ચોર અને ચકોરી - 31 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોર અને ચકોરી - 31

ગયા અંકમાં તમે વાંચેલુ...(દાદા કોણ છે આ લોકો રહેમાનના આ સવાલે ભૂતકાળમા ખોવાયેલા જીગ્નેશને ફરી એકવાર વર્તમાનમાં લઈ આવ્યો.).. હવે આગળ વાંચો...
"હું ધુમાલનગર જતો હતો ત્યાં રસ્તામાં ઓલા રમેશે. બરાબર મારી બાજુ માંથી એનું બાઈક કાઢ્યું.પેહલા તો બાઈકની ઘરઘરાટી થી હુ ગભરાયો.અને એમા રસ્તા ઉપર ભરાયેલા ખાબોચિયાનું પાણી. મારા ઉપર ઉડ્યુ. અને હું વધુ ગભરાયો અને ખેતરમાં જઈને પડ્યો. તો ત્યા આ છોકરી દોડીને મારી મદદે આવી. અને મને બેઠો કર્યો. મારા ઉપર ઉડેલો કાદવ સાફ કર્યો.અને રમેશ બેશરમ થઈને મારી હાલત ઉપર હસવા લાગ્યો.અને જ્યા એ બાઈક લઈને જવા લાગ્યો ત્યા આ બહાદુર યુવાને એને બાઈક ઉપર થી પાડ્યો અને ઈ કમજાત રમેશને સારી પેઠે ઠમઠોર્યો." મહેરદાદાએ પોતાની આપવીતી રહેમાનને કહી. તો.
"રમેશ ને માર્યો?" આ વાત સાંભળીને રહેમાનની તો આશ્ચર્યથી આંખો પહોળી થઈ ગઈ. એને માન્યામાં નહોતું આવતું કે આ ગામમાં કોઈ રમેશને મારી પણ શકે એના આશ્ચર્ય ને દાદાએ વધુ બેવડાવતા કહ્યું.
"હા, આણે માર્યો રમેશને. અને ફક્ત રમેશને નહીં એના સાગરીત ઓલા જસલાનેય માર્યો. એ બેવ બોવ ફાટ્યા છે. પણ આ એકલો જ એ બેય પર ભારી પડ્યો."
" વાહ તમારો ઘણો ઘણો આભાર મારા દાદા ની મદદ કરવા બદલ. અને તમે પહેલવાન જેવા તો જરાય લાગતા નથી.?અને તોય તમે એકલા ઈ બેયને પોહચી વળ્યા?કોણ છો ભાઈ તમે?"
"હું..."જીગ્નેશ કંઈ કહેવા જતો હતો ત્યાં મહેરદાદાએ રહેમાનને કહ્યું.
" પેલા છોકરાઓને પાણી બાણી તો પા. આ કાળા તડકામાં બીચારા કોણ જાણે કેટલુંય ચાલી ને આવ્યા હશે.તરસ્યા થયા હશે.પછી પૂછજે કે કોણ છે ઈ." ગેરેજની દીવાલને અઢેલી ને ઉભો રાખેલો ખાટલો રહેમાને ઢાળ્યો. અને બોલ્યો.
"બેસો આના ઉપર. હું માટલાનુ ટાઢું પાણી લઈ આવું છું." ચકોરી જીગ્નેશ અને મહેરદાદા ખાટલે બેઠા. રહેમાન લોટા માં પાણી લઈ આવ્યો. ચકોરી અને જીગ્નેશે વારાફરતી પાણી પીધું પાણી પી લીધા પછી લોટો રહેમાનને અંબાવતા જીગ્નેશ બોલ્યો.
"મહાદેવ તમારું ભલું કરે. ક્યારની તરસ લાગી હતી તરસ બુઝાવવા ખેતરમાંથી શેરડીનો સાંઠો ખેંચી કાઢ્યો હતો. પણ વાહરે નસીબ એ શેરડીનો સાંઠો તરસ બુઝાવવા નહી પણ રમેશને ધોકાવવાના કામ મા આવ્યો.." જીગ્નેશે હસતા હસતા કહ્યું. અને રહેમાને સ્મિત કરીને લોટો જીગ્નેશના હાથમાંથી લેતા પૂછ્યું
"કોણ છો ભાઈ તમે?અને આ ગામમાં કોના મહેમાન થઈને આવ્યા છો?"
"અમે બ્રાહ્મણ છીએ અને કિશોરભાઈ પૂજારીને ત્યાં જવું છે.? ટૂંકમાં પોતાનો પરિચય જીગ્નેશે આપ્યો અને અને પછી પોતાની જ પ્રશંસા કરતો હોય એમ બોલ્યો.
"ખબર નહીં કેમ? ક્યાંય પણ. કોઈના પણ ઉપર અન્યાય થતા હું જોઈ નથી શકતો. પરિણામની ચિંતા કર્યા વગર હું અન્યાય કરનારા ને. ઠમઠોરવામા માનુ છું. પછી કોઈ પણ હોય. ગમે એટલો મોટો દાદો કેમ ન હોય. એની શાન ઠેકાણે લાવ્યા વગર મને ચેન ન પડે."
" તમે જેની સામે શિંગડા ભરાવ્યા છે. એ ગામનો માથાભારે માણસ છે.પણ વાંધો નહીં. મને તમારો ભાઈબંધ જ સમજજો. આજે મારા દાદાની તમે જેમ મદદ કરી છે. એમ હું પણ. તમને જ્યારે જરૂર પડશે ત્યારે તમારી પડખે ઉભો રહીશ. અને એક વાત કહું જીગ્નેશ ભાઈ. આજે તમને જોઈને કોણ જાણે કેમ મને મારા બચપણનો દોસ્ત જીગ્નેશ. હા એનું નામ પણ જીગ્નેશ હતું. પણ અમે એને જીગો કરીને બોલાવતા. એ યાદ આવી રહ્યો છે. આમ તો મેં એને ક્યારેય ભુલાવ્યો નથી. પણ આજે. એની યાદ. અનહદ આવી રહી છે. આટલું બોલતા બોલતા. રહેમાનનો અવાજ ભીનો થઈ ગયો.
.... શુ જીગ્નેશ પોતાના જીગરી દોસ્ત પાસે પોતાની ઓળખ છતી કરશે?... વાંચો આવતા અંકમાં....