જીવનની અદભૂત ક્ષણો DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનની અદભૂત ક્ષણો

 
બે સમવયસ્ક યુવાન અને યુવતી એક બીજાને છેલ્લા છ માસ કરતાં વધુ સમયથી જાણતા હતા, જેને પરિણામે બંનેને એકબીજા પ્રત્યે લાગણીનો ઉમેરો થયો હતો. તેઓ બંને એક દિવસ તેમના નગરમાં વિશાળ સરિતા પર બાંધવામાં આવેલ રિવરફ્રન્ટ પર ફરવા ગયા હતા. સ્થાનિક સંસ્થા મારફત રિવરફ્રન્ટ પર આરામદાયક બેસવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી અને વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ હતું જેને પરિણામે આ જગ્યા નો નજારો અતિસુંદર દેખાતો જેને પરિણામે શહેરની જુદા જાહેરરજા કે શનિવાર-રવિવારના દિવસો દરમિયાન જનતાનો ભારે ઘસારો રહેતો હતો.
આ યુવક-યુવતી બંને ફરતા ફરતા એક બાંકડા પર બેઠાં હતાં. કે સમયે રિવરફ્રન્ટ ના ખુલ્લી જગા પર ત્યારે એક નયનરમ્દૃય દ્રશ્ય દેખાયું. એક સાહીઠી વટાવી ચુકેલા પતિ-પત્ની તેમની મસ્તી માં એકબીજાનો હાથ પકડી ચાલતાં હતાં. બંનેના પગમાં બુટ-ચંપલ કાંઇ પહેરેલ ન હતા. તે બંને તેમની પોતાની મસ્તીમાં આજુબાજુ કોઇની દરકાર કર્યા વગર ખુલ્લી જગ્યાનો અહેસાસ માણતાં હતાં. જોકે નક્કી કરી શકાય એવું ન હતું કે બંનેના ચહેરા પર જે કુમાશ હતી અને દિલમાં જે ઠંડક જણાતી હતી એ જમીન પર પડતાં ખુલ્લા પગથી હતી કે પછી એકબીજાના પકડાયેલા હાથની ઉષ્માથી કે કળી શકાય તેમ ન હતું.
યુવતી અને યુવક જ્યાં બેઠા હતા ત્યાંથી યુવતી અચાનક ઉભી થઇ અને એ વયસ્ક પતિ-પત્નિ પાસે પહોંચી ગઇ. યુવક પણ તેની પાછળ પાછળ ગયો. યુવતીએ બંને વયસ્ક પતિ-પત્નિ ને પુછ્યુ, અંકલ, આપ મને જણાવી શકશો કે પ્રેમ એટલે શું? અંકલે કહ્યું, પ્રેમ એટલે એકબીજાની સાથે જીવનની બધીજ પળોને માણીને બુઢ્ઢા થવાની મજા. પતિએ તેમની પત્નીનો હાથ ઊંચો કરીને કહ્યું કે આ કરચલીવાળો હાથ છે એની દરેક સળ મેં જીવી છે. અમારી ઊંડી ઊતરી ગયેલી આંખોમાં અમે એકબીજાને અમારા જીવન દરમિયાન ની સારી માઠી બધી યાદો ને સંઘરી અને સાચવી રાખેલ છે. અરે તમને કે ખબર નહીં હોય કે, મેં તો એને પ્રપોઝ જ એવી રીતે કર્યું હતું કે, મારે તારી સાથે બુઢ્ઢા થવું છે. તને મારી સાથે ઘરડું થવું ગમશે? એણે એ જ સમયે હા પાડી અને જિંદગીની સુંદર સફર ની મંઝીલ શરૂ થઇ. હા, એ સમયે યુવાનીના દિવસો હતા એટલે કે સમયે શરીરની ચામડી યુવાનીને અનુરુપ તંગ હતી. ચહેરા પર એક અનેરી કુમાશ હતી. તે સમયે પણ આ રિવરફ્રન્ટ ની મોજ મારતા મારતા કાયમ ફરતા હતાં. સ્વિમિંગ પુલમાં તે સમયે સ્વિમિંગ પણ કરતા હતાં. ધીમે ધીમે મોટાં થતાં ગયાં. દોડવાનું બંધ થયું. પછી ચાલતાં હતાં અને અત્યારે સાવ ધીમાં ધીમાં ડગલાં ભરીએ છીએ. ઘણું બદલ્યું છે પણ એક ચીજ ક્યારેય નથી બદલાઇ. એ છે આ હાથ, એ છે આ અમારો એક બીજાનો અનેરો સાથ. એ છે આ અનેરો સંગાથ અને એ છે એકબીજાનું અતૂટ સાંનિધ્ય.
તમે અમને બંનેને આ રિવરફ્રન્ટ ના નજારા પર ચાલતાં અમને જોયાં એમ અમે પણ તમને બંનેને એ બાંકડા પર બેઠેલાં જોયાં હતાં. તારી આન્ટીએ કહ્યું કે, જો આપણા ભૂતકાળનું જીવતું-જાગતું દૃશ્ય સામે ધબકે છે. અમે એ જ બાંકડા પર બેસતાં. ઉંમર પણ કદાચ તમારા બંનેની સમકક્ષ હશે કે સમયે, તમને બંનેને એક જ વાત કરવાનું મન થાય છે કે, એકબીજા સાથે બુઢ્ઢા થવાની એક એક પળ માણજો. ઉંમરને અને પ્રેમને ક્યારેય કોઇ સંબંધ નથી હોતો, હા એટલું છે કે પ્રેમ તમે એકબીજાને કરતાં રહેશો ત્યાં સુધી તે સતત જીવંત રહેશે. ક્યારેક એકબીજાને ઝઘડા પણ થશે, વિરહ પણ આવશે, વેદના પણ થશે, પણ એનાથી પ્રેમ કરવાનું ઓછું નહીં કરતાં.
વૃદ્ધ કપલ આગળ ચાલતું થયું પછી ભીની આંખે યુવતી એ યુવકને કહ્યું, શું તું પણ મારી સાથે વૃદ્ધ થઇશ? મારી સાથે શરીરમાં પડતી કરચલી માણી શકીશ? આંખ ઊંડી ઊતરે એમ પ્રેમ અગાધ બનાવીશ? આ હાથની રેખાઓમાં તારા હાથની રેખા મેળવી દઇશ? યુવકે એક પણ શબ્દ બોલ્યા વિના પ્રેમિકાના હાથ પોતાના હાથમાં લઇને પોતાના ચહેરા ઉપર મૂકી દીધા. આમ મૂક સંમતિ શબ્દોથી નહીં પણ શારીરિક ઇશારાથી પ્રદર્શિત કરી. દરેક સમયે શબ્દોની સંમતિ મળતી હોતી નથી.
વિરહ ઘણી વખત એ પણ સાબિત કરતો હોય છે કે તમારો પ્રેમ કેટલો ઉત્કુટ હોય છે. કોની હાજરી અને ગેરહાજરીથી કેટલો ફેર પડે છે.
એક મિત્રએ કરેલી આ વાત છે. એનાં મમ્મી-પપ્પાને એકબીજા વગર જરાય ન ચાલે. ઘરમાં જ હોય, પણ બીજા રૂમમાં હોય તો તરત જ બૂમ પાડે કે ક્યાં ગઇ? એને બસ નજર સામે જ જોઇએ. ઘણી વખત તો બોલાવવા માટે બહાનાં શોધતા હોય છે. એને ખબર હોય કે બોલપેન ક્યાં પડી છે તો પણ અવાજ મારે કે, બોલપેન ક્યાં છે? મને આપ તો. એક વખત મમ્મીએ કહ્યું કે, કબાટના પહેલા ખાનામાં છે. તો સામેથી જવાબ આપ્યો કે, એમ નહીં, અહીં આવીને આપી જા.
આ સંવાદ સાંભળીને મેં એકવાર મમ્મીને કહ્યું હતું કે, પપ્પા પણ ખરા છે. એક બોલપેન હાથે લઇ નથી શકતા. એ વખતે મમ્મીએ કહ્યું હતું કે એવું નથી દીકરા. એને બોલપેન નથી જોઇતી એને હું જોઉં છું. એને મારી હાજરી જોઇએ છે. સાચું કહું, એ આવું કરે છે એ મને પણ ગમે છે. ઝૂરવાનું ક્યારેક થોડીક ક્ષણો પૂરતું પણ હોય છે. મેં પછી પપ્પાને આ વાત કરી. ત્યારે તેણે કબૂલ્યું કે, હા એ વાત સાચી છે. તેણે પછી કહ્યું કે અમે બંને બહુ દૂર રહ્યાં છીએ. કામ સબબ હું બહાર રહેતો હતો. એ વખતે મેં એને બહુ મીસ કરી છે. એ વખતથી વિચારતો હતો કે મારો સમય આવશે ત્યારે એને મારી નજર સામેથી ખસવા નહીં દઉં. ઉંમર ગમે તે હોય દીકરા, પણ વિરહ એ વિરહ હોય છે અને પ્રેમ એ પ્રેમ હોય છે.
પ્રેમ થવો એ અલૌકિક અનુભવ છે, પણ પ્રેમ કરતાં રહેવું એ જિંદગીને જીવતી રાખવાની કળા છે. વિરહ ગમતો નથી, વિરહ સહન થતો નથી છતાં એ પ્રેમનો જ એક પ્રકાર છે. ઉંમર ગમે તે હોય, તમારી વ્યક્તિને સતત પ્રેમ કરતા રહો. શરીર ભલે ઘસાયેલું હોય, દિલ કસાયેલું હોવું જોઇએ.
dchitnis3@gmail.com
Dipakchitnis