Modern Mahabharatno Arjun - 19 - Last Part books and stories free download online pdf in Gujarati

મોર્ડન મહાભારતનો અર્જુન - 19 - છેલ્લો ભાગ

(19)

કેમકે જેવો એ પોતાની કલ્પના ને બધાથી ઉપર ઉઠાવી ને આ શું થઇ રહ્યું છે તેના વિશે વિચારવા લાગ્યા કે તરત તેનું સુક્ષ્મ સરીર હવામાં ઉપર ઉઠવા લાગ્યું. અને આખો નજરો પોતાની આંખો નીચે આવવા લાગ્યો. અર્જુન પોતાની સમજણ શક્તિને વધુ ફેલાવીને થોડો સ્વસ્થ થયો અને હજુ આ જગ્યા થી ઉપર ઉઠવા લાગ્યો. એક ઉંચાઈ પર જઈને એ અટકી ગયો. અને એને જે જોયું એ જોઇને લગભગ સ્તબ્ધ થઇ ગયો...!

બધા લોકો આશ્રમના મેઈન ધ્યાન ક્ક્ષમાં જ બેઠા છે. અને બધા શાંત અને ઊંડા ધ્યાનમાં લીન છે.

પોતે પણ ત્યાંજ સર્જન ની બાજુ માં બેઠેલો છે. આ બધું જોઇને અર્જુન થોડી વાર માટે હેબતાઈ ગયો અને જેવું એનું ધ્યાન એ વિચાર પર થી ડગ્યું કે તરત એનું સુક્ષ્મ સરીર નીચે આવી ગયું અને પોતે પાછો પોતાની જાતને એ જૂની પરિસ્થિતિ માં મશગુલ થએલો જોયો.

ફરી થોડી વાર માટે ના સુક્ષ્મ સરીર થી પોતાના વિચારો ને આ પરિસ્થિતિની ઉપર લઇ ગયો. અને હવે એ બધુ ધ્યાન થી જોઈ રહ્યો હતો. કે આ ધ્યાન કક્ષ માં ગુરૂજી પણ નથી અને પેલા મનુકાકા પણ નથી. એ લોકો તો બહાર હવનકુંડ એટલે કે ભોજન કક્ષ પાસે જમવાની તૈયારી કરી રહ્યા છે. અને જાને કંઇ થયુજ ન હોય તેમ એકબીજા સાથે મસ્તી થી વાતો કરી રહ્યા છે.

હવે, અર્જુન ને કંઈક સમજાયું હોય તેમ લાગ્યું. અને તેને પોતાના સુક્ષ્મ સરીર ને જ્યાં ગુરૂજી અને મનુંકાકા હતા ત્યાં વાળ્યું અને તેમની વાતો સાંભળી.

મંદ મંદ હસી સાથે અર્જુન તેના સુક્ષ્મ સરીર સાથે ત્યાં ગુરૂજી અને મનુકાકા ની વાતો સાંભળી રહ્યો હતો અને તેનું સ્થૂળ સરીર એજ મુસ્કાન સાથે ત્યાં બધાની વચ્ચે પેલા અદભૂત,અવિસ્મરણીય, અને આહલાદક જગ્યા ઉપર મોજુદ હતું. એ પણ મનુકાકા ની નજર સામે...!!

હવે અર્જુનને એક વાત ની અચરજ થઇ કે મનુકાકા ત્યાં પણ છે અને અહિયાં આ ગુરૂજી સાથે જમવા ની તૈયારી પણ કરી રહ્યા છે તો આવું કેમ..?

એ સવાલ ની સાથે અર્જુન થોડો વખત રહ્યો કે તરત એનો જવાબ જાણે સામે ચાલીને આવી ગયો હોય તેમ જમવા માટે ની પેલી મીઠી ઘંટડી બધા ને સંભળાઈ.

અને જાણે બધા ઉંગ માંથી ઉઠયા હોય તેમ પોતાની આંખો ચોળતા ચોળતા એકબીજા સામે જોવા લાગ્યા. અને મનુંકાકા જે બધાને જમવા માટે બોલાવી રહ્યા હતા એમની તરફ નજર અને કાન કર્યા.

બધાને હજુ ખબર ન પડી કે આબધુ શું હતું અને શું થઇ રહ્યું છે. પણ અર્જુન થોડું ગણું કંઈક સમજી ગયો છે...! પણ એ પણ પૂરેપૂરૂં નહિ એટલે એના ચેહરા પર પણ અચરજ ના અણસાર વર્તાયા.

બધા ઘડીકવાર તો સમજી ના શક્યા. પણ પછી સમજાયું કે આપણે બધા લોકો તો સવારમાં કોઈ અદભૂત પ્રેક્ટીકલ સેશન માટે કોઈ દુર ની જગ્યાએ ગયા હતા અને બધા એક સાથે અહિયાં કેમ આવી ગયા...!

‘ઉડી બા..બા..! હમલોગ સબ ઇધર કેસે આ ગયા.?’ પોતાની જગ્યાએ થી ઉભા થતા પ્રણવ’દા જબ્ક્યા.

‘ઓહ...માય ગોડ..! બેક ટુ ક્લાસ. કેવી રીતે આવી ગયા... મેજીક..!’ મી. માર્કેટિંગ પણ ટહુક્યા.

‘મેજિક ફેજીક બધું ગુરૂજી સમજાવશે ચાલો બધા હવે જમવાનું મોડું થાય છે...!’ બધા કઈપણ બોલે એ પેહલા મનુંકાકા એ બધાને જાણે જગાડયા.

બધા થોડા ગુમસુમ હતા પણ આ બધું જાણવા અને વળી પાછા મસ્તીમાં તરબોળ થવા અને ખરેખર અદભૂત મસ્તીના એ માહોલને સમજવા ‘મસ્તીના હવનકુંડ’ (ભોજન ક્ક્ષ) તરફ વળ્યા.

ગુરૂજી રોજ ની જેમ નોર્મલ જ હતા પણ બધા જાણે એમના પર ગુસ્સે થયા હોય તેમ ચુપચાપ પોતપોતાની જગ્યાઓ પર બેસી ગયા. અર્જુન ને કંઈક ખબર પડી હતી પણ હજુ તેની સમજ અધુરીજ હતી.

કેમ છોકરાઓ મજા આવીને ..!? ગુરૂજી હળવા મૂડમાં હતા.

ક્યાં મઝા..! હમ લોગ તો અભી’ભી સમજ નહિ સકતે કે આપ કન્હા લે ગયે થે ઓર કેસે હમ વાપસ આ ગયે..!?

‘હા...હા...હં...હં...!’ ગુરૂજી જમતા જમતા થોડું હસ્યા.

‘ગુરૂજી તમે તો કહ્યું હતું કે ત્યાં તમે કદી ન જોયું હોય તેવું અદભૂત જાદુ હશે...! અને કંઈક અનેરો નજરો હશે..! પણ ત્યાતો બધું નોર્મલ જ હતું બસ અમને મન થી બહુ મઝા આવી.’ મી. માર્કેટિંગ બોલ્યો.

‘હા, બધું નોર્મલ હતું મને પણ ખબર છે.’ ગુરૂજી એ ક્લીયર કર્યું.

‘તો પછી તમે જે કહ્યું હતું કે આ તમારા માટે અદભૂત જ્ઞાન હશે અને કદાચ જીવનનું સૌથી મહત્વનો અનુભવ પણ તો એનું શું..?’ સર્જન ચિંતિત હોય તેમ બોલ્યો.

વળી પાછા ગુરૂજી કોળીયો લેતા લેતા મનુંકાકા સામે જોઇને હસવા લાગ્યા.

‘અરે..બાબા ક્યાં તુમ ભી બચ્ચો કે સાથ મઝાક કરતે હો..! અબ બાથ ભી દો..! સબકો તો સબ બેફીકર હો કે ખાના ખાયે..!’ પ્રણવ’દા એ બધા ની વકીલાત કરી.

‘હા, ગુરૂજી હવે કહી દો બધાને હવે બધા સમજી શકે એમ લાગે છે.’ મનુંકાકાએ જાણે પતાવટ કરી.

જુવો, તમારા માટે આ ધ્યાન અને યોગ એક સામાન્ય એકસરસાઈઝ કે અનુભવ નો વિષય હશે પણ મારા માટે નહિ. અને એટલેજ હું મારૂં આ જ્ઞાન પુરેપુરી શ્રદ્ઘાથી બધા ને આપું છું અને મેં જે પણ મેળવ્યું છે આ અદભૂત શક્તિથી એ બધું જ આપવા અને સમજાવવા કોશિસ કરૂં છું.

તમને લોકોને જે સામાન્ય યોગ અને ધ્યાન ના કોર્સ કરે છે ત્યાં નીચે એમના કરતા તો વધુ અને અદભૂત મળ્યું જ છે બરાબર..?

‘હા, ગુરૂજી એમાં તો ક્યાં કોઈ શક છે અને અમે તો ખુબ પ્રભાવિત પણ થયા છીએ તમારી આ બધી શક્તિઓ થી અને તમેજ તો અમને આ બધું અનુભાવાવ્યું અને શીખવ્યું. પણ ...તમે આમ કેમ કહો છો..?’

અરે, હું કોઈ ને મારી સફાઈ નથી આપતો આ તો બસ હું તમને જીવન માં યોગ અને ધ્યાન કેટલા કામ આવી સકે છે એના વિશે કહું છું.

‘એ તો અમે લોકો નીચે પણ જાણતાજ હતા ગુરૂજી..! અમે તો અહિયાં કંઈક નવું સીખવા અને જાણવા આવ્યા હતા અને તમને પણ એ ખબર જ છે કે તમારી બેચ જે અહી સૂધી આવે છે એમાં કંઈક તો અદભૂત હોય છે અને તમારે પણ કંઈક તો એવી આશા હજુ છે જેના થી તમે પ્રભાવિત છો અને કદાચ તમે એ અમારા જેવા માં શોધી રહ્યા છો..!!’ અર્જુન જાણે ગુરૂજીના મનમાં ઉતારી ગયો હોય તેમ સીધો સવાલ કર્યો.

‘અર્જુન, તારી વાત બિલકુલ સાચી છે. હું તમારા જેવા માંજ મારી જાત ને જોવું છું અને કદાચ હું પણ મારા સપનાઓ ને સાચા કરૂં તમારા થકી એજ આશા છે.’ ગુરૂજી એ જટ કહી દીધું.

‘તો, તમારા સપનાઓ વિશે જણાવો ને ગુરૂજી અમે જરૂર પુરા કરીશું.’ મી.માર્કેટિંગ મક્કમતા થી બોલ્યો.

‘અરે, મારે એવા કોઈ સપના નથી કે જે હાલ ને હાલ પુરા કરવા હોય. એ તો સમય પર સાચા થઇ જશે. અને તમે લોકોતો છો જ મારા ટચ માં હવે થી...ટેલીપથી દ્વારા.’

‘હા...યેસ સર અમે તો રોજ તમને હેરાન કરવાના હવે.’ સર્જન ને કહ્યું.

‘હા,,,જોયીયે કેટલા દિવસ હેરાન કરો છો’ નિરાશ અવાજે મનુંકાકા ગુરૂજી સામે જોઇને બોલ્યા.

‘કેમ મનુંકાકા આવું બોલ્યા..?’ સર્જને ગુરૂજી ને પ્રશ્ન કર્યો.

‘અરે, એતો એને બધું ખબર છે એટલે. મારી બધી બેચો આવી રીતે જ મારી સાથે ટચમાં રેહવાની વાતો કરે છે અને પછી ત્યાં નીચે ૨૧મી સદીમાં જઈને બધું થોડા દિવસમાં ભૂલી જાય છે’

‘ના...ના... ગુરૂજી અમે નહિ ભૂલીએ.’ સર્જને ખાત્રી આપી.

‘પણ પેલા અદભૂત ટ્રેકિંગ અને જાદુ ના સુરસુરિયા નું શું ગુરૂજી..એ તો કહો..!?’ મી.માર્કેટિંગ પાક્કા ગુજરાતી નીકલ્યા.

મસ્તી નો આ માહોલ થોડો ઠંડો પડયો.

યોગ અને ધ્યાનના બેસિક વિદ્યાભ્યાસ પછી તમે લોકો અહિયાં આવ્યા હતા ત્યારે તમને પોતાના ચક્રો અને જ્ઞાનેન્દ્‌રિયો નો એહસાસ હતો પણ એનો અનુભવ અહી થી મળ્યો. બરાબર.

‘હા’

એવીજ રીતે તમારા શરીરના અલગ અલગ સ્તર પર જવાનું પણ તમે શીખી ગયા. અને હવે તમે પોતાના સુક્ષ્મ શરીર થી કેવા જાદુ કરી શકો છો એ તો તમે જાણો છો..! ઓકે.

પણ આજે જે જાદુ તમે ત્યાં પેલા અલૌકિક જગ્યા પર જોયો એ મેં અને મારા યોગી મિત્રોએ ભેગા થઇને બનાવેલો માહોલ છે..! ત્યાં ખરેખર એવું કંઇજ નથી. એતો બસ આમારી યોગ અને ધ્યાનની શક્તિઓ થી બનાવેલી જગ્યા છે..!

‘શું કહ્યું ગુરૂજી...ત્યાં એવું કસું નથી..!!!’ સર્જન જબ્ક્યો.

‘ઓહો.....એવું કેવી રીતે બને..!!?’ મી માર્કેટિંગ પણ ચમક્યા.

‘ઉડી...ઉડી બાબા...! સચ મેં ઉધર કુછ નહિ હે.!’

‘નહિ વહાં સિર્ફ બરફ કી વાદીયાં હે..!’

‘હા, ત્યાં એવું કોઈ સ્થાન મોજુદ નથી. આ તો અમારી કલ્પના શક્તિ અને યોગ શક્તિઓ ની મદદથી બનાવેલુ અદભૂત દ્રશ્ય છે. તમને જયારે અહિયાંથી પેલા એવરેસ્ટ ટ્રેકિંગ માટેના પાક્કા રસ્તા સુધી લઇ ગયા ત્યાં સુધીજ તમે લોકો તમારા વિચારો સાથે હતા, પછીથી તમે બધા અમારા એ અલૌકિક ધ્યાન અને કલ્પનાઓ ની સૃષ્ટીમાં પ્રવેશી ગયા હતા. અને જેમ મેં કહ્યું હતું તેમ અમે લોકોએ એ જગ્યા પર જ્ઞાનેન્દ્‌રિયો અને કલ્પના શક્તિ થી પંચ મહાભૂતો નું સ્થળાંતર કરીને અને પંચતત્વો ને વસમાં કરી ને મનગમતો માહોલ બનાવ્યો. જે ત્યાં કોઈ દિવસ પોસીબલ નથી. હા, પણ તમે લોકો બધા ધ્યાન અવસ્થામાં જ હતા એટલે તમને વિચારવાની તકલીફ ન પડી. અને તમે બધા અમારા એ અદભૂત કલ્પના શક્તિ ના માહોલ માં ભળી ગયા. અને તમે બધા છેક અહિયાં પાછા આવી ગયા ત્યાં સુધી તમને કંઇજ ખબર ના પડી. એટલે તમને અહિયાં આવ્યાનું ભાન પણ ના રહ્યું..!’

‘ઓહો.....હો...હો... આતો અદભૂત નહિ એના થી પણ મજબુત એવું કહી શકાય.’ પેલા ગોવિંદભાઈ બોલી ઉઠયા.

‘વાહ...ગુરૂજી ક્યાં જટકા દિયા હે..!’

‘તો તમેં અમને વશીકરણ નો અનુભવ પણ કરાવી દીધો એમને..!?’ મી માર્કેટિંગ ચિડાયા.

‘અરે, આ વસીકરણ નથી આ તો ધ્યાનની એક અવસ્થા છે જેમાં તમારૂં મન આજુબાજુના વાતાવરણને વસ હોય છે. એમાં વશીકરણ જેવું નથી. જેમ સમાધિ અવસ્થમાં હોય તેવું.’

‘પણ, ગુરૂજી આમાં ક્યાં તમે અમને પંચતત્વો કે પંચ મહાભૂતોને વશ કરવાનું શીખવ્યું.’ ગોવિદભાઈ હવે એક્ટીવ થયા.

‘હા, પણ તમે જે અનુભવ કર્યો એ બસ એજ હતો. ત્યાં કોઈ ઝરણું કે કોઈ પશું-પક્ષી કે કોઈ જંગલ નથી પણ, તમે એનો અનુભવ તો કર્યો ને અને એ પણ પીઝીકલી તેને સ્પર્શીને પણ..!’

‘હા, પણ એ તો તમારી કલ્પના ના લીધે અને તમારી શક્તિઓ ના લીધે ને..!?’

‘હા...તો શું થયું. તમે પણ તમારી કલ્પનાઓ ને ત્યાં સુધી પોહચાડી શકો છો અને એના થી પણ વધુ આગળ નીકળી શકો છો આતો બસ એક ટ્રેઇલર હતું તમારા માટે બાકી એનો અભ્યાસ તો તમારેજ કરવાનો છે ને..!’

‘એટલે તમે એમ કહો છો કે એવું ઈમેજીનેસન અમે કરીશું તો અમે પણ એવો માહોલ સર્જી શકીશું.!?’

‘૧૦૦% કેમ નહિ પણ એના માટે મેં કહ્યું તેમ તમારે પેહલા પંચતત્વો પર કાબુ મેળવવો પડશે. અને એ કેવી રીતે એ હું તમને પેહલા દિવસ થી સમજાવતો આવ્યો છું. યાદ છે મેં તમને કહ્યું હતું કે તમે બસ અત્યારે હું કહું એટલુજ કરો. જ્યારે તમે ઇન્દ્‌રિયોને વસમાં કરવાની પ્રેક્ટીસ કરી રહ્યા હતા ત્યારે..!’

‘હા, સર મને બરાબર યાદ છે તેમે કહ્યું હતું કે એકવાર બસ તમે તમારી ઇન્દ્‌રિયો ને વસ કરી લો પછી એનો ઉપયોગ કેવી રીતે કરવો એ હું તમને પછી સીખવાડીશ.’ સર્જને બધું રીપીટ કર્યું.

‘અને હા, સર તમે કહ્યું હતું કે જો તમે આ સેશન બરાબર સીખી લીધુ તો તમારૂં આગળનું સેશન બસ રમત વાત છે..!’ અર્જુને પણ પોતાની યાદાસ્ત ખોલી.’

‘હા...એટલે જ મેં તમને એ પ્રેક્ટીકલ વારંવાર કરાવી હતી. યાદ છે.!’

‘હે,,,અરે બાબા મેં તો રાત કો સોતે વક્ત ભી પ્રેક્ટીકલ કરકે સોયા થા ઔર સુબહ લેત હો ગયા થા.’ પ્રણવભાઈ પણ ફ્લોર પર આવ્યા.

‘પણ...આજે...મેં તો મારી કલ્પના શક્તિને પણ વશ માં કરી લીધી અને તમારી કલ્પના કરતા વધારી પણ નાખી હતી સર...!’ અર્જુન થોડો સીરીયસ થઇ ને બોલ્યો. બધા તેના સામું જોવા લાગ્યા.

‘હા, અર્જુન મને ખબર છે એકવાર તું ધ્યાન ફ્રિકવન્સી માંથી બહાર નીકયો હતો.’ ગુરૂજીએ સ્પષ્ટ કર્યું.

‘તમને ખબર છે..!’

‘હા, મને ખબર છે અને આવું બહુ આછું બનતું હોય છે માટેજ તો તું મારા માટે ખાશ છે. તારામાં કંઈક અદભૂત તો છેજ પણ તારા વિચારો અને તારો સ્વભાવ પણ કંઈક અલગ છે. તું ખરે ખર મારા માટે આશા નું કિરણ છે..તું ખુબ આગળ નીકળીશ...’ ગુરૂજી થોડા ભાવુક બની ગયા.

‘થેંક યુ ગુરૂજી.’ અર્જુન પણ સર્માયો.

એક ખૂણા માંથી તાલિયો પાડવા ની શરૂઆત થઇ અને પછી તાલિયોનો અવાજ વધી ગયો.

મનુંકાકા રસોડામાં ગયા અને તાલિયો બંધ થઇ. બધા વળી પાછા સ્વસ્થ થયા.

તો હું ક્યાં હતો. હા, યોગ કે ધ્યાન નો અલ્ટીમેટ એહ્‌સાહ ત્યારે થાય છે જયારે એ જાગૃત અવ્સ્થમાં થાય ત્યારે નોર્મલ વ્યક્તિ એ એહસાસ મેહસૂસ નથી કરી સકતો પણ એ ખરેખર થાય છે, અને એજ કુદરત છે. ગુરૂજી પોતાની જાત માંથી બહાર આવ્યા.

તો તમને યોગ અને ધ્યાન વિશે હવે હું વધુ નહિ સમજાવી સકું બસ આજ નું જે પ્રેક્ટીકલ સેશન હતું એ તમારા જીવન માટે એક પ્રારંભ બિંદુ બની રહે એવી આશા રાખું છું. બાકી તમે બધા ખુબ હોશિયાર છો અને તમને જીવન આગળ કેવી રીતે વધવું એ પોતે નક્કી કરી લેશો સાચું ને..!

અમારી નાની કલ્પના શક્તિથી જો અમે આવો મહાલ અહિયાં હિમાલય પર બનાવી શક્યા. તો તમે તો તમારા જીવનમાં અને એ પણ અતિઆધુનિક સુખસગવડો સાથે કેવી કેવી કલ્પનાઓ કરી સર્જી શકશો એતો આગળનો સમયજ બતાવશે...!

બસ કાલ નો દિવસ તમારા અને મારા માટે સાથે રેહવાનો છેલ્લો દિવસ છે..! તો જાવ આજની રાત તમારૂં પેકિંગ કરી લ્યો અને કાલે બધા ખુમ ધમાલ અને મસ્તી કરીશું.

બધા આજે આ મસ્તીના હવાન કુંડ માંથી જાને ગણું બધું લઈને નીકયા હોય તેમ ધીમા અને ભારે પગે પોતપોતાના રૂમ તરફ જઈ રહ્યા છે અને આવતી કાલ નો છેલ્લો દિવસ પોતાના અદભૂત જીવનનો પ્રારભ કરવા ઉગશે તેની રાહમાં સૌ પોતાના સપનાઓમાં લુપ્ત થઇ ગયા....!

અર્જુન અને સર્જન પોતાની જાતસાથે આખી રાત વાતો કરવાના અને જીવનના એક પડાવ પછી

હવે આગળના પડાવ પર શું કરવું અને શું શું થશે એની કલ્પનામાં ખોવાઈ જવાના.

સર્જન તો અત્યાર થીજ કોલેજને યાદ કરતા થોડો ગભરાઈ ગયો હોય તેમ લાગે છે..! કેવો માહોલ હશે કોલેજમાં..? અને શું થશે આટલા બધા દિવસો પછી પાછું કોલેજ માં જતા...!?

પણ અર્જુન પોતાના જીવનમંત્ર અને હમણાં હમણા ગુરૂજીને આપેલા વચન પર કંઈક વિચારતો હોય તેમ પોતાની જાત માં ખોવાયો. પોતાના જીવન ની હમણાં સુધીની સફર ને વાગોળવા લાગ્યો..!

બચપણ માં કેવા કેવા સપનાઓ અને અજીબો ગરીબ અનુભવો થતા હતા અને જેમ જેમ યુવાન થતો ગયો તેમ આ બધા અનુભવો અને અચરજ થાય તેવા દ્રશ્યો તેની નજર સામે આવવા લાગેલા પણ એ હવે એને સમજાયું કે કદાચ એના પાછલા જન્મના કે અત્યારના જન્મના વિચારો કે કદાચ ભવિષ્ય બનવાવલી ઘટનાઓ હશે. અને હવે તો અર્જુન યોગ અને ધ્યાન માં એટલો માસ્ટર થઇ ગયો છે કે પોતાના મન ના પ્રશ્નો ના જવાબ શોધી શકે..!

પોતાની જાતને અન્જાન માંથી હિમાલયની તળેટીયોમાં આવીને અપગ્રેડીંગ તો કરી લીધી છે પણ જીંદગી ભવિષ્યમાં કેવા કેવા વળાંકો લેશે એતો એને ક્યાં ખબર છે...!?

પણ, પોતાની જાત ને અપગ્રેડ કરીને હવે એ એટલો તો મક્કમ બની ગયો છે કે પોતાના જીવનને પોતાની મરજી થી જીવી શકે..! અને પોતાની નાની શરખી દુનિયા માટે કંઈક કરી શકે..!

તો બસ, હવે જોવાનું એ રહ્યું કે અર્જુન અને સર્જન પોતાને મળેલી અદભૂત-અલૌકિક યોગ શક્તિઓ ને કેવી રીતે અને કેટલા સમય સુધી ઉપયોગમાં લઇ શકે છે? કે પછી જેમ ગુરૂજીના ભૂતકાળના શિષ્યો આ ૨૧મી સદીની ફાસ્ટ લાઈફમાં તણાઈ ગયા એમ તણાઈ જાય છે..!

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED