ધ સ્કોર્પિયન - પ્રકરણ – 26 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ધ સ્કોર્પિયન - પ્રકરણ – 26

ધ સ્કોર્પીયન

પ્રકરણ – 26

 

તૌશિક ઝેબાને સાંભળી રહેલો ઝેબાએ જે રીતે વાત કરી એને થયું એ હવે બરાબર ઓળખી ગઈ છે પણ ઝેબાની એને જોવાની રીત એને ગમી નહીં એ જાણે હર્ટ થયો એણે કહ્યું કેમ આવી રીતે જુએ છે મારી સામે ? ઝેબાએ મનમાં વિચાર્યું આ બાંડીયો અહીં કેમ આવ્યો હશે ? એની ઊંચાઈ મારી છાતી સુધી આવે છે એ શું કરી લેવાનો ?એ તૌશિકને માપી રહી હતી અને તૌશિકે બગડીને આવું પૂછવું... ઝેબાએ હસતાં હસતાં કીધું "અરે કંઈ નહીં પહેલીવાર તને જોયોને એટલે... નામ તો તારું બહું સાંભળેલું... પણ તમે લોકોએ સોફીયાને...

તૌશિકે કહ્યું એય આફ્રીકન બલા મારી ઊંચાઈ પર ના જઈશ... મારું જોર તો તને પછી ખબર પડશે તને ખબર છે ને અમે અહીંનાં પહાડોનાં રસ પીધાં છે ખાલી માંડવાનાં નહીં...દરેક અંગ અંગમાં પત્થર છે આ રીવોલ્વરની ગોળી પણ છેદી નહીં શકે મને... આપણે પહેલીવાર નથી મળયા પહેલાની મુલાકાત નશામાં ગઈ?

તું સોફીયાની શું વાત કરે છે ? એને તો એનાં કર્મની સજા મળી ગઈ. એ હવે મરવાનાં વાંકે જીવી રહી છે હમણાં પોલીસની વચમાં છે પણ એનો આખરી ન્યાય તો બાકી છે પણ હું તારાં માટેજ આવ્યો છું અને બધો સમાન તારાં માટે લાવ્યો છું એ માંજરી અને ગોરી ચામડીવાળી મને પસંદ ના આવી કોઈ રીતે... પણ તું તો કંઈક અલગજ છે એટલે શોધતો શોધતો તારી પાસે આવ્યો.

જે ડીલ સોફીયાએ પુરી ના કરી એ હવે તું પુરી કરી દેજે કીંગ સ્કોર્પીયનનો હુકમ કોઈ પણ ઉથલાવી ના શકે એ તું જાણે છે ને હું તો એમનો એક ચાકર જ છું આવાં તો સેંકડો ચાકર છે એમનાં એમનું સામ્રાજ્ય એકવાર તમે લોકો જોઈલો પછી માલુમ પડશે કે કોઈ ગવર્મેન્ટ એમને પકડી ના શકે ભલેને આખી આર્મી અહીં જંગલમાં ઉતારે...

     ઝેબા બધું ધ્યાનથી સાંભળી રહી હતી એને થયું હું કેવી રીતે હવે એક્ટ કરું ? શું કરું ? જો દેવ કે દુબેન્દુ જાણશે તો હું ફસાઈ જઈશ. સોફીયાએ શું કર્યું ? કંઈ સમજ નથી પડતી... હું કેવી રીતે આને સંભાળુ ? સોફીયા પાસે જાણ્યાં વિના હું કંઈ નહીં કરી શકું... તૌશિકે કહ્યું કેમ શું વિચારોમાં પડી ગઈ ? મને પકડાવી દેવાનો પ્લાન કરે છે ? મેં બધુંજ બંધ કર્યું છે હું કહું એમજ તારે કરવાનું છે... લાવ તારો મોબાઈલ મને મને આપી દે પહેલાં... એમ કહી ઝેબાનો મોબાઈલ લઇ લીધો. એણે મોબાઈલ સ્વીચ ઑફ કરીને પલંગ પર ફેંકી દીધો... પછી બોલ્યો બોલ શું કરવું છે ?

ઝેબા બધી પરિસ્થિતિ પામી ગઈ હતી એને થયું આની ચુંગાલમાંથી છૂટવા મારે નાટક કરવું પડશે એણે ત્વરીત નિર્ણય લીધો અને બોલી તમે આજે પહેલીવાર મળ્યાં છો તમારી સેવાનો લાભ આપોને તમારાં પત્થર જેવાં શરીરને હું આનંદ આપું... ભલે પહેલાં મળ્યા હોઈએ મને યાદ જ નથી…

તૌશિકે ગુસ્સામાં કીધું એય... તારાં પ્રેમમાં કેદ થવાં નથી આવ્યો મારાં બોસનો સંદેશ આપવા આવ્યો છું એમ કહીને એણે શર્ટ ના ખીસામાંથી ડ્રગની પુડીયા કાઢી લગભગ 5-6 જેટલી પુડીયા હતી એ એણે ઝેબાનાં હાથમાં આપવા હાથ લંબાવ્યો.

ઝેબાએ જેવો હાથ લાંબો કર્યો તૌશિકે એ પુડીયા બેડ પર નાંખીને ઝેબાનો હાથ ખેંચ્યો અને પોતાની તરફ લીધી અને બોલ્યો ચલ તારું આ સેક્સી બોડી બતાવ મને જોવામાં રસ છે ઝેબાએ કહ્યું પણ... પણ... તૌશિકે કહ્યું તને હજી અગવડ છે ? તું અને સોફીયા તો શોખીન છો એમ કહી ગંદી રીતે હસ્યો અને બેડ પરથી એક પુડીયા હાથમાં લીધી એમાંથી થોડો સફેદ પાવડર હથેળીમાં લીધો અને ઝેબાનાં નાક પાસે લઇ ગયો.

ઝેબાએ નાકમાં ધીમે રહીને ડ્રગ ખેંચી લીધી અને એની આંખો તરબતર થઇ ગઈ એણે આંખો બંધ કરી અને બોલી એક્સેલેન્ટ, વાહ... મજા આવી ગઈ એણે તૌશિકની હથેળી ખેંચી અને નાક એનાં પર મૂકી કસ ખેંચ્યો અને પછી જાણે એ સ્વર્ગમાં વિહરવા લાગી એણે હાથમાં રહેલો બધો પાવડર નાકથી ખેંચી લીધો...

  ઝેબાને નશો ચઢી રહેલો એની આંખો તૌશિકને જોઈ રહી હતી એની નશીલી આંખો લાલ લાલ થઇ ગઈ હતી.

ઝેબાએ એનાં ખુલ્લાવાળને ઝટકો આપીને ખંખર્યા અને તૌશિક સામે જોઈને હસવા લાગી. તૌશિક જે સ્થિતિ ઈચ્છતો હતો એ ઘડી આવી ગઈ હતી... એણે ઝેબાને ઓર્ડર કરવાં માંડ્યો... એણે કહ્યું તારાં બધાંજ કપડાં ઉતારવા માંડ ચાલ... જન્મ સમયે જેવી હતી એવાં રૂપમાં આવી જા મારી તને જોવી છે એમ કહીને એણે એની પહેલી ચાલ ચાલી દીધી.

ઝેબા નશીલી આંખે તૌશિક સામે જોઈ રહેલી અને ખડખડાટ હસવા લાગી એણે કહ્યું યાર મ્યુઝીક ચાલુ કરને... મ્યુઝીક વિના મજા નથી આવતી એય તૌશિક એય બાંડીયા... કર ચાલુ મ્યુઝીક.

તૌશિકને સાંભળી ગુસ્સો આવ્યો પણ કંઈ બોલ્યો નહીં એણે એનાં મોબાઈલમાં મ્યુઝીક સ્પીકર પર ચાલુ કર્યું અને ત્યાં ટીપોઈ પર પડેલી વહીસ્કીની બોટલ ખોલી નીટ મોઢે માંડી...

ઝેબાએ જોઈને કહ્યું વાહ મને પણ આપને ઘૂંટ પછી મજા આવશે હું તને મજા કરાવીશ પણ આ ડ્રગ પુડીયા બધીજ મને આપી જજે કહે તારો બોસ સ્કોર્પીયન કહે એ બધું કરવાં તૈયાર છું અમે આવ્યાંજ છીએ તમને મળવા નક્કી કરવા પછી એની જીભ લથડવા લાગી...

તૌશિકે કહ્યું બીજી વાતો પછી કર ચાલ બધાં કપડાં ઉતાર હું ફોટા લઉં... ઝેબાએ હસતાં હસતાં કોઈ સંકોચ વિના શરીર પરનાં બધાંજ કપડાં ઉતારી નાંખ્યા અને તૌશિકને કહ્યું બસ ?

તૌશિક એને પલક ઝબકાવ્યાં વિના જોઈ રહેલો એનાં અંગ અંગને આંખથી માણી રહ્યો હતો એણે ઝેબાને ધક્કો મારીને બેડ પર નાંખી અને એ સુઈ ગઈ એટલે એ બેડ પર ચઢી ગયો.

ઝેબાને ડ્રગનો નશો ચઢી ગયો હતો અને બે નીટ ઘૂંટ પીધાં હતાં ત્યાં તૌશિકેએનાં ખીસામાંથી કોથળી કાઢી અને બે કાળા સ્કોર્પીયન કાઢ્યા અને ઝેબાની જાંઘ પર મૂકી દીધાં. કેદથી છુટેલાં સ્કોર્પીયન ઝેબાની જાંઘ પર ડંખ દેવા લાગ્યા. ઝેબાની ચીસ...

 

વધુ આવતા અંકે પ્રકરણ- 27

 

 

રેટ કરો અને રિવ્યુ આપો

Hemal nisar

Hemal nisar 17 કલાક પહેલા

Vilas Dosi

Vilas Dosi 1 માસ પહેલા

name

name 2 માસ પહેલા

M V Joshi M

M V Joshi M 2 માસ પહેલા

Rajni Dhami

Rajni Dhami 7 માસ પહેલા