સ્કેમ....19 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

સ્કેમ....19

સ્કેમ….19

(જાનકીને ડૉકટરે સાયક્રાટીસ ને બતાવવાનું કહે છે. ડૉ.રામ તેનું મોરલ વધારવા તેને સમજાવી રહ્યા છે. હવે આગળ...)

"ના, હું એમ નથી કહેવા માંગતો..."

ભરતે પોતાની અક્કડ બતાવતા કહ્યું તો ડૉ.રામે,

"જાનકી હું તમારા પતિને સમજાવું એ પહેલાં તમને જ કહીશ કે, તમારી દીકરીઓ તો તમારું ગૌરવ છે અને એના માટે સ્ટેન્ડ પણ તમારે જ લેવું પડશે. તમે જો તમારા હક માટે લડશો નહીં તો તે જોઈને તમારી દીકરીઓ પણ પોતાના હક માટે કેવી રીતે લડશે? ભલે લોકો દીકરા જોઈએ જ, એ હશે તો ઘડપણ સારું જશે, તમારી સેવા કરનાર જોઈશે' એવું કહે, પણ તમે એવું ના વિચારો. જેથી કરીને તમારી દીકરીઓ નું મોરલ જ તૂટી જાય.'

"જીવન જીવવાનો હક તો દરેકને છે, પછી ભલે ને દીકરો હોય કે દીકરી. એમ જ માન મેળવવાનો હક પણ સમાન છે. અને એવું પણ બને કે દીકરાઓ કરતાં દીકરી આગળ નીકળી જાય, પરિવારનું નામ રોશન કરે અને તમારા ઘડપણનો સહારો પણ બને. અને એ માટે મહેનત પણ તમારે જ કરવી પડશે."

"હું ચોક્કસ પ્રયત્ન કરીશ..."

"સરસ, આજ મારે તમારા મુખેથી સાંભળવું હતું, જાનકી. પહેલી કહેવત છે ને કે આપ મદદે તો સો મદદે ખુદા, આપ મૂઆ તો જગ મૂઆ. એટલે કોઈપણ અપેક્ષા રાખ્યા વગર બાળકોનું મોરલ વધારો, વીશ યુ ઓલ ધ બેસ્ટ."

ડૉકટરે ભરતને કહ્યું કે,

"હું સમજું છું કે તમારી માનસિકતા એમ તો જલ્દી નહીં બદલાય, પણ પ્રયત્ન કરજો. અને બની શકે તો તમારી દીકરીઓ અને તમારી પત્નીના હક માટે અવાજ ઉઠાવજો. હું જાનકીની દવા લખી દઉં છું. દરરોજ રાતે એક લેવાની. દસ દિવસ બાદ આપણે મળીશું અને હા એ વખતે તમારી દીકરીઓને પણ સાથે જરૂરથી લાવજો."

"ઓકે, ડૉકટર સાહેબ..."

કહીને ભરત અને જાનકી વિદાય થયા. બપોરના સમયે મીરાં ફ્રી થઈ એટલે તેને સીમાને ફોન કર્યો,

"હાય મેમ, ગુડ આફટરનૂન... સરે આજે ડૉ.શર્માને ફોન કરીને પોતાના ડુપ્લેક્સ પર્સનાલિટી રિલેટડ વાત કરી હતી. પણ ડૉ.શર્માએ શું કહ્યું તે મને ખબર નથી."

"બરાબર અને પેલો છોકરો સલીમ વિશે તું કહેતી હતી તે?"

"હમમ એના પર જ આપણને શંકા હતી એટલે જ એના પર નજર રાખીજ રહી છું. એ સર આસપાસ જ મંડારાયેલો જ રહે છે. તે સરના દરેક પળે પળની ખબર રાખવા માટે તે સરની કેબિનના સીસીટીવી કેમેરા પર ચાંપતી નજર રાખે છે. તેને તે કેમેરા પોતાના મોબાઈલના ડેટા સાથે જોઈન્ટ કરી લીધો છે."

"ઓકે, તો પછી પેશન્ટ હોય ત્યારે પણ..."

"ના મેમ, બસ એ સમય પૂરતો જ તે તેમની આસપાસ મંડારાયેલો નથી હોતો અને ફોન પરથી વૉચ કરી રહ્યો હોય છે."

"હમમમ, સરસ મીરાં તે ઓબ્ઝર્વેશન તો સરસ કર્યું છે. આગળ પણ કરતી રહેજે અને કદાચ કંઈક ડાઉટ લાગે તો જણાવજે."

"ઓકે મેમ..."

સીમાએ ઘણું વિચાર્યા બાદ ડૉ.શર્માને ફોન કર્યો કે,

"હેલો, ડૉ.શર્મા..."

"હાય, મિસસ ડૉ.રામ..."

"સર તમને આમને ફોન કર્યો હતો એ વિશે મારે કંઈક કહેવું હતું. પણ એ પહેલાં કહો કે તેમને તમને શું કહ્યું?"

ડૉ.શર્માએ બધી વાત કરી,

"ઓકે સર, પણ એ સિવાય હું કહું તો તે ઊંઘમાં આંતકી, સિક્રેટ અને ચુંગાલમાંથી છોડાવ વિગેરે એવું કહેતાં હતાં, જે મેં તેમને નથી કહી."

"હમમ... તો પછી મને એવું લાગે છે કે મારે વધારે જાણવા માટે કંઈક કરવું પડશે. એક કામ કરું છું હું મારા સીઆઈડી મિત્રને વાત કરું."

"ઓકે સર..."

આશ્વી આ વખતે સાવન અને આકાશ સાથે ડૉ.રામની હોસ્પિટલ ગઈ તો ડૉકટરે સૌથી પહેલાં આશ્વીને પૂછ્યું કે,

"હાય આશ્વી, હુ ઈઝ ધીસ બૉય?"

"હાય ડૉકટર અંકલ, ધીસ ઈઝ માય બ્રો એન્ડ ઈન્સપિરેશન ડૉ.સાવન."

ડૉકટરે સાવન સાથે હાથ મિલાવ્યા,

"ઓહ, ડૉ.સાવન નાઈસ ટુ મીટ યુ, બટ ફર્સ્ટ આઈ વોન્ટ ટુ ટૉક આશ્વી એન્ડ આફટર યુ, યંગ ડૉકટર."

"શ્યોર... સર"

ડૉકટર અને આશ્વીને સ્પેસ આપી અને ડૉકટરે આશ્વીનું કાઉન્સલિંગ કર્યું, ત્યાં સુધી આકાશ અને સાવન સોફા પર બેસી રહ્યા. કાઉન્સલિંગ પુરુ થયા પછી ડૉકટર સાવન સાથે વાત કરવા લાગ્યા અને તેની કેરિયર અને લાઈન વિશે પૂછ્યું. વાતચીત બાદ સાવને તેમને બે ફાઈલ આપી અને કહ્યું કે,

"આ મારા બહેનના કેસ પર સ્ટડી કરેલી ફાઈલ અને બીજી ફાઈલમાં મારો બાયોડેટા છે."

"તમારો બાયોડેટા મને કેમ?"

"એકચ્યુઅલી ડૉ.શર્માએ મને તમને આ બતાવીને તમારી હેલ્પ લેવા માટે અને તમારી સાથે અમુક પ્રેક્ટિસ કરવા કહ્યું છે. અને પ્રેક્ટિસ રિલેટડ લખ્યું પણ છે."

ડૉકટર રામે તે વાંચ્યું અને પછી કહ્યું કે,

"ઓકે, નાઈસ યંગ મેન, મને પણ તારી સાથે કામ કરવું ગમશે. તારો પ્રોગ્રેસ રિપોર્ટ સારો છે."

"થેન્ક યુ સર, હું કયારથી આવું?"

"કાલથી પણ આવી શકો છો અને ઈચ્છા હોય તો આજથી જ પ્રેક્ટિસ કરવા રોકાઈ શકો છો?"

"થેન્ક યુ વેરી મચ સર, હું કાલથી જોઈન્ટ કરીશ. એન્ડ વૉટ અબાઉટ આશ્વી?"

"શી ઈઝ ઓકે, મેં તેને દવા આપી છે તેથી તે સ્ટ્રેસ નહીં લે. તમે બસ એને પુશ અપ કરો, પણ લાઈટલી. એકઝામ પછી દવા ઓછી કરવા વિચાર કરીશું, હાલ કોઈ પણ રીતે ડિસ્ટર્બ નથી કરવી."

"ઓકે ડૉકટર..."

કહીને સાવન અને આકાશ ઘરે ગયા. રામ વારંવાર બંને ફાઈલ જોઈ રહ્યા અને પછી મીરાંને આપી દીધી અને કહ્યું કે,

"આ ફાઈલ સાચવીને તારી સાથે ઘરે લઈ જજે."

પણ તે થોડા ટેન્શનમાં આવી ગયા હતા એટલે સલીમે પૂછ્યું કે,

"શું થયું સર? તબિયત બરાબર નથી કે શું?"

ડૉકટર પોતાના ડરને કાબુમાં કરતાં કહ્યું,

"હા, બસ મને માથું ખૂબ દુઃખી રહ્યું છે. ઘરે આરામ કરીશ તો મટી જશે. હવે પેશન્ટ બાકી છે કે એપોઇન્ટમેન્ટ બાકી છે ખરી?"

"ના... સર, તમે ઘરે જઈને આરામ કરો."

મીરાંએ એવું કહ્યું એટલે સલીમ તેને જોઈ રહ્યો પણ મીરાં તો,

"સર મને પણ તમે ડ્રોપ કરી દેશો, મારે પણ એક ફંકશનમાં જવાનું છે એટલે રજા જ લેવા આવી હતી."

"શ્યોર, તું જા... ઊભી રહે, હું તને ઘરે ઉતારતો જઈશ."

(શું સીમા સાચે જ શું બની રહ્યું છે, તે જાણી શકશે? સાવન શું સીઆઈડી એજન્ટ છે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ... સ્કેમ....20)