Scam - 13 books and stories free download online pdf in Gujarati

સ્કેમ....13

સ્કેમ….13

(આશ્વી ટેવલ્થની એકઝામમાં ડ્રોપ લેવાનું કહે છે. સાવનનો કલીંગ્સ તેના માટે સાયક્રાટીસની મદદ લેવા કહે છે. હવે આગળ...)

"આ પ્રોબ્લેમ સાયક્રાટીસની મદદથી સોલ્વ કરી શકાય, એટલે સાયક્રાટીસ જોડે જાવ."

સાવનને તેનો કલીંગ્સ કહે છે.

"પણ આ માટે બેસ્ટ સાયક્રાટીસ કયો છે? અને તે આ મેટર સોલ્વ કરી શકશે?"

"એમાં શું તમે ડૉ.રામની મદદ લો, તે બેસ્ટ સાયક્રાટીસ તો છે જ, વળી તમારા સીટીમાં જ છે."

"ઓકે... થેન્ક્સ યાર."

સાવને તેના પપ્પાને વાત કરી તો તે ભડકી ઉઠયાં,

"સાવન તું એવું માને છે કે આશ્વી પાગલ થઈ ગઈ છે."

"ના પપ્પા, એ તો ફકત મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગઈ છે અને આ ડિસ્ટર્બન્સ કાઢવા કે કહો તમારી ભાષામાં એ ડર કાઢવા માટે એક સાયક્રાટીસની જરૂર છે. તે ડર આપણા કરતાં સાયક્રાટીસ જલ્દી કાઢી દેશે, એ ડિસ્ટર્બન્સ કાઢવા માટે તેની ટ્રિટમેન્ટની જરૂર છે. પ્લીઝ પપ્પા, આશ્વીના એકઝામની આગળ પંદર દિવસ જ છે. એટલે આપણે રિસ્ક ના લઈ શકીએ."

"સારું, પણ ડૉકટર કયો?"

"ડૉ.રામ બેસ્ટ સાયક્રાટીસ છે. તેને બતાવીએ."

"સારું, જોઉં છું..."

કહીને આકાશે ફોન મૂકીને સેજલને બધી વાત કરી અને તેમને ડૉ.રામને આશ્વીને બતાવવાનું નક્કી કર્યું. સાવને તેના સિનિયરને ખૂબ રિકવેસ્ટ કરીને કાલની એપોઇન્ટમેન્ટ લીધી. સાવનના કહ્યા પ્રમાણે આશ્વી પહેલાંનું બિહેવયર, તેના વિશે, તેના મેન્ટલી ડિસ્ટર્બન્સ વિશે કેવી રીતે કરવાની તેની બરાબર બંને જણાએ તૈયારી કરી લીધી. તે આવું વર્તન કયારથી કરવા લાગી તેની પણ નોંધ કરી.

બીજા દિવસે આશ્વીને લઈને ડૉ.રામની હોસ્પિટલ આકાશ અને સેજલ પહોંચ્યા.તેમની એપોઇન્ટમેન્ટ છેલ્લી હતી એટલે તે વેઈટિંગ એરિયામાં બેસીને પોતાનો ટર્ન આવવાની રાહ જોઈ રહ્યા હતા. આ બાજુ આશ્વી અચાનક જ રડવા લાગી. સેજલ તેને જેમ જેમ ચૂપ કરવા માટે મથી રહી હતી તેમ તેમ તે વધારે રડવા લાગી. તેમનો નંબર આવતા તે કેબિનમાં પહોંચ્યા.

ડૉકટરે કહ્યું કે,

"હાય, ડૉ.રામ... બેસો."

"હેલો સર, હું આકાશ."

"ઓકે, આકાશ?"

ડૉકટરે તેમની સામે પ્રશ્નાર્થ ચિહ્ન નજરે તેમની સામે જોયું અને પૂછ્યું કે,

"ડૉ.શર્માએ રિકમેન્ડ કરેલા તે જ ને?"

"હા, આ મારી પત્ની સેજલ અને મારી દીકરી આશ્વી."

આકાશે જવાબ આપતાં કહ્યું.

"ઓકે, અને પેશન્ટ કોણ છે?"

"મારી દીકરી આશ્વી, તે ટેવલ્થ સ્ટાન્ડર્ડમાં છે."

"ઓકે.."

"તે ખબર નહીં પણ હમણાં થી બપોર પછી અચાનક જ રોવા લાગે છે."

"કોઈ સમય ફિકસ હોય કે?"

"ગમે ત્યારે, રાતે ઊંઘતી નથી, જમવાનું બરાબર જમતી નથી. ફકતને ફક્ત દૂધ પર જ રહે છે."

આકાશે બધી જ વાત કરી રહ્યા હતા અને તે સાંભળીને ડૉકટર પોતાની ડાયરીમાં કંઈક લખી રહ્યા હતા.

"ઓકે, તમારી બધી વાત સાંભળી. હવે હું આશ્વી સાથે વાત કરવા માંગું છું, તો તમે બહાર બેસો."

સેજલ અને આકાશ બંને બહાર જવા ઊભા થયા એટલે ડૉ. કહ્યું કે,

"મેડમ તમે બેસો, આમ તો હું પેશન્ટ સાથે એકલા જ વાત કરું છું. પણ ગર્લ્સ કે લેડીઝ પેશન્ટ હોય તો કાઉન્સલીંગમાં તેની મધર યા ગાર્ડિયન સાથે જ રાખું છું. પણ એક રિકવેસ્ટ જરૂર છે કે તમે કાઉન્સલીંગ વચ્ચે કે કાઉન્સલીંગ વખતે કહેલી વાતો વિશે તેને કંઈ નહીં બોલો. પછી ભલેને તમારા લગતી હોય કે તમને ના ગમતી હોય."

"ઓકે શ્યોર સર..."

સેજલ આટલું બોલીને બતાવેલા સોફા પર બેસી ગઈ અને આકાશ વેઈટિંગ એરિયામાં બેઠા. ડૉકટરે આશ્વી સાથે વાત કરવા માટે કહ્યું,

"હાય આશ્વી, આપણે તો હાય કરવાનું જ રહી ગયેલું."

"હાય ડૉ.અંકલ..."

"આશ્વી નાઈસ નેઈમ"

"થેન્ક યુ સર, મને પણ મારું નામ ખૂબ જ ગમે છે."

"ઓકે, તો તેનો મીનીંગ ખબર હશે ને?"

"હા, આશ્વી મીન્સ નશ્વર. નાશ ન પામે તેવું થાય."

"નાઈસ, ખૂબ જ સારું નોલેજ છે તારું? એક વાત કહે તને સ્ટડી કરવું ગમે છે કે પછી બીજું કંઈ?"

"સ્ટડી કરવું ગમે છે."

આશ્વીએ તેની મમ્મી સામે જોઈને જવાબ આપ્યો તો,

"એક મિનિટ આશ્વી તારે મારી કોઈપણ વાતનો જવાબ આપતાં પહેલાં મમ્મીની સામે જોવાનું નથી. ડોન્ટ વરી, તું કંઈપણ કહી શકે છે, એ પણ ગભરાટ વગર. ઓકે..."

આશ્વીએ હકારમાં માથું હલાવ્યું.

"હમમ... તો સ્ટડી કે પછી?"

"હા, સ્ટડી કરવું ગમે છે."

"સૌથી વધારે શેમાં ઈન્ટરેસ્ટ છે."

"મને સૌથી વધારે... મને કોમ્યુટર અને તેની લેંગ્વેજ વિશે જાણવાનું ખૂબજ ઈચ્છા છે?"

"અરે, વાહ... તો તને સાયન્સમાં મેથ્સ કે બાયોલોજી લીધું છે?"

"બંને...."

"વાહ... સરસ, તો પછી તારું સપનું પુરું થઈ જશે. તું ટેવલ્થ પછી આઈટી એન્જીરીંયગમાં જઈ શકીશ."

"હા, સર... પણ હાલ તો મને કંઈ યાદ જ નથી રહેતું."

"કેમ સિલેબસ અઘરો લાગે છે? કે પછી બીજું કયાંક મન છે?"

"ખબર નથી સર, પણ મને ડર લાગે છે કે આ વખતે મને બધા જ સબ્જેક્ટ અઘરાં જ અઘરાં લાગે છે."

"હમમ... પણ આ બધા જ સ્ટુડન્ટસને લાગુ પડે ને. માનું છું કે દરેકનો આઈકયુ સરખો ના હોય, પણ મહેનત તો સરખી જ હોય ને?"

આશ્વી મૂંઝાઈ ગઈ, તે જોઈને ડૉકટરે કહ્યું કે,

"ઓકે બધી વાત જવા દે, તને સાયન્સનો કયો સબ્જેક્ટ વધારે ગમે છે."

"મેથ્સ જ સર..."

"તો પછી કંઈ પ્રોબ્લેમ નથી. સારું એ કહે કે તારો રોલ મોડેલ કોણ છે?"

"અફકોર્સ, સાવન..."

"આ સાવન કોણ?"

"મારો ભાઈ, ડૉકટર છે. અને હાલ તે ફેલોશીપ કરવા પૂના છે."

"તો સાવન ડૉકટર લાઈનમાં મહેનત કર્યા વગર ડોનેશનથી આગળ વધ્યો છે કે શું?"

"ના, મારો ભાઈ મારા કરતાં પણ હોંશિયાર હતો. એમ કાંઈ થોડું ડોનેશનથી તે ઓર્થોપેડિકમાં માસ્ટર કરવા એડમિશન લીધું હોય?"

"અરે વાહ, તમે બંને ભાઈ બહેન ગીફટેડ ચાઈલ્ડ છો. એક ડૉકટરીમાં માસ્ટરી કરે અને એક ફર્સ્ટ રેન્કર છે.'

"જો તારો રોલ મોડેલ આટલો સરસ છે તો પછી તારે એકઝામથી ડરવાની જરૂર નથી. અને તેને ડર શેનો લાગે છે, એ તો કહે?"

(આશ્વીના મનમાં શેનો ડર છે? તે ડર ભગાડવા ડૉકટર અને આશ્વીના મમ્મી પપ્પા શું કરશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ... સ્કેમ....14)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED