ભૂમિના મમ્મી : કેમ બેટા બહાર ઉભો છે ? અંદર ભૂમિ ને મળ્યો કે નહીં ? અને મને એ કહે કે તું ક્યારે આવ્યો અહીં ?
હું : અરે બસ આંટી હમણાં જ આવ્યો હજુ. હા ભૂમિ ને મળ્યો. તમે ચિંતા ન કરો આંટી.
ભૂમિના મમ્મી : ( ચૂંટકીને ) દીકરા આમનું ધ્યાન રાખજે , સમય સર જમાડી લે જે અને પછી જ જવા દે જે હો.
ચૂંટકી : હા મમ્મી હા. તમે ચિંતા ના કરો.
ભૂમિના મમ્મી : (મને ) દીકરા જમી ને જજે હો !
હું : અરે આંટી તમે ચિંતા ન કરો.
આમ કહેતા કહેતા ભૂમિના મમ્મી બીજા મહેમાનોને આવકારવા માટે જાય છે અને હું ને ચૂંટકી હજુ ત્યાં જ ઉભા છીએ.
ચૂંટકી : જોયું Drecu ? મમ્મી તારું કેટલું બધું રાખે છે ! મેં તને અને દીદી ને પહેલા જ કિધેલું કે એક વાર તમે મમ્મી ને વાત કરો. કઈક વાત કરશો તો ખબર પડશે કે એ શું વિચારે છે પણ તમે બંને એ એક વાર પણ પ્રયત્ન ન કર્યો.
હું : અરે યાર એવું નથી. મારે બસ આંટી ની ખુશી જોવી છે બીજું કહી નહીં.
ચૂંટકી : તો મારી દીદીની ખુશીનું શુ ?
હું : વ્હાલા એ તને નહીં સમજાય અત્યારે. પ્રેમમાં સાથે રહેવું જ પડે એ જરૂરી નથી કદાચ દૂર રહીને પણ એનું ધ્યાન કેમ રાખી શકાય એ જરૂરી છે.
ચૂંટકી : Drecuu એક તો હું તને ક્યારેય વાતોમાં તો પહોંચી જ નહીં શકું. તું અને તારી વાતો.
હું : સારું કહે બીજું. કઈ કામ ના હોય તો હું હવે જાવ ?
ચૂંટકી : ઓ હેલો ક્યાં જવું છે તારે. હજી તારે અહીં રોકાવાનું છે અને હું કહું ત્યારે તારે ઘરે જવાનું છે સમજ્યો ?
હું : હા સારું. જેમ તું કહે એમ બસ.
ચૂંટકી અને હું બંને અંદર જઈએ છીએ. ચૂંટકી પોતાના મહેમાનો પાસે જાય છે અને હું સ્ટેજ ની સામે પડેલા ટેબલ પર બેસું છું. સામે ભૂમિ અને પહેલો નમૂનો એટલે કે ભૂમિનો ફ્યુચર પતિ બંને બેઠા છે. ધીરે ધીરે સમય પસાર થાય છે.ભૂમિ અને પેલો મુરતિયો જમવા માટે જાય છે. હું દૂર થી એ બંને ને જોતો હોવ છું. એટલામાં જ ચૂંટકી પાછળ થી આવી મારો હાથ પકડી ને મને ભૂમિની પાસે લઈ જાય છે.
હું : અરે યાર તું મને ત્યાં ન લઈ જા. પ્રોબ્લેમ થશે.
ચૂંટકી : કઈ પ્રોબ્લેમ નહીં થાય. તમે ખોટી ચિંતા ન કરો પ્લીઝ.
હું અને ચૂંટકી ભૂમિ અને પેલા મુરતિયાની સામે ઊભા છીએ. ભૂમિ અને એ મુરતિયો મને અને ચૂંટકીને જુએ છે.
ભૂમિ : ચૂંટકી તે Drecu ને જમાડયો કે નહીં ?
ચૂંટકી : અરે હું ક્યાંથી ! Drecu એમ કહેતો હતો કે મારે ભૂમિ સાથે જ જમવું છે. ( હું ચૂંટકી ને ટગર ટગર જોતો હોવ છું )
ભૂમિ : ( મુરતિયા ને ) ચૂંટકી ને તો તમે ઓળખો જ છો એટલે એના વિશે તો કહી કહેવાની તો જરૂર છે જ નહીં પણ આ છે મારો બેસ્ટ ફ્રેન્ડ. અમે ઘણા સમય થી સાથે છીએ અને એક બીજાને બધી વાતો , પ્રેબ્લેમ શેર કરીએ છીએ. આ મારો જીગરી યાર છે.
મુરતિયો : ઓહ હો વાહ સરસ પણ ભૂમિ આનું નામ શું છે ?
ભૂમિ : આનું નામ ...
ક્રમશઃ
મારા વ્હાલા વાંચક મિત્રો
હવેથી દરરોજ એક એક પાર્ટ અપલોડ થશે.
મને સપોર્ટ કરવા બદલ આપનો ખુબ ખુબ ધન્યવાદ.
પ્લીઝ ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોવ તો મને ફોલો કરવાનું ના ભૂલતા.
Id - dhaval_limbani_official
અને હા સ્ટોરી વાંચી લીધા બાદ કમેન્ટ જરૂર થી કરજો..