સ્કેમ....27 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

શ્રેણી
શેયર કરો

સ્કેમ....27

સ્કેમ....27

(ડૉકટર પોતાની પહેલી લડાઈ એટલે કે મનમાં રહેલા ડર સાથે જીતે છે અને તે સીમાને નઝીર વિશે જણાવે છે. હવે આગળ...)

"નાઈસ... સાહિલ ઈઝ બ્રેવ બૉય..."

સાહિલની હિંમત વધારતાં મેં કહ્યું. અને સાથે સાથે મારા મનને પણ ટપાર્યું કે,

"મારે પણ પરિવારને કંઈ થશે એવાં વિચારને છોડી, મારે ડરવાની જગ્યાએ તેમને સેઈફ કરીને મારે દેશ માટે લડવું પડશે. મારે હિંમત કરીને પોલીસને બધું જણાવવું પડશે જ."

મેં મારા મિત્ર ડૉ.શર્માને વાત કરી અને તેમને તેમના સીઆઈડી ફ્રેન્ડને કહીને અમારા ઘરની આજુબાજુ અને ઘરમાં કામ કરનાર નોકર બધા જ સીઆઈડી એજન્ટ ગોઠવાઈ ગયા અને મને બાંયધરી આપી કે 'હવે મારો પરિવાર સલમાત છે, તેમને કંઈ નહીં થાય.'

ડૉકટર થોડીવારે ચૂપ રહીને બોલ્યા કે,

"બસ આમ જ આગળ ફરી એક નવી લડાઈ ઊભી હતી. મારે મિશનનો ભાગ બનીને નઝીર સામે મારી વાત રાખવી અને મનાવવી પણ. સીઆઈડી એજન્ટ બેદી સરે તો બરાબર પ્લાનિંગ કરી લીધું હતું. પણ હું હિંમત નહોતો કરી શકતો કે નઝીરને કહું કે, 'મારી વાત તમારી સાથે કરાવે.'

ખૂબ પ્રયત્ન પછી પણ જયારે ના કહી શકયો ત્યારે મને આશ્વીનો કેસ યાદ આવ્યો.

"જે તે પોતાના મમ્મી પપ્પાને પોતાના મનની વાત કંઈ નહોતી શકતી. તેને સમજાવતાં મેં કહ્યું કે,

"જો તું તારા મનની વાત મમ્મી પપ્પાને નહીં કરે તો સમજાવીશ કેવી રીતે? ભલે કદાચ તારા પપ્પા તારી વાતથી સંમત ના થાય પણ તે તારા સપનાંને સમજશે અને તેમાં તારો ભાઈ તને મદદ કરશે, બીજા કોઈની વાત માનતા હોય તો તેની મદદ લે. તે માની જશે, વિશ્વાસ કર.'

"હું માનું છું કે પપ્પાની ઈચ્છાનું માન રાખવું જરૂરી છે. એટલું જ જરૂરી પોતાના જીવન રિલેટડ વાત હોય તો પોતાની વાત રજૂ કરવી જરૂરી છે. અને આમ પણ કોઈપણ વ્યક્તિને બીજા વ્યક્તિ શું વિચારે તે સપનામાં ના આવે, સમજી."

તેની મારી વાત સમજી અને માનીને તેના પપ્પા સાથે વાત કરી અને તેના ભાઈના સપોર્ટથી પોતાની વાત મનાવી લીધી. અને આ વાત યાદ કરીને મને પણ મનમાં થયું કે,

"મારે હિંમત તો કરવી જ પડશે. કદાચ તે માની જાય અને હું તમારી સાથે વાત કરી શકું.'

આમ પણ સીમાએ મને કહ્યું જ હતું કે,

"જે દેશે આપણને ઓટલો રોટલો આપ્યો અને માન સન્માન આપ્યું. અને આપણે બદલામાં આપીશું એને વિશ્વાસઘાત. આ તો મારો રામ નથી જ."

મેં નઝીર સાથે હિંમત એકઠી કરીને તેને વાત કરી પણ તેને કંઈ જવાબ ના આપ્યો અને જતો રહ્યો. મને એમ કે મિશન ફલોપ થઈ ગયું.

એટલે જ બેદી સરે નવા પ્લાન પ્રમાણે આશ્વીનો ભાઈ જે સીઆઈડી એજન્ટ પણ હતો, તે મારી ઓફિસ આસિસ્ટન્ટ બની આવ્યો અને સલીમ પર વધારે વોચ રાખવા લાગ્યો. પણ અમને કંઈ જ હિન્ટ ના મળી. સલીમ ફકત ઘરને હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘર જ કરતો હતો એટલે અમારા પ્લાન મુજબ આગળ વધવું શકય નહોતું. એક સમયે અમે નિરાશ થઈ ગયા પણ અચાનક જ મને નઝીરનો ફોન આવ્યો. મેં તે વાત ઈશારામાં સીમાને જણાવીને અહીં આવી ગયો અને હવે તમારી સામે બેઠેલો છું."

થોડીવારે સાગરે કહ્યું કે,

"તમને થેન્ક યુ કહું કે ભગવાનને? ક્રોન્ગ્રેચ્યુલેશન આપું કે નહીં? તે વિશે કંઈ જ સમજ નથી પડી રહી મને?"

ડૉકટરે તેને જોઈ રહ્યા તો,

"આમ ના જોઈ રહો, તમને અને ભગવાનને થેન્ક યુ એટલા માટે તમે દેશપ્રેમ દેખાડયો અને ભગવાને જગાડયો."

"અને ક્રોન્ગ્રેચ્યુલેશન?"

"એટલા માટે કે આપે તમારા ડરને હરાવી મિશનનો ભાગ બન્યા. સાચું કહું તો મને આનંદ છે કે મેં નઝીરને કહેલાં શબ્દો સાચાં પડયાં."

"મતલબ કે..."

"હા, મને તમારા પર વિશ્વાસ છે કે તમે દેશ જોડે દગો નહીં કરો. અને જેનામાં દેશપ્રેમ હોય તે વફાદારી જ નિભાવે. તેની મને ખાતરી છે."

"તો પછી ક્રોન્ગ્રેચ્યુલેશન મિશન સફળ થાય પછી જ આપો. અને થેન્ક યુ સર.... તો પછી મને તમારું સિક્રેટ કહો."

"પછી આ સિક્રેટ નઝીરને કહી આવશો અને

કરોડ રૂપિયા ફી લઈને એશ કરશો..."

"એવું કંઈ નહીં બને, મારો વિશ્વાસ કરો અને જો વિશ્વાસના હોય તો રહેવા દો."

સાગર ખડખડાટ હસી પડ્યો અને કહ્યું કે,

"હું તો મજાક કરી રહ્યો છું અને સાચું કહું તો ચેક કરી રહ્યો છુ. મને તમારા પર વિશ્વાસ છે."

સાગર ડૉકટરને બધી જ માહિતી આપી રહ્યો હતો અને નઝીર તેને બરાબર સાંભળીને નોટ કરી રહ્યો હતો. તેને સિક્રેટ કોડ બધું જ યાદ કરી લીધું અને પછી મનમાં જ,

"વાહ, ડૉકટર... તારો ઉપાય બરાબર કામે લાગ્યો અને તે અમને જોઈતી માહિતી પણ લાવી આપી. તેને વિશ્વાસ બેસે એના માટે કેવી કેવી વાતો કરી. જોકે મને તારા પર વિશ્વાસ નહોતો એટલે જ મેં તારા પેન્ટના ખિસ્સામાં ચાલુ ફોન વિડીયો પર છૂપાવી દીધો હતો. પણ તે તો મને જીતી લીધો."

સલીમે પણ ખુશ થઈને કહ્યું કે,

"ડૉકટરે તો બે ત્રણ દિવસની જગ્યાએ એક જ દિવસમાં કામ કરી દીધું. ભાઈજાન હવે તો તેને છોડી દઉં?"

"નહીં અત્યારે તો નહીં જ, કયાંક તે સાચો હોય તો અને કદાચ આ કોડ ખોટો નીકળે તો... પહેલે ચેક કરેંગે ફિર દેખગેં."

"હા, ભાઈજાન... મગર ભાઈજાન વો બોલા રહા થા કી વો એક મિશન મેં સામિલ હુઆ હૈ, કહીં વો અપને કો મુશ્કેલી મેં તો નહીં ડાલેગા ના?"

"અરે વો ઐસે હી બોલ રહા હોગા જીસસે કાફિર બાત માન જાય."

"શાયદ... ઐસા હી હોગા..."

સલીમે માથું ખંજવાળતા કહ્યું.

"લેકિન તુમ લોગ બિરયાની પાર્ટી કરો. મેરે લીએ ઔર ઈન દોનો કે લીએ ભી લે આના. આજ તો ઈદ કે જૈસા દિન હૈ..."

નઝીરે સલીમને પૈસા આપતાં કહ્યું. તેમના ગયા બાદ તેને તેના આકાને ફોન કર્યો કે,

"આકા આપકો બધાઈ હો..."

"કીસ બાત કી બધાઈ દે રહો હો નઝીર?"

(શું ડૉકટર હજી પણ દેશ જોડે દગો કરી રહ્યા છે. શું નઝીર તેના મકસદમાં સફળ થશે? શું બેદી સરની, સીમા અને બધાની મહેનત નકામી જશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ... સ્કેમ....28 )