નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૯ Dhaval Limbani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૯

નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૯ 🙂


હું : મારી કઈ ચિંતા ન કરતી, તું તારી રીતે આગળ વધજે,ભણવામાં ધ્યાન રાખજે,બીજી કઈ ઉપાદી ન કરતી અને હા સ્પેશિયલી તારી દીદીનું ધ્યાન રાખજે.

ચૂંટકી : તું કેમ આવું કહે છે ?

હું : અરે કઈ નહીં. સારું ચાલ આવજે. ધ્યાન રાખજે. બાય...

ચૂંટકી : (અસમંજસમાં) હા ......... બાય.........

હું ત્યાંથી નીકળીને મારા રૂમપર આવું છું. આંખમાં આંસુના ટીપા અને દિલમાં દર્દ સાથે બેઠો હોવ છુ. મગજમાં તો ઘણા બધા વિચારો આવતા હતા. આ કરી નાખું , તે કરી નાખું વગેરે. પણ મારાથી હવે થાય પણ શું !? જે થવાનું હતું એ તો થઈ ગયું હતું.આમને આમ વિચાર કરતા કરતા સવાર પડી જાય છે. વિચારોમાં તો હું એટલો ઘેરાયેલો હતો કે મારી આસપાસ શુ થાય છે, સમય શુ થયો હતો એનું કઈ ભાન જ ના હતું. જો કે મને તો કઈ ભાન હતું જ નહીં પણ આતો મારા ફોનમાં રિંગ વાગી એટલે ખબર પડી કે સવાર પડી છે.

હું ધીરે ધીરે ઉભો થયો. જોયું તો ફોન મારી ઓફિસમાંથી હતો. ફોન ઉપાડી વાત કરી , ત્યારે ખબર પડી કે આજે મારે તાત્કાલિક પ્રેજેન્ટેશન આપવાનું છે. હું ફટાફટ તૈયાર થયો અને ઓફીસ પર પહોંચ્યો. ઓફીસ પહોચતાં જ હું મારા કામે લાગી ગયો.બહાર થી કોઈ વ્યક્તિઓ આવવના હતા જેને મારે મિટિંગ એટલે કે પ્રેજેન્ટેશન દેવાનું હતું. હું તો બસ બધા વિચારો મૂકી મારા કામમાં લાગી ગયો.

થોડીવાર પછી ઓફિસનો પટ્ટાવાળો કહેવા આવ્યો કે બહારથી જે મહેમાન આવવાના હતા એ આવી ગયા છે,જેથી સર તમને મિટિંગ રૂમમાં બોલાવે છે.

હું પાંચ મિનિટમાં કામ પૂર્ણ કરી મિટિંગ રૂમમાં ગયો. મિટિંગ રૂમમાં જોયું તો અંધારું હતું. ફક્ત ખાલી પ્રોજેક્ટર જ ચાલુ હતું. મારા સર મારી પાસે આવ્યા અને કહ્યું કે આ લોકોને ત્રણ કલાક પછી ફલાઇટ છે તો ફટાફટ આપણું પ્રેજેન્ટેશન બતાવી દે એટલે આ લોકો વહેલા ફ્રિ થઈ જાય.

મે બસ મારો નાનો એવો ઇન્ટરો આપ્યો અને પ્રેજેન્ટેશનની શરૂઆત કરી.બધા મને જોઈ અને સાંભળી રહ્યા હતા પણ અંધારાના કારણે મને કોઈનો ચહેરો સરખો દેખાતો ન હતો. મેં મારું પ્રેજેન્ટેશન પૂરું કર્યું ને બધા લોકો વાહ વાહ અને તાળીઓ પાડવા લાગ્યા.ત્યાજ મિટિંગ રૂમની લાઈટો ચાલુ થઈ.

લાઈટ ચાલુ થતા જ હું અંધારામાં આવી ગયો. કેમ કે મારી સામે ભૂમિનો ફિયાન્સ બેઠો હતો. કદાચ એ પણ મને ઓળખી ગયો હશે એટલે જ મારી સામે એ હસતા મોઢે જતો હતો.બધા લોકો સાથે હાથ મેળવીને હું બહાર ગયો પણ મને એવું લાગ્યું કે ભૂમિના ફિયાન્સ એ મને ઓળખ્યો નહીં હોય એટલે જ કદાચ મારી સાથે એને વાત ન કરી.

થોડીવાર થતા બધા બહાર આવ્યા હશે.હું તો મારા કેબિનમાં કામ કરતો હતો ત્યાંજ મારા કેબિનના દરવાજા પર નોક નોક નો આવાઝ સંભળાયો. મેં કમ ઇન કહ્યું.

કમ ઇન કહેતા જ મારી સામે ભૂમિનો ફિયાન્સ ઉભો હતો. હું મારી ખુરશી પરથી ઉભો થયો. મેં એમને બેસવાનું કહ્યું.

ભૂમિનો ફિયાન્સ : હું જાણું છે કે તમે ભૂમિના ફ્રેન્ડ છો પણ ત્યાં બધા હતા એટલે હું કશું બોલ્યો નહીં.

હું : અરે નો પ્રોબ્લેમ. ઇટ્સ ઓકે.

ભૂમિનો ફિયાન્સ : સારું ચાલો હવે હું નીકળું. બહાર બધા મારી રાહ જોવે છે અને મારા જે સર છે એમને મારે એરપોર્ટ ડ્રોપ કરવા પણ જવાના છીએ તો આપણે પછી નિરાંતે મળીશું.

હું : અરે...ઇટ્સ ઓકે.નો પ્રોબ્લેમ , યુ કેન ગો.

બસ એટલી જ વાત કરી અને ભૂમિનો ફિયાન્સ ત્યાંથી નીકળે છે. થોડીવાર જતા ફરી ઓફિસનો પટ્ટાવાળો આવે છે અને કહે છે કે મને સર એમની ઓફિસમાં બોલાવે છે.

હું તરત જ સરની ઓફિસમાં ગયો. સર એ મને વાત કરી અને એ વાત સાંભળતા જ........


ક્રમશઃ

For More updates U can follow Me in Instagram
@dhaval_limbani_official


આભાર...