Modern Mahabharatno Arjun - 5 books and stories free download online pdf in Gujarati

મોર્ડન મહાભારતનો અર્જુન - 5

(5)

સવારમાં ૬.૦૦ વાગે અર્જુનની મમ્મી દૂધ લેવા જાગી હોય છે, અને રસોડા માંથી બધું કામ પતાવીને જેવી હોલમાં આવે છે એવીજ અર્જુનના બેડરૂમ તરફ નઝર પડી.

‘હજુ સુધી લાઈટ ચાલુ છે?’

‘અર્જુન ...અરે ઓ અર્જુન’ રૂમ નો દરવાજો ખોલતા મમ્મી બોલી.

‘અરે આતો સુઈ ગયો છે...! લાવ લાઈટ બંધ કરી દઉં’

આજે શનિવાર છે અને આજના દિવસે અર્જુનના મમ્મી-પપ્પા નો ઉપવાસ હોવાથી ખાસ કઈ કામ હોતું નથી એટલે અર્જુનની મમ્મી થોડી વાર માટે સુઈ જવા તેના રૂમ તરફ જાય છે. જેવા સવારના ૭.૦૦ વાગે છે કે અર્જુનના પપ્પાના મોબાઈલમાં સેટ કરેલા અલાર્મ નો કુકડો કુકડે-કુક, કુકડે-કુક કરી બધાની સવાર પાડી નાખે છે..! અર્જુનના મમ્મી-પપ્પા રૂટીન કામમાં લાગી જાય છે અને સુરજ દેવતા પણ ધીરે ધીરે ઘોડા દોડાવતા સંસાર પર આક્રમણ કરે છે..!!!

‘અર્જુનને ઉઠવામાં મોડું થઇ ગયું લાગે છે એને કોલેજ જવાનું નથી..?’ ચા ના કપ સાથે સોફા પર થી પપ્પા બોલ્યા.

‘કોલેજ તો જવાનુજ છે ને..’

‘તો ઉઠાડને, કેટલી વાર છે?’

‘આવી ગયો, પપ્પા’ પોતાના વાળ ઠીક કરતા કરતા રૂમ માંથી બહાર નીકયો.

‘અરે, વાહ ! અર્જુન મોડા સુધી જાગ્યો તોય વેહલો રેડી થઈ ગયો..!’

‘હા, મમ્મી આજે હું ખુબ ઉત્સાહમાં અને એક્સાઈટેડ છું, કે કાલે હું સાચેજ ધ્યાન,યોગા શીખવા જવાનો છું.’

‘હા-હા, પણ હમણાં તો ચા પી અને કોલેજ જા, મોડું થઇ ગયું છે.’ પપ્પા એ ગુસ્સેથી ભુમ પાડી.

‘હા, મમ્મી ચા લાવ જલ્દી..!!’

***

(પ્રેમ ની સફર)

દરરોજ કરતા આજે થોડું મોડું થઇ ગયું છે, એટલે અર્જુન રેમો ને ચાલતા ચાલતા જ ફોન કરે છે. એટલામાંજ તેની બાજુ માંથી ઝૂમ્મ્મ્મ કટી સ્કુટી નીકળે છે, અને એકદમ કટ મારી ને બિલકુલ અર્જુન ની આગળ ઉભી રહી જાય છે, અર્જુનની નઝર તરત તેના નંબર પ્લેટ પર પડે છે અને નંબર છે ૧ ૪ ૩..!!

‘અરે, સંજુ, ..!’ નંબર પ્લેટ જોતા અર્જુન બોલ્યો.

‘જલ્દી કર, અર્જુન આજે ખુબ લેટ થઇ ગયા છીએ’ સ્કુટી પરથી પાછળ જોઈ સંજના બોલી.

‘જલ્દી ચલાવ’ અર્જુન પાછળ બેસી ગયો.

અને જેવા એ લોકો પોતાની શેરી થી બહાર નીકળી ગયા અર્જુને સંજના ગાલ પર ફાટાફટ ૨-૩ કિસ કરી.

‘મારી ૧ ૪ ૩....આઈ લવ યુ.’ અર્જુન સંજના ને બરાબર કમરથી કસી ને બેસી ગયો.

‘શું થયું છે?, જરા ધીમેથી કંટ્રોલ કર’ સંજના એ અર્જુનને ચેતવ્યો.

‘સંજુ, આજે હું ખુબ ખુશ છું, મને કોઈ ખઝાનો મળી ગયો છે, ૈં ટ્ઠદ્બ ર્જ ીટષ્ઠૈીંઙ્ઘ..!!!’.

‘પણ હું તારા થી ખુબ નારાજ છું, કાલ રાત થી ફોન કેમ બંધ કરી નાખ્યો છે?’

‘અરે, ગાંડી જો ફોન બંધ ના કર્યો હોત તો તે શું મને આ ખઝાનો શોધવા માટે ટાઇમ આપ્યો હોત..!!’

‘ઓકે તો તું હવે તો ખુશ છે ને..?’

‘હા, ખુબ ખુશ છું.’

‘તો, આજે પાર્ટી પાક્કી..!!?’

‘અરે હા-હા, પાર્ટી શું તારા માટે તો મારી જાન પણ હાજર છે, પણ તને ક્યાં ભાન છે?’

‘શું-શું?, બોલ્યો?’

‘કઈ નહિ’

હસતા હસતા બંને જણા કોલેજ કેમ્પસમાં પોહચી ગયા. અને થોડે દુર થીજ પોત પોતાના ગ્રુપમાં જતા રહ્યા.

અર્જુન ને આજે જે ખઝાનો મળી ગયો એના નશામાં કોલેજ નો આખો દિવસ કેમ પસાર થઇ ગયો એ ખબરજ ના રહી. અને બધા દોસ્તોની સાથે યોગા અને ધ્યાન વિષે જે જાણ્‌યો હતો એ બધું શેર કરી લીધા પછી બધા છુટા પડયા. અર્જુન અને અંજના ફરી પાછા ભેગા થયા અને પ્રોમિસ પ્રમાણે અર્જુન પાર્ટી માટે બાજુ ની એક રેસ્ટોરેન્ટ માં જમવા લઇ જાય છે.

‘સંજના તું ઘરે ફોન કરી દે, કે બપોરનું જમવાનું બહાર કરી લઈશ’ અર્જુને સંજના નું સ્કુટી ચલાવતા કહ્યું.

‘પણ?, મમ્મી ને શું કહું?’

‘અરે, એમાં શું કહી દે ને મારી સાથે જમી લઈશ.’

‘અરે, હું તો મઝાક કરતી’તી મારે સાચેજ કઈ પાર્ટી નોહતી જોયતી.’

અર્જુન સંજના નો ફોન લઇ એની મમ્મી ને જણાવી દે છે અને સંજના ને રજા મળી જાય છે.

બંને જણા રેસ્ટોરેન્ટ માં એક કોર્નેર ટેબલ પર બેશે છે, એટલા માં બહાર કોઈ વાહન અથડાવા નો અવાઝ આવે છે, અર્જુન તરત પાછો વળી ને જોયું તો રેસ્ટોરેન્ટ ના ગ્લાસ પાર્ટીસન માંથી રોકી તેની બાઈક સાથે ગુસ્સામાં હોય તેમ દેખાયું, અને તેનું બાઈક છેક સંજના ના ‘૧ ૪ ૩’ વાળા સ્કુટીને અથડાવીને પાર્ક કર્યું, કેમકે એ રોકી ની રોજ ની જગ્યા હતી, જે અર્જુન કે સંજના ને ખબર નથી. રોકી તેના ચેલાઓ ને કહે છે કે પેલું સ્કુટી ત્યાંથી લઇલે.

‘અરે, ઓ ટાઇગર, જરા આ ફટફટી ને હટાવતો અહિયાં થી, કોને પાર્ક કરી છે, મારી જગ્યાએ?’

‘યેસ, બોસ હમણાં જ હટાવું છું’

‘અરે, જરા ધીરે થી, લાગે છે આ ફટફટી આપણા કોલેજ ની જ છે’ નામ્બેર જોતા જોતા રોકી બોલ્યો.

‘અરે, હા બોસ ! જુઓ પેલા ‘પ્રેમી-પંખીડા’ ચેલો ઈસારો કરી બોલ્યો.

રોકી અને તેના ચેલાઓ ની આ હરકત જોઈ અર્જુન ગુસ્સે થઇ જાય છે અને બહાર જવા ઉભો થાય છે પણ, સંજના તેનો હાથ પકડી લે છે. અને વેયીટર ને ઓડર માટે બોલાવે છે.

‘અરે, ઓ ભાઈ જરા ઓડર લઇ લો તો..’ સંજના એ વેયીટર ને કહ્યું.

‘યેસ, બોલો મેડમ..’

‘હા, હા, ઓર્ડર લઈ લો ને...બોસ’ અર્જુને બહાર થી ધ્યાન હટાવી સંજના તરફ જોયું.

થોડીજ વાર માં રોકી અને તેના ટાઇગરો એટલે તેના ચેલો સાથે રેસ્ટોરેન્ટ ની અંદર આવે છે, અને તેની રોજ નીજગ્યાએ જઈ બેસી જાય છે જે તેમના માટે કાયમ ખલીજ રાખેલી હોય છે, મેનેજર પોતે આવી ને તેમનું સ્વાગત કરે છે, અને આ બધું અર્જુન જોઈ રહે છે. અર્જુને રોકી અને તેના ગ્રુપ વિશે ગણું બધું સાંભળ્યું હોય છે પણ આજે જોઈ પણ લીધું. મેનેજર બિચારો જ્યાં સુધી જવા નું ન કહ્યું ત્યાં સુધી ત્યાંજ ઉભો હતો અને વેઈટરો નો કાફલો તેની ટેબલ પાસેજ ગોઠવાઈ ગયો. આ બધું જોઈ અર્જુને નવાઈ લાગી, અને મન માં કંઈક વિચારવા લાગ્યો.

‘અક્સ્યુસમી સર..!’

‘એય અર્જુન..? ક્યાં છે તું?, તું મારી સાથે છે, ખબર છે ને..અર્જુન?’ વિચારોમાં મગ્ન અર્જુનને સંજનાએ જગાડયો.

‘અરે, હા-હા, અતો બસ...’ ‘યસ બોસ,’ વેઈટર ને ડીસ મુકવા હાથ હટાવી જગ્યા કરી આપેછે.

‘અરે .ભાઈ આ લોકો રોજ અહિયાં આવે છે નહિ?’ સંજના વેઈટર ને રોકી ના ગ્રુપ તરફ ઇસારો કરતા પૂછે છે.

‘હા, મેડમ રોજની ધમાલ છે, આતો શેઠ ના પણ શેઠ છે, અને તેની સાથે કોઈ માથાકૂટ નથી કરતુ, ગુંડા છે ને અહીયાના..?’ વેઈટર ધીરેથી બોલ્યો.

‘તો તમે પોલીસને કમ્પ્લેન નથી કરતા?’ અર્જુન કડકાઈ થી બોલે છે.

‘અરે, સર પોલીસ તો એમના ‘ખિસ્સા’ માં જ છે..!’

‘એટલે..?’

એટલે, હું તને પછી સમજાવીશ મી.અર્જુન, અત્યારે બસ લંચ ઓકે..!’ સંજના અર્જુનને અટકાવીને કહે છે.

‘ઓકે મિસ.’ અર્જુન વાતની ગંભીરતા સમજી અત્યારે ચુપ થઇ જાય છે.

પણ, પાછળથી અર્જુનને સંજના અને એ રેસ્ટોરેન્ટના મેનેજર પાસેથી જાણવા મળે છે કે, રોકી આ અરીયાના કોર્પોરેટર નો ભણો છે, એટલે એનું કોઈ કંઇપણ કરી શકે તેમ નથી, વળી તેના મોટા ભાઈ આ શેહેરના મોટા વકીલ છે એટલે વધુ પાવર આવી ગયો છે એનામાં. મેનેજર ના જણાવ્યા પ્રમાણે, રોકી અને તેનું આખું ગ્રુપ ૨ વખત તો જેલમાં પણ જઈ આવ્યા છે હપ્તા વસુલીના કેસમાં, પણ, બીજાજ દિવસે તેઓ છૂટી ગયા હતા.

આમ અર્જુન જેમ જેમ રોકીની ‘રાવણ લીલા’ સાંભળે છે તેમ તેમ એના મનમાં પેલા ફ્લેશ બેક ના જબ્કારા થવા લાગે છે, જે તેની રાતો ની ઊંઘ ઉડાડી નાખે છે. પેલા બધાજ ગુનાહો ની ફ્લેશ બેક....!!! તેના મનમાં થવા લાગે છે, અને અર્જુન ધ્યાન થી બધું વિચારી લે છે અને જાણે મનમાં એ બધું સેવ કરી લે છે. ગણા દિવસથી જે વિચારો અર્જુન ને હેરાન કરતા હતા એ બીજું કઈ નહિ પણ એની આજુબાજુ ની દુનિયામાં થતી ઘટનાઓ જ હતી. જે અર્જુનનું બાહ્ય મન કેચ કરી લેતું હતું પણ તેનું મન આ ફાસ્ટ લાઈફમાં થોડીવાર માટે પણ ક્યાં ફ્રી પડે છે? એટલે કઈ સમજાતું નહિ અને અર્જુન પણ આ બધી વાતોથી અન્જાન બનીને બસ પોતાની મસ્તીમાં મસ્ત રેહતો. પણ, જયારે રાત્રે સુવા જતો ત્યારે વિચારો કે સ્વપનાઓ રૂપે આ બધી ઘટનાઓ નઝર સમક્ષ દેખાવા લાગતી. કારણકે, અર્જુન એ બીજું કોઈ નહિ પણ સામાન્ય માનવ જ હતો પણ તેમાં રહેલી કુદરતી અને અદભૂત શક્તિઓ તેને કંઈક અલૌકિક કરવા પ્રેરિત કરતી હોય એવું લાગે છે.

અત્યાર સુધી જીંદગીના સફરમાં અર્જુન ફક્ત હરવા ફરવા ના અને મોજ મસ્તીના જ સપનાઓ જુવે છે, અને તેની આસપાસ થતા અન્યાયો, દુષ્કર્મો અને ગુનાહોને જોઈને એ ઇગ્નોર કરે છે પણ હવે એને ઇસારો થાય છે કે તેની જીંદગી નો મકસદ કે સાચો ધ્યેય શું છે? અત્યાર સુધી ‘અંજાન’ બની ને જે કઈ પણ બન્યું કે જાણ્‌યું એ બધું અર્જુનને જગાડવા માટે કાફી છે એવું લાગી રહ્યું છે.!

***

(અંધકારનો ઘેરાવો)

૦૦ નો ટકોર ઘડિયાળમાં થઇ રહ્યા છે પણ ઘરના હોલમાં કોઈ જ છે નહિ, ટીવી ચાલુ છે, મેહુલ ના ઘરે કોઈ નથી ફક્ત તેના બેડ રૂમ માંથી અવાજ આવી રહ્યો છે.

મેહુલના મમ્મી બઝારના કામથી બહાર છે અને સાંજે મોડા દુકાને જઈ તેના પપ્પા સાથે જ આવવાના છે અને તેનો નાનો ભાઈ ટીવી જોતા જોતા કોઈ રમવા બોલાવે છે એટલે ટીવી ચાલુ રાખીને બહાર નીકળી ગયો છે, અને અર્જુન અને મેહુલ તેના બેડરૂમમાં કાલે રવિવાર છે અને યોગા શિબિરમાં જવાનું હોવાથી તૈયારીઓમાં લાગેલા છે.‘અરે મેહુલ શું ચાલે છે, હમણાં તું થોડા દિવસો થી સીરીયસ થઇ ગયો લાગે છે?’ અર્જુને ચિંતા થી પૂછ્‌યું.

‘કઈ નહિ યાર, બસ અમસ્તું..!’ કંઈક છુપાવતો હોય તેમ ધીરેથી મેહુલ બોલ્યો.

‘અરે, બોલને તારી પડોસન તારી જોડે વાત નથી કરતી કે શું?’

ઐશ્વર્યા જે મેહુલ અને અર્જુન ની કલાસમેટ છે અને મેહુલ ની બેસ્ટફ્રેન્ડ પણ છે, જે મેહુલના ફ્લેટની સામે ના ફ્લેટ માંજ રહે છે તેના તરફ ઇસારો કરતા અર્જુન હળવો મજાક કરે છે.

‘અરે, એવું નથી અર્જુન, લવ લાઈફ તો બરાબર છે, પણ મારી લાઈફમાં કંઈક અજુગતું અને અણગમતું થઇ રહ્યું હોય તેમ લાગે છે.’મેહુલ થોડો અપસેટ હોય તેમ લાગ્યું.

‘કેમ ? શું થયું તારી લાઈફ ને?’

‘મારી જ લાઈફમાં નહિ પણ બધાની લાઈફમાં અણગમતું અને અજુગતું બનતું હોય છે રોજે રોજ...!’

‘એટલે તું કેહવા શું માંગે છે?’

‘અર્જુન, તું અન્જાન ન બન તને પણ ખબર જ છે..!’

‘શું ખબર છે..! બોલને.’ અર્જુને ફરી પૂછ્‌યું.

મેહુલ થોડો ગુસ્સા માં હોય તેમ ઉભો થઇ જાય છે.

‘અર્જુન તને ખબર છે અઠવાડિયા પેહલા, એટલે કે ગયા રવિવારે આપણે પેલા ગાર્ડન પાસે ફરવા ગયા હતા,

બિચારા પેલા માસીનો સોનાનો હાર આપણી નઝર સામેથી એ બદમાસો બાઈક પર આવીને ખુચાવી ગાયા હતા, અને આપણે બધા અન્જાન અને બેફીકર બનીને જોઈ રહ્યા હતા. એ માસી ને ગળા માંથી લોહી પણ નીકળ્યું હતું, હું બાઈક લઈને એમનો પીછો કરવા નીકળ્યો હતો, પણ તમે લોકો એ રોકી લીધો હતો, બસ એટલુજ કહ્યું હતું કે આવું તો રોજ ચાલ્યા કરે, આપણે શું..? એ તો પોલીસ નું કામ છે ચોરો ને પકડવાનું આપણું નહિ. એ દિવસે મારી સાથે આવું ગણું બધું થયું હતું, પણ રોજની જેમ આપના મોબાઈલ માં જેમ એક જીસ્જી આવે છે ને વાંચી ને ડીલીટ કરી નાખીએ છીએ, તેમ રોજ આપણા જીવનમાં આવા બનાવો બનાતા રહે છે, અને આપણે ભૂલી જઈએ છીએ અને મગજ ના ઇનબોક્ષ માંથી ડીલીટ થઇ જાય છે. આવું આપણી આસપાસ રોજ થતું હશે અને થયા કરશે પણ જો આવુંજ બધા વિચારીશું તો પછી...? ગુસ્સા માં લાલચોળ મેહુલે મુઠઠી વાળી.

હું પણ ગણા દિવસથી ટેન્સનમાં છુ, પણ આપણે લોકો કરી પણ શું શકવાના..? એમની પાસે પૈસા છે, તાકાત છે, અને ગણી બધી લાગવગ છે..એટલે...!! અર્જુને મેહુલના ખભે હાથ મુકતા કહ્યું.

એટલે આપણે બસ, સહન જ કરતા રેહવાનું. અરે હું તો ત્યારે સ્તબ્ધ થઇ ગયો જયારે કાલે દુકાને બેઠો હતો ત્યારે જે લોકો આટલા દિવસોથી લારીઓ અને ફેરીયાવાળા પાસે હપ્તો વસુલ કરતા હતા એ લોકો હવે મોટી મોટી દુકાનો અને શોરૂમ માં પણ દાદાગીરી કરી હપ્તો માંગતા થઇ ગયા છે. અને આવા લુખ્ખાઓ સામે પપ્પા અને એ દુકાનદારો પણ કઈ ન કરી શક્યા, કારણ કે ત્યાં ના હવાલદારો પણ આ લુક્ખાઓ ના હપ્તા પર રાજી હતા. અને હા, જયારે ઐશ્વર્યા એ મને કહ્યું કે માર્કેટ માં આજે...... મેહુલ કૈક કહે ત્યાંજ કોઈ પાછળ થી આવ્યું.

ઐશ્વર્યા અને સંજના પણ ત્યાંજ હતા અને મેહુલ ના ઘરે કોઈ નથી એ જાણીને અંદર આવી ગયા, બહાર લીવીંગ રૂમ માં ટીવી ચાલુ હતી, પણ કોઈજ હતું નહિ, બસ મેહુલ ના રૂમ માંથી અવાજ આવતો હતો એટલે મેહુલના રૂમ તરફ આવતાંજ અર્જુનની નજર તેમના પર પડે છે.

અરે ઐશ્વર્યા..? સંજુ..? તમે લોકો અહિયાં..? અર્જુન આશ્ચર્ય થી બોલી ઉઠયો.

અરે..! ઐસુ..? સંજના..? મેહુલ પણ પાછળ વળી ને સરપ્રાઈઝ થઇ ઉભો થઇ જાય છે.

અરે આજે સવારમાં મારી મમ્મી સાથે આન્ટી વાત કરતા હતા ત્યારે ખબર પડી ગયી હતી કે તારા ઘરે કોઈ નહિ હોય..! અને સંજના મારા ઘરે આવી હતી તેને બાય કેહવા બહાર આવ્યા હતા એટલે બસ અમે અંદર આવી ગયા ઐશ્વર્યા એ કહ્યું.

મેહુલ..? કઈ પ્રોબ્લેમ તો નથી ને..? સંજના એ પોતાની બેગ ટેબલ પર મુક્તા કહ્યું.

અરે, કઈ જ પ્રોબ્લેમ નથી આ તો બસ .. મેહુલે ક્લીયર કર્યું.

લાગે છે તમે લોકો કોઈ સીરીયસ ટોપિક પર વાત કરી રહ્યા હતા. ઐશ્વર્યા એ મેહુલ ને પૂછ્‌યું.

અરે, ના એવું કઈ નથી

બસ મેહુલ તું રેહવા દે. હું જ પૂછી લઉં છું, આ મેહુલ તારા વિશે કંઈક વાત કરી રહ્યો હતો ઐશ્વર્યા ....! શું થયું હતું સવાર માં ..? અર્જુને ડાયરેક્ટ પૂછી લીધું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED