની લિઝા સાથે લગ્ન કર્યા.

વાહીદ ને લાંબા સમય બાદ જોઈ રાઘવ ખુશખુશાલ હતો.બંને એ એકબીજા ના ખબર અંતર પૂછ્યા,એકબીજા ની ફેમિલી વિશે વાત કરી અને એક સાથે સમય પસાર કરવા વાહીદ અને રાઘવે પોતાની ફેમિલી ને સરપ્રાઇસ આપવાનું નકકી કર્યું.અને એ મુજબ એ પછી ના જ વિકેન્ડ માં...

નાયરા...નાયરા...કમ હિયર ડાર્લિંગ..રાઘવે ઉત્સાહ થી નાયરા ને બોલાવી.

નાયરા રાઘવ ની પત્ની,રાઘવ જ્યારે અમેરિકા આવ્યો ત્યારે નાયરા ભારત જ હતી,રાઘવ ના સેટ થયા બાદ રાઘવે તેને અહીં બોલાવી.

અરે આવું છું હની..આજ તો બહુ ઉત્સાહ મા છે કાઈ..
એક બત્રીસ વર્ષ ની સુંદર નમણી નારી,જેને બ્લેક જીન્સ પર લેમન યલો કલર નું ગોઠણ સુધી લંબાઈ વાળું કફતાન પહેર્યું હતું,ખભા સુધી ના બર્ગનડી કલર ના ખુલ્લા વાળ તેના છત્રીસ ચોવીસ છત્રીસ ના ફિગર ને વધુ નિખારતું હતું.

તે આવી ને જાણે કોઈ વેલ વૃક્ષ ને વિટળાયેલી હોઈ એમ તે રાઘવ ને વીંટળાઈ ગઈ.રાઘવે તેને કમર માંથી પકડી ઊંચકી અને એક ચકરડી ફરી,અને પછી તેને નીચે ઉતારી તેના ગાલ પર એક કિસ કરી.

ઓહહ આટલો બધો પ્રેમ શુ વાત છે?

હા વાત જ એવી છે આવતી કાલે આપડે આઠ દિવસ માટે ફરવા જવાના.

તો કેવી હશે આ સુખી ફેમિલી ની આગળ ની સફર?શુ ખરેખર આ સફર તેમના જીવન માં કોઈ નવો રંગ પુરશે કે પછી જીવન નો એક રંગ ઓછો થશે?જાણવા માટે રહો મારી સાથે....

આરતી ગેરીયા...