સ્કેમ....29 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

સ્કેમ....29

સ્કેમ....29

(નઝીર અને રામચરણ પોત પોતાના સપનાં ગૂંથે છે. બેદી સર અને તેની ટીમ પ્લાન બનાવી દે છે. સીમાને ટેન્શનમાં જોઈ ફરી એકવાર તેના સાસુ સસરા એ વિશે પૂછે છે. હવે આગળ...)

નિમેષભાઈએ કહ્યું કે,

" બેટા, તું ખાલી કહે મને. જો રામ પણ કંઈક બોલ્યો હોય તો હું તેને સીધો દોર કરી દઈશ. મારી દિકરી જેવી વહુને હેરાન કરવા બદલ."

સીમા હસી પડી અને,

"અરે મમ્મી પપ્પા, ચિંતા ના કરો. એવું ખરેખર કંઈ નથી."

સીમા બોલી તો ખરા પણ ઉદાસ મનથી, એ બધા જ સમજી ગયા પણ તેને વધારે કહેવું યોગ્ય ન લાગ્યું એટલે બોલ્યા કે,

"કંઈ વાત નથી ને તો પછી રામ આવે ને એટલે જ તને પૂછીશ કે મારી વહુને તકલીફ કેમ આપે છે?"

"ના મમ્મી... તમે તેમને કંઈ ના કહેતાં, આ તો મારું મનમાં શીનાને ભવિષ્ય લઈને ગડમથલ અને રામના હોસ્પિટલનું મેનેજમેન્ટ કરવામાં જ થાકી જાઉં છું. એટલે એ મૂંઝવણ તો મારા ચહેરા પર દેખાય છે. અને તમને કંઈ કહું તો તમે ચિંતા કરો. એ તમારા દિકરાને ના ગમે અને મને પણ ના ગમે. તમે લોકો આમ જ હસતાં રહો અમને આર્શીવાદ આપો. જેથી અમે બંને એકબીજા સાથે હંમેશા ખુશ રહીએ. આ આર્શીવાદ જ અમારા માટે ટોનિક છે, એ તો તમને ખબર છે ને?"

સીમાએ પરાણે હસતાં હસતાં કહ્યું.

બધાએ જ ત્યાં જ વાત પૂરી કરી અને સીમા પોતાની રૂમમાં જઈને રડી પડી અને મનમાં ને મનમાં જ બોલવા લાગી,

"સોરી મમ્મી પપ્પા પણ હું રામ વિશે કહીને તમને તકલીફ ના આપી શકું, સોરી..."

તે રડી રહી હતી ત્યાં જ જોલીનો ફોન આવ્યો,

"હાય સીમા, વેર ઈઝ રામ? મારો ફોન જ નથી ઉપાડતો."

આ સાંભળીને તેની ધીરજ ખૂટી પડીને રડવા લાગી. આ જોઈને જોલી ગભરાઈ ગયો કે,

"રામને કે કાંઈને શું થયું? કેમ રડે છે, સીમા?"

"જો રામ... રામ..."

"સીમા... સીમા પુરૂ બોલ તો ખરી, શું રામ...?"

"ના, એવું કંઈ નથી પણ રામ સેઈફ છે કે નહીં તે ખબર નથી."

કહીને તેને બધી વાત કરી.

"ડોન્ટ વરી સીમા, ચિંતા ના કર અને ભગવાન પર ભરોસો રાખ. જે હિંમત તે દેખાડવાની હતી તે તો દેખાડી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. રામને કંઈ નહીં થાય."

"સાચું કહે છે જો તું, રામને કંઈ નહીં થાય."

"થેન્ક યુ જો..."

"શા માટે?"

"હું ઘરમાં કોઈને કહી નહોતી શકતી અને તને કહીને મારું મન શાંત પણ થયું અને મને હિંમત મળી એ વધારામાં...."

"ઓહ... એની ટાઈમ ફોર યુ... બાય."

"બાય, જો..."

સીમા પોતાના આસું લૂછીને તે હોસ્પિટલ જવા નીકળી.

બેદી સર અને તેમની ટીમ બધી જ તૈયારી સાથે મિશન કાળને એકિઝક્યુટ કરવા માટે તૈયાર છે. તેઓએ સાગર અને રામ હતાં, તે જગ્યા ટ્રેક કરીને ત્યાં પહોંચી ગયા.

અંદરની પરિસ્થિતિ જાણવા મખ્ખી ડ્રોનની અંદર મોકલવાની કેવી રીતે? એ વિચારતા હતા એટલામાં એક માણસ ગોડાઉનમાં જઈ રહ્યો હતો. એના પર ડ્રોન ચોટી ગયું અને એની અંદર મખ્ખી ડ્રોન પણ પહોંચી ગયું. રિમોટ કંટ્રોલ સ્ટાર્ટ  કરતાં જ અંદરના દ્રશ્યો લેપટોપ પર દેખાવવા લાગ્યા.

ત્રણ જણા બહાર ઊભા હતા, ત્રણ જણા મોટા ગેટ આગળ ઊભા હતા. પછી બધા જ બોક્સને વિગેરે પડયું હતું અને એ ગેપમાં કંઈ નહોતું. એક રૂમમાં બારેક માણસો ગેનેડ્રને વિગેરે બનાવી રહ્યા હતા. સાગર અને રામની રૂમ અંદર કોઈ નહીં. બીજી રૂમમાં નઝીર બેઠો હતો ત્યાં એક બીજો માણસ લેપટોપથી કંઈ કરી રહ્યો હતો.

ગેટથી દરવાજા સુધી નજીકના આવે ત્યાં સુધી એકબીજાને દેખી શકે તેવું હતું. એ બેદી સરની ટીમ માટે ફાયદાકારક હતું. ભલે હવે એમના માટે દરેકને મારવા કે પકડવા આમ આસન હતાં. પણ એ કરતાં જરૂરી હતું  ઝડપથી મિશન કાળ પુરૂ કરી દેવું પડે એમ હતું કારણ કે નહીંતર જો સાગર પાસવર્ડ ખોટો દીધો છે એ ખબર પડી જાય તો તેઓ સર્તક ના થઈ જાય એ પહેલાં પુરું કરવું જરૂરી હતું.

એક પણ વ્યક્તિ ચેન્જ નહોતો થઈ રહ્યો પણ એટલું જ કે અંદરથી મંગાવેલ વસ્તુ આ જ લોકો આપવા અંદર જતા. એટલામાં બહારથી એક માણસ બિરયાનીનું પાર્સલ લઈને આવ્યો તો બેદી સરે તેની પાસેથી પાર્સલ લઈને પોતાના માણસ મોકલ્યો અને તેને તે માણસને ઈશારાથી બિરયાનીનું પાર્સલ લેવા બોલાવ્યો. જેવો એક માણસ આવ્યો તેને ઝેરી છરા મારીને તેના રામ રમાડી દીધા અને તેના કપડાં પહેરીને બીજા સાથીદારો જોડે ગયો. તેમના પણ પહેલાં જ જેવા હાલ કરી દીધા. તેમના કપડાં પહેરીને બેદી સરે અંદર ગયા અને અંદર જઈને ત્રણે ત્રણને ઝેરી છરા મારીને તેમના પણ રામ રમાડી દીધા. પોતાના માણસને બોલાવીને તેમને પણ એમની જગ્યાએ ગોઠવી દીધા. અંદર બેદી સર અને તેમના ત્રણ સાથીદાર એ થઈને કુલ ચાર જણા હતાં.

અંદરના હજી એકરૂમમાં બારેક જણા, ત્રણ દરવાજા આગળ અને બીજા રૂમમાં બે માણસ એમ આટલાં થઈને ૧૭ માણસોનો સામનો કરવાનો હતો. કયાંક જો આંતકવાદીઓ જોડે મૂઠભેડ થઈ જાય તો તેમનો જીવ જોખમમાં ના મૂકાય એટલે જ રામ અને સાગરને સેઈફલી બહાર કાઢવા જરૂરી હતા. તેથી સૌથી પહેલાં તેમને દરવાજા પર ચોકી કરી રહેલાનો સફાયો કરવાનો વિચાર કર્યો અને તે દરવાજા આગળ બિરયાનીનું પાર્સલ લઈને ગયા તો સલીમે કહ્યું કે,

"એ ભાઈજાન કો દે આ પહેલે..."

"દે દેતા હું, આપકી તીન દે દું ઐસા સોચા ઈસ લીએ..."

"અચ્છા ઠીક હૈ... ઔર દૂસરી દે લે આઓ."

"જી લાયા, એ અફઝલ દો ઔર લે કે આ તો..."

બેદી સરે અને તેમના સાથીદારે તે લોકોને પણ ઝેરી છરાથી અવાજ કર્યા વગર જ તેમના પણ આગળના જેવા જ આવા હાલત કરી દીધા અને ઈશારાથી બીજા ત્રણ જણને બોલવવા કહ્યું. તેમને સાગર અને રામની રૂમ ખોલી.

(સીમા પોતાના સાસુ સસરાને સાચી વાત નથી કહેતી પણ જયારે ખબર પડશે ત્યારે શું થશે? શું મિશન કાળ સકસેસ જશે? શું સાગર રામ નઝીરની કેદમાંથી હેમખેમ નીકળી શકશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ... સ્કેમ.... 30)