Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 35

પરી સાવર બાથ લઈને પોતાના લાંબા કાળા વાળની મીઠી વાછ્રોટ કવિશા ઉપર ઉડાડતી ઉડાડતી વોશરૂમમાંથી બહાર આવે છે અને હસતાં હસતાં બોલે છે, " મોમ, આનું કંઈ થાય તેમ નથી આ જેવી છે તેવી જ રહેશે અને એને એનું પોતાનું મૂકેલું હશે ને તો પણ નહીં મળે, પહેલા તો સરખું મૂકવાનું નહીં અને પછી આખાયે ઘરમાં શોધવાનું અને બૂમાબૂમ કરવાની..!! "


ક્રીશા: સાચી વાત છે તારી બેટા.. એણે આંખે પાટા બાંધ્યા છે અને તેની બૂમો પાડવાની આદત થઈ ગઈ છે. હવે આપણે કોઈએ તેની બૂમો સાંભળવાની જ નહીં.


અને ક્રીશા સાથે કવિશાને એમ પણ કહે છે કે, હવેથી બધું બરાબર મૂકજે રોજ રોજ કોઈ નહીં શોધી આપે..!!


પરી: મોમ, " શેઠની શીખામણ ઝાંપા સુધીની..." એવી વાત છે. આ કાલે પાછી હતી તે ની તે જ થઈ જશે.


" હા હા હવે ખબર છે તમે બહુ પરફેક્ટ છો તે વળી...." કવિશા બબડતી બબડતી જાય છે અને જોરથી ડોર બંધ કરીને નવી ટી-શર્ટ લપેટવા ક્રીશાના રૂમમાં ઘુસી જાય છે.


અને ક્રીશા તેમજ પરી બંને એકબીજાની સામે જોઈને હસે છે.


કવિશાનો કોલેજમાં આજે પહેલો દિવસ છે વળી પાછી કોલેજ તેના ઘરથી થોડી દૂર છે એટલે તે થોડી ઉતાવળમાં છે અને પોતાના ઘરની ગલીમાંથી બહાર નીકળતાં નીકળતાં જ તેના એક્ટિવાની આગળ નાનું ગલુડિયું આવી જાય છે અને ચગદાઈ જતાં રહી જાય છે એટલે તે મોડું થતું હોવા છતાં પોતાનું એક્ટિવા સાઈડમાં પાર્ક કરીને ગલુડિયાને ઉંચકી લે છે અને તેને લાડ કરવા લાગે છે અને જોવા લાગે છે કે તેને ક્યાંય વાગ્યું તો નથી ને તેની પાછળ પાછળ તેની પાછળની ગલીમાંથી એક હટ્ટો કટ્ટો છ ફૂટની ઊંચાઈ ધરાવતો દેખાવમાં એકદમ રૂપાળો ખૂબજ હેન્ડસમ રાજકુંવર જેવો નવયુવાન પોતાનું પેટીપેક બુલેટ લઈને નીકળે છે એ આ જોઈને પોતે કંઈક મદદ કરવાના ઈરાદાથી કવિશાની બાજુમાં જઈને ઉભો રહે છે અને તેને પણ આ રૂપાળી, પશુને પણ ખેલદીલીપૂર્વક ઉંચકી લેનારી માસુમ બ્યુટીફુલ કવિશા પહેલી જ નજરમાં ખૂબ ગમી જાય છે. તે કવિશાને પ્રેમથી પૂછે છે, " મે આઈ હેલ્પ યુ...? "


પરંતુ લાડલી કવિશા તો પોતાના ઘરેથી જ થોડા ગુસ્સાના મુડમાં નીકળી હતી અને તેમાં પણ પોતાની સાથે ન ગમતું એવું કુદરતી બન્યું કે ઉતાવળમાં અને અજાણતાં જ નાનું ગલુડિયું તેના સ્કુટરની અડફેટમાં આવી ગયું તેથી તેનો મૂડ કોલેજમાં જતાં પહેલા અહીં રસ્તામાં જ બગડી ગયો અને તેમાં પાછું કોઈ વધારે મગજ બગાડવા બાજુમાં આવીને ઉભું રહ્યું એટલે તેણે ગુસ્સાથી એકદમ ઉંચુ જોયું અને મોં ફુલાવીને બોલી પડી કે, " નો થેન્ક્સ મિસ્ટર..."


" દેવાંશ.‌.માય નેમ ઈઝ દેવાંશ શાહ.."


કવિશા: મેં તમને પૂછ્યું કે તમારું નામ શું છે ?


દેવાંશ: ના તમારું વાક્ય અધુરું હતું તે મેં પૂરું કર્યું.


કવિશા: ઓકે થેન્ક્સ હવે મને જવા માટે રસ્તો આપશો ?


દેવાંશ: યસ, સ્યોર વ્હાય નોટ ?


કવિશાએ ખૂબજ પ્રેમથી બુચકારતાં બુચકારતાં ગલુડિયાને નીચે મૂક્યું અને દેવાંશની સામે ગુસ્સાભરી નજરથી જોયું અને પોતાના એક્ટિવા પર સવાર થઈને તેને રમરમાટ દોડાવી મૂક્યું.


જેવી કવિશા પોતાના એક્ટિવા પાસે ગઈ કે તરત જ મોં ઉપર એક મધુર સ્મિત સાથે દેવાંશે તેને બૂમ પાડીને પૂછ્યું કે, " મેડમ તમારું નામ તો કહેતા જાવ... "


અને પૈસાદાર પિતાની ઘમંડી પુત્રી કવિશા બોલતી ગઈ કે, " માય ફૂટ.."


તેનો રૂઆબ જોઈને જ દેવાંશ સમજી ગયો હતો કે આ કોઈ પૈસાદાર બાપની લાડલી દીકરી લાગે છે અને આમ તેના ફેમીલી બેગ્રાઉન્ડ વિશે થોડો અંદાજ તેને આવી ગયો હતો.


અને દેવાંશ કવિશા સાથેની મીઠી મધુરી અને પહેલી મુલાકાત જાણે ફરી વાગોળતો હોય તેમ તેના ચહેરા ઉપર એક સુમધુર હાસ્ય છવાઈ ગયું અને હસતાં હસતાં તેણે પોતાનું બુલેટ પોતાની કોલેજ તરફ હંકારી મૂક્યું

દેવાંશનું બુલેટ જેવું કૉલેજ કેમ્પસમાં પ્રવેશ્યું કે તરત જ બુલેટનો અવાજ સાંભળીને કવિશાએ પોતાના સિલ્કી વાળની લટને ગાલ અથડાવતાં પાછળ વળીને જોયું તો તેની આંખો ખુલ્લી ને ખુલ્લી જ રહી ગઈ....


હવે આગળ શું થાય છે ? જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ.....


~ જસ્મીના શાહ 'જસ્મીન'


દહેગામ


18/7/2022