ગોટલી ની વહુ Jatin Bhatt... NIJ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગોટલી ની વહુ

નિજ રચિત હાસ્ય રચના

ગોટલી ની વહુ

આપણી નવી નવી ગુજરાતી સાસુ બનેલી ગોટલીને નવી નવી વહુ ને રસોઈ શીખવાડવાનું હુર (શુર) ચડ્યું,એટલે ગોટલી મંડી એની નવી નવી આધુનિક વહુને ટ્રેઈન કરવા,
એના છોકરા ના હજુ હમણાં જ લગ્ન થયા હતા ને,

' ચાલો વહુ બેટા, મારો છોકરો ઓફિસ ગયો હોય તો આવો હવે રસોડા માં' '
' હા મમ્મી '
' જો ,સૌથી પહેલા ચા બનાવીએ '
આમ કહી ગોટલીએ બધી થિયરી સમજાવી દીધી ને પ્રેક્ટિકલી ચા બનાવવાનુ કહી દીધુ:
' જો બેટા,, સમજ પડી ગઈ ને',
' હા મમ્મી '
' તો પછી બનાવવા માંડો, હું 10 મિનિટ માં આવું છું '
10 મિનિટ પછી ગોટલી રસોડા માં ગઇ તો,
વહુ આંગળા પાણી માં ડુબાડી ને સિસ સિસ સિસ કરતી હતી,
પુછ્યું તો બોલી :
' મને તો ઇન્ડકશન (ઇલેક્ટ્રિક સગડી)ની ટેવ છે ,એમાં ખાલી અંદર નું મટીરીયલ ગરમ થાય પણ તપેલી ગરમ ના થાય, ધૂનમાં ને ધૂન માં તપેલી પકડી લીધી, ને આંગળા દાઝી ગયા '
' અરે રે, ' કહી ગોટલીએ વહુ ની આંગળી ઓ પર મલાઈ લગાવી દીધી,...
પછી તો ગોટલીએ ચા જોઇ તો ચા એકદમ પાતળી, કાળી કાળી અને ચાખી તો કડવી કડવી,
' થું થું થું થું,વહુ બેટા આ ચા આવી કેમ બનાવી?'
' કેમ મમ્મી, શું થયું '
' ચા કાળી અને કડવી કેમ કરતા થઈ ગઈ '
' મમ્મી તમે જ કહ્યું હતું ને કે ત્રણ કપ પાણી માં એક કપ દુધ, બે ચમચી ખાંડ અને દસ ચમચી ચા ની ભૂકી , ને મોટો ટુકડો આદુનો નાખવાનો?'
ગોટલી હસતા હસતા:
' અરે બેટા, ત્રણ કપ દુધ, એક કપ પાણી, દસ ચમચી ખાંડ, બે ચમચી ચાની ભૂકી, ને નાનો ટુકડો આદુનો, એવું કહ્યું હતું '...
પછી બંને સાસુ વહુ જે હસ્યા છે, જે હસ્યા છે...
હવે વારો આવ્યો નાસ્તા નો,...
તો બટાકાપૌઆ ની રેસીપી શીખવાડી, ને વહુબેટા એ લોચો એ માર્યો કે મીઠું ને બદલે ખાવાનો સોડા નાખી દીધો,
પછી શીરો બનાવતા શીખવાડ્યું, એમાં લોચો એવો વાગ્યો કે લિકવિડ શીરો થઈ ગયો, પુછ્યું:
' કેમ કરતા શીરો લીકવિડ થઈ ગયો'
' મમ્મી તમારા કહેવા પ્રમાણે પહેલા લોટ શેક્યો, સુગંધ આવી એટલે દૂધ નાખ્યું, દુધ વધારે પડી ગયું તો પાછો લોટ નાખ્યો, પાછુ દુધ, લોટ, દુધ, લોટ, દુધ, સરવાળે લિકવિડ શીરો થઈ ગયો, હવે એનું શું કરું ?'
' કંઈ નઈ, તારા સસરાને આપી દે, એમને એમ પણ કઈ ભાન પડતું નથી, હા હા હા હા હા હા '
ને બંને જણા ખૂબ જ હસ્યા,
હવે વારો આવ્યો ભાખરી, દાળ, ભાત અને શાક નો,
તો ભાખરી બનાવે તો ભાખરી બને જ નહીં, તુટી જ જાય, પછી ખબર પડી કે વહુબેટા એ ઘઉં ના બદલે જુવાર નો લોટ લીધો હતો, કશો વાંધો નઈ ,ગોટલી એ રોટલો બનાવી દીધો,
થોડી વાર પછી રસોડા માં જોરદાર ધડાકા નો અવાજ આવ્યો, જોયુ તો સિલિંગ પર દાળ ચોંટી ગઈ, કુકર નું ઢાંકણું ઉપર સુધી જઈને માટલા માં અથડાયું તો માટલું ફૂટી ગયું, એટલે રસોડા માં પાણી જ પાણી, ગોટલી ઉતાવળ માં ગઇ તો ભમ દઈને પડી, જેમતેમ કરીને ઊભી થઈ, તો ગોટયો શું થયું , શુ થયું પૂછતો પૂછતો રસોડા માં ઉતાવળ થી આવ્યો, આવ્યો એવો જ એ પણ લપસ્યો, લપસતા લપસતા એણે આધાર માટે ગોટલી ને પકડી, ને સરવાળે બન્ને પડ્યા, બંને પાછા શરીરે ભારે તે બેરેબેરે ઊભા થયા,...
આ બાજુ કુકર માં થોડી દાળ વધેલી તે પણ ચોંટી ગઈ ,...
બીજા નાના કુકર માં ભાત મૂકેલો હતો તે નીચેથી કાળો થઈ ગયો,...
શાક હતું કે સંભાર એ ખબર ન પડી કારણ કે પાણી વધારે પડી ગયું હતું,
સરવાળે પહેલા દિવસે એ ત્રણેવ જણે ઝોમેટો કરીને જાતજાતની અને ભાતભાતની વાનગી મંગાવી અને ગોટલી, ગોટયો અને વહુબેટા એ ખૂબ ધરાઈ ને ખાધી....
તમે શું પુછ્યું, એજ ને કે રાતનું શું જમવાનું શું કર્યું?
ઓકે,
એ તો સવાર ની દાળ હતી ને? એમ તો ચોંટેલી હતી પણ ગોટલીએ ઉપર થી થોડી સારી દાળ સાઇડ પર કાઢી લીધેલી ને તેમાંથી દાળ ઢોકળી બનાવી ,ને ધરાઈ ધરાઈને બધાએ ખાધી ...
અને એ દાળ ઢોકળી ગોટલી એ જાતે બનાવી હતી,
ભાઈ રાત ના બગડવી જોઈએ ,કાલ ની વાત કાલે.


.
.( હમણાં પેપર માં વાંચેલું કે કેટરિના કૈફને એની સાસુ એ પંજાબી રસોઈ બનાવતા શીખવાડી, આ રચના એને આધારિત છે)
.
.,.
.
.
.
.
.
જતીન ભટ્ટ (નિજ)
yashhealthservices@yahoo.com
94268 61995