ચાલ જીવી લઈએ - 20 Dhaval Limbani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચાલ જીવી લઈએ - 20

❤️ ચાલ જીવી લઈએ - ૨૦ ❤️


અરે બોલ ને પૂજા....... સરખો જવાબ આપ... ધવલએ મેસેજમાં કહ્યું.

" બધુ કહેવાનું ન હોઈ ધવલ ! અમુક વસ્તુ સમજી પણ જવાય."

" પણ મને કશું નથી સમજાતું પૂજા ...😋 " ( મસ્તીમાં)

" તો એ બધી તને ખબર. મને ના પૂછ "

" અરે પણ પૂજા તું કઈક મને હિંટ તો આપ..!તો મને ખબર પડે ને તું શું કહેવા માગે છે એ !! "

" ❤️ " ( પૂજાનો રીપ્લાય)

" લે આ વળી દિલ એટલે શું પૂજા ? "

" એ બસ હો.હવે હું કઈ પણ કહેવાની નથી"
" બાય
મને ખુબ જ ઊંઘ આવે છે
અને હું સુવા જાવ છું
ગુડનાઈટ , ટેક કેર ,
કાલે મળીએ
બાય "

આમ એટલો મેસેજ કરીને પૂજા મોબાઈલ બાજુમાં મૂકીને સુઈ જાય છે. ધવલને બધી જ ખબર પડી જાય છે કે પૂજાના દિલમાં એના પ્રત્યે શુ હતું ! તેથી તે પણ મંદ મંદ હાસ્ય કરતો કરતો સુઈ જાય છે. સવારમાં ધવલ વહેલો ઉઠી જાય છે. લખનને ફોન કરી પોતના ઘરે જલ્દી બોલાવી લે છે. ધવલ લખનને બધી વાત કરે છે અને પૂજા માટે સરપ્રાઈઝ પ્લાન કરે છે. બંને મિત્રો ફટાફટ બધી જ પ્લાનિંગ કરે છે અને કોલેજ પર પહોંચે છે. કોલેજમાં જઈને પોતાનું પ્લાનિંગ શરૂ કરી દે છે.

થોડીવાર બાદ પૂજા અને એની ફ્રેન્ડ એક્ટિવા લઈને આવે છે. એક્ટિવા પાર્ક કરી બંને કોલેજ તરફ આગળ વધે છે. એટલામાં જ એની એક ફ્રેન્ડ પૂજાને એક કાગળની ચિઠ્ઠી અને એક ગુલાબ આપી ત્યાંથી ચાલી જાય છે.

" અરે અરે... એકતા..... આ શુ છે...! કોણે આપ્યુ....? પૂજાએ પૂછ્યું."

"એ તો તું કાગળ ખોલીને જ જોઈ લે પૂજા.....! "

પૂજા કાગળ ખોલીને જુએ છે તો એમાં એક લાલ કલરનું દિલ દોરેલું હોય છે અને નીચે " Come to Centin " લખેલું હોય છે. પૂજા અને એની ફ્રેન્ડ બંને કેન્ટીનમાં જાય છે ત્યાં જ એની બીજી બહેનપણી મળે છે અને ફરી કાગળની એક ચિઠ્ઠી અને ગુલાબ આપે છે.

" અરે યાર... પીનલ ...... આ બધું શુ છે ?" પૂજાએ પૂછ્યું.

" કાગળ ખોલીને જોઈ લ્યો પૂજા મેડમ "

પૂજા કાગળ ખોલીને જુએ છે તો ફરીથી એક લાલ દિલ અને નીચે " walk Straight and Sit On The Table " લખેલુ હોય છે.
પૂજા સીધી ચાલતી ચાલતી એક ટેબલ પાસે પહોંચે છે. ટેબલ પર એક કાર્ડ અને કાર્ડની બાજુમાં એક ગુલાબ રાખેલું હોય છે. પૂજા તે ટેબલ પર બેસે છે અને એ કાર્ડ લઈ વાંચવા જાય જ છે ત્યાં જ પાછળથી ધવલ આવી પૂજાની આંખો પર હાથ રાખી દે છે.ધવલના ઇશારાથી કેન્ટીનમાં રોમેન્ટિક મ્યુઝીક વાગવા લાગે છે.

" કો.... કોણ છે.... ! કોની હિંમત થઈ મારી આંખો પર હાથ રાખવાની ? પૂજાએ ગુસ્સામાં કહ્યું.

" Shhhhhhhhhhhhh shhhhhh " ધવલ એ પૂજાના કાન પાસે પોતાના હોઠ લઈ જઈને કહ્યું."

" કોણ છે તું.... ! મારી આંખો સામેથી તારો હાથ લે બાકી....."

" Calm Down Dear " ધવલએ હળવેકથી કહ્યું.

આ સાંભળતા જ પૂજાને અવાઝ વર્તાય જાય છે અને તે શાંત થઈ જાય છે. ધીરે ધીરે ધવલ પૂજાને પોતાની બાજુ ફેરવે છે અને આંખ સામેથી પોતાનો હાથ હટાવે છે. પૂજા અને ધવલની આંખો થોડા ક્ષણ માટે એકબીજાની અંદર જ ખોવાઈ જાય છે. ધવલ નીચે ઝૂકીને પ્રપોઝલ વાળા પોઝમાં બેસી જાય છે. પૂજા તો એટલી બધી ચોંકી ઉઠે છે કે એને શુ રીએક્ટ કરવું એ ખબર જ નથી પડતી. બસ તે ધવલની સામે ચુપચાપ ઉભી રહી જાય છે.

ધવલ પૂજાનો હાથ હાથમાં લે છે અને.....


ક્રમશઃ


વાંચકમિત્રો આપ સૌ તરફથી મને પૂરો સહકાર મળી રહ્યો છે. બસ આમ જ તમારો સહકાર અને પ્રેમ આપતા રહેજો.

આભાર

ધવલ લીંબાણી

For More Updates U Can Follow Me In Instagram
@dhaval_limbani_official