સ્કેમ....11 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

સ્કેમ....11

સ્કેમ….11

(સાહિલ સાથેનું કાઉન્સલીંગ ડૉ.રામ સકસેસફૂલી કરે છે. હવે આગળ...)

લેડી આસિસ્ટન્ટ મીરાંએ ડૉ.રામને પૂછ્યું કે,

"સર પેશન્ટ કોઈ નથી અને હવે ના તો કોઈ એપોઇન્ટમેન્ટ પણ બાકી છે, તો તમારા માટે કૉફી લાવું કે પછી તમે ઘરે જાવ છો?"

"ના, હું ઘરે જ જવા નીકળું છું. તમે બધા જ પેશન્ટ રિલેટડ અને તેમની ટ્રીટમેન્ટનો રેકોર્ડ બનાવી લેજો અને પછી ઘરે જજો..."

પછી પાછું કંઈક યાદ આવતાં જ,

"મીરાં એક કામ કર બેટા... કાલ સવારે વહેલા આવીને પતાવી દેજે... અત્યારે તું પણ ઘરે જા, થાકી ગઈ હોઈશ."

"ઓકે, સર..."

ડૉ.રામ પણ મનમાં સીમાને યાદ કરતાં કરતાં ગાડી સ્ટાર્ટ કરી. રસ્તામાં સીમાને ભાવતી મટકા કુલ્ફી જોઈ તો તે મટકા કુલ્ફી અને ગરમાગરમ સમોસા લીધા. ઘર પહોંચીને મેડને આપતાં કહ્યું કે,

"કુલ્ફી ફ્રીઝમાં મૂકી દે અને દરેકના પસંદ મુજબની સરસ કૉફી કે ચા બનાવ. હું હમણાં જ બંને મમ્મી અને પપ્પાને બોલાવી લાવું... અને હા, દીદીને પૂછી લેજે નહીંતર પછી તને ડાટ પડે ના કયાંક."

"હા ભાઈ..."

મેડે તેને કહીને સીમાને જઈને પૂછ્યું કે,

"દીદી ભાઈ આવી ગયા છે. મને બધા માટે ચા મૂકવાનું કહ્યું છે."

"સારું... મૂકી દે અને પપ્પાજી માટે કૉફી અને છોકરાઓ માટે દૂધ બનાવ, હું આવીને કંઈક નાસ્તો બનાવું છું."

"દીદી ભાઈ સમોસા લઈને આવ્યા છે."

"સારું, તું જા..."

ડૉ.રામ મનમાં ખુશ થઈ રહ્યા હતા કે તેમને સીમાના પ્રશ્નો ટાળવા માટે નો ઉપાય અમલમાં મૂકી દીધો હતો. ડૉ.રામ પોતાની સાસુ અને મમ્મી પપ્પાને બોલાવી લાવ્યા.

બધા જ હસી મજાક કરતાં સમોસા અને ચાની મજા લૂંટી અને પછી ડીનર જોડે જ કરવાનું ઈન્સીસ કરતાં તેઓ માની ગયા એટલે ના છૂટકે સીમા ડીનરની તૈયારી કરવા ઊઠી અને તે રામ જોડે વાત ના કરી શકી.

આ બાજુ ચિરાગ સ્મિતા પર બરાબરનો ગુસ્સે થયો અને કહે કે,

"તારે ડૉકટરને આપણા ઝઘડા વિશે જણાવવાનું જરૂર કેમ પડી?"

"પણ હું કયાં બતાવવા માંગતી હતી અને મેં કંઈ કહ્યું પણ નહોતું. એમને તો તમારી વાત પરથી ગેસ કરી લીધું હતું, એમાં હું શું કરું?"

"ના તે કંઈક એવું તો વર્તન કર્યું જ હશે ત્યારે જ તેને ખબર પડે ને, સાવ ઈડિયટ."

"માઈન્ડ યૉર લેંગ્વેજ, ચિરાગ..."

"કેમ નહીં... તું તો સાવ અણઘડ છે. સાહિલ વિશે કયારે જાણવાનો પ્રયત્ન કર્યા છે. આ તો મારી મમ્મી હતી એટલે નભી જતું."

"હા કેમ નહીં... તમારી મા હતી એટલે જ સાહિલ અને તમે નભતાં હતાં. મેં તો શેકયો પાપડ પણ કયાં ભાગ્યો છે?"

"હા જ ને વળી, તું તો આમ પણ કામચોર છે."

"હા ખબર છે મને, મા એ શીખવાડયું છે તમને તે. ઉપર જઈને પણ મારો પીછો નથી છોડતા.  મને કંપનીવાળા એમને એમ જ મેનેજરની પોસ્ટ મારી દયા ખાઈને આપી દીધી નહીં?"

"તું વાત કયાં ની કયાં લઈ જાય છે. હું ઘરના કામ માટે કહું છું. ઓફિસના કામ માટે નહીં, સમજી."

"હા, બધું સમજું છું. તમે તો પાછા દૂધે ધોયેલા છો ને પાછા... ઓફીસમાં કામ અને ઓફીસ બહાર ભાઈબંધો અને ખાલી રાતે જ ઊંઘવા ઘરે આવવાનું."

"હા, તને તો એમ જ છે કે હું ફકત ને ફકત ઓફિસ થી ઘરે અને ઘરે થી ઓફીસ જ કર્યા કરું. મને પણ સ્પેસ જોઈએ કે નહીં?"

"હા વળી, કેમ નહીં... મને ખબર છે તમારા

સ્પેસ વિશે અને ઓફિસ વર્ક વિશે પણ..."

"સ્મિતા..."

ચિરાગે ગુસ્સામાં હાથ ઉપાડતો પરાણે રોકી લીધો.

"એમાં બૂમાબૂમ નહીં કરવાની, સમજયા. અને કેમ મારે પણ સ્પેસ ના જોઇએ?"

"તો તારા માટે નવાઈ પણ કયાં છે? કોઈક વાર કીટ્ટી પાર્ટી તો કોઈક વાર કલબ જાય તો છે. મેં રોકી તને કયારે પણ?"

"હવે એ પણ નડી ગયું તમને? તમને તો મારા જીવનમાં આનંદ હોવો જ ના જોઈએ. ના તો મને સમય આપવો કે ના કોઈ ખુશી આપવી. બસ મશીન બની ઘર માટે પૈસા કમાવું અને ઘરમાં કામ જ કામ કર્યા કરું. એવું ઈચ્છો છો?"

"હાસ્તો, તું તો તારા સિવાય કોઈ કમાવનાર જ નથી એમ સમજે છે, હું તો ઘરમાં તારી સેલેરી પર જ નભું છું. કયારે તારા પૈસા ઘરમાં આપ્યા, એ કહેજે?"

"કેમ ઘર લેતી વખતે ડાઉન પેમેન્ટ માટે નહોતા આપ્યા."

"હા... બહુ ઉપકાર કર્યો તે?"

"તમારી જોડે તો વાત કરવી જ બેકાર છે."

"તારી જોડે પણ..."

સીતા રોતાં રોતાં બોલી,

"હા, ખબર છે મને કે તમને મારી જોડે વાત કરવી નથી ગમતી અને મને પણ શોખ નથી. શું વાત હતી ને, શું બની જાય છે, પણ શું થાય? દરેક વખતે આવું જ થાય છે. સાહિલ વિશે વિચારવાની જગ્યાએ તમે તો મારા પર જ બ્લેમ કરવા બેસી જાવ છો?..."

ચિરાગ પણ ગુસ્સામાં બોલ્યો કે,

"બોલો આટલું લડતાં પહેલાં યાદ ના આવ્યું અને તને હવે યાદ આવ્યો સાહિલ... આઈ હેટ..."

બોલતાં બોલતાં સાહિલ યાદ આવતાં ચિરાગનો તેનો ગુસ્સો ઠંડો થઈ ગયો. બંને જણાએ સાહિલને શોધવા આમતેમ આજુ બાજુ જોયું તો સાહિલ એક ખૂણામાં ટૂંટિયું વાળીને બેઠો હતો અને તેમને લડતાં જોઈને તે રડી રહ્યો હતો. વળી, ડરી પણ ગયેલો હતો.

ચિરાગે કહ્યું કે,

"સ્મિતા, સાહિલ..."

સ્મિતા ઊભી થઈને સાહિલ જોડે ગઈ અને ગળે લગાડવા ગઈ તો તેને ધક્કો મારીને કહ્યું કે,

"તમે બંને મારી દાદીને પણ જીવવા નહોતા દેતા, ડોન્ટ ડેર આફટર મી.... મારી પાછળ કયારેય નહીં આવવાનું, હું જીવું કે મરુ... નન ઓફ યૉર બીઝનેસ, ડોન્ટ વરી..."

કહીને તે દાદીના રૂમમાં જતો રહ્યો અને રૂમનો દરવાજો લોક કરી દીધો.

બંને ત્યાં જ ઠગાયેલા ઊભા રહી ગયા અને સ્તબ્ધ થઈ ગયા કે સાહિલ શું બોલી ગયો...

(શું સાહિલના મનમાં ચિરાગ અને સ્મિતા ડર કાઢી શકશે ખરા? સીમા ડૉ.રામને બેડરૂમમાં પ્રશ્નો પૂછી શકશે કે પછી ડૉ.રામ કંઈક નવું તિકડમ કરશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ... સ્કેમ....12)